મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે > ગૂજરાતી : પંકજ વોરા.

ગૂજરાતી : પંકજ વોરા.

એપ્રિલ 14, 2010 Leave a comment Go to comments

gandhiji

સફળતાનો પીનકોડ ગૂજરાતી,
સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી.

કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી,
એકડાનો કરે બગડો ગૂજરાતી.

નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી,
સિદ્ધિઓની વડવાઇ ગૂજરાતી.

લોટો લઇને દૈ દે ઘડો ગૂજરાતી,
વખત પડે ત્યાં ખડો ગૂજરાતી.

દુશ્મનને પડે ભારે ગૂજરાતી,
ડૂબતાને બેશક તારે ગૂજરાતી.

એસ્કિમોને ફ્રીજ વેચે ગૂજરાતી,
ક્યાંક કંપની નામે ઢેંચે ગૂજરાતી.

દેશમાં ABC ની હવા ગૂજરાતી,
પરદેશમાં ઓમશ્રી સવા ગૂજરાતી.

પાછાં પગલાં ના પાડે ગૂજરાતી,
કાંકરામાંથી ઘઉં ચાળે ગૂજરાતી.

ફાફડા ઢોકળાં ઘારી ગૂજરાતી,
પાનની સાયબા પિચકારી ગૂજરાતી.

એની ડીંગમાંયે કૈંક દમ ગૂજરાતી,
હર કદમ પર વેલકમ ગૂજરાતી.

મહેમાનનું પહેલું પતરાળું ગૂજરાતી,
છેલ્લે અપનું વાળું ગૂજરાતી.

ગાંધી, મુનશી સરદાર ગૂજરાતી,
ક્ષિતિજની પેલે પાર ગૂજરાતી.

સાભાર :: રેનબસેરા.

http://amitpisavadiya.wordpress.com/2008/06/29/gujarati/

Advertisements
  1. pragnaju
    એપ્રિલ 15, 2010 પર 1:25 એ એમ (am)

    ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે.
    . કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે
    અને તેનો ગર્વ અનુભવે છે.

  2. devikadhruva
    એપ્રિલ 18, 2010 પર 8:14 પી એમ(pm)

    સ્વર્ણિમ ગુજરાતમાં કોઇક રીતે લેવા લાયક….નોંધપાત્ર..

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: