ગુજરાતી શબ્દ સ્પર્ધા


12 02 2009

 

જ્હોન એફ કેનેડી એ કહ્યું હતું કે દેશે તમારા માટે શું કર્યુ તે જોવાને બદલે દેશ માટે તમે શું કરી શકો તેમ છો તે તમે કરોવાળી વાત ગુજરાતી ભાષાનું શું થશે તેવી ચીંતા કરતા દરેક ગુજરાતીને હું કહેવા માંગુ છું. મારી વાત હું ગુજરાત બહારનાં ગુજરાતી માટે છે તેવું નથી પણ મને ગુજરાતી ભાષાની ચીંતા ગુજરાત બહાર ગયા પછી વધુ થઇ તેથી તે ચીંતા મેં મારા નિબંધ ગુજરાતી ભાષાનાં ભવિષ્યમાં રજુ કરી. તે નિબંધનો કેટલોક હિસ્સો તમે વાંચ્યો હશે.

અત્રે એ કહેવુ છે કે જેને ગુજરાતી માટે કંઇક કરવું છે તે સ્વયંભુ કરે જ છે કેટલાક દાખલા આપુ તો તે અત્રે અસ્થાને નહીં હોયે..

૧.કેસુડાવેબ સાઈટ નાં કિશોર રાવળ કે જેમની વેબ સાઈટ કે ઇ મેગેઝીને ૧૯૯૭માં મને ઘણી ભાવનગરી ગુજરાતીની મોજ કરાવી છે.

૨. ઝાઝી નાં ચીરાગભાઈ નું ગુજરાતીનું અડિખમ આંદોલન મારા ચીત્ત તંત્રને સદા ઝણકારતુ રહેતુ

૩. રીડ ગુજરાતીનાં મૃગેશભાઈ શાહને ગુજરાતી ભાષા માટે વપરાતા હીણા શબ્દોનું લાગી આવતા આખો યુવા પેઢી માટે સાહિત્યનો ઓવર ફ્લાય્ ઉભો કર્યો

૪. ગુજરાતી કવિતાનું ગમતાનાં ગુલાલ જેવું કામ ડો ધવલ અને ડો વિવેકે લયસ્તરો અને શબ્દો છે મારા શ્વાસમાટે કર્યુ

૫.જયશ્રી ભક્તા ટહુકોઅને મોરપીચ્છદ્વારા ગુજરાતી ગીતો અને સંગીતને અમર બનાવે છે.

૬.ઉર્મીએ ગદ્ય અને પદ્યનું સહિયારુ સર્જનકર્યુ..અને મારા જેવા કેટલાય ઉગતા કવિ અને લેખકોની સર્જન શક્તિ ખીલવી

૭.સોનલ વૈદ્ય એગ્રીગેશનનાં બ્લોગ સંમેલનદ્વારાબ્લોગ જગતને સમૃધ્ધ કરતા રહ્યા

૮.બાબુભાઈ સુથારે ગુજરાતીને કોમ્પ્યુટર પર સરળ બનાવી

૯. રતીભાઈ ચંદરીયા એ ગુજરાતી લેક્ષીકોન આપ્યુ, ઓન લાઇન ગુજરાતી શબ્દ કોશ આપ્યો

૧૦. ઉત્તમ ગજ્જરે સન્ડે ઇ મહેફીલઆપી ઇ મેલ દ્વારા ગુજરાતીને વિશ્વભરમાં પ્રસિધ્ધ કરી

૧૧. સુરેશ જાની અને તેમની ટીમે સરસ સારસ્વત પરિચયોઆપ્યા

૧૨.વિશાલ મોણપરાએ અક્ષર પેડઅને પ્રમુખ સ્પેલ ચેકરઆપ્યુ..

૧૩.જ્યારે કિશોર દેસાઈ એકલા ગુર્જર ડાઇજેસ્ટદ્વારા વર્ષોથી અમેરીકાને ઉત્તમ સાહિત્ય પીરસી રહ્યા છે.

 ૧૪. ન્યુ જર્સીમાં સુભાષભાઇ શાહ ગુજરાત દર્પણવિનામુલ્યે સમગ્ર અમેરિકાને ગુજરાતી સાહિત્ય પીરસી રહ્યાં છે.

આ બધા એ પોતાની મર્યાદમાં રહી સમય આવડત અને તક્નીકી બાબતે ગુજરાતીને જીવંત રાખવા પ્રયત્ન સાચા હ્રદય થી કર્યો હવે મારો અને તમારો વારો છે. ગુજરાતી પાસે ભગવદ ગોમંડળ અને સાર્થ જોડણી કોશ છે. અંગ્રેજીમાં જેમ Spell bee competetion થાય છે તેમ ગુજરાતી શબ્દ સ્પર્ધાનું આયોજન મેં હાથ ધર્યુ છે.

તેની વિગતો અને નીતિ નિયમો નક્કી કર્યા છે અને દરેક ગુજરાતી સમાજ કે ધર્મ સંસ્થાનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. ગુજરાત દર્પણઆ સ્પર્ધાનાં છેલ્લા વિજેતાને ફરતી ટ્રોફી આપવાનો ઇરાદો જાહેર કરી ચુકેલ છે.

ભાગ લેનાર દરેક ગુજરાતી સમાજે કે ધર્મ સંસ્થા એ લઘુત્તમ બાર સ્પર્ધકોમાંથી એક વિજેતા જાહેર કરે જે ( શબ્દ નિષ્ણાત) કહેવાય. સમગ્ર અમેરિકાનાં જેટલા ગુજરાતી સમાજનાં વિજેતાઓની તેજ પ્રકારે બીજી રાજ્ય સ્તરે સ્પર્ધા થાય અને વિજેતાને (શબ્દ ગુરુ) કહેવાય્ ને રાષ્ટ્રીય સ્તરે (શબ્દ મહારથી)ની પદવી એનાયત થાય

આ પ્રોગ્રામ બહુજ સરળ છે અને ગુજરાતી સમાજ કે ધાર્મીક સંસ્થા કે સીનીયર સીટીઝન મંડળ જુદી જુદી ઉંમરનાં લઘુત્તમ ૧૨ અને મહત્તમ ૨૦ સ્પર્ધકો વચ્ચે આ સ્પર્ધાનુ આયોજન કરી શકે છે. કોઇ સોફ્ટવેર ખરીદવાનો નથી પરંતુ જે તે સંસ્થા પાસે ભગવ્દ્ગો મંડળ કે સાર્થ જોડણી કોશ હોય તે આનો ઉપયોગ કરી શકે છે.

આ સ્પર્ધા માટેની પ્રશ્નોત્તરી ભાગ લેનારી સંસ્થાને સ્પર્ધાનાં બે દિવસ પહેલા પહોંચાડવામાં આવશે. આ પ્રશ્નોત્તરી ગુજરાતી ભાષાનાં વિદ્વાનો તૈયાર કરશે…( સુચનો આવકાર્ય છે)

પ્રત્યેક સ્પર્ધક્ને ૨૦ પ્રશ્નો પુછાશે અને સંસ્થાનાં માનદ જજ સંસ્થાનાં નામ સાથે વિજેતાની માહીતિ રવાના કરશે. ફોગાના ની જેમ છેલ્લી સ્પર્ધા જે ગુજરાતી સમાજે સ્પર્ધકોને નિમંત્ર્યા હશે ત્યાં થશે.

કોઇ પણ વિવાદના સમયે સાર્થ જોડણી કોશ કે ભગ્વદ ગો મંડળની ગુજરાતી વાતો સ્વિકારાશે.

આ પ્રોગ્રામ નો હેતુ સાવ સરળ અને સીધો છે અને તે ગુજરાતી ભાષા પ્રત્યે દરેક્નો સ્નેહ વધે..તેઓ ગુજરાતી વાંચે અને કુટુમ્બોમાં માતૃભાષ માટેનો આદર વધે

૨૦૦૯નાં વર્ષ માટેની સ્પર્ધા માટે સ્વયં સેવકોની સેવા આવકાર્ય છે

ગુજરાતી સમાજો આ પ્રોગ્રામને ગુજરાતી ભાષાવિકાસનો એક્ ઉમદા પ્રયત્ન તરીકે લે અને તેમના વિજેતાને બીજી સ્પર્ધા માટે તૈયાર કરે.. . વધુ વિગતો માટે સંપર્ક vijaykumar.shah@gmail.com

શબ્દ સ્પર્ધાને રસપ્રદ બનાવીયે-(2)

19 02 2009

બારાખડી જોઇએ તો મલશે બધાજ એકાક્ષરી શબ્દો

અ  આ એ           ઊ અં અઃ

  કા  કે  કૈ  કો  કૌ  કિ  કી  કુ  કૂ  કં  કઃ 

  ખા  ખે  ખૈ  ખો  ખૌ  ખિ  ખી  ખુ ખૂ  ખં  ખઃ

  ગા  ગે  ગૈ  ગો  ગૌ  ગિ  ગી  ગુ  ગૂ  ગં  ગઃ

ઘા  ઘે  ઘૈ  ઘો  ઘૌ  ઘિ  ઘી  ઘુ  ઘૂ  ઘં  ઘઃ

ચા ચે  ચૈ  ચો  ચૌ  ચિ  ચી  ચુ  ચૂ  ચં  ચઃ

છા  છે  છૈ  છો  છૌ  છિ  છી છુ   છૂ છં  છઃ

  જા  જે  જૈ  જો  જૌ  જિ  જી  જુ  જૂ  જં  જઃ

ઝ ઝા  ઝે  ઝૈ  ઝો  ઝૌ  ઝિ  ઝી  ઝુ  ઝૂ  ઝં  ઝઃ

ટ ટા  ટે  ટૈ  ટો  ટૌ  ટિ  ટી  ટુ  ટૂ  ટં ટઃ

  ઠા  ઠે  ઠૈ  ઠો  ઠૌ  ઠિ  ઠી  ઠુ  ઠૂ  ઠં  ઠઃ

  ડા  ડે  ડૈ  ડો  ડૌ  ડિ  ડી  ડુ  ડૂ  ડં  ડઃ

ઢા  ઢે  ઢૈ  ઢો  ઢૌ  ઢિ  ઢી  ઢુ  ઢૂ  ઢં  ઢઃ

ણ ણા  ણૈ  ણૌ  ણિ  ણી  ણુ  ણૂ  ણં  ણઃ

ત તા  તે  તૈ  તો  તૌ   તિ  તી  તુ  તૂ  તં  તઃ 

થ થા  થે  થૈ  થો  થૌ  થિ થી  થુ  થૂ  થં થઃ

  દા  દે  દૈ  દો  દૌ  દિ  દી દુ  દૂ  દં  દઃ

  ધા  ધૈ  ધૈ  ધો  ધૌ  ધિ  ધી  ધુ  ધૂ  ધં  ધઃ

  ના  ને  નૈ  નો  નૌ  નિ  ની  નુ  નૂ  નં  નઃ

  પા  પે  પૈ  પો  પૌ  પિ  પી  પુ  પૂ  પં  પઃ

  ફા  ફે  ફૈ  ફો  ફૌ  ફિ  ફી  ફુ  ફૂ  ફં  ફઃ

  બા  બે  બૈ  બો  બૌ  બિ  બી  બુ  બૂ  બં  બઃ

  ભા  ભે  ભૈ  ભો  ભૌ  ભિ  ભી  ભુ  ભૂ  ભં  ભઃ 

  મા  મે  મૈ  મો  મૌ  મિ  મી  મુ  મૂ  મં મઃ

  યા  યે  યૈ  યો  યૌ  યિ  યી  યુ  યૂ  યં  યઃ

  રા  રે  રૈ  રો  રૌ  રિ  રી  રુ  રૂ   રં  રઃ

  લા  લે લૈ લો  લૌ  લિ  લી  લુ  લૂ  લં લઃ

l  વે  વૈ  વો  વૌ  વિ  વી વુ  વૂ  વં  વઃ

 l   સે  સૈ  સો  સૌ  સિ  સી  સુ  સૂ  સં  સઃ

  શા  શે  શો શૌ  શિ  શી  શુ  શૂ  શં શઃ

  ષા  ષે  ષૈ  ષો  ષૌ   ષિ  ષી  ષુ  ષૂ  ષં  ષઃ

  હા  હે  હૈ  હો  હૌ  હિ  હી  હુ  હૂ  હં હઃ

  ળા  ળે  ળૈ  ળો  ળૌ  ળિ  ળી  ળુ  ળૂ  ળં  ળઃ

જ્ઞ  જ્ઞા  જ્ઞે  જ્ઞૈ  જ્ઞો  જ્ઞૌ  જ્ઞિ  જ્ઞી  જ્ઞુ  જ્ઞૂ  જ્ઞં  યઃ

ક્ષ  ક્ષા  ક્ષે  ક્ષૈ  ક્ષો  ક્ષૌ  ક્ષિ  ક્ષી  ક્ષુ  ક્ષૂ  ક્ષં  ક્ષઃ

 

દેવિકાબેને મારા કામનું સરસ નવીકરણ કર્યુ અને આ કામને આગળ વધાર્યુ. સુ શ્રી રેખાબેન અને ડો ચંદ્રવદન ભાઇ એ પણ પોતાનો મત જણાવ્યો તેમનો આભાર

ભુરા અક્ષરો તે દેવિકાબેન ની મહેનત છે

કાક્ષરોને હું પુર્ણ અને સંયુક્ત એમ બે સ્વરુપે લખુ છું. ઉદાહરણ –સંપુર્ણ એકાક્ષર્-જા, પી, ના, હા, , બે, વિગેરે

ઉદાહરણ -સંયુક્ત એકાક્ષર્ જેમ કે ભા’=ભાઇ, રા’=રાજા, પા.=પટેલ, શા.= શાહ. વિગેરે

 

 ્લોગર મિત્રો આ પ્રયોગને વધાવે છે જે એક સુંદર પ્રોત્સાહન છે. મુંબઈથી મીનાબેન છેડાએ  ભગવદ ગો મંડળની વેબ સાઈટ http://www.bhagavadgomandalonline.com/ આપીને મને ઘણી બધી અવઢવો માંથી બહાર કાઢ્યો છે. મને લાગે છે સારા કામમાં ઘણા સહભાગી થઈ રહ્યાં છે.

ગુજરાતી શબ્દ સ્પર્ધા આ રીતે આગળ વધી રહી છે

આપણે દરેક ઉંમરનાં લઘુત્તમ ૧૨ પ્રતિસ્પર્ધકો માટે ૨૦ શબ્દો તેનો અર્થ અને તેનો વાક્ય પ્રયોગ્.. કાવ્ય સ્વરુપે..ગદ્ય સ્વરુપે તૈયાર કરીયે છે. તેનો અર્થ એ થયો કે ૨૪૦ શબ્દો સરળ, થોડા અઘરા અને અઘરા એમ ત્રણ વિભાગો માટે તૈયાર કરીયે છેઅને તે ત્રણેય વિભાગનાં નામો તે વિજેતાને મળતા પુરસ્કારોનાં નામો છે.

હવે નો પ્રશ્ન છે ગુજરાતી ભાષામાં   આઠ લાખ બાવીસ હજાર કરતા વધુ શબ્દો છે  અને એક સ્પર્ધા માં ૭૨૦ જ શબ્દો જોઈએ છે

ભગવદ ગો મંડળ  ને જોશો તો ખરેખરી ગમ્મત હવે શરુ થશે..કારણ કે એક શબ્દના ઘણી વખત  વધુ  જુદા જુદા અર્થો નીકળે છે.

મતાનો ગુલાલ કરતા અને ઘણી વખત વિષયની શોધમાં (મારા જેવા જિજ્ઞાસુ ) ફરતા બ્લોગર મિત્રોને અત્રે થોડુક કામ કરી શબ્દ સ્પર્ધાનાં યજ્ઞમાં ભાગ લેવા આમંત્રણ.

તમે ન જાણતા હો તેવા શબ્દોની શુચી અક્ષર પ્રમાણે તૈયાર કરો અને તે શુચી ૭૨૦ ઉપર પહોંચે એટલે મને મોકલો..તમારા જ નામે તેને પ્રસિધ્ધ કરતા મને આનંદ થશે.

યાદ રહે આપણે ગુજરાતીમાં ઘુસી ગયેલ અન્ય ભાષાનાં શબ્દો સ્વિકારવાનાં નથી ૪૦૦ બ્લોગરોમાંથી અને અસંખ્ય વાચકોમાંથી જેમને પણ આ કામ મનથી પણ કરવા યોગ્ય સમજે  તે સૌ બ્લોગર મિત્રો તથા વાચક મિત્રોનાં  ગુજરાતી માતૃભાષાનાં પ્રેમને મારા પ્રણામ્. 

 

ગુજરાતી શબ્દ સ્પર્ધા-(3)

23 02 2009

 

ગુજરાતી સમાજ અને અન્ય ગુજરાતી સંગઠનો ઘણી પ્રવૃત્તિ કરતા હોય છે. તે માટે તેમને અભિનંદન!

ગુજરાતી શબ્દ સ્પર્ધા હું અંગત રીતે એવુ માનું છું કે ગુજરાતી ભાષાની ગરિમા સાચવવાનો એક એવો પ્રય્ત્ન છે કે જેમા આખો સમાજ સક્રિય થઇ શકે.

હવે સમજીયે નાણાકીય માળખુ.

સ્થાનીક સ્પર્ધાની આવક

૧૨ લઘુત્તમ સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લેવાની ફી ૨૦ ડોલર એટલે ૨૪૦.૦૦ ડોલર્

ત્રણ ગૃપનાં પ્રતિસ્પર્ધકો એટલે ૭૨૦.૦૦ ડોલરની + જરુર પડેતો અનુદાન વ્યવસ્થા

સ્થાનીક સ્પર્ધાનો ખર્ચ

સ્પર્ધા ગોઠવણી નો ખર્ચો..

જાહેરાતનો ખર્ચો..

