સ્વાગત અને મારી સર્જન યાત્રા


મારા વેબ પેજ પર આપનુ સ્વાગત.

પ્રાર્થના
હે પ્રભો! વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,પણ વિપત્તિમાં હું ભય ન પામું,એ મારી પ્રાર્થના છે.દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારેમને સાંત્વના ન આપો તો ભલે,પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,પણ મારું બળ તૂટી ન પડે.સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું જ મને મળે,તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,

પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.

સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,

દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય

ત્યારે તમે તો છો જ –

એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

ઉમાશંકર જોશી

મારી સર્જન યાત્રા

મારી સર્જન યાત્રા

વિજય શાહ

1964માં પહેલી બાળ વાર્તા જાદુઇ વાડકો નૂતન ગુજરાતમાં પ્રસિધ્ધ થઇ
1969માં પહેલુ હાઇકુ કાવ્ય કોલેજ અંકમાં પ્રસિધ્ધ થયુ
1972માં પહેલો રેડીયો પ્રોગ્રામ થયો અમદાવાદ આકાશ વાણીનાં ‘યુવવાણી’ વિભાગમાં
1977માં પહેલો કાવ્ય સંગ્રહ ‘હું એટલે તમે’ પ્રસિધ્ધ થયો
1981માં પહેલું નાટક દુરદર્શન નાટ્યશ્રેણી ‘ત્રિભેટે’ માં પ્રસાર થયું.
1983માં પહેલી નવલીકા ‘અમે પથ્થરનાં મોર કેમ બોલીયે’ પ્રસિધ્ધ થઇ
1985 માં પહેલો અનુવાદ ‘કર્મ તણી ગતિ ન્યારી’ તૈયાર થયો
1987 માં પહેલી નવલકથા ‘આંસુડે ચીતર્યા ગગન’ લખાઇ
1992 માં સંદેશમાં કોલમ શરુ થઇ ‘શેરબજારનાં આટાપાટા’
2002 માં પહેલો વેબ કાવ્ય સંગ્રહ ‘મારા વિશ્વમાં તમે’નું વિમોચન થયુ.
2003 માં ગુજરાત ટાઇમ્સ (ન્યુયોર્ક) કોલમ શરુ થઇ ‘શેરબજારની સાથે સાથે’
2004માં રાધેશ્યામ શર્મા દ્વારા રચાયેલ ” સાક્ષરનો સાક્ષત્કાર 11″માં સમાવેશ
2006 માં બહુલેખકોની સહિયારી નવલકથા ‘ નિવૃતિ નિવાસ’ રચાઈ
2006 માં બહુલેખકોની સહિયારી લઘુનવલ ‘બીના ચીડિયાકા બસેરા’ રચાઈ
2006 માં બે વેબ પેજ મુકાયા www.gujaratisahityasarita.com અને www.vijayshah.wordpress.com
2007 માં બે બીજા વેબ પેજ મુકાયા www.gadyasarjan.wordpress.com અને www.gujaratisahityasarita.org મુકાયા
2007 પહેલી વેબ નવલકથા ‘પૂ. મોટાભાઇ’ અને બીજો વેબ કાવ્ય સંગ્રહ ‘તમે અને મારુ મન’ પ્રસિધ્ધ થયા.
2008 “પૂ. મોટાભાઈ” નાટ્ય સ્વરૂપે ભજવાયુ
2009 ગુજરાતી શબ્દ સ્પર્ધા -વેબ સાઈટ મુકાઈ www.shabdaspardha.gujaratisahityasarita.org
૨૦૦૯ વેબ સંકલન-” અંતરનાં ઓજસ” ( ચિંતન)
2009 વેબ નવલકથા “પત્તાનો મહેલ”
2009 વેબ નવલીકા “વૃત એક વૃતાંત અનેક ”
2009 નિબંધ “નિવૃત્તિની પ્રવૃત્તિ” શ્રી હરિક્રીષ્ણ મજમુદાર સાથે..
2009 “શેર બજારનાં વિવિધ પાસાઓ” તિરંગા મા ચાલતી કોલમ
2009 www.gujaratisahityasangam.wordpress.com મોના નાયક, જયશ્રી પટેલ અને વિશાલ મોણપરા સાથે મુકાઇ.  ગુજરાતી બ્લોગરોને એક તાતણે સાંકળતીકડી www.netjagat.wordpress.comકાંતીભાઇ કરશાળા સાથે મુકાઇ
2009  But મોગરો- પ્રવિણ પટેલ ” શશી”
2010 સહિયારી લઘુ નવલકથા સંગ્રહ ” સર્જન સહિયારુ”
૨૦૧૦ કાવ્ય સંગ્રહ ” તમે અને મારું મન”
૨૦૧૦ સહિયારી નવલકથા “હરિયાળી ધરતીના મનેખ”, ” છૂટાછેડા-ઓપન સીક્રેટ” અને “જીંદગી ફુગ્ગામાં સ્થિર રહેલી ફુંક”
૨૦૧૦ નવલીકા ” ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ” અને “વૃત્ત એક વૃતાંત અનેક”
૨૦૧૧ સહિયારી નવલકથા “જીવન સંધ્યાએ”નું વિમોચન થયું ( નિવૃત્તિ નિવાસ-વેબ આવૃતિ)
૨૦૧૧ “સહિયારુ સર્જન” ( લઘુ નવલકથાઓ નો સંગ્રહ )નું વિમોચન થયુ
૨૦૧૧ સહિયારી નવલકથા “શૈલજા આચાર્ય” રચાઇ
૨૦૧૧ વેબ કાવ્ય સંગ્રહ “વા ઘંટડીઓ” રચાયો

૨૦૧૨ સહિયારુ સર્જન” વીરાંગના સરોજ” અને “તારામતી પાઠક”

૨૦૧૨ “નિવૃત્તિ વિજ્ઞાન” નિબંધ સંગ્રહ

સંપાદન

૨૦૧૧ કલનિનાદ -ગુજરાતી સાહિત્ય સરિતા દશાબ્દિ મહોત્સવ

૨૦૧૧ worked as a team in 16th Biannual convention souveniar for “Jaina” with a theme of  “Live &Help live”

આભાર સ્વિકાર

જુદી જુદી કૃતિઓને શબ્દ દેહ મળ્યા તે સર્વે સમાચાર પત્રો અને માસિકો:
નૂતન ગુજરાત,ગાંધીનગર સમાચાર્ તિરંગા, ચાંદની, સ્ત્રી, સંદેશ, ગુજરાત ટાઇમ્સ, દર્પણ, ગુજરાત દર્પણ , દિવ્ય ભાસ્કર, અખંડ આનંદ અને જંનસત્તા મુખ્ય ગણાય.

વેબ શબ્દ દેહ
ઝાઝી,ગુજરાતી સાહિત્ય સરિતા,સહિયારું ગદ્ય સર્જન, રીડ ગુજરાતી, સંડે ઇ મહેફીલ, સ્પીક બીન્દાસ,સબરસ અને કેસુડા

સ્વર દેહ
આકાશવાણી અમદાવાદ વડોદરા, સુર સંવાદ સીડની ઓસ્ટ્રેલીઆ, રંગીલો ગુજરાત (હ્યુસ્ટન)

ચલચિત્ર માધ્યમ
દુરદર્શન કેન્દ્ર અમદાવાદ

Permalink |  Trackback
 1. ashalata
  નવેમ્બર 10, 2006 પર 4:53 પી એમ(pm)

  sunder page
  vanchelu joyelu ane manelu fari fari
  manva male to kevi maza pade!!!!!!
  abhinandan
  ashalata

 2. નવેમ્બર 11, 2006 પર 5:02 એ એમ (am)

  Welcome in World of Gujarati Blog
  Keep it up God bless you

 3. નવેમ્બર 28, 2006 પર 5:14 પી એમ(pm)

  Dear hard worker,

  First of all, accept my congratulations as you have done wonderful job for all the Gujaratis leaving away from Gujarat! Today first time I visited your web ans was impressed a lot. Many thanks.

  What can one say about Umashankar Joshi? His poems are always wonderful. This prayer is really beautiful and inspiring.

  Thanks for nice selection of this poems and other articles.

  Will like to visit again and again.

  Again thanks and kind regards.

  Akhtar (Glasgow-Scotland)

 4. Pravin V. Patel
  જાન્યુઆરી 20, 2007 પર 3:56 એ એમ (am)

  Sundar pasandgi. Bhaishree Akhtarbhaie yogya mulavani kari chhe.
  Mote bhaage aapani araj Tana,Mana ane Dhanani svakendri hoya chhe.
  Abhinandan temaj Aabhaar.

 5. sumedha
  જાન્યુઆરી 25, 2007 પર 9:05 પી એમ(pm)

  khuba g zalasa thai gaya.

 6. Jugalkishor
  જાન્યુઆરી 29, 2007 પર 9:13 એ એમ (am)

  સંશયાત્મા વિનશ્યતિ !

  ઉમાશંકર જેનું નામ ! એમની તો પ્રાર્થના ય કેવી સાદી-સરળ છતાં બળૂકી છે !

  એમને જ્યારે પૂછવામાં આવેલું કે આટઆટલું સાહિત્ય જગતભરનું તમે વાંચ્યું છે તો એમાંથી તમને સૌથી ગમી હોય એવી પ્રાર્થના કઈ ? એમણે તરત જ જવાબ આપેલો : “ઓ ઈશ્વર ! ભજીએ તને, મોટું છે તુજ નામ .” આની તોલે આવે એવી કોઈ પ્રાર્થના નથી !

  તમે પસંદ કરેલી પ્રાર્થનામાં કેટલી સાદગી છે !છતાં એની બળકટતા ય કેટલી બધી છે ?!

 7. ફેબ્રુવારી 21, 2007 પર 2:00 એ એમ (am)

  VERY GOOD WORK.
  BEST OF LUCK.

 8. gopal h parekh
  માર્ચ 20, 2007 પર 2:21 એ એમ (am)

  aajna tamara lekh palojan vishe comment kevi rite aapvi samajatun nathi will u pl guide?

 9. Dr. Chandravadan Mistry
  એપ્રિલ 8, 2007 પર 8:43 પી એમ(pm)

  vijaybhai Tamara web page par swagat mate aabhar. Umashankar Joshini prathana jem tamari shubhbhavnao prathna jem fale. VIJAYNE chandra kahe shubhbhavna tum karate raho ne hum vanchte rahe CHANDRAVADAN.

 10. gadya
  મે 21, 2007 પર 1:06 પી એમ(pm)

  bus ek ichha chhe, ke have e ichha pan na ho

  lage raho vihay bhai

 11. Indraneil. Joshi
  સપ્ટેમ્બર 28, 2007 પર 6:27 પી એમ(pm)

  Ati Sundar, aava samay ma tame samay kaadhi ne atli saras web site sharu kari che enne mate aapno aabhar. Mann khili uthyu sundar sahityik krutio vaanchi ne.

 12. સપ્ટેમ્બર 30, 2007 પર 4:42 પી એમ(pm)

  good creation
  keep it up

 13. vilas bhonde
  એપ્રિલ 22, 2008 પર 5:48 એ એમ (am)

  khub sars swagat. gamyu

 14. જુલાઇ 27, 2008 પર 3:00 પી એમ(pm)

  વિજયભાઈ,
  આજે નિરાંતે તમારો બ્લોગ વાંચીને ખૂબ આનંદ થયો. રવિવારની સવાર સુધરી ગઈ.

 15. ઓક્ટોબર 20, 2008 પર 11:25 એ એમ (am)

  વિજયભાઈ,

  તમાર કેટલાંક પ્રયોગો ખૂબ જ સુંદર છે..અભિનંદન.
  મેઁ તો હજી વીસ દિવસ પહેલાં જ બ્લૉગ જગતમાં પગ મૂક્યો છે…
  તમારી નવરાશની પળોમાં ક્યારેક મુલાકાત લેશો.

  કમલેશ પટેલના
  પ્રણામ

  http://kcpatel.wordpress.com/

 16. નવેમ્બર 28, 2008 પર 4:50 પી એમ(pm)

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

 17. યશવંત ઠક્કર
  ડિસેમ્બર 31, 2008 પર 3:23 પી એમ(pm)

  સુંદર સ્વાગત. ધન્યવાદ.

 18. rajniagravat
  ફેબ્રુવારી 20, 2009 પર 5:16 એ એમ (am)

  વિજય ભાઈ, તમારી બ્લોગર આચાર સંહિતા વાળી પોસ્ટ ક્યા?!

 19. Rajendra Shah
  એપ્રિલ 27, 2009 પર 7:51 એ એમ (am)

  Dear Vijaybhai,

  Like to confirm are you from Baroda?. I am subhash ( Tarang society) brother. It is happy to read this and see your photgraphs. I was having same idea to collect the good articles but today learn it to how to use it.

  The prayer is excellent. If anybody interested in Gujarti Prayers must read ” Param Samipe ” by Kundanika Kapadia. I liek it too much you will find many prayers like this.

  Regards,

  Rajendra Shah
  Singapore

 20. Rajendra Shah
  એપ્રિલ 27, 2009 પર 7:54 એ એમ (am)

  Dear Vijaybhai

  Excellent prayer. Just remind me the book of Prayer in Gujarati .”Param Samipe” by Kundanika Kapadia. I love it and sure many of your blog reade like to read it .

  Regards,

  Raj Singapore

 21. shantibhai
  જુલાઇ 10, 2009 પર 4:51 પી એમ(pm)

  ape swagat page par prathna ane e pan kavi samrat umashankarjini hriday sprase tevi ane mahenatu manvini ashana suryane pragtavati kavita muki
  te badal jay gujrati.

 22. Nita Shah
  જાન્યુઆરી 11, 2010 પર 2:52 પી એમ(pm)

  Vijaybhai,
  your progress & dedication towards Gujarati is wonderful !!!!!!! we ae very proud of you…. your contribution will be always remembered…… pl keep it up…
  regards,
  Nita

 23. readsetu
  જાન્યુઆરી 11, 2010 પર 5:34 પી એમ(pm)

  વિજયભાઇ, આજે આ પાનાં ઉપર તમારા વિશે જાણીને ખુબ આનંદ થયો.. ખુબ ખુબ અભિનંદન.

  લતા હિરાણી

 24. Rajul Shah
  જાન્યુઆરી 12, 2010 પર 7:50 એ એમ (am)

  વિજયભાઇ.

  ૧૯૬૪થી શબ્દ દેહે શરૂ કરેલી તમારી સર્જન યાત્રા કદાચ એથી પણ પહેલાં તમારા મનો-ચિંતન જગતમાં આકાર લેવી શરૂ થઇ હશે .શિલ્પી એનું ટાંકણું લઈને શિલ્પ ઘડવા બેસે તે પહેલાં તેના મનમાં કોઇ એક ચોક્કસ ક્રુતિ આકાર તો લઈ ચુકી હોય અને એક એક ટાંકણે એ કલ્પના સાકાર થાય એમ તમે તમારી કલ્પનાને કલમથી આકાર આપ્યો હશે જેનો રસ-સ્વાદ આજે અમારા જેવા વાંચકો લઈ રહ્યા છે. એક નહી અનેક વિવિધતા ભર્યા તમારા લેખોની સર્જનયાત્રાના રસથાળનો આસ્વાદ કરાવવા બદલ હાર્દીક ધન્યવાદ.

  કહેવાય છે કે રસના તો ચટકા હોય કુંડા નહીં પણ અહીં તો તમારી પાસે કુંડ નહી શબ્દ સાગરની અપેક્ષા છે.અને વિશ્વાસ છે તમારી કલમે અનેકવિધ રસના સાગરમાં હિલોળા હજુ પણ લેવા અમે નસીબવંતા બનીશુ.

 25. ફેબ્રુવારી 23, 2010 પર 2:39 એ એમ (am)

  કોઈ પણ યાત્રા પહેલા ડગલાથી શરુ થાય છે.

  1964માં પહેલી બાળ વાર્તા જાદુઇ વાડકો નૂતન ગુજરાતમાં પ્રસિધ્ધ થઇ

 26. sujit
  ફેબ્રુવારી 26, 2010 પર 3:02 પી એમ(pm)

  NICE TANARI SAFL YATRA
  SUDAR TAMARA SHABDO
  HEELO SIR MJA PADI GAI VACHI NE

 27. માર્ચ 1, 2010 પર 3:02 પી એમ(pm)

  sudar ati sudar

 28. Raju Gandhi
  જુલાઇ 5, 2010 પર 2:32 પી એમ(pm)

  Bhai Vijay,
  Jai Jinendra.Really Enjoyed collection.Many thing to learn from such collection.
  God is Great.
  Raju Gandhi

 29. DIPAK VAGHELA
  ઓગસ્ટ 4, 2010 પર 2:27 પી એમ(pm)

  OH SIR YOU ARE A SUCH GREAT PERSON

  I DONOT KNOW THAT THE OUR MOTHER TONGUE ARE LIVE IN THE OTHER COUNTRY ALSO.
  THANK YOU SIR.
  WE WANT A MORE VIJAY SHAH FOR THE GUJARATI LITERATURE .
  THANKS
  JAY SHRI KRISHNA .

 30. ડિસેમ્બર 11, 2010 પર 2:39 પી એમ(pm)

  પ્રાર્થનામાં સુન્દર આત્મસમર્પણ ભાવ .
  આપની યાત્રામાં આપ આગળ વધતા રહો
  અને સફળતા મળતી રહે .એવી શુભેચ્છા .

 31. pinki kapadia
  એપ્રિલ 17, 2011 પર 7:42 પી એમ(pm)

  Vijay bhai,
  I just saw your one of the interview and i would like to read “Tahuka-Ekant ne ordethi…” how can i get that book of yours?

 32. durgesh b oza
  જૂન 7, 2011 પર 2:36 એ એમ (am)

  ઃ વિધાર્થી,માબાપ તેમ જ સમગ્ર માણસજાતને પ્રેરક સંદેશ આપતીરચનાત્મક વાર્તા ઃ
  નવજીવન લેખક-દુર્ગેશ બી ઓઝા પોરબંદર
  રમેશ તો નવાઇમા ડૂબી ગયો. ઓરડામાં ચારે બાજુ કરોળિયાના ચિત્રો,રંગોંની ડ્બ્બીઓ,કેંનવાસ,કાગળના થપ્પા,ને એની અંદર ખુંપેલા પપ્પા ! પપ્પાનું આવું રૂપ આ પહેલાં એણે ક્યારેય ન્હોતું જોયું.અચાનક રમેશની નજર મોટા રંગબેરંગી મથાળાવાળા કાગળ પર પડી,જેમાં એક વાર્તા લખેલી હ્તી,જેને એ રસપૂર્વક વાંચવા લાગ્યો.”એક હ્તી કોયલ.તે એક વાર માંદી પડી.તેને ખબર પડી કે તેનો અવાજ થોડા દી’ પૂરતો બેસી જશે..એની ખબર કાઢનારા કહે,’અ ર ર ર,તારો અવાજ બેસી જ્શે?હાય હાય….હવે તારી જિંદગી.!’કોયલ કહે,’ભલે અવાજ બેસી જતો.એ પાછો ઊભો થઇ જ્શે.બે-ચાર દી’ અવાજ ચાલ્યો જાય એમાં કાંઇ આખું જીવન નકામું નહીં થઇ જાય,કાગડાકાકા !હું કાંઇ એમ હિમત હારું એવી નથી.અવાજ બેસી ગયો એટલે એવું સમજો કે દસમા-બારમાં ધોરણની પરીક્ષાનું પેપર નબળું ગયું કા એમાં નાપાસ થયા,બસ એટલું જ….તમે ખાલી ચોપડીની પરીક્ષામાં જ હારી ગયા,પરંતુ,પરીક્ષા પૂરી એટલે તમારું સાવ પૂરું થઇ ગયું એવું નથી.તમારી સામે આખી જિંદગી પડી છે.હજી ઘણી બધી તકો,પ્રવત્તિઓ છે.કાળઝાળ ગરમીમાં એક વખત્ પાક સાવ બળી જાય તો ધરતી કાયમને માટે સુકીભઠ્ઠ થઇ નથી જતી,વાંદરાભાઇ !એ એમ નથી વિચારતી કે” આપણી જિંદગી ખતમ”.પાક ખાલી એક જ વાર બગડ્યો છે,પણ ફરી એ જ જમીનમાં વાવશો તો પાછું ઉગશે,એટલું જ નહીં,ચોતરફ અનેરી હરિયાળી લહેરાઇ ઊઠશે,કારણ કે નબળો પાક એ સમજો માત્ર એક પરીક્ષા કે તેનું પેપર છે,તે આખા જીવનનો સાર કે તેનું માપ નથી.અભી તો પિક્ચર બાકી હૈ મેરે દોસ્ત.”કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય,તૂટે ઘર તો પાછું નવું બનાવતો જાય.”.એટલે હું નિરાશ થઇ આપઘાતના નબળા વિચાર નહીં કરું.’….ને કોયલ; ખરેખર થોડા દિવસ પછી ફરી એ જ મસ્તીમાં ટહુકવા લાગી ને બીજાનેય ખુશ કરી સાચો રસ્તો બતાવી ગઇ……
  ……..ને એ રંગબેરંગી કાગળ શોધવા જેવી હિંમતલાલે પાછળ નજર ફેરવી કે તરત જ,…’લે તું ક્યારે રૂમની અંદર ઘુસી ગયો દીકરા!!?અચ્છા,તો એ કાગળ તારા હાથમાં છે એમ ! કેવી લાગી વાર્તા?
  ‘સરસ છે પપ્પા’રમેશ થોડું મલક્યો ને પપ્પા બોલ્યા,’તને નવાઇ લાગે છે ને કે આ બધું !! એક પુસ્તકે મને જ્ગાડ્યો જેમાં લખેલું કે”તમે જીવનમાં ક્યારેય ન કર્યું હોય એવું સારું,કંઇક નવું. અનોખું કરી બતાવો.”બેટા,નાનો હતો ને ત્યારે હું સરસ ચિત્રો દોરતો,પણ છેલ્લા વીસ વરસથી ધંધા,નફા,પૈસા..વગેરેની હાયવોયમાં હું બધું ભૂલી ગયો હતો,પરંતુ આજ મેં નક્કી કર્યું કે આજકાલ વિધાર્થી નબળા પેપર કે પરિણામથી નાસીપાસ થઇ જીવનનો અંત આણવા સુધી પહોંચી જાય છે;તે ન થાય ને તે ફરી પડકાર ઝીલી લઇ નવી આશા,શ્રદ્ધા સાથે બેઠો થાય એવું કાંઇક કરું.ને દીકરા સાચું કહું?આ વાંચીને વિધાર્થી વગેરેને તો મળશે જ,પણ મને તો અત્યારે જ નવજીવન મળી ગયું.જો આ ચિત્રો.’
  પહેલું ચિત્ર કરોળિયો ચડે એવું,બીજું તે નીચે પડે તેનું ને ત્રીજું તે ફરી ઉપર ચડી અંતે ઘર બનાવવામાં સફળ થાય એ પ્રકારનું હતું.રમેશે ચિત્રો જોયા ને પછી તે ઘરની બહાર નીકળ્યો………….. ………દીકરો મોડી સાંજે ઘેર પાછો આવ્યો ને પપ્પાને વળગી રડવા લાગ્યો.પછી થોડું સ્વસ્થ થતા એ બોલ્યો,’પપ્પા,સવારે જ્યારે હું તમને મળવા આવ્યો’તો ત્યારે અમારી પરીક્ષા પૂરી થતાં જ હું કાંકરિયા તળાવની પાળે ફરવા જવાની રજા લેવા આવ્યો’તો.પણ સાચું કહું? હું કાયમ માટે તમારી રજા લેવા આવ્યો’તો.હું ત્યાંથી પાછો ન્હોતો આવવાનો,પણ્ તમારી વાર્તા,ચિત્રો વગેરે જોઇ હું ઘેર પાછો ફર્યો છું.બધા માબાપ તમારા જેવા હોય જે મિત્ર બની સાચું વહાલ કરે,ખોટું દબાણ ન કરે તો જીવવાની મઝા આવે.થેંક્યુ પપ્પા.’થોડીવાર સાવ શાંતિ છવાઇ ગઇ.ને પછી પપ્પા ગળગળા સાદે કહી રહ્યા,’બેટા,એવા અનેક લોકો છે જે ભણવામાં સાવ ‘’ઢ’’ હતા છતાં સફળ થયા છે.પરીક્ષા મહત્વની છે જે દિલ દઇ પૂરી મહેનત કરી આપો,પણ્ એની જ ફૂટ્ટપટ્ટીથી તમારી કુશળતાને ન માપો.ને ખાલી અભ્યાસક્ર્મના ચોપડા જ ન વાંચો.બીજું પણ વાંચો.થોડું નાચો-ગાઓ,હરો-ફરો તો ટેંન્શન જાશે,આનંદ આવશે,ને ઊલટું વધુ યાદ રહેશે.પરીક્ષા એ જીવનની છેલ્લી તક નથી.એની બહાર પણ એક સુંદર જીવન છે.સચિન તેંડુલકર ઝીરોમાં જાય તો તે કાયમ માટે ક્રિકેટ છોડી નથી દેતો..ફરી હિંમત બતાવી બીજા મેચમાં સદી ફટકારે છે.ઝીરોમાંથી હીરો બની જાય છે.હારો ભલે,પણ હિંમત ન હારો.બેટા,તું આ પરીક્ષામાં ભલે કદાચ ઓછા ગુણ મેળવ કે નાપાસ થા,પણ જીવનની પરીક્ષામાં તો તું ફર્સ્ટ-ક્લાસ પાસ થયો છે.અભિનંદન.આ સદ્ગુણનું મૂલ્ય પેલી પરીક્ષાના ગુણ કરતાય ક્યાંય વધુ છે..ચાલ,એના માનમાં થોડો મસ્ત ડાંન્સ થઇ જાય.’….ને પિતા-પુત્ર બંને ખુશીમાં નાચવા લાગ્યા.બંનેને કશુંક અનોખું પ્રાપ્ત થયું હતું.ઃઃઃઃ

  લેખક-દુર્ગેશ બી ઓઝા ૧,જલારામનગર નરસંગ ટેકરી,પોરબંદર ૩૬૦૫૭૫ email- durgeshart@yahoo.in PL. publish this edu oriented positive story in your blg etc. thanks sir regards FORWARD/CIRCULATE THIS EMAIL/STORY TO AS MANY AS POSSIBLE.IT MAY SAVE AND MAKE HAPPY SOMEONE/S PRECIOUS LIFE.

 33. સપ્ટેમ્બર 4, 2011 પર 1:49 એ એમ (am)

  આદરણીયશ્રી. વિજયભાઈ

  સૌ પ્રથમ તો આપનો બ્લોગ સાચેજ મોતીનો મોટો ખજાનો છે,

  આપે તો નામ મુજબ લેખન પર વિજય મેળવેલ છે, સાહેબ

  આપના વિશે જાણ્યા, માણ્યા પછી એક વાત ચોક્કસ છે કે

  ” મા સરસ્વતિની કૃપા દ્રષ્ટિ વિના આ શક્ય જ નથી સાહેબ ”

  હું તો બ્લોગ જગતમાં નવો નવો છું. વધુ શુ લખુ સાહેબ

  બસ ગુજરાતી સમાજની સેવા એજ ધર્મ સમજી આપ આવા

  વધુ સુંદર કાર્ય કરતા રહો, પ્રભુની કૃપા હંમેશા આપ પર બની રહે….!

  ડૉ. કિશોર પટેલ

  ( સમયની અનુકૂળતા કરી મારા આંગણે પધારશો. )

 34. મે 31, 2012 પર 4:51 એ એમ (am)

  I am highly impressed meeting n now, knowing more abt you!!!Thanks, for contacting me!
  I have shared these details on my FB pg…

 35. Akbarali Narsi
  જુલાઇ 1, 2012 પર 8:19 પી એમ(pm)

  વિજયભાઈ,
  આજે નિરાંતે તમારો બ્લોગ વાંચીને ખૂબ આનંદ થયો. રવિવારની સવાર સુધરી ગઈ.
  આદમ ટંકારવી વિશે જાણી આનંદ થયો, તેમને ‘કલાપી’ એવોર્ડ બદલ અભુનંદન.

 36. Dharmesh Vyas
  જુલાઇ 23, 2012 પર 6:11 એ એમ (am)

  વિજયભાઈ,

  “જ્ઞાન સાથે ગમ્મત” પર મળેલા આપના પ્રેમ અને સહકાર જોઈને મોજેમોજ.કોમ ના નામ થી વેબ બ્લોગ શરુ કરેલ છે.

  આશા રાખીશ આપનો સહકાર ત્યાં પણ મળતો જ રહેશે.

  આપની બ્લોગ ઉપર મુલાકાત અને અભિપ્રાય મને અનુરૂપ ફેરફારો કરવામાં મદદ કરશે.

  http://www.mojemoj.com

  ધર્મેશ

 37. I am Naresh i am student
  ઓગસ્ટ 18, 2018 પર 3:54 પી એમ(pm)

  મોતી ભાગ્યું વિધતા મન ભાગ્યું ક્લેમ
  ઘોડો ભાગ્યો ખેડતો નહીં સાંધો નહીં રહેણ

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: