Home > પ્રકીર્ણ, માહિતી, સાહિત્ય જગત > હ્યુસ્ટન ખાતે વલીભાઇ મુસાએ તા.૧૯ ઓગષ્ટ ૨૦૧૧નાં રોજ શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ્ને ત્યાં આપેલું મનનીય વક્તવ્ય

હ્યુસ્ટન ખાતે વલીભાઇ મુસાએ તા.૧૯ ઓગષ્ટ ૨૦૧૧નાં રોજ શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ્ને ત્યાં આપેલું મનનીય વક્તવ્ય


તસ્વીરમાં ડાબી બાજુથી  બેઠેલા હ્યુસ્ટન નાં કલાગુરુ ઇન્દ્રવદન ત્રિવેદી, વિજય શાહ, સુરેશ બક્ષી,વલીભાઈ મુસા, ચીમન પટેલ (ચમન), પ્રશાંત મુન્શા.

ડાબી બાજુથી ઉભેલા કવિયત્રી દેવિકાબેન ધ્રુવ, પ્રકાશભાઇ અને ભારતી બેન મજમુદાર, રેખાબેન અને વિશ્વદીપ બારડ, રમાબેન અને પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટ,અને શૈલાબેન મુન્શા.

ચિત્રમાં નથી તેઓ શ્રી નુરુદ્દિન દરેડીઆ, સુકેશીબેન અને નવિનભાઇ બેંકર.

નિયત સમય થી થોડુ મોડું થયુ તેથી તે સમયમાં સુરેશ બક્ષી અને પ્રકાશભાઇએ ગીતો સંભળાવ્યા અને ફોન આવ્યો રાઈડ માટે અને હું તેમને તેમના મિત્રને ત્યાંથી લઈ આવ્યો. અલ્પ પરિચય પછી વલીભાઇ એ તેમની પાલનપુરી લઢણમાં વિલંબ બદલ સૌની ક્ષમા માં ગી અને તેમના નવ રત્નો માં નાં એક સુરેશ જાની ની ગેર હાજરીની નોંધ લઇ પછી પોતાનુ વક્તવ્ય રજુ કરતા સ્વ મહમદ અલીની મજાર પર પઢેલી પ્રાર્થના વિશે વાત કરી.

બ્લોગર પ્રવૃતિ વિશે જણાવતા તેમણે કહ્યું કે સીનીયર તરીકે બ્લોગીંગ પ્રવૃત્તિએ તેમને ઘણાબધા મિત્રો આપ્યા છે અને તે સૌ સાથે ઇંટરનેટનાં માધ્યમે સક્રિય રહી તેઓ તેમની સર્જન પ્રવૃતિઓ ( જે પહેલા ડાયરી અને કાગળીયામાં હતી તે સર્વેને ઈ બૂક માં ફેરવીને વિશ્વ વાંચન માટે મુકવાના છે અને જે ઇ બૂકને પ્રતિભાવ મળશે તે સર્વનું પુસ્તક સ્વરુપ કરીને મુકી વહેંચવાની મહેચ્છા છે. ( આમ કરીને ચંદ્રકાંત બક્ષી નો રેકોર્ડ તોડવાની મહેચ્છા ખરી!)

તેમના બ્લોગ ઉપરનાં લખાણો નો એક લેખ છુટા છેડા કાયદાકીય પણ અનિચ્છનીય  પર અમેરિકાની કોઇક વાચકે પોતાનો પ્રતિભાવ આપ્યો કે “છેલ્લા અઠવાડીયે તમારો લેખ વાંચ્યા પછી મેં અને મારા પતિએ  ડાય્વોર્સ લેવાનું માંડી વાળ્યુ” જે તેમને તેમના લખાણો નું ઉજળું ફળ માને છે અને તેથી જે સીનીયરો લખતા નથી તેમને લખવા તેઓ એ પ્રેરતા કહ્યું તમારું લખાણ કોને અને ક્યારે લાભ રૂપ થશે તે ચિંતા કર્યા વિના શુભ ભાવે લખો અને તેના ઉપર કોમેંટ આવે છે કે નહી.. અથવા તો સારી કોમેંટ આવે છે કે નહીં  તે ચિંતા કર્યા વિના લખતા રહેજો

    તેમનો વિગતે પરિચય આપતા તેમના લખાણો હાસ્ય તરફી વધ્યા હોવાથી એક મિષ્ટ દાંપત્યે પરનું હાઇકુ સોનેટ સંભળાવ્યુ. જો કે  આ નવો પ્રયોગ છે પણ તેઓ માને છે જે પ્રકાર પોતાનો વિચાર સક્ષમ રીતે રજુ કરે તે લાઘવતામાં ઘણી જ વેધકતા હોય છે.એમની રજુઆતની પધ્ધતિમાં ઘણીજ રમુજ માણી. તેમના ઉચ્ચારમાં ચ ને બદલે સ ને લીધે પણ ગુંચવણ ભરી રમુજ થતી હતી. ત્યાર પછીનું પ્રતિ હાસ્ય હાઇકુ પ્રમાણમાં નબળુ હતુ. તેમણે તેમના બે ઉર્મિ ગીતો પણ સંભળાવ્યા અને સૌને તેમાં મઝા પડી. તેમના વક્ત્વ્યને પુરુ કરતા તેમણે તેમના બ્લોગની કેટલીક પોષ્ટ વાંચવા અને અભિપ્રાય આપવાની વિનંતી સાથે એમના ગામ આવવાનું પ્રેમાળ ઇજન પણ આપ્યુ 

પ્રદીપભાઇએ વલી ભાઇનાં તેમના ઘરે પગલા થયા તે માનમાં એક કાવ્ય  સપ્રેમ આમંત્રણ લખ્યુ અને  તે ફોટો ફ્રેમ કરીને વાંચી તેમને ભેટ આપ્યુ.

દેવિકા બેન ધ્રુવ, શૈલા મુન્શા, વિશ્વદીપ બાર્ડ, વિજય શાહ ચિમન પટેલે પોત પોતાની કૃતિ વાંચીને સૌ સભ્યોની દાદ મેળવી હતી.

રમીલાબેન બ્રહ્મભટ્ટનાં હાથનું સ્વાદિષ્ટ ભોજન જમીને યજ્માન દંપતિનો આભાર માની ને સૌ વિખરાયા હતા…

 1. August 20, 2011 at 9:48 pm

  વલીભાઇનું આગમન અને તેમની સાહિત્ય-ગોષ્ટિ એક સોનેરી સંભારણું બની ગયા..આપણને જાણે એક નજરાણું દઇ ગયા..ખરેખર મઝા આવી..હાઇકુ-સોનેટવાળો નવીન પ્રયોગ તો ખુબ ગમી ગયો.સમય ઓછો પડ્યો.

 2. Navin Banker
  August 21, 2011 at 4:17 am

  સોરી ! હું સમયસર આવી ગયેલો પણ અન્યત્ર કમીટમેન્ટને કારણે છેક સુધી રોકાઇ ના શક્યો તેથી સમગ્ર કાર્યક્રમનો લાભ મેં ગુમાવ્યો. આપનો અહેવાલ ખુબ સરસ છે.મને ગમ્યો. આપ દરેક બેઠકમાં ઉપસ્થિત રહો અને આવા સરસ અહેવાલો આપ અમને આપો એવી બધા મિત્રોની ઇચ્છા છે.

  નવીન બેન્કર

 3. August 21, 2011 at 3:25 pm

  it was a good opportunity to meet Musabhai and learn and got some new ideas about gujarati literature.
  great meeting!
  thank you Pradeepbhai and Ramilaben for being good host and delicous indian snacks..

 4. August 21, 2011 at 3:36 pm

  મારે ઘરે પણ વલીભાઈ આવેલાં પણ એક સોશિયલ વિઝિટ રહી…હું એમનાં માટે કો પ્રોગ્રામ યોજી ના શકી..કાશ કે હું ત્યાં હોત તો તમારાં કરેલાં પ્રોગ્રામમાં ભાગ લઈ શકી હોત અને આપ સર્વ સાથે મુલાકાત પણ થૈ હોત ..પણ ચોક્કસ થશે એવી મને આશા છે…વલીભાઈ જેવાં સાહિત્યનાં માહિરને મળિને મારાં ઘરનાં પણ ખૂબ ખુશ થયાં હતાં..
  સપના

 5. August 23, 2011 at 11:03 am

  Thanks to All
  It was a memorable gathering.
  My standing invitation is always to you to pay a visit to our Ahmedabada/Palanpur homes as and when you happen to be here in India.
  My Mobile No. is 93279 55577.
  With warm regards,
  Valibhai

 1. August 29, 2011 at 10:00 am
 2. September 25, 2011 at 8:20 pm
 3. September 25, 2011 at 9:07 pm

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: