મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે, માહિતી, Received E mail > “બ્લોગ”- એકવીસમી સદીની ટેકનોલોજીનું વરદાન -વિજય શાહ

“બ્લોગ”- એકવીસમી સદીની ટેકનોલોજીનું વરદાન -વિજય શાહ

સપ્ટેમ્બર 17, 2010 Leave a comment Go to comments

હમણા પારુ બહેન કૃષ્ણકાંતે તેમના બ્લોગ ઉપર સરસ કાવ્ય મુક્યુ. જેમ દરેક લીટી ઉપર તેમના ગમતા બ્લોગનાં નામો મુક્યા..

સુણ્યો કાવ્યોનો કલશોર ને ,તો ક્યાંક વળી ગુજરાતી ગઝલ ,
વેણું અને બંસરીના નાદ, સુણી દાદાભાઈ ની દુંદુભિ,
સુણ્યા જો ચંદ્રના પુકારો , વળી લાગણી ની માંગણી,
જોયા તોરણ અને રંગોળી, જોઈ જ્યાં ફૂલો ની વાડી ,
વેરાતા જે વિચારો ના મોતી. વહેતા જે જ્ઞાન ના ઝરણાં,
ક્યાંક વળી મિત્રો નું મનોમંથન , તો ક્યાંક રેશનલ અભિવ્યક્તિ ,
તો ક્યાંક વળી વ્યંગ ની અસર , તો સ્વપ્ન પણ પરાર્થે સમર્પણ ,
કોઈ ઉતારે હ્રદય કાગળ ઉપર, તો વળી વિજય કરતા ચિંતન ,
થતી ઝીલમીલ જ્યાં રોશની, દેખ્યા પરમ ને પણ સમીપે ,
ડાયરીને વળી ગુજરાતી શાયરી , આવ્યા અમે તો દોરાયી ને ,
તો દેખી શબ્દોની જે રોશની અતિ આનંદે થઈ ઉત્સાહિત,
પ્રેમાળ મન થકી ને પ્રેરિત, હ્રદયના ભાવ શબ્દો થકી અંકિત,
સજાવ્યો છે અમે પણ બ્લોગ, નથી આપના જેવું અગાધ આભલું,
બસ નાની શુક્રતારિકા સમ તારલું, પિયુની નો પ્રેમ કરતો ત્યાં પમરાટ,
લઇ સુગંધ ને થવા આનંદિત , બહેનાને કરવા ને પ્રોસ્તાહિત ,
આપ પણ જરૂર થી પધારશો , વચન મારું કરીશ આપને સ્નેહાંકિત .

– પારૂ કૃષ્ણકાંત “પિયુની”

બરોબર આવીજ વાત લઈને નીલમબેન દોશી પણ ૨૦૦૬માં આવ્યા હતા.

વિશ્વગુજરાતી

શુભેચ્છાઓનો કૃત્રિમ વરસાદ
અને વહેવારિયા શબ્દોનું વહાલ
ન ખપે મને………
હું તો ઝંખુ “અંતરની વાણી”
કરી “સર્જન સહિયારૂ”
થનગની રહું ભૂલકાઓના “કલરવ” થી
”હાસ્યના દરબાર “થી રહું મલકી,
”રીડ ગુજરાતી” રીડ કરી
”શિવશિવા” ની કરું ઝાંખી
“જયદીપ ના જગત” થી
કરું સહેલ કાશ્મીરની….
”મારું જામનગર “તો રહ્યું સદા પોતીકું
નજરોને” વિશાલ “કરી,
”લયસ્તરો”માં ડૂબકી મારું
”વાત ચીત” કે “સંમેલન” સાથે સંકળાઇ
”અમીઝરણા” માં “ઉર્મિસાગર”થી છલકાઇ
”વિવેક”ની નીરક્ષીર વૃતિ સાથે
”વિજય” પ્રસ્થાન કરી…
“મોરપિચ્છ “નો કરી સંગાથ..
કરું પ્રયત્ન પહોંચવાના સદા…….
”પરમ સમીપે”.
– નીલમ દોશી.

આ બંને કાવ્યો પોતાની રીતે બ્લોગરનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. ગુજરાતી વિશ્વભાષા થશે કે ગુજરાતમાંથી જશે તેવી ચિંતા કરતા સૌને “બ્લોગ”નું એકવીસમી સદીની ટેકનોલોજીનું વરદાન કહો તો વરદાન અને ઉત્કર્ષની નીસરણી કહો તો નીસરણી..પણ છે એક જબર જસ્ત ઘટના કે જ્યાં ગૂગલ ઉપર સર્ચનું એક બટન દાબે અને લગભગ ગુજરાતીમાં જોઈતુ ઘણું બધું સાહિત્ય વિશ્વભરમાં ઉપલબ્ધ થઈ જાય.

૨૦૦૬માં મે જ્યારે બ્લોગ બનાવ્યો ત્યારે “ મોના નાયક “ઊર્મી સાગર” ના લીસ્ટમાં હું ૫૬મો બ્લોગર હતો જ્યારે આજે ચાર જ વર્ષનાં ટુંકા ગાળામાં કાંતીલાલ કરશાળાનાં “નેટ જગત” લીસ્ટમાં ૪૭૪ કરતા વધુ બ્લોગ છે જે એ વાતનો પૂરાવો છે કે ગુજરાતી ને જાળવવા નવી યુવા પેઢી વધુ જવાબદારી બતાવે છે. તેઓ સતત તેમને ગમતુ બધું વેબ ઉપર ચઢાવે છે અને ઇ મેલ દ્વારા તેમના સગાવહાલા અને મિત્રોમાં મોકલે છે.વળી આ ટેકનોલોજી એવા કેટલાય ચમત્કારો કરે છે કે જેને કારણે લેખક અને પ્રકાશક કોપી એક્ટ કાયદાનો કોરડો વીંઝી તેમના બુધ્ધી ધનને સાચવવા મથે તો એટલું જ કહેવું રહ્યું કે બદલાતા સમયમાં થોડોક તો સંઘર્ષ રહેવાનો…

બ્લોગીંગ એ આમતો અંગત ડાયરી કહેવાય પણ જ્યારે તે લેખક કરતા વધુ વાંચે તેવુ પ્રયોજન કરતા જ તે પ્રકાશન થઈ જાય છે..અને પ્રકાશન નાં બધા નિયમો તેને લાગુ પડતા હોય છે. મતલબ કે બ્લોગરે બ્લોગ ઉપર મુકેલી દરેકે દરેક વાતોને કાયદાની કટાર વાગી શકે છે. જો કે આ થઈ કાનૂની વાત..પણ જો તમે લેખકની કે પ્રકાશક્ની પરવાનગી લઇને અને તેનું નામ મુકીને લેખ મુકો છો તો તે માતૃભાષાની સેવા ઉપરાંત તે લેખકને વિશ્વસ્તરે લાવો છો.

હવે કરીયે થોડીક વાચકોની વાત..જેમ ટીવી સીરીયલો જોનારો એક વર્ગ છે તેવો જ એક વર્ગ ઇંટરનેટ ઉપર વાંચી વાંચીને સાહિત્યને જીવતો સમગ્ર વિશ્વમાં જુદી જુદી ઉંમરના વાચકોનો એક આખો સમુહ છે. અને તે વાત “ટહૂકો” નાં જયશ્રી અને અમિત કે “લયસ્તરો”નાં ડો ધવલ કે ડો વિવેક કહેશે કે “રીડ ગુજરાતી” ના મૃગેશભાઇ કહેશે કે તેમના વાચકો સમગ્ર વિશ્વમાં..જ્યાં જ્યાં ગુજરાતી હશે ત્યાં ત્યાં છે…

ગુજરાતી ગીતો વાળા માવજીભાઇ અને ગુજરાતી નાટકો બતાવતી ગુજનાટક.કોમ પર અને ટહૂકો .કોમ અને રણકાર.કોમ પર તો આખુ વિશ્વ ઝુમે છે…”અક્ષરનાદ” અને પુસ્તકાલય.કોમ તો સાર્વજનીક પુસ્તકાલય છે જ્યાં તમે આખુ અને આખુ પુસ્તક વાંચી શકો કે તે પુસ્તકોનાં સંક્ષીપ્તોને જોઇ શકો. આ બધી વાતો હું લખું છું તેનું મુખ્ય કારણ એ છે કે આ બધી સગવડ માટે વિચારનારા અને કાર્ય કરનારા “ગુજરાતી લેક્ષીકોન” નાં મુ રતીલાલ ચંદેરીયા હોય કે ગુજરાતી ટાઈપ પેડ આપનારો વિશાલ મોણપરા હોય કે સંડે મહેફીલની ઇ મેલ મોકલનારા ૭૫ વર્ષનાં ઉત્તમકાકા હોય. આ સૌ મધપૂડાની કાર્યકર માખીઓ બ્લોગર છે જે દિવસ રાત મથી મથીને ગુજરાતી ભાષાનો મધપૂડો મધથી ભરે છે..અને તે સૌની રાણી છે માતૃભાષા ગુર્જરી.

ગુજરાતી ભાષા જાળવવાની અને તેને બીજી પેઢી સુધી લૈ જવાની નેમ થી ભગવદ ગોમંડળ આવ્યા પછી શબ્દ સ્પર્ધા…શબ્દાક્ષરી..શેરોની અંતાક્ષરી જેવી કેટલીય વાતો ગુજરાતી સાહિત્ય સરિતા (હ્યુસ્ટન) લઈને આવ્યું. બ્લોગર જગત મહદ અંશે જાગૃત યુવા વર્ગ છે જેને શીખવું ગમે છે અને જુગલકાકા, વિશાલ મોણપરા કે જીજ્ઞેશ અધ્યારુ જેવા સંનિષ્ઠ શિક્ષકો તેમના બ્લોગ દ્વારા તેમને શીખવે છે. “સહિયારું સર્જન” લઈને મોના નાયક તથા “ગદ્ય સર્જન” જેવા સહિયારા લેખન ના પ્રયોગો પણ અત્રે થયા.

બ્લોગ જગતમાં સોનલવૈદ્ય ની “વાતચીત”, નીલેશ વ્યાસનું “નીપ્રા” અને વિનય ખત્રીનું “ગુજ બ્લોગ” જેવા બ્લોગ એગ્રીગેટર છે જે દરરોજ બહાર પડતા બ્લોગ પરની નવી વાતો વાચકોને જણાવે છે. સુરેશ જાની જેવા ગુજરાતી સારસ્વતો પર સંકલન કરનારા સંન્નિષ્ઠ કાર્યકરો પણ છે. તો અમિત પીસાવડીયા ના “અમિઝરણા” અને વિશ્વદીપ બારડની “ફુલવાડી” નીત નવા અને ગમતા પદ્ય મુકે છે. કૃષ્ણકાંત ઉનડકટ ની “ચિંતનની પળો” પણ છે અને “પ્રદીપની કલમે” દિવસની એક નવી અને તાજી રચના મુકનારા પ્રદીપ બ્રહ્મભટ્ટ પણ અહી સક્રિય છે.

૨૦૦૦ની સાલથી બ્લોગીંગ કરતા ચીરાગ ઝાઝીને આ લેખમાં ન યાદ કરુ તો નગૂણો કહેવાઉં કારણ કે કિશોર રાવળ ના “કેસુડા”નાં સમયમાં એટલેકે ૨૦૦૦ના તબક્કામાં જ્યારે ફોંટ આજ્ની જેમ મળવા સરળ ન્હોતા ત્યારે પીડીએફ ફોર્મેટને વેબ ઉપર મુકાતા હતા.

લબ્ધ પ્રતિષ્ઠીત લેખીકા પન્ના નાયક અને કૃષ્ણકાંત ઉનડકટ પણ બ્લોગમાં પોતાની કલમનો કસબ દેખાડે છે

બ્લોગીંગ એ આશીર્વાદ છે અને બીજી રીતે તે શ્રાપ પણ છે..કેટલાંક ખાટ સવાદીયાઓ કે જેમને લખતા નથી આવડતું છતા રુઆબ મારવા કે પોતે જાણે છે તે બતાવવા કોપી પેસ્ટ કરી પોતાનું નામ લખી વટ મારવા જાય છે..તે દુષણ છે પણ તેવા બ્લોગરો વિનય ખત્રી જેવા જાગૃત બ્લોગરો દ્વારા પકડાય છે અને તેમનો ઉછીનો પ્રકાશ…ઝાંખો પડે છે.

વાતનું સમાપન કરું તે પહેલા કહીશ કે મારી જાણમાં એવા કેટલાય બ્લોગરો છે જેમણે બ્લોગ દ્વારા પોતાનું આગવું નામ ઉભુ કર્યુ છે. નટવર મહેતા, દેવાંગ વિભાકર, લતા હીરાણી, નીલમ દોશી, ડો વિવેક ટેલર, ડો પંચમ શુકલ, ડો ચંદ્રવદન મિસ્ત્રિ, કેપ્ટન નરેન્દ્ર, દેવિકા ધ્રુવ, વિશ્વદીપ બારડ, ચિરાગ પટેલ, જગદીશ ક્રિસ્ચીયન, સૌરભ શાહ, મોના નાયક તથા ગીરીશ પરીખ. આ લીસ્ટ હજી ઘણું લાંબુ છે પણ અત્રે અટકું. આખુ વિશ્વ તેમને વાંચે છે સાંભળે છે અને ગુજરાતી ભાષાને એકવીસમી સદીમાં બહુ હરખભેર વધાવે છે સમગ્ર વિશ્વની ગુજરાતી મહાપ્રજા.

This article was originally published  : http://gujarati.speakbindas.com/blog-ekvismi-sadi/

  1. સપ્ટેમ્બર 18, 2010 પર 5:49 એ એમ (am)

    Adabhut….awesome… me aa kavita Temna blog par joi hati ane ahi tame tene Imgae sathe.

    Nice blog i had subscribed for your blog updates also…
    Madhav
    http://www.iharshad.wordpress.com

  1. No trackbacks yet.

Leave a comment