Archive

Archive for the ‘email’ Category

દીકરો મારો લાડકવાયો.. 8 નીલમ દોશી

ડિસેમ્બર 24, 2011 1 comment

 ( નીલમબેન ની કલમ જ્યારે પણ વાંચવા મળે ત્યારે મન પ્રસન્ન થઇ જાય.. પછી તે દીકરાની વાત હોય કે દીકરીની..અને એવું જ લાગે કે હા હું પણ આવું જ અનુભવુ છું. મને શ્રધ્ધા છે કે આપ વાંચશો ત્યારે આપને પણ આવું જ લાગશે)

તો પછી ટહુકી ઊઠે પીળી ક્ષણો,

સ્હેજ પણ ભીનાશની જો પળ મળે.

ઘર પછી ગુલમહોર જેવું લાગશે,

લાગણીને ભીંત પર સ્થાપી જુઓ..

ગુલમહોર જેવું ઘર વહાલા ઓમ,

ઉપરની બે પંક્તિમાં કેટલું બધું કહેવાઇ ગયું છે. જીવનમાં સ્નેહની..લાગણીની ભીનાશ હોય તો જિંદગી સભર બની રહે છે. પછી એમાં ઝાઝી ફરિયાદોને સ્થાન નથી રહેતું. દુ:ખની પળો જીરવવી પણ આકરી નથી લાગતી. સ્વજનોનો સાથ અને ઘરમાં વહાલના વરતારા હોય ત્યારે જીવન લીલું છમ્મ બનીને  કોળી ઉઠે છે. હમણાં મારી ફ્રેંડ રેખા અમેરિકાથી અહીં આવી હતી. રોજ સવારે સૂર્યોદય પહેલાં અમે ચાલવા જતા. અહીં આપણી કોલોનીમાં ગુલમહોર, ગરમાળા અને કેસૂડાઓના વૃક્ષોની ખોટ નથી. ભર ઉનાળામાં ખીલતો લાલચટક ગુલમહોર કે પીળૉ  ધમરક ગરમાળો શરીરને નહીં તો મનને એક ટાઢક જરૂર આપી જાય છે. સવારમાં અગણિત પંખીના ટહુકા વાતાવરણમાં ઉડતા હોય, ગુલાબી  અને સફેદ કમળોથી ભરપૂર તળાવના પાણીમાં કિનારે ઉભેલા અસંખ્ય વૃક્ષોના નીલરંગી પ્રતિબિંબ પડતા હોય અને બતકોનું એક ઝૂંડ રસ્તાઓ પર યથેચ્છ વિહાર કરી રહ્યું હોય..ચોખ્ખાચણાક  રસ્તાની બંને બાજુએ વિવિધરંગી ફૂલોની કયારીઓ..( ફલાવરબેડ) મઘમઘતી હોય અને કોઇક ઉંચા વૃક્ષની ટોચેથી બાલરવિ હાઉકલી કરતો ડોકિયું કરતો હોય, બાજુના શિવમંદિરની આરતીનો મંજુલ સ્વર પડઘાતો હોય..આવી રળિયામણી સવાર જોઇને રેખા અચૂક બોલે..વાહ.. આ તો જાણે સુંદર મજાના જંગલમાં ફરવા નીકળ્યા.અહીંની સવાર અને સાંજ બંનેનો નજારો એકવાર અચૂક  માણવા જેવો ખરો..જયારે મારી જ એક બીજી મિત્ર માલા આવી હતી તે મને કહે,

‘ બાપ રે..આવા વગડામાં તમે કેમ પડયા છો ? નથી કોઇ હોટેલ, નથી કોઇ મોલ, નથી સારા થિયેટરો.. આવામાં કેમ રહેવાય ? જગ્યા તો એક જ હતી. જોવાની દ્રષ્ટિ અલગ હતી.

જીવનમાં  આવું જ થતું હોય છે ને ? દ્રષ્ટિભેદની જ તો બધી કમાલ છે ને ? વધારે વાંચો …

ફોર્થ ઓફ જુલાઈ-હરનિશ જાની

ડિસેમ્બર 22, 2011 8 comments

વતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.
વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.

તમારા બાળકોનું વતન છે આ તો .
ક્યાં સુધી પરદેશી રહેશો,અમેરિકામાં.

લોકશાહીના આ મંદિરનો ઉપકાર માનો.
બાંધો છો રોજ નવા મંદિરો અમેરિકામાં.

અન્ન આ ધરતીનું શ્વાસ આ આકાશનો .
સુજલામ્ સુફલામ્ બનાવો,અમેરિકામાં.

જન્મદાત્રી ભાગ્યમાં મળી તમને આનંદો.
જીવનદાત્રી તમારી પસંદની, અમેરિકામાં.

વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.
કયાં સુધી છતરીઓ ખોલશો ,અમેરિકામાં

આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો
કબર ખોદાઇ ગઇ છે તમારી, અમેરિકામાં.

હરનિશ જાની-યુ.એસ.એ.
(રદિફ–કાફિયાની ચિંતા કર્યા સિવાય સદેશ વાંચો–તે સ્પષ્ટ છે.)

અમેરિકામાં રહેતા ગુજરાતીયોની લાગણીઓનો દુરુપયોગ રોકવા ઔષધ સમું વ્યવહારીક કથન આ કાવ્યમાં છે. એવું ઘણા લોકોએ અનુભવ્યું છે કે અમેરિકાની જીવન પધ્ધતિ જીવવી ગમે છે પણ હ્રદય્માં ગાન એજ વર્ષોજુના ધુળીયા ગામની ગલીઓ અને પાણી ભરીને આવતી પનીહારીઓની વાતો કરી લેખકો,કવિઓ, સંગીતકારો, રાજ કરણીઓ અને સાધુસંતો  તેમને મા ગુર્જરી તરફ આકર્ષતા હોય છે. પરંતુ તે આકર્ષણ ગુજરાતમાં રહેવા ગયેલા ગુજરાતીઓનું પહેલા મહીને જ ખતમ થઇ જતું હોય છે કારણ કે મોટાભાગે તેમની લાગણીઓ અને પૈસા કેમ શોષવા તેવા જ લગભગ અનુભવો તેમને સમાજ્માં થતા હોય છે. અને આવા શોષાયેલા ગુજરાતીઓને હાસ્ય લેખક હરનિશ જાની માર્મિક સંદેશો આપે છે કે તમે જ્યારે જે ગુર્જરી જેવી છોડી હતી તેવી તે આજે નથી. તમારી આજ જે છે તે સ્વિકારો. મહદ અંશે આ સંદેશો પહેલી પેઢીનાં દરેક જણનો હશે.. દ્વિતીય અને ત્તૃતીય પેઢી તો તેને ઓલ્ડ મેન’સ લેંડ કહી ભુલવા માંડી હોય છે.થવા તેઓ તો તેમને અમેરિકન જ માને છે ત્યાં આ માતૃભાષા થી દુર રહ્યા હોવાનો રોગ નથી. હરનિશભાઇ તમને સલામ!..જરૂરી સત્ય હળવી રીતે રજુ કર્યુ

Fw: 5-Minute Management Workshop-Be strategic-

નવેમ્બર 12, 2011 2 comments

BeStrategic

E mail received From Vilas Bhonde.

 

 

એક કવિ એક શે’ર- પ્રથમ પ્રયોગ ( સ્તુત્ય પ્રયોગ જેને લાંબુ જીવન મળે તેવી શુભેચ્છાઓ)

જુલાઇ 23, 2011 4 comments

આજથી આશરે ત્રણેક વરસ પહેલા ઊર્મિસાગર વાળા ઊર્મિબેને આવો જ એક વિભાગ સહિયારું સર્જન આ શીર્ષક હેઠળ શરૂ કર્યો હતો, જેને ધારી સફળતા મળી હતી. એ વિભાગથી પ્રેરાઈને એક કવિ એક શે’ર વિભાગ અહીં ગુર્જર કાવ્ય ધારા પર શરૂ કરવા વિચાર્યું છે. પ્રયોગ રૂપે આજે એક મત્લાનો શે’ર મૂંકું છું. તે પ્રમાણે કવિમિત્રો અને ભાવકમિત્રો પોતાનો એક- ફક્ત એક મૌલિક શે’ર રજુ કરશે. જે કોમેન્ટ વિભાગમાં લખી શકાશે. પ્રયોગ રૂપે…

શ્રી ભૂપેન્દ્ર શેઠ ‘નીલમ’ની એક ગઝલનો મત્લાનો શે’ર-

વાત તારી કેટલી વટલાય છે
મૌન ભાવે એટલી ચર્ચાય છે વધારે વાંચો …

Indian Dance in SF -USA

જૂન 18, 2011 Leave a comment

आदरणीय स्नेहीजनो

केलिफोर्निया के सान-फ्रांसिस्को में आयोजित स्प्रिंग फेस्टिवलमें  योग एवं व्यायाम के अदभूत सैयोजनमे भारतीयमूल की बालाओने पेस की अविस्मरनीय भारतनाट्यम नृत्य. देख के आपभी दंग रह जाओगे.

जयसियाराम

Indian Dance in SF -USA

MUST WATCH (13 minutes video)

Amazing –  Bharatnatyam or gymnastics??????? Look at the synchronization!!!!!!!

Very Nice & stunning Performance by group of 8 young girls for 13 minutes at San Francisco Spring Festival.

http://www.youtube.com/watch_popup?v=LdjZDDGeeYQ&vq=medium#t=210

E mail by Jaykant Patel

“ જાપાન ને ઘણી ખમ્મા”-પીન્કી(ભક્તિ) કાપડીયા

માર્ચ 31, 2011 4 comments


પ્રુથ્વી પર લગભગ મળસ્કે પાંચના સુમારે સૂર્યનું પહેલું કિરણ પડે છે;

ત્યારે પોણા ભાગની દુનિયાને ઊંઘતી મૂકી, જયાં લોકો ઊઠી જાય છે

– એ જાપાન છે!

Volcano કે Earthquake થી આગ લાગે કે લાકઙાનાં ઘર તૂટે છે;

પછી પણ એ પ્રચંડ આગ(દુઃખ)માં ‘વગર ઘી હોમી’,ફરી ઘરો બાંધે છે

–એ જાપાન છે!

હિરોશીમા-નાગાસાકી પર Atomic Bomb વર્ષા કેન્સર ફેલાવે છે;

પછી પણ ત્રણ પેઢી કેન્સરગ્રસ્ત રહી, ચોથીને સ્વસ્થ જાહેર કરે છે

–એ જાપાન છે!

કુદરતના આકરા પ્રહાર ને અકુદરતી ઘા સાથે જાણે એક નાતો છે;

એટલે જ calamity ત્યાં, નવીન ટેક્નોલોજી માટે સંશોધન આદરે છે

-એ જાપાન છે!

‘Made In Japan’નું લિસ્ટ લાંબુ હોવુ ઔધૌગિકરણને આભારી છે;

ખબર છેને, ઇલેક્ટ્રોનીકસ-ઓટોમોબાઇલ-મશીનરીમાં ક્રાંન્તિ સર્જી છે

-એ જાપાન છે!

તેલની અછત,પોલ્યુશનની દહેશત, Nuclear plant radiation,ટકે છે?

એ’તો Eco-Friendly Methods ને Medical Research ને જ પ્રેરે છે

-એ જાપાન છે!

ખરેખર, ‘ખંત-કુશળતા-આશા’ની ધરોહર જેની પાસે એને શેનો ડર!

અરે એ તો, દુઃખદ સુનામીની પણ નનામી બાળી ને ફરીથી ઉઠશે એવું

-એ જાપાન છે!

સામાન્ય રીતે સુનામીના ચિત્રો જોઇ  જન માનસમાં ભય, આક્રોશ અને દુઃખ જોવા મળતુ હોય છે.

અહીં બેન પીન્કી એક સાવ નવી નક્કોર વાત લઈને આવે છે

અને તે ” દુઃખદ સુનામીની પણ નનામી બાળીને ફરીથી ઉઠશે -એ જાપાન છે.

અભિનંદન !

ભજ ગોપાલમ-મધુમતી મહેતા

માર્ચ 5, 2011 3 comments

સંત કહે સહુ આવણ જાવણ ભજ ગોપાલમ
રામ ભજો કે રાવણ બાળો ભજ ગોપાલમ

છાપ તિલક ના સમજ્યા કારણ ભજ ગોપાલમ
લોટ જરીક ને ઝાઝું છે ચારણ ભજ ગોપાલમ

ડગલે પગલે ડંટ ડરાવણ ભજ ગોપાલમ
સમજ અધુરી શીખ સવામણ ભજ ગોપાલમ

બે માણાં ત્યાં ખખડે વાસણ ભજ ગોપાલમ
બુઢ્ઢો ખાંસી ખાય અકારણ ભજ ગોપાલમ વધારે વાંચો …