નવી સાઇટ ની મુલાકાત લીધી?
Please Visit www.vijaydshah.com for all latest work
નવું બધું વેબ કામ નવી સાઈટ વિજયનું ચિંતન જગત ઉપર મુકાય છે
કવિશ્રી અનિલ ચાવડાની “સોરી” કવિતાનો આસ્વાદઃ ( જ્યશ્રી વિનુ મરચંટ )
“સોરી” કાવ્ય વાંચતાં જ મારા રોમરોમમાંથી લખલખું પસાર થઈ ગયું….! આ કાવ્યની યુ.એસ.પી. (Universal Selling Proposition) એના દરેક શબ્દોમાં ધબકતી જીવંતતા છે. આ જીવંતતામાં કવિતાની નાડીના ધબકારા છે.કવિતાની પ્રતીતિ તો કવિના નામની નીચે જ, કૌંસમાં લખેલી નીચેની પંક્તિમાં જ કવિ અદભૂત રીતે કરાવી દે છેઃ
View original post 678 more words
અજંપો (પી. કે. દાવડા)
અજંપો
આપણા અજંપાના મૂળમા આપણી મૂળ જરૂરત કરતાં વધારે વસ્તુઓ મેળવવાની ઈચ્છાઓ છે. આપણી મૂળ જરૂરતો કઈ કઈ છે? મારા મતે એ અનુક્રમે નીચે પ્રમાણે છે.
૧. ખોરાક
૨. વસ્ત્રો
૩. ઘર
૪. ડોકટરી સારવાર અને દવાઓ
૫. શિક્ષણની સગવડ
૬. સાર્વજનિક વાહન
૭. સસ્તું મનોરંજન
આ સાતેય વસ્તુઓ માટે પૈસા જરૂરી છે.
પૈસા મેળવવા પ્રયત્ન કરવો જરૂરી છે. આ પ્રયત્નનો પ્રકાર અને એની માત્રા આપણામા અજંપો પેદા કરે છે. કેટલાક લોકો થોડી મહેનત કરી ખૂબ પૈસા કમાઈ લે છે, જ્યારે કેટલાક લોકોને અથાગ મહેનત પછી પણ એની મૂળભૂત જરૂરિયાત જેટલું મળતું નથી.
એવું પણ નથી કે જે લોકો અઢળક કમાય છે એમને અજંપો નથી. એમનો અજંપો અલગ પ્રકારનો છે. કરચોરી અને પકડાઈ જવાની બીક, પોતાની અને કુંટુંબની સલામતિની ચિંતા, બાળકો કુછંદે ન ચડી જાય તેની ચિંતા અને આવી તો અનેક ચિંતાઓના એ લોકો શીકાર થતા હોય છે. અછતવાળાઓને માત્ર એક જ ચિંતા હોય છે, “કેમ પૂરૂં કરવું?”
આ સાંભળીને…
View original post 284 more words
અંતરનેટની કવિતા (જયશ્રી વિનુ મરચંટની ગઝલોનો રસાસ્વાદ) – અનિલ ચાવડા
(આજે ઉજાણીમાં ઇન્ટરનેટને બદલે અંતરનેટથી જાણીતા સાહિત્યકાર શ્રી અનિલ ચાવડા આપણને લોગઈન-લોગ આઉટ કરાવે છે. આપણે તો માત્ર એનો આનંદ ઉઠાવવાનો છે)
અંતરનેટની કવિતા
કોઈ માણસ થોડોઘણો પણ વેરાન ન હોય એવું તો બને જ કેવી રીતે?
લોગ ઇનઃ
ચાલ વર્ષો બાદ આજે સાથ બેસી ઓસરીમાં;
ને અબોલા એકસાથે ચલ ઉલેચી ઓસરીમાં.
એકબીજામાં રહેલાં રણ જરા ખંખોળીએ તો,
થાય સ્મરણોની ઘણીયે રેત ભેગી ઓસરીમાં.
જોઈએ શું નીકળે છે આંસુડાં કે મોતીડાંઓ?
આજ મેં વર્ષો જૂની ખોલી છે પેટી ઓસરીમાં.
વિશ્વની ગલીઓમાં થઈને, રોડ પર રસ્તામાં થઈને,
છેવટે આવીને અટકી એક કેડી ઓસરીમાં.
બસ હવે ઘરને સજાની જેમ ભોગવતી રહે છે,
‘ભગ્ન’ બેઠી છે જુઓને થઈને કેદી ઓસરીમાં.
– જયશ્રી મરચન્ટ
અત્યારનો સમય વનબીએચકે, ટુબીએચકે કે ડ્રોઇંગરૂમ, કીચન વગેરે શબ્દો સાથે પનારો પાડી રહ્યો છે, ત્યારે આ બધામાં ઓસરી તો જાણે સાવ ઓસરી ગઈ છે. આવા સમયમાં જયશ્રી મરચન્ટ ‘ઓસરી’ જેવી રદીફ રાખીને ગઝલ લખે એ નોંધનીય છે. જયશ્રી મરચન્ટ મૂળ…
View original post 569 more words
Turning point in L.A
Authored by Vijay Shah,
Black & White on White paper
168 pages
ISBN-10: 1719019460
BISAC: Family & Relationships / Love & Romance
This is sensitive strory of Rupa and Axar. Change can come in life at any time
જીવનની જીવંત વાત – (8) વિજય શાહ
સજાગ
એ જમાનાની વાત કરુ છુ જ્યારે સો રુપિયાની નોટ ખુબ જ મુલ્યવાન હતી ( ૧૯૮૦માં) આમેય રાહુદશા ચાલતી હતી તેથી વિતરાગ નાણાકીય રીતે સતત વ્યથીત રહેતો. અનિયમિત આવકો અને નિયમિત વધતા જતા ખર્ચાઓ વચ્ચે ઝુઝતા વિતરાગને જોઇ વિરાજ ઘણી વખત કહેતી પણ ખરી છોડો બીજા બધા સંયમો અને એક જ લક્ષ્ય બનાવો અને તે નિયમિત આવકો.
દાન ધર્મની વાતો આવે કે જીવદયા દરેક્માં દરેક વખતે અગ્રેસર રહેવું જરુરી નથી.. પહેલું કુટુંબ પછી જન સમુદાય. પણ તેને હસીને વિતરાગ કહેતો વિરાજ તારી વાત સાચી છે પણ માહ્યલો એવો ઉદાર છે ને કે કોઇને સંકટમાં જોઇને તરત જ પીગળી જાય છે.વળી દાદાને જોઇને એટલું તો શીખ્યો છું કે “દોનો હાથ ઉલેચીયે બઢતા પાની નાંવમેં ઔર બઢતા ઘરમેં દામ”
વહેવારીક રીતે આ વાત વિરાજને ન ગમતી. આ કારણ ને લીધેજ સાસુમા તેને “ભોળો ભામાશા” કહેતા. રાણા પ્રતાપને સહાય કરનાર ભામાશા તો માતૃભૂમી પ્રેમનાં પ્રણેતા હતા પણ વિતરાગ તો સર્વપ્રતિ કરુણા ને કારણે…
View original post 111 more words
મને ખબર નથી (સરયૂ પરીખ)
(મનુષ્ય સ્વભાવ, બીજાની વાતો જાણી પછી થોડું ઉમેરી ઘણા લોકોને કહે. એમને કોઈ સમજદાર અને શાંત વ્યક્તિ સાથે વાર્તાલાપ થાય ત્યારે કેવો જવાબ મળે છે. વિચારોના વમળાટ અને અસ્ખલિત વાણીને રોકતો નમ્રભાવ, ‘મને ખબર નથી’. આ વાક્ય પાછળ ઘણી શાંતિ દોરવાય છે. કારણ આગળ ખાસ કોઈ ચર્ચા લાંબી ચાલી ન શકે.)
મને ખબર નથી
પ્રશ્નો પૂછીને બધું જાણું, થોડું લૂણ ઉમેરીને સુણાવું,
ખબરો સજાવીને લાવું, મને જાણ છે કહીને ફુલાવું.
હળવી હકીકતના ચક્રમાં, તમાશાના તેલને મિલાવી,
નિર્મળ એ નીરને ચુગલીની છાલકે ગહેરા રંગોથી ડહોળાવું.
કહો વાત શું હતી, શું થયું’તું? ઊડતી અફવા જે મળી’તી,
વાગી શરણાઈ પછી ઓચિંતી વાત ક્યમ ટળી’તી!
ધીમે કહેજો રે મારા કાનમાં જાણી મને પોતાની આપની,
પોરસાઈ મારે કહેવાય મને એ બધી બાતમી મળી હતી.
પણ, શાંતીના દુત સમા, નમણું હસીને તમે ના ભણી,
ને એટલું જ કીધું કે હું બેખબર હતી એ ખબરથી.
મતવાલી વાણીને દઈને નિરાંત કહે, બેસો મીઠેરા ભાવથી,
ખાલી સમયના પાને લખો…
View original post 6 more words
વિશેષ ભાષા!
કેવી છે આ વિશેષ ભાષા ? હર અક્ષરની જુદી જ ગાથા.
અગમનિગમની કલમે ખુલતાં, હરપળના ભાતીગળ પાનાં.
તડકો છાંયડો એનો કક્કો
જેમવસંત–પાનખરભપકો!!
ચડતી પડતી બારાખડી,
જેમ રંગ રંગી હો સુરાવલી!
સંજોગના સ્વર વ્યંજન ને વ્યથાના તો વ્યાકરણ ભરતાં
નિયતિની કલમે ઉઘડતાં, જીવન-કિતાબના નોખાં પાનાં.
શાહીનો રંગ એક જ આમ,
પણ ચીતરે અવનવા આકાર
કોઈની લાલગુલાલ છે રાત
તો કોઈની રક્ત ટપકતી ભાત.
ને તે છતાંયે શ્વાસની મોસમ મનથી ગાતી એના ગાણાં.
જીંદગી છે એક વિશેષ વાચા, હર માનવની જુદી જ ગાથા.
જ્ઞાન વસિયત- વિજય શાહ
મારા પપ્પા એટલે મારા જ પપ્પા!
તે દિવસે રાત્રે મને તેઓ સ્વપ્નામાં આવીને કહે “જો શીતુ તું મારા ઘરે બહું મોડી આવી એટલે તારા માટે મને સતત એવું રહે કે બીજાઓનાં કરતા તને મળવું જોઇએ એટલું વહાલ ઓછુ મળ્યુ.. પણ એટલું માનજે કે તું મારી દીકરી નહિં પણ દીકરો છે.”
“પણ પપ્પા આ કેવો વેશ કર્યો છે?”
“ જો બેટા મને તો જિંદગી એ બધું જ આપ્યુ છે એટલે તો કહું છું હવે ગમે ત્યારે ઉપરથી તેડુ આવે અને તમારા બધાનો સંગ છુટે તો અફસોસ ના કરીશ.”એમનું મન મોહક હાસ્ય વેરતા તેઓ બોલ્યા.”લીલી વાડી છે અને કોઇ અફસોસ બાકી નથી. પ્રભુએ માંગ્યા કરતા ઘણું આપ્યુ છે.
“એવું ના બોલોને પપ્પા.”
“ જો બેટા આયુષ્ય કર્મથી વધુ એક મીનીટ પણ આયુષ્ય મળતું નથી..હવે ૮૦ તો થયા.તમે બધા તમારી દુનિયામાં ખુશ છો અને કુદરતનો નિયમ છે ને વડવાઓએ નવાંગતુકોને જગ્યા આપવીજ રહી અને તેથી જ મૃત્યુ ને હસતા મોએ સ્વીકારવું રહ્યું”
“પપ્પા…
View original post 860 more words
1138 – નુતન વર્ષ ૨૦૧૮ નું શુભાગમન …શુભેચ્છાઓ …થોડુક ચિંતન
સમયનું ચક્ર અવિરત પણે સદા ફરતું જ રહે છે.સમય કોઈનો પણ મહોતાજ નથી હોતો. કોઈનો અટકાવ્યો એ અટકવાનો નથી.આપણી નજર સામેથી જ એ સમુદ્રની ભરતીની જેમ આવે છે અને અલોપ થઇ જાય છે.નવા વર્ષના પ્રારંભે લટકાવેલ કેલેન્ડરનાં પાનાં દર મહીને બદલાતાં રહે છે . છેવટે દેશ વિદેશમાં અને પોતાના જીવનમાં પણ બની ગયેલા ઘણા અવનવા બનાવોની અનેક યાદોને પાછળ છોડીને એક વર્ષ વિદાય લઇ લે છે .ફરી પાછું એક નવા વર્ષનું કેલેન્ડર ભીત પર સ્થાન લઇ લે છે.
વિદાય લેતા વર્ષના છેલ્લા દિવસ ૩૧ મી ડીસેમ્બરની મધ્ય રાત્રીએ શરુ થતા નવા વર્ષના આગમનને દરેક દેશમાં લોકો હર્ષ, ઉલ્લાસ ,ઉમંગ અને ઉત્સાહથી મન ભરીને ઉજવીને નવા વર્ષનું સ્વાગત કરે છે .
નવા વર્ષના પ્રારંભે બે અંગ્રેજી અવતરણો મનન કરી જીવનમાં ઉતારવા જેવાં છે.
You did not choose your date of birth,
Nor do you know your last,
So live this gift that is your present,
Before it becomes your past.
–Linda Ellis
View original post 231 more words
હકારાત્મક અભિગમ- સત્યની પ્રતીતિ
શ્રીમંત ઐતિહસિક વ્યક્તિઓની યાદીમાં અમેરિકન ધનપતિ એન્ડ્રુ કાર્નેગીનું નામ આદરથી લેવાય છે. ડનફર્મલાઇન ( સ્કોટલેન્ડ)માં જન્મેલા કાર્નેગી તેમના માતા-પિતા સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં આવીને વસ્યા. મોટા થઈને યુનાટેડ સ્ટેટ્સની એક બોબીન ફેક્ટરીમાં સામાન્ય કામદાર તરીકે શરૂ થયેલી તેમની કારકિર્દી કાર્નેગી સ્ટીલ કંપનીની સ્થાપના સુધી પહોંચી હતી અને વિશ્વમાં ભારે નફો કરતા મહાકાય ઔદ્યોગિક એકમ તરીકે ઉભરી આવી હતી. કાર્નેગી સ્ટીલ કંપનીની સ્થાપના બાદ તેમનું નામ અનેક “કેપ્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રી” માંના એક તરીકે જાણીતું થયું હતું.
કાર્નેગીએ પોતાના ધનનો હિસ્સો અનેક દાનેશ્વરી સંસ્થાને સમર્પિત કર્યો હતો. ગ્રંથાલયો, વૈશ્વિક શાંતિ, શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનને ખાસ મહત્વ આપતા કાર્નેગીના જીવનને “રેગ્સ ટુ રિચીસ” તરીકે મૂલવવામાં આવે છે.
એન્ડ્રુ કાર્નેગીએ બહોળો કારોબાર જમાવેલો પણ એ ધંધાની જાહેરાત કરવાના હંમેશા વિરોધી હતા. વિજ્ઞાપન માટે એમનો સંપર્ક કરવા માટે ઘણા નિષ્ફળ પ્રયાસો પણ થયેલા. એમાંના એક વિજ્ઞાપનના સંપર્ક અધિકારી તો ક્યારેક કાર્નેગીને સમજાવવામાં સફળતા મળશે એવી આશાએ અવારનવાર એમની મુલાકાત લેતા.
આવી અનેક મુલાકાતો દરમ્યાન એમણે કાર્નેગીને…
View original post 218 more words
વાંચકોના પ્રતિભાવ