અને જીતનાર પ્રતિસ્પર્ધકોને બહુમાન સર્ટીફીકેટ

અને વિજેતાને રાજ્ય સ્તરે મોકલ્વાનો ખર્ચો

રાજ્ય સ્તરની સ્પર્ધાની આવક્

 

૧૨ લઘુત્તમ સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લેવાની ફી ૨૦ ડોલર એટલે ૨૪૦.૦૦ ડોલર્

ત્રણ ગૃપનાં પ્રતિસ્પર્ધકો એટલે ૭૨૦.૦૦ ડોલરની + જરુર પડેતો અનુદાન વ્યવસ્થા

 

રાજ્ય સ્તરની સ્પર્ધાનો ખર્ચ

 

સ્પર્ધા ગોઠવણી નો ખર્ચો..

જાહેરાતનો ખર્ચો..

અને જીતનાર પ્રતિસ્પર્ધકોને બહુમાન સર્ટીફીકેટ

અને વિજેતાનએ રાશ્ટ્રીય સ્તરે મોકલવાનો ખર્ચો

 

રાશ્ટ્રીય સ્તરની સ્પર્ધાની આવક્

 

૧૨ લઘુત્તમ સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લેવાની ફી ૨૦ ડોલર એટલે ૨૪૦.૦૦ ડોલર્

ત્રણ ગૃપનાં પ્રતિસ્પર્ધકો એટલે ૭૨૦.૦૦ ડોલરની + જરુર પડેતો અનુદાન વ્યવસ્થા

 

રાશ્ટ્રીય સ્તરની સ્પર્ધાનો ખર્ચ

 

સ્પર્ધા ગોઠવણી નો ખર્ચો..

જાહેરાતનો ખર્ચો..

અને જીતનાર પ્રતિસ્પર્ધકોને બહુમાન સર્ટીફીકેટ અને ટ્રોફી.

ગુજરાતી શબ્દ સ્પર્ધા-૪

24 02 2009

જે સંસ્થા શબ્દ સ્પર્ધાનું આયોજન કરવા માંગે છે  તેમણે તેમના સમાજમાંથી એક પ્રતિનિધિનો ઇ મેલ (પ્રમુખ્ની કે સેક્રેટરીની અનુમતીથી) મને આપવાનો છે કે જેમની સાથે નીતિ નિયમો અને સ્પર્ધાનાં બે દિવસ પહેલા સ્પર્ધાનાં શબ્દો સહિત સ્પર્ધાને જરુરી માહિતિ આપી શકાય્. પ્રથમ સ્પર્ધા નું સ્થળ અને સમય અત્રે જાહેર કરીશું અને તેનો વીડીયો પણ મુકવા પ્રયત્ન કરીશું. ઊત્તમ ગજ્જર ગઈ કાલે ફોન ઉપર ઘણા જ ઉત્સાહીત હતા અને તેમણે કરેલ સુચનો બદલ આભાર. હાલ આ સ્પર્ધા સ્તર મર્યાદિત છે પરંતુ બ્લોગર મિત્રો માટે આ કામ તેમના કાર્ય ક્ષેત્રનાં ગુજરાતી સમાજ કે સંગઠનમાં કરવું સરળ છે.

જેમ ગુજરાત દર્પણ નાં કલ્પેશભાઈને આ કાર્ય સુયોગ્ય લાગ્યું અને પોતાનો સહકાર ફરતો શીલ્ડ જાહેર કરીને કર્યો તેમ આપને પણ જો તમારા સમાજમાં કે આ પ્રયોગમાં તમારું યોગદાન નોંધાવી શકો છો. જે સહયોગી ૭૨૦ અજાણ્યા પરંતુ અર્થસભર શબ્દો તૈયાર કરવા માંગે છે તેમની મહેનત ને સુયોગ્ય રીતે અનુમોદીત કરીશું  

આ સ્પર્ધા વીડીયો કોન્ફરન્સથી જુદા જુદા સ્થળોએ જીવંત પ્રસાર કરવાનો પ્રયત્ન થશે.

 મિત્રોને વિનંતિ કે www.bhagavadgomandalonline.com મુલકાત લઈ લઘુત્તમ ૭૨૦ શબ્દોનું અર્થ અને તેના વાક્યનાં ઉપયોગ સાથે પોસ્ટ તૈયાર કરે

એકાક્ષર શબ્દ તરીકે સમગ્ર બારાખડીમાંથી તૈયાર કરીને મુકેલ છે જેમાં વધુ એકાક્ષરો આવકારનીય છે.( શબ્દ સ્પર્ધા -૨)

બહુ અક્ષર શબ્દ તરીકે હાલ હું આ કાર્ય કરી રહ્યો છું ( લઘુત્તમ ૩ અક્ષર નાં અજાણ્યા અને  સંપૂર્ણ )

ઉદાહરણ તરીકે

શબ્દ                   અર્થ                     શબ્દ પ્રયોગ

પીયૂષ                     અમૃત               સંત હંમેશા ભક્તિ કરો તેવી પ્રેરણાનાં પીયૂષ પાતા હોય છે.  

જ્ઞવાર                     બુધવાર             અઠવાડીયા મધ્યે જ્ઞવાર આવે ને લાવે પ્રકાશીત સવાર્..

ઊઋણ                   દેવા મુક્ત            અરૂણે તેની  દિકરી કીશોરીનૂં કન્યા દાન કરી ઊઋણ થયો

ઢચર                    આડંબર               જુઠ્ઠા લોકોનાં ઢોંગ અને ઢચર ઘણાં

ખગન                  તલવાર               રાજાનું મૃત્યુ થયેલ જાણી સૈન્યે ખગન તેમના માનમાં નમાવી 

આપણી ગુજરાતી કેટલી સમૃધ્ધ છે તે અહેસાસ ભગવદ્ગોમંડળનાં ઓન લાઇન રૂપાંતરણ જોવાથી  આવી રહ્યો છે.  આવો માણીયે આપણી ભાષાની સમૃધ્ધીને

 

 

ગુજરાતી શબ્દ સ્પર્ધા (૫)

2 03 2009

ભગવદ ગોમંડળ ઓન લાઈન વાંચવાનું શરુ કર્યુ અને અજાણ્યા શબ્દો અને તેના અર્થો નોંધવાનું શરુ કર્યુ

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

બ્રહ્મા વિષ્ણુ મહેશ

થી શરુ થતુ જ્ઞાન પ્રભુ વરદાન છે

અકચ

બોડું

જનોઇ લેતા બટુકોને અકચ કરવાનો રિવાજ છે.

અકજ

નકામું

ગાંધીજીએ પત્રની ટાંકણી કાઢી લઇ સમગ્ર પત્ર અકજગણી કચરા પેટીમાં નાખ્યો

અકરામ

ઇનામ

રાજા પંડિતોને માન અને અકરામથી નવાજે છે.

અકાક

સુખ દુઃખથી પર

જ્ઞાની જ્યારે પરમ કક્ષાએ પહોંચે છે ત્યારે તે અકાક હોય છે

અકાતર

હિંમતવાળા

ક્ષત્રીયો અકાતર હોવાથી રાજ્ય સંભાળતા હોય છે

અકાબ

ગરુડ

પંખી અકાબ પંખીરાજ પણ કહેવાય છે.

અકાબર

અમલદાર

અક્બરનાં બધા જ અકાબર બાહોશ હતા

અકૂપાર

સમુદ્ર

અકૂપાર કદી પોતાના કાંઠા છોડતો નથી

૧૦

અકેલાસીય

પાસારહીત

કાચો હીરો અકેલાસીય હોય છે.

૧૧

અકોટ

સોપારી

પૂજનમાં અકોટ ફળ તરીકે પણ વાપરી શકાય.

૧૨

અક્કા

અબોલા

ક્ષણવારમાં બન્ને પ્રેમીજનો અક્કા કરી છુટા પડ્યા

૧૩

અક્ષુણ્ણ

પગરવ વિનાનું

અક્ષુણ્ણ ભાવનાઓ જ્યારે શબ્દો ધારણ કરે ત્યારેતો કવન રચાય.

૧૪

અખાડ

અષાઢ

અખાડએ વાવણીનો મહીનો.તે ચુકાય નહિં

૧૫

અખોડ

અખરોટ

અખોડ એ તૈલ યુક્ત ફળ છે

૧૬

અગડ

સોગંદ

અગડ દીધે ના રોકાય કોઈ વીર પુરુષ

૧૭

અગદ

દવા

પારદ અગદ માપ વિના લે તો મૃત્યુ નક્કી મળે સમય પહેલા

૧૮

અગર

સુગંધી લાકડુ

અગરની અગરબત્તી હજારો જાતની મળે.

૧૯

અગલ

નાનકડો ખાડો , ગબી

અગલમાં લખોટી પડી હતી છતાયે રાજુ અંચી કરીને આપવા નહોંતો માંગતો

૨૦

અગાત

શિલાલેખ

અશોક્ના જમાનાના ઘણા અગાતોમાં લખ્યુ હતું કે યુધ્ધનો અંત શાંતિ ક્યારેય
નથી.

૨૧

અગિયું

હ્રસ્વ

અગીયું હંમેશા કોમળ ઉચ્ચારથી ઓળખાય છે જેમકે વિશ્વાસ..

૨૨

અગ્ર્ય

શ્રેષ્ઠ

બધાથી આગળ ભારતીયો વિશ્વગ્ર્યે છે.

૨૩

અચક

ઠેસ, આંગળી, આડ

મન તારા અચક નીચે પ્રભુને ઝંખતું હતું

૨૪

અચબુચ

અચાનક, અચલા

તેં અચબુચ દર્શન દીધા અને હું પ્રફુલ્લીત વદને માણતો રહ્યો પ્રભુ તારી કૃપા

૨૫

અચૌર્ય

ચોરી નકરવી

અચૌર્ય એ જૈન પંચ મહાવ્રતમાંનું એક વ્રત છે

૨૬

અચો

ભીડ

ફીલ્મી શુટીંગ ની વાતથી અચો જમા થઈ ગઈ

૨૭

અછો અછો

ખુબ લાડ લડાવ્યા

મનગમતી ભાર્યા મળે તો પતિરાજ અછો અછો જ કરેને?

૨૮

અજદહા

અજગર

દસ ગજ લાંબો અજદહા જોઇ છક્કા છુટી ગયા

૨૯

અજમો

દવા, લાંચ

અજમો આપવાથી કામ ત્વરીત થયું

૩૦

અજાડું

કજીયાળૂ

પટેલ દંપતિ અજાડુ હોવાની વાત ખોટી છે

૩૧

અટવિ

જંગલ

ભવાટવિમાં ભટકવું ન હોય તો ધર્મમય જીવન જીવવું જોઇએ.

૩૨

અટાઉ

ઠગાઈ

અટાઉનો માલ બટાઉમાં જાય

૩૩

અટીસોમટીસો

સંતાકુકડી

અટીસોમટીસો એ ગુરુકુળની રમત છે.

૩૪

અટાર

ધૂળ

સમય આવ્યે અટારની અને કટારની જરૂર પડે

૩૫

અટેરવુ

સુતર ઉતારવુ

દસ પુણી કાંત્યા પછી બાપુ અટેરવુ કરતા

૩૬

અઠાયું

આળસુ

અઠાયુમન એટલે શયતાન નિવાસ

૩૭

અઠિંગણ

ટેકો દેવો

ઓસરીની ભીતે અઠિંગણતે નિમ્નમસ્તક ડુબતા સૂરજ જોઇ રહ્યો હતો.

૩૮

અડક

ઉપનામ, અટક્

ગોરપદુ કરે તેની અડક પણ ગોર જ હોય.

૩૯

અડપવું

ખંતથી મંડ્યા રહેવું

અડપનારા સફળ થાય જ

૪૦

અડવડ

લથડવુ

દારુ પી ને તે અડવડતો રસ્તો પાર કરવા ગયોને

૪૧

અઢાડ

ચરવા મોકલ્વુ

ગોરજ ટાણે અઢાડ સૌ પાછા આવે

૪૨

અણગાર

જેણે ઘર બાર ત્યાગ્યા

અણગારવ્રત એ કઠીન તપ છે.

૪૩

અતરડી

નાની કાનસ

સોની અતરડી લઈને ઘાટ ઘડવા બેઠો

૪૪

અતાઈ

વિના ગુરુએ

એકલવ્ય અતાઇ હોવા છતા ગુરુ દ્રોણે ગુરુદક્ષિણા માંગી

૪૫

અથેતિ

અથ થી ઇતી

પછી તો બા એ બચપણની બધીજ વાતો અથેતી સરલાને બતાવી

૪૬

અત્તારી

અત્તર બનાવનારો

કમલેશને અત્તારી બનવું ગમ્યું.

૪૭

અદત્તાદાન

ચોરી કરવી

પુછ્યા વિના લઈ લેવુ તેને અદત્તાદાન કહેવાય

૪૮

અદરાવુ

વિવાહ થવા

સ્મિતા અનિલ સાથે અદરાવાનાં સમાચારે પ્રસન્ન હતી

૪૯

અદાપ

બળાપો

અનિલ પિતા સામે વિરોધનો અદાપ કાઢવા ઝઝુમતો હતો

૫૦

અધિક્ષેપ

અપમાન

અનિલનાં પિતા સ્મિતાનાં પિતાને ના પડવા જતા અધિક્ષેપીત થશે

 

 આ છે મારુ બે કલાકનું શબ્દ કોષ વાંચન્. આ વાંચતા વાંચતા મારા પિતાજીની ટકોર મને યાદ આવી તેઓ કહેતા કે નવલકથાઓ વાંચવાને બદલે જો શબ્દ કોશ વાંચશો તો તમારી ભાષા સમૃધ્ધ બનશે અને એક સુયોગ્ય શબ્દ તમને સો શબ્દોનાં વિવરણમાંથી બચાવશે.

 

ફક્ત નાં ૧૯ પાનામાંથી ૫૦ શબ્દો એવા મલ્યા કે જે મારે માટે નવા હતા.. અને તે ગુજરાતી ભાષાના હતા.

ગુજરાતી શબ્દ સ્પર્ધાનું સ્તર આટલુ ઉંચુ લઈ જવાની ખેવના હોવા છતા તે શક્ય નથી કારણ કે પંડિત યુગની આપણે વાત નથી કરવી પણ એક લેખક તરીકે અને સંવિત હ્ર્દયને નવા શબ્દો બહુજ આનંદ આપે છે તે વાતમાં કોઇ શક નથી.

 
 

 

 

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી-(6)

17 03 2009

કોઈ પણ ગુજરાતી સમાજ કે સંગઠન આ સ્પર્ધા મુકવા માંગે તો એક સૌથી મોટૉ ફાયદો છે અને તે સ્પર્ધકો સાથે સભ્યોનું પણ ગુજરાતી શબ્દ ભંડોળ વધે છે. જે કોઈ કમીટીમાં મુખ્ય હોય તે આ રીતે જે ઉંમરનાં વિભાગમાં સક્રિય થતા હોય તેઓ ને એક અક્ષર ફાળવી તેના અજાણ્યા અને ગુજરાતી શબ્દો અર્થ્ અને શબ્દ પ્રયોગનું ભંડોળ ભેગુ કરે. દરેક અક્ષરનાં ૨૦ શબ્દો તેના અર્થ અને શબ્દપ્રયોગ તરીકે ભેગા કરે (વ્યંજન અને સ્વરોને ભેગા કરીયે તો ૩૯ -૪૦ થાય) જે ૮૦૦ જેટલા શબ્દોનું ભંડોળ થાય.

આ શબ્દ ભંડોળ લઘુત્તમ ૧૨ અને વધુ માં વધુ ૪૦ સ્પર્ધકો માટે જરુરી શબ્દો બની શકે.

ગુજરાતી સાહિત્ય સરિતા ઊજાણી દરમ્યાન આ સ્પર્ધા રમનાર છે. અને આવુ શબ્દ ભંડોળ અત્યારે એકત્રીત થઈ રહ્યું છે. જો કે આવુ ભંડોળ્ બે કે પાંચ સભ્યો પણ કરી શકે પણ તેમ કરવાથી સમુહ રમતો જે ઉજાણીમાં રમાતી હોય છે તેનો હેતુ મરી જતો હોય છે. કાર્તિક મિસ્ત્રી ભગવદ ગોમંડળ ઉપર પ્રેક્ટીસ માટેનું એક મોડ્યુલ આ રીતે તૈયાર કરીને મુકવાનાં છે. જે સમયસર તૈયાર થશે તો તે એક વધુ ઉપયોગી સ્ત્રોત બનશે.

એપ્રીલનાં પ્રથમ હપ્તે દરેક સ્પર્ધકો તે ૮૦૦નું શબ્દ ભંડોળ તૈયારીનાં ભાગ સ્વરુપે વાંચશે, ગોખશે કે તૈયાર કરશે.

વિશાલે રેંડમ સીલેક્શન માટે તે શબ્દભંડોળમાંથી સ્પર્ધક દીઠ ૨૦ શબ્દો શોધવાનો એક નાનો સોફ્ટ્વેર બનાવ્યો છે.

શબ્દ દીઠ ૫ ગુણ છે જેમા શબ્દનાં સાચા અર્થ માટે ૨ ગુણ શબ્દ પ્રયોગ માટે ૩ ગુણ છે.

સ્પર્ધકે તેના ભાગે આવેલ ગુજરાતી શબ્દનો અર્થ અને શબ્દ પ્રયોગ રજુ કરવાનો છે શબ્દપ્રયોગ દરમ્યાન ઉચ્ચાર દોષ જણાય તો જોડણી એક પર્યાય બની શકે છે.

વિવાદનાં પ્રસંગોમાં પરિક્ષકો ભગવદ ગોમંડળનાં શબ્દોને સત્ય માનશે.

ગુજરાતી સાહિત્ય સરિતામાં અત્યારે દરેક સભ્યોને તેમના નામનાં પ્રથમ અક્ષર અને અટકનાં પ્રથમ અક્ષર પ્રમાણે ૨૦ અજાણ્યા શબ્દો ભગવદ ગોમંડળ ઉપરથી શોધવાનું ઈજન અપાયુ છે.

 

 

 

 

 
 

 

 

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી-(7)

22 03 2009

ત્ર

 

૧. ત્રકી પ્રગતિ ભારતની ત્રકીનો (तरक्की) મુખ્ય આધાર દેશભક્તિ છે.
૨. ત્રખ્ તરસ્ ત્રખનો માર્યો કાગડો કુંજામાં કાંકરા નાખતો ગયો
૩. ત્રગારો તેજ્, ચળકાટ ભર્યો પૂર્વે હેમંતનો સૂર્ય ત્રખતો હતો..ત્યાં ક્યાંકથી વાદળો આવીતેને ઢાંકી ગયા
૪. ત્રગાળો તરગાળો ,નાટકીયો ગ્રામ્ય મેળામાં ત્રગાળતો હાજર જ હોયને…
૫. ત્રજડ તલવાર્ હોંકારા દેકારા પછી ત્રજડ ઝબકીને મિંયા ફુસકી ઝબક્યા..
૬. ત્રણ ત્રાસે સારી રીતે નવ વધુને પહેલું અઠવાડીયુ તો ત્રણ ત્રાસે જ રખાયને..!
૭. ત્રતક અવતરણ જન્માષ્ટમીની  મેઘલી રાતે શ્રી કૃષ્ણનું ત્રતક થયું.
૮. ત્રપુબંધક,ત્રિખ સીસુ સંગીતકારોનાં કાનમાં ત્રિખ રેડવાની સજા કરી તે પાપ કર્મનાં ઉદયે વર્ધમાનનાં કાનમાં ખીલા ઠોકાયા
૯. ત્રપુલ કલાઈ તાંબાનાં વાસણોને તપાવી નવસાર અને ત્રપુલ વડે કલાઇ થતી હોય છે.
૧૦. ત્રબાક ડાકલું, ભૈરવનું વાજીંત્ર ત્રાંડવ નૃત્ય શિવજીનાં ગુસ્સાને ભૈરવનાં ત્રબાક્ને કારણે વધું બીહામણું લાગતું હતું
૧૧. ત્રયી આધ્યાત્મવિદ્યા, જૈન ધર્મની રત્નત્રયી છે જ્ઞાન્ દર્શન અને ચારિત્ર.
૧૨. ત્રવટું ત્રિભેટે યુવા વર્ગ ત્રવટે ઉભો છે જ્યાં માબાપની જ્વાબદારી,પોતાનાં સ્વપ્ના અને બાળકોનું લાલન પાલન તેમને મુંઝવે છે
૧૩. ત્રશકાર લોહીનું ટીપુ ગુલાબ લેવા જતા તન્વીને કાંટે ત્રશકાર ઝળુંબી ગયો…
૧૪. ત્રસન ઉદ્વેગ,બીકણ,ભય,ચિંતા અજ્ઞાન જ દરેક ત્રસનનું મૂળ હોય છે.
૧૫. ત્રસાળો સરવાળો, ઉમેરો કરવો બાપની સંપતિમાં ત્રસાળો કરે તે ડાહ્યો દિકરો
૧૬. ત્રઠકવું ધ્રુજવું શંકરનાં તાંડવતી થતા ધરતીકંપોથી દક્ષ રાજા ત્રઠુક્યાં અને કૈલાશપતિની માફી માંગવા લાગ્યા
૧૭. ત્રંબાવતી ખંભાત્ ત્રંબાવતી ૧૫મી સદીનું ધીખતું બંદર હતું.
૧૮. ત્રંખ ત્રંબક્,શંકર  કામદેવને જોઈને ત્રંખની ત્રીજી આંખ ખુલી ગઈ
૧૯. ત્રા જતન કરવું મા અને મામા જે ત્રા કરે તે બાપા ક્યાં કરે?
૨૦ ત્રાકડીયું ત્રાજવું મોસાળે મા પીરસે ત્યારે હેતનું ત્રાકડીયું વધારે જ નમે
૨૧. ત્રાગ અંત છેડો એના વલોપાતનો ત્રાગ ત્યારે આવ્યો જ્યારે તે પત્ર સૌએ વાંચ્યો.
૨૨. ત્રાજવડાં છુંદણા તારા નામનાં ત્રાજવડાં છુંદાવું, તે ત્રાજવડે  તારા મનને મોહાવું
૨૩. ત્રાણક રક્ષક ત્રાણકોનાં ટૉળા સાથે ચાલતા જોઈ બહારવટીયાઓએ જાન લૂંટવાનો વિચાર માંડી વાળ્યો.
૨૪. ત્રિક ગોખરું, ત્રીજો ત્રિક એ ગરમાટો લાવતું ઔષધ છે.
૨૫. ત્રિકટુક સુંઠ, પીપર અને મરી ત્રિકટુક દરેક વૈદ્યનું વાયુ હનન પ્રારંભીક શસ્ત્ર છે
૨૬. ત્રિગોનેલ્લા મેથી ત્રિગોનેલ્લા મીટી પેશાબમાં અસરકારક સાબિત થતી હોય છે.
૨૭. ત્રિજડ  કટારી, તલવાર્ ભેટે ત્રિજડ એ શીખનું એક લક્ષણ.
૨૮. ત્રિઠ કલમ્ ત્રિઠ જ્યારે કલ્પના સંગે રમે ત્યારે કવિતાનું સર્જન કવિ કરે
૨૯. ત્રિદલ્ બીલીનું પાન  ત્રિદલ એ શિવ શંભુની સહસ્ત્ર પૂજાનું મુખ્ય ઘટક છે
૩૦. ત્રિરસ મદિરા ત્રિરસ સેવન જ માણસને નકામા કરી દે છે
૩૧. ત્રિરુપ અશ્વમેઘ યજ્ઞ નો અશ્વ ત્રિરુપ જ્યારે લવ કૂશે રોક્યો ત્યારે હનુમાનને તેમાં રામ લક્ષ્મણની છબી દેખાઈ
૩૨. ત્રિલ ન ગણ જ્યાં ત્રણે લઘુ કમળ ત્રિલ છે
૩૩ ત્રિલોક નાથ્ પ્રભુ, આકડાનુ ઝાડ ત્રિલોકનાથને વંદન્…૩
૩૪ ત્રિષમ હ્રસ્વ,નાનું ત્રીષમ હોવા છતા વીંછીનો ડંખ ઘાતક બની શકે..
૩૫ ત્રેઠવા બાફેલા અડદનાં દાણા  ત્રેઠવામાં ગોળ નાખી પામ્જરાપોળમાં વૃધ્ધ ઢોરને સચવાય છે
૩૬ ત્રેધા શક્તિ, તાકાત્ કહે છે ગુર્જર રાજા જયશેખર મસ્તક કપાયેલું હોવા છતા અદભુત ત્રેધાથી લઢ્યો
૩૭. ત્રેવટી ત્રણ કઠોળની દાળ્  ત્રેવટી અને બાટી મધ્યપ્રદેશની સરહદે ખુબ જ ખવાય છે.
૩૮. ત્રેહ ભેજ શ્રાવણે દરિયો અને મેઘ હીલોળે ચઢે અને તેથી ત્રેહ ઝાઝો નડે
૩૯. ત્રૈતન્ નિર્દય દાસ રાવણ ખાલી વિભિષણને ત્રૈતન ના બનાવી શક્યો.. અને જુઓ તેનું કેવું પતન થયું
૪૦ ત્રોત્ર અંકુશ  વિશાળકાય હાથી મહાવતનાં ત્રોત્ર પાસે ઢીલો ઢસ.
૪૧ ત્રોબાડ કદરૂપી સ્ત્રી મંથરા ખુંધી અને ત્રોબાડ હતી
૪૨. ત્ર્યક્ષ શીશુપાળ જેવી ૧૦૧મીગાળ ત્ર્યક્ષ બોલ્યો અને સુદર્શન ચક્ર વીંઝી શ્રી કૃષ્ણે તેનો વધ કર્યો
૪૩ ત્વક્ત બખ્તર રાણા પ્રતાપનાં ત્વક્તનો ભાર ૪ મણ હતો
૪૪ ત્વગ દોષ કોઢ ત્વગ દોષ વરસા ગત રોગ છે
૪૫ ત્વિષ બળાત્કાર અનિચ્છા હોવા છતા જે કરવું પડે તે એક પ્રકારનો ત્વિષ છે
૪૬ ત્વિષિ કિરણ દિપ ભલે ડગમગે પણ તેની ત્વિષિ સતત રહે
૪૭ ત્વેષ ક્રોધ સહેજ પણ બહાનુ મળે અને દુર્વાસાનો ત્વેષ ભડકે બળે.
૪૮ ત્સરુ તલવારની મૂઠ સહેજ પણ ધાર્યુ ન થાય અને રાજાનો હાથ ત્સરુ પર જાય્
૪૯ ત્રિવલી પેટ ઉપર પડતી સળો  ૫૦ ઉપર જાય અને દરેક સ્ત્રીને પેટે ત્રિવલી વધતે અઓછે અંશે દેખાય તે કસરતનો અભાવ્.૫
૫૦ ત્રુઠવું પ્રસન્ન થવું દૈવ આજે ત્રુઠ્યો મારે ઘરે દૈવત્નો ખજાનો ખુલ્યો
 1. સપ્ટેમ્બર 21, 2009 પર 2:27 એ એમ (am)

  આજે આ બધી પોસ્ટ એકી સાથે વાંચી. ખૂબ સુન્દર કામ થ ઇ રહ્યું છે. અંકે ન આવડતા શબ્દો જાણવા મળે છે. પરંતુ ઘણી વાર એવું પણ બને કે આ શબ્દો આપના રોજિન્દા લખાણમાં વાપરીએ તો તેના અર્થની વાચકોને જાણ ન હોવાથી સમજવું અઘરું પડે.

  અભિનંદન..

 2. જૂન 9, 2010 પર 11:47 એ એમ (am)

  Good

 3. જૂન 23, 2010 પર 11:04 એ એમ (am)

  સ્નેહિશ્રી ગુજરાતી કમ્પયુટર પર લખવા ડોસમાં ફ્લોપી પર ઓલરાઈટ પ્રોગ્રામ મળ્યો, ઘણા આનંદ સાથ લખવાનું શરૂ કર્યું. ૧૯૯૩થી આજ સુધીમાં એટલા બધા સુધારા થયા એનો કોઈ હિસાબ નથી. આજે તો ગુજરાતી લખતાં વાંચતા અને કમપયુટર વાપરતા હોય તેના માટે એક લોટરી લાગ્યા જેવું થયું.
  કોઈપણ ગુજરાતી આ બધી સગવડોનો લાભ લે એ મારી વિનંતી અને પ્રાર્થના.
  હું કમ્પયુટર પર ફક્ત હીચીન લખું તેમાં હીચીન ગામની નહી પરંતુ મારી ઘણી સામગ્રીઓ જોવા મળે.
  કોઈને પણ કમ્પયુટર પર ગુજરાતી લખવું હોય તો મને મળો એ રીતે અમારા લંડનના ગુજરાત સમાચાર પત્રમાં મારો ઈમેલ હતો તે છપાયો, વાંચીને એક બેન એન્ટવર્પથી મને કહે દાદા મારે શીખવું છે, દાદા કહેનાર બેન પોતે દાદી છે. અને એક બે અખતરા પછી ગુજરાતીમાં ઈમેલ કરતા થઈ ગયા.
  વધુ ફરી વાર.
  આવજો.
  કાંતિલાલ પરમાર
  હીચીન
  kantilal1929@yahoo.co.uk
  kantilal1929.wordpress.com

 4. સપ્ટેમ્બર 10, 2010 પર 8:09 એ એમ (am)

  You are doing a great job!
  It may not be recognised now but the fruits will be felt 50 yers to come when you’ll see Gujarati not extinct in the diaspora but thriving well and blooming beyond anyone’s expectations!!

 5. પઠાન રેહાન લતીફ
  સપ્ટેમ્બર 30, 2020 પર 3:21 એ એમ (am)

  Shishe Shabd banane ka tarika

 6. પઠાન રેહાન લતીફ
  સપ્ટેમ્બર 30, 2020 પર 3:21 એ એમ (am)

  Shishe Shabd banane ka tarika

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: