મુખ્ય પૃષ્ઠ > મારા વિશ્વમાં આપણે > કરી પરિણામ એને હવાલે

કરી પરિણામ એને હવાલે

સપ્ટેમ્બર 17, 2010 Leave a comment Go to comments

સમયને સમયનું કામ કરવા દો
ચિંતાઓ કરીને સમયને ના વેડફો
નિયંતાનો જે નિર્ધાર તે તો થશે જ થશે
તો તમારી ચિંતાઓનું પડીકું
ઠાલું ખોલબંધ કરી શાને રક્ત ચાપ વધારો?

તમે તો એ ખેલંદાનાં સોગઠાં માત્ર
એ રમે અને તમારી ભ્રમણા કે તમે રમો
પરિણામ તો એણે જે નિર્ધાર્યુ તે જ આવે
તો પછી નરસૈયાની જેમ
ભક્તિભાવે શરણાગતિ એની કાં ન સ્વિકારવી?

જુઓ પછી શામળીયો તમારી
દરેક હૂંડી કેવી સ્વીકારે છે?

તમારે તો ફક્ત કેદારો ગાતા શીખવાનું
કૃષ્ણે તો ગીતામાં કહ્યું જ છે ને કે
તમે તો ફક્ત કર્મના અધિકારી.. ફળનાં નહીં.
એ રાખે હિસાબ બધો
નિશ્ચિંત બની સારૂં કરે જાઓ..કામ કરે જાઓ..
કરી પરિણામ એને હવાલે

Advertisements
 1. સપ્ટેમ્બર 19, 2010 પર 2:32 પી એમ(pm)

  માનસિક શાંતિ માટેના બધા ઉપાયો ગુંથી લીધાં છે. સરસ.
  સરયૂ પરીખ

 2. સપ્ટેમ્બર 20, 2010 પર 5:25 એ એમ (am)

  Correct attitude in to-day’s turbulent world. All problems begin when we think that we can do this and that and are responsible for the successes as well as the failures. We forget the factors beyond our control and their role in our lives and their contribution to our successes, and mostly, alas, stresses.
  The key, as you Vijaybhai have aptly realized is to let the puppet master do his job and we do ours.
  Have a good day.

 3. સપ્ટેમ્બર 21, 2010 પર 12:34 પી એમ(pm)

  સમયને સમયનું કામ કરવા દો
  ચિંતાઓ કરીને સમયને ના વેડફો
  નિયંતાનો જે નિર્ધાર તે તો થશે જ થશે

  નિશ્ચિંત બની સારૂં કરે જાઓ..કામ કરે જાઓ..
  કરી પરિણામ એને હવાલે…..
  Wonderful…… each and every line is really meaningful. My Heart felt regards to you.

  http://piyuninopamrat.wordpress.com/

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: