જોડણીના નિયમો –ડૉ પ્રતિભા શાહ


બ્લોગ ઉપર ઘણું જ લખાયું છે છતાં તે બાબતે જે જરૂરી છે તે એક જ જગ્યાએ સ્પષ્ટ સ્વરુપે નથી લખાયુ તેથી અત્રે ડો બી સી રાઠોડ અને મારા લખેલા પુસ્તક ” ગુજરાતી વ્યાકરણ પરિચય” નું ૧૯મું પ્રકરણ પુનઃ પ્રસિધ્ધ કરું છું… આશા છે કે ગુજરાતી સાહિત્યમાં સગવડનાં નામે ઘુસેલી જોડણી રમતો શમશે…ગાંધીજી કહેતા કે “અંગ્રેજી ભાષાનાં શબ્દોની જોડણી ખોટી કરતાં આપણને શરમ લાગે છે, તેના કરતા માતૃભાષાની જોડણી નો વધ કરતાં આપણ ને વધુ શરમ લાગવી જોઇએ”

ગુજરાતી સાહિત્ય સંરક્ષણના પ્રયત્નો ના ભાગ સ્વરૂપે લખાયેલા આ લેખમાં ક્યાંક ક્ષતિ દેખાય તો અમારું ધ્યાન દોરવા વિનંતી જેથી એ દુર કરી શકાય. pratibhashah104@gmail.com

જોડણી નાં નિયમો

(૧) નીચેના પૂર્વગો હ્રસ્વ હોવાથી તે પરથી બનતા શબ્દો હ્રસ્વ “ઇ” આવે.

અતિ- અતિશય, અતિજ્ઞાન, અતિભાર, અતિવૃષ્ટિ, અતિરિક્ત
અધિ અધિકારી, અધિસૂચના, અધિનિયમ, અધિકૃત, અધિકારી
અભિ અભિરૂચિ, અભિજ્ઞાન, અભિનય, અભિમુખ.
નિ નિવેદન, નિયોજન, નિવાસ, નિરોધ, નિયંત્રણ, નિગ્રહ
નિઃ નિરક્ષર, નિરંકુશ, નિરાધાર, નિર્લજ્જ, નિઃસ્પૃહ, નિઃસ્વાર્થ,્નિઃશંક, નિર્મલ, નિરુપાય, નિર્ગુણ,
પરિ પરિગ્રહ, પરિત્યાગ, આ વિષયે

પરિમિતિ,પરિવહન, પરિચિત, પરિપાક, પરિમલ, પરિસ્થિતિ, પરિશિષ્ટ
પ્રતિ પ્રતિકાર,પ્રતિકૂળ,પ્રતિક્ષણ, પ્રતિદિન, પ્રતિનિધિ, પ્રતિબંધ
વિ વિજ્ઞાન, વિનિમય, વિશેષ, વિવશ, વિશ્રુત, વિભિન્ન,
બહિ બહિર્ગોળ, બહિષ્કાર, બહિર્મુખ, બહિષ્કોણ, બહિઃસીમા

જોડણી નાં નિયમો-(૨)

(૨) નીચેના પૂર્વગો હ્રસ્વ હોવાથી તે પરથી બનતા શબ્દો હ્રસ્વ “ઉ” આવે છે.
અનુ nઅનુક્રમણ, અનુયાયી, અનુભવ, અનુરૂપ, અનુકંપા, અનુશીલન, અનુભૂતિ, અનુનય, અનુષ્ઠાન, અનુમતિ, અનુસૂચી, અનુશીલન
ઉપ ઉપ્યોગી, ઉપવાસ, ઉપ્નામ, ઉપદેશ, ઉપનિષદ, ઉપકરણ, ઉપતંત્રી, ઉપગ્રહ
સુ સુવિચાર, સુલેખન, સુગંધ, સુરક્ષિત, સુવાસ, સુરુચિ, સુદીર્ઘ
કુ કુપાત્ર, કુકર્મ, કુસંગ, કુછંદ, કુપુત્ર
દુસ દુરુપયોગ, દુર્ગંધ, દુર્જન, દુર્ભાગ્ય, દુર્યોધન, દુષ્કર્મ, દુઃસ્વપ્ન, દુઃસ્વપ્ન, દુરાગ્રહ, દુરાચાર
ઉત/ઉદ ઉત્તમ ઉત્સાહ, ઉત્પત્તિ, ઉદઘાટન, ઇદ્વિગ્ન, ઉન્નતિ, ઉન્મેષ, ઉલ્લંઘન, ઉદાસીન, ઉદ્ બોધન
પુનર પુન્ર્લગ્ન, પુનરાગમન, પુનરાવર્તન, પુનર્વાચન, પુનરુક્તિ
પુર પુર્બહાર , પુરજોશ

(૩)શબ્દને અંતે “ઇન” કે “ઇય” આવે તો ત્યાં દીર્ઘ “ઈ” લખાય

આત્મીય, ભારતીય, માનનીય,રમણીય, સંસદીય, રાજકીય,વૈદકીય, પૂજનીય, ભવદીય, વિશ્વસનીયદકીય, પ્રજાકીય, નાટકીય, સ્વર્ગીય, દર્શનીય, અવર્ણનીય,પંચવર્ષીય, નવીન, વોલીન, આજ્ઞાધીન, પરાધીન, સ્નેહાધીન, નિંદ્રાધીન, ભાગ્યાધીન, કુલીન
અપવાદ મલિન, કુલિન
(૪) નીચેના શબ્દોમાં દીર્ઘ ‘ઈ’ આવે છે.

ઈક્ષ – પરીક્ષક, પરીક્ષણ, પરીક્ષા,, સમીક્ષા, સમીક્ષક

અપવાદ – શિક્ષક, શિક્ષા, ભિક્ષુક

ઈન્દ્ર – રવીન્દ્ર, હરીન્દ્ર, અવનીન્દ્ર, યોગીન્દ્ર

ઈશ – જગદીશ, રજનીશ, ન્યાયાધીશ, સત્તાધીશ, દ્વારકાધીશ

અપવાદ – અહર્નિશ

અતીત – કાલાતીત, કલ્પનાતીત

વતી/મતી – કલાવતી, સરસ્વતી, ભગવતી, ચારુમતી, રૂપમતી

 

(૫) શબ્દના છેડે ભૂતકૃદંત તરીકે આવતા ‘ઈત’માં હ્રસ્વ ‘ઈ’ છે. દા.ત.

તારાંકિત, આજ્ઞાંકિત, પૃષ્ઠાંકિત, અંકિત, લિખિત, સંચિત, નિર્ધારિત, સિંચિત, પતિત, કલ્પિત, સંચાલિત.

પરંતુ ગૃહીત, ઉપવીતમાં અપવાદરૂપે ‘ઈ’ દીર્ઘ છે. શબ્દના છેડે તીત, નીત, ણીત, હોય ત્યાં ‘ઈ’ દીર્ઘ હોય છે. દા.ત.

અતીત, પ્રતીત, વિનીત, નિર્ણીત. 

 

(૬) શબ્દમાં આવતા ઈક્ષમાં દીર્ઘ ‘ઈ’ છે.

નિરીક્ષક, પરીક્ષક, અધીક્ષક, સમીક્ષક, પરીક્ષણ.

નોંધ : શિક્ષક, શિક્ષણ, ભિક્ષુ વગેરેમાં આવતાં ‘ઈક્ષ’માંનો ‘ઇ’ હ્રસ્વ છે.

 

(૭) નામ પરથી વિશેષણ થતાં હોય ત્યાં ‘ઇક’ પ્રત્યયમાં હ્રસ્વ ‘ઇ’ આવે છે.

માનસિક, વાર્ષિક, પ્રાથમિક, માધ્યમિક, નાગરિક, નૈતિક, સ્થાનિક, ઐતિહાસિક, સામાજિક, આર્થિક, તાર્કિક, ભૌગોલિક, સાહિત્યિક, આધુનિક, સાહસિક, મૌખિક, મૌલિક, સૈનિક, લૌકિક, ક્રમિક, ધનિક, પથિક, સામયિક, લાક્ષણિક, આધ્યાત્મિક, પ્રાસંગિક, વાસ્તવિક.

 

(૮) ‘ઈકા’ પ્રત્યયમાં હ્રસ્વ ઇ આવે છે.

અનુક્રમણિકા, આજીવિકા, માર્ગદર્શિકા, નાસિકા, લેખિકા, શિક્ષિકા, નગરપાલિકા, ગાયિકા, અંબિકા, પુસ્તિકા, નવલિકા.

 

(૯) શબ્દમાં આવતા ‘(રેફ) પૂર્વે ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે.

કીર્તન, તીર્થ, વીર્ય, જીર્ણ, મૂર્તિ, સ્ફૂર્તિ, ચૂર્ણ, સૂર્ય, સંપૂર્ણ, કીર્તિ, દીર્ઘ, વિસ્તીર્ણ, શીર્ષક, આશીર્વાદ, ઈર્ષા, ઊર્ધ્વ, ઊર્મિ, મૂર્ચ્છા, ધૂર્ત, મૂર્ખ, ઊર્જા, પૂર્ણિમા, પ્રકીર્ણ.

અપવાદ – ઉર્વશી

 

(૧૦) ‘ય’ પહેલાં આવતો ‘ઇ’ હ્રસ્વ હોય છે.

ક્રિયા, સક્રિય, નિષ્ક્રિય, પ્રિય, નિયામક, ક્ષત્રિય, ઇંદ્રિય, હોશિયાર, કાઠિયાવાડ, ખાસિયત, મિયાં, એશિયા, દરિયો, રશિયા, ઓશિયાળું, કજિયો, ખડિયો, ચડિયાતું, રેંટિયો, કરિયાતું, પિયર, દિયર, નાળિયેર, ફેરિયો.

 

(૧૧) શબ્દના છેડે આવતા ‘ઈશ’, ‘ઈન્દ્ર’માં દીર્ઘ ‘ઈ’ છે.

અવનીશ, જગદીશ, ગિરીશ, રજનીશમ સત્તાધીશ, ન્યાયાધીશ, યોગેન્દ્ર, ભોગીન્દ્ર, રવીન્દ્ર, હરીન્દ્ર, મુનીન્દ્ર.

 

(૧૨) ‘વતી’ અને ‘મતી-વાળી’ના અર્થમાં હોય ત્યાં દીર્ઘ ‘ઈ’ છે.

લીલાવતી, કલાવતી, ભગવતી, સરસ્વતી, ગુણવતી, ભાનુમતી, ઇંદુમતી, તારામતી, શ્રીમતી.

 

(૧૩) નીચેના શબ્દોનાં નારીજાતિના રૂપમાં હ્રસ્વ ‘ઇ’ આવે છે.

તપસ્વી-તપસ્વિની, વિદ્યાર્થી-વિદ્યાર્થિની, યોગિ-યોગિની, માયાવી-માયાવિની, તપસ્વી-તપસ્વિની, સુહાસિની, મોહિની, વિનોદિની, ગૃહિણી, વિલાસિની, હેમાંગિની, મૃણાલિની, વીણાવાદિની, સરોજિની, નંદિની, પદ્મિની.

 

(૧૪) નીચેના શબ્દોમાં નામવાચક પ્રત્યય ‘તા’ કે ‘ત્વ’ લગાડાતાં અંતે આવતો દીર્ઘ ‘ઈ’ હ્રસ્વ થાય છે.

ઉપયોગી-ઉપયોગિતા, તેજસ્વી-તેજસ્વિતા, સ્વામી-સ્વામિત્વ, ઓજસ્વી-ઓજસ્વિતા.

 

(૧૫) શબ્દને છેડે કૃત, ભૂત, કરણ, ભવન, આવે ત્યાં દીર્ઘ ‘ઈ’ આવે છે.     

વિકેન્દ્રીકરણ, વર્ગીકરણ, સ્પષ્ટીકરણ, સમીકરણ, વનીકરણ, વંધ્યીકરણ, ઘનીભવન, બાષ્પીભવન, વર્ગીકૃત, અંગીકૃત, સ્વીકૃત, ઘનીભૂત, દ્રઢીભૂત, ગુણીભૂત, ભસ્મીભૂત.

 

(૧૬) શબ્દમાં છેડે આવતા ‘ણૂક’ અને ગીરી’માં દીર્ઘ ‘ઊ’ અને ‘ઈ’ આવે છે.

નિમણૂક, વર્તણૂક, કામગીરી, યાદગીરી, ઉઠાઉગીરી, દાદાગીરી   

પરંતુ ગિરિ પર્વતના અર્થમાં હોય હ્રસ્વ ‘ઇ’ આવે છે. 

નીલગિરિ, હિમગિરિ, ધવલગિરિ.

 

(૧૭) શ્રેષ્ઠતાદર્શક રૂપ તરીકે ‘ઇષ્ઠ’માં હ્રસ્વ ‘ઇ’ આવે છે.

કનિષ્ઠ, ધનિષ્ઠ, વરિષ્ઠ, વશિષ્ઠ

 

(૧૮) આ શબ્દોમાં ઇષ્ટ છે ઈષ્ઠ નથી.

ઇષ્ટ, શિષ્ટ, પરિશિષ્ટ, વિશિષ્ટ, ક્લિષ્ટ.

 

(૧૯) આ શબ્દોમાં ‘ઠ’ છે ‘ટ’ નથી.

કાષ્ઠ, નિષ્ઠા, પરાકાષ્ઠા, શર્મિષ્ઠા, નૈષ્ઠિક,

 

(૨૦) શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઇ, ઉ હ્રસ્વ હોય છે.

શિષ્ય, ભિસ્તી, મુક્કો, દિવ્યા, ઉત્સાહ, રુદ્ર, લુચ્ચો, ક્લિષ્ટ, પરિશિષ્ટ, હુલ્લડ, જુસ્સો, ખિસ્સાકોશ, સિક્કો, કિસ્મત, દુશ્મન, તુક્કો, પુત્ર, પુષ્પ, સમુદ્ર, શુક્ર, શુદ્ધ, બુદ્ધ, અનિષ્ટ, મુક્ત, પુષ્કળ, મનુષ્ય, ઉત્સાહ, દુષ્ટ, મિત્ર, વિશ્વ, વિષ્ણુ, ચિત્ર, વિદ્યુત, વિદ્યા, ઇચ્છા, પવિત્ર, સંક્ષિપ્ત, સંદિગ્ધ.

અપવાદ : તીવ્ર, શીઘ્ર, ગ્રીષ્મ, ભીષ્મ, સૂક્ષ્મ, સૂત્ર, શૂન્ય, મૂલ્ય, દીક્ષા.

 

(૨૧) તીવ્ર અનુસ્વાર વિકલ્પે છૂટા પાડી શકાય તાં હ્રસ્વ ‘ઇ’, ‘ઉ’ આવે છે.  

ચિંતા (ચિન્તા), ચુંબક, હિંદ, કુંતા, સુંદર, કુંભ, પિંડ, ગુંજન, બિંદુ, અરવિંદ, ચિંતન, સિંધુ, નિંદા, કિંમત.

 

(૨૨) કોમલ અનુસ્વાર વિકલ્પે છૂટા પાડી શકાય તેમ ન હોય ત્યાં દીર્ઘ ઈ, ઊ આવે છે.

વીંટી, હીંચકો, પૂંછડું, ખૂંધ, ભીંત, ટૂંકમાં, ભીંસ, ઊંચું, ચૂંટણી, લૂંટ, ભૂંસ, લૂંટારો, ગૂંથણ, ઊંઘ, ડુંટી, ભીંડો.

 

અનુસ્વારના નિયમો

 

(૧) નીચેની જગ્યાએ અનુસ્વાર મુકાય છે.

–              હું અને તું સર્વનામમાં

–              બોલું, લખું તેવા ક્રિયાપદોમાં

–              બોલવું, વાંચવું તેવા ક્રિયાપદોમાં

–              પોતાનું, રાજાનું, મીનાનું સંબંધક વિભક્તિમાં

–              મેં, તેં, સર્વનામમાં

–              ઘરમાં, નદીમાં, શાળામાં – અધિકરણ વિભક્તિના પ્રત્યયમાં

–              ખાતું, પીતું, લખતું જેવા કૃદંતોના તું પ્રત્યયમાં

–              જ્યાં, ત્યાં, ક્યાં શબ્દોમાં

(૨) નરજાતિના શબ્દોમાં ક્યારેય અનુસ્વાર ન આવે, તેને લગતાં વિકારી વિશેષણો કે ક્રિયાપદનાં વિકારીરૂપોમાં પણ અનુસ્વાર આવતો નથી.

ગાંધીજી સત્યપ્રેમી હતાં. (હતા – આવે)

 

(૩) નારીજાતિના શબ્દોમાં અનુસ્વાર ન આવે, પરંતુ નારીજાતિનો શબ્દ માનાર્થ બહુવચનમાં આવે તો અનુસ્વાર આવે.

મોટાં બહેન આવ્યાં.

 

(૪) નાન્યતર જાતિમાં એકવચનમાં છેલ્લે ‘ઉ’ હોય ત્યારે બહુવચનમાં અને તેની સાથે વપરાતાં વિકારી વિશેષણોમાં અનુસ્વારનો ઉપયોગ થાય છે.

નાનું છોકરું રમતું હતું.

નાનાં છોકરાં કોને વહાલાં ન હોય ?

 

(૫) જ્યારે વાક્યમાં કર્તા વિવિધ જાતિના હોય ત્યારે અનુસ્વાર આવે છે.

નર-નારી અને બાળકો સૌ કોઈ સૂઈ ગયાં હતાં

ધણી-ધણિયાણી ઝઘડી પડ્યાં.

 

(૬) જ્યારે વાક્યમાં વિવિધ જાતિના કર્તાઓ અથવાથી જોડાયેલા હોય ત્યારે અનુસ્વાર છેલ્લા શબ્દની જાતિ કે વચન પ્રમાણે આવે છે.

મેં કોઈ પત્ર અથવા રાજીનામું આપ્યું નથી.

મેં કોઈ રાજીનામુ અથવા પત્ર આપ્યો નથી.

 

(૭) સરખામણી માટે વપરાતાં કરતાં, પહેલાં પર અનુસ્વાર આવે.

શિલ્પા મીના કરતાં મોટી છે.

અનુસ્વારને લીધે વ્યક્ત થતો અર્થભેદ

 


કંદ – કાંદો

કાંપ – કાદવ

ખેડું – ગામડું

ખાંધ – ખભો

ખંત – ધગશ

ખંડ – ભાગ, ટુકડો

કંપ – ધ્રુજારી

ગંડ – ગાલ, ગાંઠ

ગાંડી – દીવાની

ચિંતા – ફિકર

જંગ – યુદ્ધ

ચોમાસું – વર્ષાઋતુ

જંપ – શાંતિ, નિરાંત

ઝંડી – નાનો ઝંડો

દંડી – દંડધારી સન્યાસી

નંગ – હીરો, લુચ્ચો

ઢંગ – રીત

બંદી – બંધી, કેદી, મના

બંગ – કલાઈ

બંગલો – મકાન

ભાંગ – એક પીણું

વંડો – વાડો

પંખ – પાંખ

પંડ – શરીર

ફાંટ – ઝોળી

કદ – પ્રમાણ, માપ

કાપ – અટકાવવું તે

ખેડુ – ખેડૂત

ખાધ – ખોટ

ખત – પત્ર

ખડ – ઘાસ, નીંદામણ

કપ – પ્યાલો

ગડ – ગડી, ગેડ

ગાડી – વાહન

ચિતા – ચેહ, અગ્નિ

જગ – જગત

ચોમાસું – ચોમાસામાં થતું

જપ – નામ કે મંત્રનું રટણ

ઝડી – એક સપાટે, ઝપાટો

દડી – નાનો દડો

નગ – પર્વત

ઢગ – ઢગલો

બદી – અનીતિ

બગ – બગલો

બગલો – એક પક્ષી

ભાગ – હિસ્સો

વડો – મુખી

પખ – તરફેણ, પક્ષ

પડ – ઢાંકણ, ગડી

ફાટ – કળતર, પીડા


 

યાદ રાખો :

(1)    નહિ અને નહીં બન્ને જોડણી સાચી છે.

(2)  નીચેના શબ્દોમાં અનુસ્વાર નથી.

હોશિયાર, નાણાકીય, વર્તણૂક અને અનુનાસિકા એકસાથે ઉપયોગ થતો નથી.

(3)  શબ્દમાં એકીસાથે અનુસ્વાર અને અનુનાસિક ઉપયોગ થતો નથી.

અંમ્બા, ઈંન્દ્ર, કાંન્તા, બોંમ્બ – ખોટી જોડણી છે.

અંબા કે અમ્બા, ઈંદ્ર કે ઈન્દ્ર, કાન્તા કે કાંતા અને બોમ્બ કે બોંબ લખાય.

 

જોડાક્ષર વિશે ધ્યાનમાં રાખવાની બાબતો

 

(1)               ક્ + ષ = ક્ષ, – પરીક્ષા, ક્ષત્રિય, અધીક્ષક, ક્ષમા

(2)              જ્ + ગ = જ્ઞ – યજ્ઞ, તજ્જ્ઞ, જ્ઞાની

(3)              દ્ + ઋ = દૃ – દૃષ્ટિ, દ્રષ્ટાંત (દ્રષ્ટિ, દ્રષ્ટાંત – અશુદ્ધ છે)

(4)              દ્ + દ = દ્દ, ઉદ્દેશ્ય, મુદ્દો

(5)              દ્ + ધ = દ્ધ, – યુદ્ધ, ઉદ્ધાર (યુધ્ધ, ઉધ્ધાર – અશુદ્ધ છે)

(6)              દ્ + મ = દ્મ, – પદ્મા, પદ્મિની

(7)              દ્ + ય = દ્ય, – વિદ્યાર્થી, પદ્ય ( વિધ્યાર્થી, પધ્ય – અશુદ્ધ છે)

(8)             દ્ + ર = દ્ર, – દ્રવ્ય, દ્રાક્ષ, દ્રૌપદી

(9)              દ્ + વ = દ્વ, વિદ્વાન, દ્વન્દ્વ,

(10)          ધ્ + ધ = ધ્ધ, અધ્ધર, સધ્ધર

(11)           ધ્ + ય = ધ્ય, – ધ્યાન, પ્રાધ્યાપક

(12)          શ્ + વ = શ્વ, અશ્વ, વિશ્વ, પાર્શ્વ

(13)          શ્ + ચ = શ્ચ,  નિશ્ચિંત, પશ્ચિમ

(14)          શ્ + ર = શ્ર,  પરિશ્રમ,  શ્રમિક, શ્રેણી

(15)           શ્ + ન= શ્ન, પ્રશ્ન, જશ્ન

(16)          ત્ + ત = ત્ત, સત્તા, ઉત્તમ, મહત્વ (સતા, ઉતમ મહત્વ – અશુદ્ધ છે)

(17)           સ્ + ર = સ્ર, સહસ્ર, સ્રોત, સ્રષ્ટા (સહસ્ત્ર, સ્ત્રોત, સ્ત્રષ્ટા – અશુદ્ધ છે)

(18)          સ્ + ત્ + ર = સ્ત્ર, સ્ત્રી, વસ્ત્ર, અસ્ત્ર

(19)          હ્ + ઋ = હૃ હૃદય, હૃષ્ટપુષ્ટ

(20)         હ્ + ન = હ્ન, વિરામચિહ્ન, મધ્યાહ્ન (વિરામચિન્હ, મધ્યાન્હ – અશુદ્ધ છે)

(21)          હ્ + મ = હ્મ, બ્રહ્મ, બ્રાહ્મણ

(22)         હ્ + ય = હ્ય, સહ્ય, રહ્યું

(23)         હ્ + ર = હ્ર, હ્રસ્વ, હ્રાસ

(24)         ડ્ + ર = ડ્ર, ડ્રોઈંગ, ડ્રાફ્ટ

(25)          ટ્ + ર = ટ્ર, રાષ્ટ્ર, સૌરાષ્ટ્ર

(26)         સ્ + ઋ = સૃ, સૃષ્ટિ, સૃષ્ટિરચના

(27)          પ્ + ઋ = પૃ, પૃથ્વી, પૃચ્છા

નોંધ : રેફ – ‘હંમેશા પૂરા વર્ણ પર આવે, જોડાક્ષર પર નહીં’

જેમ કે : આર્ટ્ સ, (અશુદ્ધ) – આર્ટ્સ (શુદ્ધ)               

         માર્ક્ સ (અશુદ્ધ) – માર્ક્સ

 

જોડાક્ષરમાં ભૂલ થતી હોય તેવા શબ્દોની જોડણી

 


અશુદ્ધ – શુદ્ધ  

ઉશ્વાસ – ઉચ્છ્ વાસ

ઉધ્ધાટન – ઉદ્ ઘાટન

બુધ્ધિ  – બુદ્ધિ

આદ્રતા – આર્દ્રતા 

વર્ડ્  – વર્ડ્ઝ

સ્ત્રગ્ધરા – સ્રગ્ધરા

સહસ્ત્ર – સહસ્ર

સ્ત્રોત – સ્રોત

ચિન્હ – ચિહ્ન

મધ્યાન્હ – મધ્યાહ્ન

અદ્રશ્ય – અદૃશ્ય

દ્રષ્ટાંત – દૃષ્ટાંત

સાદ્રશ્ય – સાદૃશ્ય

દૃષ્ટા – દ્રષ્ટા

સ્ત્રાવ – સ્રાવ

સ્ત્રાવ –  સ્રષ્ટા         

સ્ત્રોતસ્વિની – સ્ત્રોતસ્વિની

અશુદ્ધ – શુદ્ધ

હ્રષિકેશ – હૃષીકેશ

સ્વશુર – શ્વશુર

શ્રાધ્ધ – શ્રાદ્ધ

શ્રધ્ધાંજલિ – શ્રદ્ધાંજલિ

શ્રૃંગાર – શૃંગાર

શ્રૃંખલા – શૃંખલા

સ્વેત – શ્વેત

વૈદગ્ધ – વૈદગ્ધ્ય

સન્યાસી – સંન્યાસી

અશુધ્ધ – અશુદ્ધ

વ્રંદાવન – વૃંદાવન

વૃધ્ધ – વૃદ્ધ 

વૃતાંત – વૃત્તાંત

વિદ્યર્થ – વિધ્યર્થ

વિદ્ધંસ – વિધ્વંસ 

વિદ્રતા – વિદ્વતા

વાત્સાયન – વાત્સ્યાયન

અશુદ્ધ – શુદ્ધ

વાક્દતા – વાગ્દત્તા

યાદ્રેશ – યાદૃશ

યાદ્રચ્છિક – યાદૃચ્છિક

યાવત્જીવન – યાવજ્જીવન

યુધ્ધ – યુદ્ધ

યધ્યપિ – યદ્યાપિ

મલેચ્છ – મ્લેચ્છ

મુત્સદી – મુત્સદ્દી

માતૃછાયા – માતૃચ્છાયા 

મધ્યાર્ક – મદ્યાર્ક

ભાતૃત્વ – ભ્રાતૃત્વ

ભ્રૃણહત્યા – ભ્રૂણહત્યા

ભૂગુકચ્છ – ભૃગુકચ્છ

બ્રહ્મરંદ્ર – બ્રહ્મરંધ્ર

બૌધ્ધ – બૌદ્ધ

આર્યુવેદ – આયુર્વેદ

પ્રસૃતિગૃહ – પ્રસૂતિગૃહ

પ્રધ્યુમન – પ્રદ્યુમન

પ્રતિબધ્ધ – પ્રતિબદ્ધ

પૌરર્સ્ત્ય – પૌરસ્ત્ય

ઉધ્ધાર – ઉદ્ધાર

પજર્ન્ય – પર્જન્ય

પરિછેદ – પરિચ્છેદ

પધ્ધતિ – પદ્ધતિ

પત્થર પથ્થર

પૃથ્થકરણ – પૃથક્કરણ

પધ્ય – પદ્ય

નૈઋર્ત્ય – નૈઋત્ય

નૈવેધ – નૈવેદ્ય

દૃષ્ટવ્ય – દ્રષ્ટવ્ય

અશુદ્ધ – શુદ્ધ

દાવ્ય – દ્રાવ્ય

દ્રષ્ટિભેદ – દૃષ્ટિભેદ

દુઘર્ષ – દુર્ધર્ષ

ગદ્ધાવૈતરું – ગધ્ધાવૈતરું

કૃંદન – ક્રંદન

અગ્નિયસ્ત્ર – અગ્ન્યસ્ત્ર

અદ્રશ્ય – અદૃશ્ય

અદ્યાત્મ – અધ્યાત્મ

અર્ધ્યુ – અધ્વર્યુ

અનુદિષ્ટિ – અનુદ્દિષ્ટ

અર્થછાયા – અર્થચ્છાયા

અર્હનિશ – અહર્નિશ

અંતર્ધ્યાન – અંતર્ધાન

આત્મવેતા – આત્મવેત્તા

આષદૃષ્ટા – આર્ષદ્રષ્ટા

આલ્હાદક – આહ્ લાદક

જીર્ણોધ્ધાર – જીર્ણોદ્ધાર

ધ્રૂમપાન – ધૂમ્રપાન

વૈવિધ્ય – વૈવિધ્ય

તત્વાર્થ – તત્ત્વાર્થ

જ્યોતિશાસ્ત્ર – જ્યોતિષશાસ્ત્ર

જ્યોર્તિલિંગ – જ્યોતિર્લિંગ

જ્યોતિવિદ્યા – જ્યોતિષવિદ્યા

જ્યોતિમંડલ – જ્યોતિર્મંડલ

જ્યોતિવિદ – જ્યોતિર્વિદ

જિદ – જિદ્દ, જીદ

જગત્નિયંતા – જગન્નિયંતા

ચિતશુદ્ધિ – ચિત્તશુદ્ધિ

ચાર્તુમાસ – ચાતુર્માસ

ચતુવર્ણ – ચતુર્વણ

અશુદ્ધ – શુદ્ધ

ગ્રહસ્થ – ગૃહસ્થ

ગૃહપૂજા – ગ્રહપૂજા

ગાદગદિત – ગદ્ ગદિત

કૃચ્છ – કૃચ્છ્

કતૃત્વ – કર્તૃત્વ

વકૃત્વ – વક્તૃત્વ

અછેદ્ય – અચ્છેદ્ય

અદ્ધિતિય – અદ્વિતિય

અદ્ધર – અધ્ધર

અધ્યતન – અદ્યતન

અભેદ્ય – અભેદ્ય

અધાર્હ – અર્ધાર્હ

અંતર્શ્ચક્ષુ – અંતર્ચક્ષુ, અંતશ્ચક્ષુ

અંતદર્શન – અંતર્દર્શન

આદ્રા – આર્દ્રા

આર્શીવાદ – આશીર્વાદ

ઉશ્વસન – ઉચ્છ્ વસન

તજજ્ઞ – તજ્ જ્ઞ

મુદ્રામાલ – મુદ્દામાલ

સ્વછંદી – સ્વચ્છંદી

ષષ્ટક – ષટ્ક

અત્યંજ – અંત્યજ

ચિન્હ – ચિહ્ન

પ્રિયવંદા – પ્રિયંવદા

નર્ક – નરક

જગત્ચક્ષુ – જગચ્ચક્ષુ

ષડયંત્ર્ – ષડયંત્ર

કદાચિત – કદાચિત્

ક્વચિત – કવચિત્

પશ્ચાદભૂમિ – પશ્ચાદ્ ભૂમિ

અશુદ્ધ – શુદ્ધ

પૃથક્ જન – પૃથગ્જન

અર્થાત – અર્થાત્

સાક્ષાત – સાક્ષાત્

કિંચિત – કિંચિત્

પશ્ચાત – પશ્ચાત્

યત્કિંચિત – યત્કિંચિત્

દંડવત – દંડવત્

આત્મસાત – આત્મસાત્

મિત્રવત – મિત્રવત્

ભાગ્યવશાત – ભાગ્યવશાત્

દૈવવશાત – દૈવવશાત્

સ્ત્રિયોપયોગી – સ્ત્ર્યુપયોગી

સુદ્ધા – સુધ્ધા

કમિશ્નર – કમિશનર

તસ્વીર – તસવીર

નિઋતિ – નિઋર્તિ

દ્રષ્ટિભેદ – દૃષ્ટિભેદ

ખિસ્સાકાત્રુ – ખિસ્સાકાતરુ

ધ્રતરાષ્ટ્ર – ધૃતરાષ્ટ્ર

ષડદર્શન – ષડ્દર્શન

ષડરિપુ – ષડ્ રિપુ, ષડ્રિપુ

ષટપદ – ષટપદ્

ષટકોણ – ષટ્કોણ

પ્રસંગોપાત – પ્રસંગોપાત્

અગત્સ્ય – અગસ્ત્ય

વૈર્ધમ્ય – વૈધર્મ્ય

નિષિધ્ધ – નિષિદ્ધ

આહવાન – આહ્ વાન

હિંસ્ત્ર – હિંસ્ર

સહસ્ત્રલિંગ – સહસ્રલિંગ

અશુદ્ધ – શુદ્ધ

રક્તસ્ત્રાવ – રક્તસ્રાવ

તમિસ્ત્ર – તમિસ્ર

ધૃણા – ઘૃણા

ઉદીપક – ઉદ્દીપક

દ્વારપાલ – દ્વારપાલ

વિધ્યમાન – વિદ્યમાન

આધ્યકવિ – આદ્યકવિ

વિદ્ધતા – વિદ્વતા

અશુદ્ધ – શુદ્ધ

ઉધ્ધવ – ઉદ્ધવ

શબ્દસમૃધ્ધિ – શબ્દસમૃદ્ધિ

બુધ્ધિ – બુદ્ધિ

નિર્ધુણ – નિર્ધૃણ

અનુસ્ત્રાવ – અનુસ્રાવ

અદ્રશ્ય – અદૃશ્ય

પન્યાસ – પંન્યાસ   


  

વિસર્ગવાળા શબ્દો

 


અંતત:

અંશત:

મૂલત:

વિશેષત:

સંપૂર્ણત:

ક્રમશ:

શબ્દશ:

અક્ષ્રરશ:

વસ્તુત:

સર્વત:

સર્વશ: 

ખંડશ:

ક્રમશ:

પ્રાત:સ્મરણ

પ્રાત:કાળ

પ્રાત:સ્નાન

પ્રાત:કર્મ

પ્રાત:સંધ્યા

ઉષ:કાલ

પ્રાય:

પ્રાયશ:

પુન:

તપ:પ્રભાવ

પય:પાન

મન:કામના

મન:પૂત

મન:શિલ

પુન:કથન

પુર:સર

સ્વત: 

દુ:સહ

દુ:સાધ્ય

દુ:સ્વપ્ન

દુ:શીલ

દુ:શાસન

દુ:સાહસ

દુ:સ્થિતિ

અંત:કોણ

અંત:પ્રકૃતિ

અંત:કરણ

અંત:કેન્દ્ર

અંત:પ્રવાહ

અંત:પ્રેરણા

અંત:સત્વા

અંત:સ્ફુરણા

અંત:સ્થ

અંત:પુર

અંત:શત્રુ

અંત:સ્ફૂર્તિ

અધ:પતન

અધ:પાન

અધ:પતિત

અધ:કામ

અંત:કુટીલ

અંત:પટ

અંત:પાતી

અંત:માત્ર

અંત:શલ્ય

નિ:શ્રેયસ

નિ:શેષ

નિ:સંતાન

નિ:સત્વ

નિ:શુલ્ક

નિ:શ્વાસ

નિ:સંગ

નિ:સંશય

નિ:સ્વાર્થ

નિ:સ્પૃહી

નિ:સીમ

નિ:સ્તબ્ધ

નિ:શબ્દ

નિ:શસ્ત્રીકરણ

નિ:શસ્ત્ર

દુ:ખ

દુ:ખમય

દુ:ખકર્તા

દુ:ખકર

દુ:ખહારિણી

દુ:ખાર્ત

દુ:ખદાયક

સ્વત:સિદ્ધ


 

(1)   હ્રસ્વ ઇ આવતા હોય તેવા શબ્દો

 


અગ્રિમ

અતિથિ

અદિતિ

અનિષ્ટ

અલિપ્ત

અંજલિ

અંત્યેષ્ટિ

આસક્તિ

આંશિક

ભ્રાન્તિ

જિલ્લો

ઐચ્છિક

ઔચિત્ય

આવૃત્તિ

અવધિ

કનિષ્ઠ

કિસ્મત

કોશિશ

ખાણિયો

ખેપિયો

ગર્ભિત

ચાંચિયો

જાગૃતિ

જ્યોતિષ

તિમિર

તોતિંગ

ત્વરિત

દિલાસો

દારિદ્રય

ધિક્કાર

નાસ્તિક

નિમિષ

નિર્દિષ્ટ

નિર્ભેળ

નિશ્ચિત

નિષિદ્ધ

નિષ્ક્રિય

નિહિત

નિ:શસ્ત્ર

પાક્ષિક

પાર્થિવ

પ્રકૃતિ

પ્રસિદ્ધિ

ફિરસ્તો

ભૌમિક

મસ્જિદ

મંજિલ

મિશ્રિત

રસિક

રિવાજ

લિબાસ

વિક્રેતા

વિકૃતિ

વિચિત્ર

વિચ્છિન્ન

વિજ્ઞપ્તિ

વિભિન્ન

વિવિધ

શાબ્દિક

શિક્ષિકા

અચિંતિત

અધિકૃત

અભિજિત

અનિશ્ચિત

અભિવ્યક્તિ

સાત્વિક

સંક્રાન્તિ

સંપત્તિ

સ્વૈચ્છિક

સારથિ

શિશિર

શિબિર

શિથિલ

અભિવૃદ્ધિ

ગિરિધામ

ચિકિત્સક

ઇતિહાસ

આદિજાતિ

છિન્નભિન્ન

તિલાંજલિ

દાર્શનિક

નિમંત્રિત

નિર્દેશિકા

નિર્વાસિત

પરિમિતિ

પ્રતિનિધિ

બૃહસ્પતિ

લિખિતંગ

પરિસ્થિતિ

દ્વિવાર્ષિક

પરિશિષ્ટ

પરિચિત

નિહારિકા

નિર્ધારિત

વિચલિત

વિનિમય

વિનિયોગ 

વિસંગતિ

સાહિત્યિક

સ્વાભાવિક

અધિનિયમ

અવિવાહિત

કિલકિલાટ

ચિત્રવિચિત્ર

હસ્તલિખિત

સ્વનિયંત્રિત

સ્થિતિસ્થાપક

લક્ષાધિપતિ

પારિભાષિક

પારિતોષિક

મહાભિનિષ્ક્રમણ


 

(2)   દીર્ઘ – ઈ આવતા હોય તેવા શબ્દો

 


દીક્ષા

હીંચકો

સાગરીત

અશ્લીલ

આલીશાન

કાર્યવાહી

ખીચોખીચ

તલસ્પર્શી

દીપોત્સવી

ન્યાયાધીશ

નાણાકીય

દીવાસળી

તબદીલી

સહીસલામત

હરીફાઈ

ભાગીદારી

શીર્ષક

વહીવટી

સ્વામી

અર્વાચીન

ક્ષેત્રીય

જામીન

તારીજ

તાસીર

નામોશી

દીકરો

દાગીનો

ગ્રામીણ

બીભત્સ

પ્રણાલી

સમીક્ષા

સ્વચ્છંદી

યાદગીરી

પીંછી

અકાદમી

આંતરજ્ઞાતીય

આશીર્વાદ

કોતરણી

છડીદાર

તકલીફ

ધારાશાસ્ત્રી

નેતાગીરી

દીવાદાંડી

ગરીબાઈ

સ્નેહાધીન

સમકાલીન

મશાલચી

મીનાકારી

ખીંટી

આગોતરી

તપાસનીસ

આત્મીય

ચીકાશ

ટીકડી

તબીબ

પરીક્ષા

દીવાલ

દીદાર

તાલીમ

જયંતી

ભીષણ

રાષ્ટ્રીય

સ્વીકાર


 

(3)   પ્રથમ – હ્રસ્વ ‘ઇ’ પછી દીર્ઘ – ‘ઈ’ વાળા શબ્દો

 


શિલ્પી

શક્તિહીન

કામિની

વાહિની

વિચારહીન

જિંદગી

માલિકી

વિરોધાભાસી

તિજોરી

નાળિયેરી

સ્વદેશાભિમાની

કવયિત્રી

વિપરીત

બિંદી

દિલગીરી

છેતરપિંડી

કિરીટ

માહિતી

સત્તાધિકારી

દર્શિની

મોહિની

નિકટવર્તી

આદિવાસી

પ્રતિવાદી

ચિઠ્ઠી

તંગદિલી

તરંગિણી

ગિરદી

મિજાજી

સહચારિણી

ત્રિરંગી

ગતિશીલ

પરિશીલન

અધિકારી

પ્રતિસ્પર્ધી

કારકિર્દી

તપસ્વિની

હરિયાળી

ગૃહિણી

વિદ્યાર્થી

વિશ્વસનીય

ત્રિભાષી

તકનિકી

બિનવારસી

અદ્વિતીય

નિરીક્ષક

વિકેન્દ્રીકરણ

ફરિયાદી

કિન્નાખોરી

ક્રિયાશીલ

દ્વિઅર્થી

બિલાડી

ખિસકોલી

મિજબાની

વિલીન

સાબિતી

વરિયાળી

વિનવણી

કિંવદંતી

દામિની

દિવાળી

નિશીથ

ખેલદિલી

વિરોધી

શિકારી

સિત્યાશી

વિદ્યાપીઠ

વિભીષણ


 

(4)   પ્રથમ દીર્ઘ – ‘ઈ’  પછી  હ્રસ્વ – ‘ઇ’ વાળા શબ્દો

 


કીર્તિ

રીતિ

પ્રાણીસૃષ્ટિ

પીડિત

તેલીબિયાં

દીપાવલિ

જીવિત

ભીતિ

અપકીર્તિ

અસ્વીકૃતિ

નીતિ

ગેરરીતિ

પરીક્ષિત

શારીરિક

આજીવિકા

સાંદીપનિ

પ્રીતિ

અનીતિ

રીતરિવાજ


 

(5)   હ્રસ્વ ‘ઉ’ વાળા શબ્દો

 


ઉત્કૃષ્ટ

ભુલભુલામણી

જાહેરનામું

ખુન્નસ

ખુશનુમા

સુષુપ્ત

પર્યુષણ

ઉપોદ્ ઘાન

અજુગતું

અનુકરણ

કુંવારું

ઉછાંછળું

ગુરુત્વાકર્ષણ

હુમલો

ગુપચુપ

ઉપરછલ્લું

મહોરું

બેસુમાર

કુટુંબ

ઉચ્છૃંખલ

તદુપરાંત

દુષ્કાળ

ખુશામત

ડગુમગુ

લોલુપ

વ્યવહારુ

ગુંજાશ

આગંતુક

વટહુકમ

ગોઝારું

ઉપર્યુક્ત

છુટકારો

લુટારો

ફુરસદ


 

(6)   દીર્ઘ ‘ઊ’ વાળા શબ્દો

 


અમૂર્તિ

આમૂલ

અંગૂઠો

કસૂર

ઝૂંટાઝૂંટ

અભૂતપૂર્વ

જાગરૂક

ખૂબસૂરત

ન્યૂન

કૂવો

ઊર્ધ્વ

સ્વયંભૂ

આબેહૂબ

કબૂલાત

મશહૂર

આરૂઢ

રૂબરૂ

સમૂહ

સૂર્યાસ્ત

આભૂષણ

ઊહાપોહ

ઊગમસ્રોત

આપસૂઝ

ચૂપચાપ

પરચૂરણ

કસૂરદાર

અવધૂત

ખેડૂત

ઊગમસ્થાન

અવમૂલ્યન

છૂટાછેડા

છૂતઅછૂત

ઊણપ

આબરૂ

સૂનમૂન

ઘૂંઘટ

ધામધૂમ

રજૂઆત

કૂપન

ચકચૂર

બદસૂરત

કાનૂન

મોકૂફ

રૂપાંતર

ઊંચાણ

ભૂપૃષ્ઠ

વર્તણૂંક

ઝરૂખો 


 

(7)   પ્રથમ હ્રસ્વ – ‘ઉ’ પછી દીર્ઘ – ‘ઊ’ આવતા શબ્દો

 


મુહૂર્ત

શુશ્રૂષા

અનુકૂળ

અનુભૂત

અનુરૂપ

કુતૂહલ

પુત્રવધૂ

સાનુકૂળ

કુળવધૂ

અનુભૂત

અનુકૂલન

ખાતમુહૂર્ત


 

(8)   પ્રથમ દીર્ઘ – ‘ઊ’ પછી હ્રસ્વ – ‘ઉ’ આવતા શબ્દો

 


ઊલટું

ગૂંચળું

બેસૂરું

રૂપાળું

જૂનું

ઝઝૂમવું

હૈયાફૂટું

દૂબળું

બેહૂદું

પૂતળું

સૂકું

મોરથૂથું

ઊજળું

ઝૂમખું

ફૂમતું

છૂંદણું

કદરૂપું

મૌંસૂંઝણું

અધમૂઉં

અલૂણું

સલૂણું

જૂગટું

ટચૂકડું 


 

(9)   ભાવવાચક શબ્દોને ‘તા’ અને ‘પણું’ વધારાનો પ્રત્યય લગાડાતાં ખોટી જોડણીવાળા શબ્દ

 


અશુદ્ધ – શુદ્ધ

અગવડતા – અગવડ

આરોગ્યતા – આરોગ્ય

ધૈર્યતા – ધૈર્ય, ધીરતા

માર્દવતા – માર્દવ, મૃદુતા

લાઘવતા – લાઘવ, લઘુતા

શૌર્યતા – શૌર્ય, શૂરતા

ઔદાર્યતા – ઔદાર્ય, ઉદારતા

વૈપુલ્યતા – વિપુલ, વૈપુલ્ય

ભેદભાવપણું – ભેદભાવ

અગત્યતા – અગત્ય

સગવડતા – સગવડ

ઝીણવટતા – ઝીણવટ

માર્દવતા – માર્દવ, ધીરતા

અશુદ્ધ – શુદ્ધ

લાવણ્યતા – લાવણ્ય

સાફલ્યતા – સાફલ્ય, સફળતા

સૌન્દર્યતા – સૌન્દર્ય, સુંદરતા

વૈવિધ્યતા – વૈવિધ્ય, વિવિધતા

પક્ષપાતપણું – પક્ષપાત 


 

(10)  સ્વતંત્ર અક્ષરના બદલે જોડાક્ષર લખવાથી થતી ભૂલો

 


અશુદ્ધ – શુદ્ધ

કાવત્રું – કાવતરું

ગણત્રી – ગણતરી

તસ્વીર – તસવીર

અખત્રો – અખતરો

ખાત્રી – ખાતરી

જલ્દી – જલદી

દફ્તર – દફતર

બ્હેન – બહેન

મુલત્વી – મુલતવી

લ્હાવો – લહાવો

બિલ્કુલ – બિલકુલ

સુપ્રત – સુપરત

આલ્બમ – આલબમ

મિલ્કત – મિલકત

શેત્રંજી – શેતરંજી

મર્હૂમ – મરહૂમ

ખિસ્સાકાત્રુ – ખિસ્સાકાતરુ

રેલ્વે – રેલવે

કમિશ્નર – કમિશનર


 

(11)  નીચેના શબ્દોની જોડણી યાદ રાખો, જ્યાં ત્ ની સાથે ત હોય ત્યાં ત્ત લખાય


અશુદ્ધ – શુદ્ધ

સતા – સત્તા

વિદ્વતા – વિદ્વત્તા

મહત્વ – મહત્ત્વ

પુરાતત્વ – પુરાતત્ત્વ

નીતિમતા – નીતિમત્તા

પ્રજાસતાક – પ્રજાસત્તાક

ચિત – ચિત્ત

મહતર – મહત્તર

વિત – વિત્ત

સ્વાયત – સ્વાયત્ત

વિષુવવૃત – વિષુવવૃત્ત

આપતિ – આપત્તિ

મનોવૃતિ – મનોવૃત્તિ

અગરબતી – અગરબત્તી

છાત્રવૃતિ – છાત્રવૃત્તિ

અશુદ્ધ – શુદ્ધ

ગુણવતા – ગુણવત્તા

તત્વ –તત્ત્વ

સત્વ – સત્ત્વ

બુદ્ધિમતા – બુદ્ધિમત્તા

તત્વવેતા – તત્વવેત્તા

ઉતર – ઉત્તર

નિમિત – નિમિત્ત

ઉદાત – ઉદાત્ત

પિત – પિત્ત

નિવૃત – નિવૃત્ત

સંપતિ – સંપત્તિ

ઉત્પતિ – ઉત્પત્તિ

બતી – બત્તી

ઉતીર્ણ – ઉત્તીર્ણ


 

(12)  જોડણીમાં અવારનવાર થતી ભૂલોવાળા શબ્દો

 

અશુદ્ધ શુદ્ધ


સન્યાસી – સંન્યાસી

આર્યુવેદ – આયુર્વેદ

ઔદ્યોગીકરણ – ઉદ્યોગીકરણ

કવિયિત્રી – કવયિત્રી

જયંતિ – જયંતી

અશ્વમેધ – અશ્વમેઘ

આર્શીવાદ – આશીર્વાદ

કથિતવ્ય – કથયિતવ્ય

ગુનાઈત – ગુનાહિત

જીલ્લો – જિલ્લો

ધ્રૂમપાન – ધૂમ્રપાન

નિરૂપદ્રવી – નિરુપદ્રવી

નીતિવાન – નીતિમાન

નૃસંશ – નૃશંસ

પરિશિષ્ટ – પરિશિષ્ટ

પુનરોચ્ચાર – પુનરુચ્ચાર

પૃથ્થકરણ – પૃથક્કરણ

શાળાપયોગી – શાળોપયોગી

સન્મુખ – સંમુખ, સમ્મુખ

સ્ત્રગ્ધરા – સ્રગ્ધરા

ચિન્હ – ચિહ્ન

શ્રૃંગાર – શૃંગાર

શ્રધ્ધા – શ્રદ્ધા

દ્રષ્ટાંત – દૃષ્ટાંત

વિધ્યાર્થી – વિદ્યાર્થી

નિરભિમાની – નિરભિમાની

નિરૂત્તર – નિરુત્તર

નુકશાન – નુકસાન

નૈઋત્ય – નૈઋત્ય

પુનરોક્તિ – પુનરુક્તિ

પુનરોદ્ધાર – પુનરુદ્ધાર

પ્રસંગોપાત – પ્રસંગોપાત્ત

ષષ્ઠીપૂર્તિ – ષષ્ટિપૂર્તિ

સહસ્ત્ર – સહસ્ર

સ્ત્રોત – સ્રોત

આર્ટ્ સ – આર્ટ્સ 

પધ્ધતિ – પદ્ધતિ

ઉધ્ધત – ઉદ્ધત

સ્ત્રાવ – સ્રાવ


 

 • ·         કેટલાક અગત્યના શબ્દોની જોડણી


 1. 1.            અખીલ
 2. 2.            અગ્નિપરીક્ષા
 3. 3.            અચિંત્ય
 4. 4.            અજુગતું
 5. 5.            અતિથિ
 6. 6.            અદ્ ભૂત
 7. 7.            અધિનિયમ
 8. 8.            અધીક્ષક
 9. 9.            અધ્યાપિકા
 10. 10.         અનાવૃષ્ટિ
 11. 11.         અનિશ્ચિત
 12. 12.         અનુકૂળ
 13. 13.         અનુકૂલન
 14. 14.         અનુભૂતિ
 15. 15.         અપકીર્તિ
 16. 16.         અપેક્ષિત
 17. 17.         અભિવાદ્ન
 18. 18.         અભિવૃદ્ધિ
 19. 19.         અભિવ્યક્તિ
 20. 20.         અશ્ર્લીલ
 21. 21.         અસંગતિ
 22. 22.         અસ્તિત્વ
 23. 23.         અંધાધૂંધી
 24. 24.         અવલંબિત
 25. 25.         અવિધિસર
 26. 26.         આજીવિકા
 27. 27.         આયુર્વેદિક
 28. 28.         આસિસ્ટંટ
 29. 29.         આસક્તિ
 30. 30.         આર્થિક
 31. 31.         આશીર્વાદ
 32. 32.         આવિષ્કરણ
 33. 33.         આપવીતી
 34. 34.         આપત્તિ
 35. 35.         આહ્ લાદિત
 36. 36.         આહુતિ
 37. 37.         અભિરુચિ
 38. 38.         અપરાધિની
 39. 39.         અધિપતિ
 40. 40.         ઈન્સાનિયત
 41. 41.         ઈન્સ્પેક્ટર
 42. 42.         ઈન્સ્ટિટ્યૂશન
 43. 43.         ઉત્કીર્ણ
 44. 44.         ઉત્તરદાયિત્વ
 45. 45.         ઉત્તીર્ણ
 46. 46.         ઉદ્યોગપતિ
 47. 47.         ઉન્મૂલન
 48. 48.         ઉપોદ્ ઘાત
 49. 49.         ઋણમુક્ત
 50. 50.         ઋણાનુબંધ
 51. 51.         ઐતહાસિક
 52. 52.         કમિટી
 53. 53.         કાઉન્સિલ
 54. 54.         કામબંધી
 55. 55.         કિલકિલાટ
 56. 56.         કિંકર્તવ્યમૂઢ
 57. 57.         કુલાધિપતિ
 58. 58.         કુંડળી
 59. 59.         કૃતઘ્ન
 60. 60.         કૅબિનેટ
 61. 61.         કૅલ્શિયમ
 62. 62.         કૉન્સ્ટેબલ
 63. 63.         કોમ્યુનિસ્ટ
 64. 64.         ક્લિનિક
 65. 65.         ક્લૉરોફોર્મ
 66. 66.         ખાતમુહૂર્ત
 67. 67.         ખૂબસૂરત
 68. 68.         ગિરિમથક
 69. 69.         ગૃહિણી
 70. 70.         ગેરવર્તણૂક
 71. 71.         ગ્રૅજ્યુએટ
 72. 72.         ધ્રાણેન્દ્રિય
 73. 73.         ચસમપોશી
 74. 74.         ચિત્તાકર્ષક
 75. 75.         ચિત્રમંજૂષા
 76. 76.         છીછરું
 77. 77.         જિંદગી
 78. 78.         જીર્ણોદ્ધાર
 79. 79.         ઝિંદાદિલી
 80. 80.         જ્યોતિર્ધર
 81. 81.         ટિકિટ
 82. 82.         ટેલિફોન
 83. 83.         ટેલિવિઝન
 84. 84.         ટ્રિબ્યુનલ
 85. 85.         ડિપાર્ટમેન્ટ
 86. 86.         ડિલિવરી
 87. 87.         ડિસમિસ
 88. 88.         તખલ્લુસ
 89. 89.         તત્કાલીન
 90. 90.         તદનુસાર
 91. 91.         તપાસનીસ
 92. 92.         નાદાનિયત
 93. 93.         નાદિરશાહી
 94. 94.         નિમંત્રણ
 95. 95.         નિયુક્તિ
 96. 96.         નૈસર્ગિક
 97. 97.         ન્યાયમૂર્તિ
 98. 98.         ન્યાયાધીશ
 99. 99.         પરબીડિયું
 100. 100.      પરિચિત
 101. 101.      પર્યુષણ
 102. 102.      પાર્લામેન્ટ
 103. 103.      પૂર્ણાહુતિ
 104. 104.      પૃથક્કરણ
 105. 105.      પેન્સિલ
 106. 106.      પોલિસી
 107. 107.      પ્રણાલી
 108. 108.      પ્રભાતિયું
 109. 109.      પ્રાકૃતિક
 110. 110.      પ્રાથમિક
 111. 111.      પ્રાસ્તાવિક
 112. 112.      પ્રિસ્ક્રિપ્શન
 113. 113.      પ્લેટફોર્મ
 114. 114.      પ્રોસિક્યુટર
 115. 115.      ફર્નિચર
 116. 116.      ફિઝિશિયન
 117. 117.      ફોર્મ્યુલા
 118. 118.      બદનક્ષી
 119. 119.      બરાબરિયું
 120. 120.      બહિષ્કાર
 121. 121.      બહુરાષ્ટ્રીય 
 122. 122.      બાઈન્ડીંગ
 123. 123.      બોર્ડિંગ
 124. 124.      બ્રોડકાસ્ટ
 125. 125.      બ્લૉટિંગ
 126. 126.      ભુલભુલામણી
 127. 127.      ભૂસ્તરવિદ્યા
 128. 128.      મહેફિલ
 129. 129.      મિજબાની
 130. 130.      મિનિસ્ટર
 131. 131.      મૂર્ખતા
 132. 132.      મેમોરિયલ
 133. 133.      મોન્ટેસોરી
 134. 134.      વિશ્વસનીય
 135. 135.      શિષ્યવૃત્તિ
 136. 136.      શૈક્ષણિક
 137. 137.      સદ્ બુદ્ધિ
 138. 138.      સરમુખત્યાર
 139. 139.      સર્ટિફિકેટ
 140. 140.      સહીસલામત
 141. 141.      સંઘરાખોરી
 142. 142.      સાત્વિક
 143. 143.      સામ્રાજ્ય
 144. 144.      સાહિત્યિક
 145. 145.      સૂક્ષ્મદર્શકયંત્ર
 146. 146.      સૃષ્ટિ
 147. 147.      સૅનેટોરિયમ
 148. 148.      સૉલિસિટર
 149. 149.      સ્પષ્ટીકરણ
 150. 150.      હસ્તલિખિત
 151. 151.      હાર્મોનિયમ
 152. 152.      હિમોગ્લોબિન
 153. 153.      હૂંડિયામણ
 154. 154.      હોસ્પિટલ
 155. 155.      હિસ્ટીરિયા
 156. 156.      હૈયાકૂટું
 157. 157.      હોદ્દેદાર
 158. 158.      હરગિજ
 159. 159.      હસમુખું
 160. 160.      હેલિપૅડ
 161. 161.      હીરાપારખુ
 162. 162.      અકિંચન
 163. 163.      અગણ્યાએંસી
 164. 164.      અતિશયોક્તિ
 165. 165.      અપૂર્નાંક
 166. 166.      અભિનંદન
 167. 167.      અચિંતિત
 168. 168.      અભિષેક
 169. 169.      અશ્મીભૂત
 170. 170.      અસ્વીકૃતિ
 171. 171.      આદિવાસી
 172. 172.      આધ્યાત્મિક
 173. 173.      આનુવંશિક
 174. 174.      આભૂષણ
 175. 175.      આસિસ્ટંટ 
 176. 176.      આત્મશ્ર્લાઘા
 177. 177.      આદીશ્વર
 178. 178.      આજીજી
 179. 179.      આજીવિકા
 180. 180.      ઈંગ્લિશ
 181. 181.      ઉછેદિયું
 182. 182.      ઉઠમણું
 183. 183.      ઉત્પાદિત
 184. 184.      ઉદ્દીપક
 185. 185.      ઍડવોકેટ
 186. 186.      ઍસોસિયેશન
 187. 187.      ઔદ્યોગિક
 188. 188.      કિફાયત
 189. 189.      કીર્તન
 190. 190.      કોહિનૂર
 191. 191.      ગળથૂથી
 192. 192.      ગંગાજળિયું
 193. 193.      પરીક્ષા
 194. 194.      ઉદ્ ગ્રીવ
 195. 195.      કૃતઘ્ની
 196. 196.      જિંદગી
 197. 197.      વીજળી
 198. 198.      કારકિર્દી
 199. 199.       બહુરૂપી
 200. 200.      પ્રતિબિંબ 
 201. 201.      પ્રીતમ
 202. 202.      પ્રોષિતભર્તૃકા
 203. 203.      દિલગીરી
 204. 204.      પરિસ્થિતિ
 205. 205.      નિશાની
 206. 206.      પ્રતિધ્વનિ
 207. 207.      તાત્કાલિક
 208. 208.      ઉત્કર્ષ
 209. 209.      નિ:સ્પૃહ
 210. 210.      પ્રકૃતિ
 211. 211.      અનિયંત્રિત
 212. 212.      આવિર્ભાવ
 213. 213.      રેલવે
 214. 214.      ઍન્જિનિયર
 215. 215.      ટેલિવિઝન
 216. 216.      માર્કેટયાર્ડ
 217. 217.      અગણ્યોસિત્તેર
 218. 218.      અધિક્ષેત્ર
 219. 219.      અનિવાર્ય
 220. 220.      અપરિગ્રહ
 221. 221.      અલ્ટિમેટમ
 222. 222.      અસ્તિત્વવાદ
 223. 223.      આઈડેન્ટિટી કાર્ડ
 224. 224.      આર્કિયોલોજિસ્ટ
 225. 225.      આર્ટિકલ
 226. 226.      આવિર્ભૂત
 227. 227.      આંતરસૂઝ
 228. 228.      ઈકોનોમિક્સ
 229. 229.      ઈન્જેક્શન
 230. 230.      ઈન્ટરવ્યૂ
 231. 231.      ઈલેક્ટ્રિશિયન
 232. 232.      ઉલ્લિખિત
 233. 233.      ઊંચી કૂદ
 234. 234.      ઍકોમોડેશન
 235. 235.      ઍક્સિડન્ટ
 236. 236.      ઍડમિશન
 237. 237.      ઍનરોલમેન્ટ
 238. 238.      ઍરકંડિશનર
 239. 239.      ઓડિયન્સ
 240. 240.      ઑફિશિયલ
 241. 241.      કૉમર્સ
 242. 242.      કૉમ્યુનિકેશન
 243. 243.      ક્રિકેટ
 244. 244.      ક્લાસિકલ
 245. 245.      ક્વૉલિફિકેશન
 246. 246.      ગાયનેકૉલોજિક
 247. 247.      ગોઠણબૂડ
 248. 248.      ચિત્રપોથી
 249. 249.      જનાન્તિકે
 250. 250.      જર્નાલિસ્ટ
 251. 251.      જિનિયસ
 252. 252.      જ્યોતિર્લિંગ

www.pratibhashah.wordpress.com

 

 

 1. જૂન 23, 2012 પર 3:01 એ એમ (am)

  ખુબ જ ઉપયોગી માહિતી.

 2. જૂન 24, 2012 પર 2:44 પી એમ(pm)

  પ્રતિભાબેન આપની માહિતી ખુબ ઉપયોગી છે.

 3. જૂન 24, 2012 પર 6:41 પી એમ(pm)

  આજ પછી એક પણ ગુજરાતી શબ્દ લખતાં પહેલાં આ ઈમેલનું પાંચ વખત વાચન કરીશ એવું પ્રણ દરેક ગુજરાતીએ ભગવાનની સામે લેવું જોઈએ.

 4. Babu Suthar
  જૂન 26, 2012 પર 1:42 પી એમ(pm)

  અહીં કેલાક સુધારા સૂચવ્યા છે:

  બ્લોગ ઉપર ઘણું જ લખાયુ છે છતા (‘છતા’ પર અનુસ્વાર આવે) તે એ બાબતે જે જરૂરી છે તે એ એક જ જગ્યાએ સ્પષ્ટ સ્વરુપે નથી લખાયુ (લખાયુ પર અનુસ્વાર આવે) તેથી (એથી – . નાં કારણો છે પણ એની ચર્ચા નથી કરતો). અત્રે ડો બી સી રાઠોડ અને મારા લખાયેલા (મેં લખેલા- આવે) પુસ્તક ” ગુજરાતી વ્યાકરણ પરિચય” માં થી (” ગુજરાતી વ્યાકરણ પરિચય”નું) ૧૯મું પ્રકરણ પુનઃ પ્રસિધ્ધ કરું છું… આશા છે કે ગુજરાતી સાહિત્યમાં સગવડનાં નામે ઘુસેલી જોડણી રમતો શમે… (શમશે.) ગાંધીજી કહેતા કે “અંગ્રેજી ભાષાનાં (‘ભાષાના” – અનુસ્વાર ન જોઈએ) શબ્દોની જોડણી ખોટી કરતા (“કરતાં” અનુસ્વાર જોઈએ) આપણ ને (“આપણને” વિભક્તિનો પ્રત્યય નામને લાગવો જોઈએ) શરમ લાગે છે, તેના (એના) કરતા (કરતાં – અનુસ્વાર જોઈએ) માતૃભાષાની જોડણી નો (જોડણીનો – વિભક્તિનો પ્રત્યય નામને લાગવો જોઈએ) વધ કરતા (કરતાં – અનુસ્વાર જોઈએ) આપણ ને (આપણને – વિભક્તિનો પ્રત્યય નામને લાગવો જોઈએ) વધુ શરમ લાગવી જોઇએ”

  ગુજરાતી સાહિત્ય સંરક્ષણ નાં (ના – અનુસ્વાર ન જોઈએ) પ્રય્ત્નો ના (પ્રયત્નોના ના – વિભક્તિનો પ્રત્યય છે) ભાગ સ્વરૂપે લખાયેલા આ લેખમાં ક્યાંક ક્ષતિ દેખાય તો અમારું ધ્યાન દોરવા વિનંતી જેથી તે (એ) દુર કરી શકાય.
  જોડણી નાં જોડણીના (નાં પર અનુસ્વાર જોઈએ) નિયમો

  • જૂન 26, 2012 પર 4:53 પી એમ(pm)

   આપના સુધારાઓ સ્વિકારાઇ ગયા છે અને તે પ્રમાણે સાચુ લખાણ મુકાયુ છે

  • હર્ષદ
   સપ્ટેમ્બર 25, 2014 પર 5:18 એ એમ (am)

   ગુજરાત ના મહાન લેખકો અને સાક્ષરો શા માટે ભેગા થઇ ને યોગ્ય નિયમો નથી બનાવતા. શું યોગ્ય લોજીકલ હોય તેવા જોડણી ના નિયમો ના બની શકે? બની શકે પરંતુ ખબર નહિ એવા નિયમો બનાવવાનીસૂઝ નથી પડતી. ગુજરાત સરકાર અને સાક્ષરો એ થઇ ને પ્રયત્નો કરવા જોઈએ જેથી જોડણી યોગ્ય રીતે લખાય અને અને તેના યોગ્ય નિયમો હોય એના માટે જરૂર પડે તો કેટલાક શબ્દો માં ફેરફાર કરવો પડે તો કરવો જોઈએ પરતું ગુજરાતી ને એકદમ લોજીકલ ભાષા બનાવવી જોઈએ. બાકી તો રામ રામ

 5. નવેમ્બર 11, 2012 પર 3:00 પી એમ(pm)

  નિયમો સાચા હશે, બધું વાંચવાનો સમય નથી પણ તમે જોડણીઓ ખોટી મૂકી છે. થોડુંઘણું સાચું જાણતા ગુજરાતીઓને બ્લોગ મારફતે ગેરમાર્ગે દોરવાનું બંધ કરશો.
  ઉદા. તરીકે જોડણી નાં નિયમો
  વિભક્તિનો પ્રત્યય જુદો રાખ્યો છે તથા નિયમ શબ્દ પુલ્લિંગ છે છતાં ના પ્રત્યય પર અનુસ્વાર મૂકીને નિયમને નપુંસકલિંગ બનાવી દીધો છે. આવી ઘણીબધી ક્ષતિઓ છે પણ સમયના અભાવે ટાંકી શક્યો નથી.
  ગાંધીજીએ જે આગ્રહ રાખ્યો હોય તે બરાબર છે પણ આપણે ભાષા વિશે શિક્ષણ આપીએ ત્યારે એક પણ ભૂલ ન હોવી જોઈએ તે અપેક્ષિત છે.

  લિ. જાગૃત ગુજરાતી.

 6. A P PATEL
  મે 1, 2013 પર 12:48 પી એમ(pm)

  Pratibhabahen,you have done a splendid,noble,superb,scholarly,erudite,and excellent literary work in this area of Guj.spelling.Congratulations to you for such a deep insight into this.You have done a great service to Gujaratis.Thanks for leading us to this light.

 7. A P PATEL
  મે 1, 2013 પર 12:53 પી એમ(pm)

  Whatever mistakes are pointed out by readers, are purely proof reading mistakes;this is what I think could be.

 8. ફેબ્રુવારી 20, 2015 પર 4:47 એ એમ (am)

  આવા સદકાર્યોથી જ માતૃભાષા જીવંત રહે છે. ખુબ ખુબ આભાર. પ્રતિભાબેન

 9. પ્રકાશ
  ફેબ્રુવારી 26, 2018 પર 4:58 પી એમ(pm)

  અદ્ભૂત

 10. Om vyas
  જુલાઇ 13, 2018 પર 4:51 પી એમ(pm)

  શા માટે ગૂજરાત વિદ્યાપીઠ માં દીર્ઘ ‘ઊ’ કેમ?

 11. શ્યામ સરવૈયા
  ઓગસ્ટ 28, 2018 પર 6:32 પી એમ(pm)

  ‘ નૈર્ઋત્ય ‘ની જોડણીમાં એક જગ્યાએ ‘નૈઋત્ય’ લખ્યું છે તો કઈ જોડણી સાચી ગણાવી ???

  • પૌરાણિક
   જાન્યુઆરી 4, 2019 પર 9:58 પી એમ(pm)

   કારણ કે ગાંધીજી એ લખ્યું

 12. Ramesh
  જાન્યુઆરી 24, 2019 પર 9:44 એ એમ (am)

  Sari mahiti mali
  Gujrati lakhava sudharo thse

 13. ડૉ. જે.બી.જોશી
  ઓક્ટોબર 12, 2020 પર 3:43 એ એમ (am)

  નૈર્ઋત્ય
  આપેલ જોડણી સાચી છે.

 14. Hardiksinh zala
  એપ્રિલ 9, 2021 પર 4:41 એ એમ (am)

  અખિલ શબ્દ ની જોડણી ખોટી હોય એવું લાગે છે મને
  Plz સમજાવજો

 15. RABARI KANABHAI TAGAJI
  જુલાઇ 18, 2021 પર 5:59 એ એમ (am)

  અદભુત

 16. ઓક્ટોબર 2, 2021 પર 6:57 એ એમ (am)

  ઠોકમ ઠોક ભૂલોથી ભરપૂર લેખ

 17. પટેલ વિહાભાઈ
  ફેબ્રુવારી 10, 2022 પર 1:41 એ એમ (am)

  ખૂબ સરસ

 1. જાન્યુઆરી 19, 2016 પર 4:30 પી એમ(pm)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: