હું એવું માનું છું કે કવિતાનું ભાવવિશ્વ મોટું હોય છે, તે સહજપણે જ આનંદ અપાવે છે. આસ્વાદ એ કળા છે. આસ્વાદ થી કવિતા શીરાની જેમ હૃદયમાં ઉતરી જાય છે.આસ્વાદ કરાવનાર વ્યક્તિ આપણા ભીતરમાં કવિના શબ્દો રળિયાત કરતા હોય છે જે તેમને સ્પર્શી ગયું તે આપણી સમક્ષ મુકે છે અને તેમના શબ્દોને અજવાળવાતા હોય છે.કવિની સાથે હું આસ્વાદ કરવાનાર વ્યક્તિનો આભાર માનું છું.કારણ એ આપણી ભીતર ક્યાંય કશું નવું કે લીલું ઉગાડે છે. -આભાર જયશ્રીબેન.
અનિલભાઈ માટે એટલું જ કહીશ કે કવિ બળે છે તો પણ દુનિયાને અજવાળવા…
“સોરી” કાવ્ય વાંચતાં જ મારા રોમરોમમાંથી લખલખું પસાર થઈ ગયું….! આ કાવ્યની યુ.એસ.પી. (Universal Selling Proposition) એના દરેક શબ્દોમાં ધબકતી જીવંતતા છે. આ જીવંતતામાં કવિતાની નાડીના ધબકારા છે.કવિતાની પ્રતીતિ તો કવિના નામની નીચે જ, કૌંસમાં લખેલી નીચેની પંક્તિમાં જ કવિ અદભૂત રીતે કરાવી દે છેઃ
“(પ્રકૃતિકાવ્ય નહીં લખી શકવા બાબત એક ખેતમજૂરી કરતા કવિની ઉક્તિ)” – બસ, આખી કવિતાનું કાવ્યત્ત્વ અને કૌવત આ એક પંક્તિમાં સમાઈ જાય છે. આ સાચા અર્થમાં એક માત્ર પંક્તિ કે…
Love your passion Vijay.
Can I please have your email/phone number. I will be in Houston next month. If possible love to catch up. Thanks,
Deepak Shah, Australia