સાચે જ……..


 man_beg

 

 

ભૂપેશ ખરેખર પરેશાન હતો. નિલમે આખરે તેનુ ધાર્યુ કરવુ નક્કી કરી નાખ્યુ હતુ. તે વાત તેને સમજાતી નહીંતી પણ નિલમ સ્પષ્ટ હતી. બાળક દત્તક લેવુ કે આ કૃત્રીમ ગર્ભાધાન (આર્ટીફીસીયલ ઈનસેમીનેશન) કરાવવુ તે દ્વીધામાં બહાર નીકળવા નો ભગીરથ પ્રયત્ન ના અંતે નિલમે તેને કહ્યું પારકુ લોહી તે પારકુ કમ સેકમ અહીં મારુ તો સંતાન તો ખરુને. 

ભૂપેશ ને આ દલીલ ઠીક લાગતી નહોંતી તે હજી રાહ જોવાના મતમાં હતો હજી દવા કરાવી તેની ઉણપો સુધારવા ના મતમાં હતો પરંતુ નિલમે સહજ રીતે કહ્યું. રાહ જોવામાં પાંચ વર્ષ તો કાઢ્યા. હવે તો મને સગા વહાલામાં જવાબ આપતા અને મહીને મહીને ટાઈમ માં બેસતા પારાવાર દુખ થાય છે. મને કોઈ ખોડ નથી અને મને લોકો થતુ નથી… થતુ નથી તેવી વ્યંગવાણી સહન કરવી પડે છે. હું કંઈ ઢંઢેરો પીટવા નથી જવાની કે તને તકલીફ છે આ બધુ તો ઘરમેળે પતી જવાનુ છે. વીર્યદાતાને તો ખબર પણ હોતી નથી અને હોસ્પીટલમાં એક દિવસ ની સારવાર છે. 

પણ નિલમ ! નિલમની વેદના પ્રચુર આંખો માં ટગટગતા આંસુડા જોઈ ભૂપેશ પાછો પડી ગયો. મુંબઈ જવાની ટીકીટ મંગાવી હોસ્પીટલમાં ફી ભરવાનો ડ્રાફટ કઢાવી લીધો…. અને નિલમનું મસ્તક આંનંદ અને શોક બંને ના ભારમાં ગળાડુબ બની ગયું.

 ભૂપેશ ને તે પુરુષ માં નથી તેવુ કહેવા નહોંતી માંગતી પરંતુ તે સિવાય બાળ પ્રાપ્તિ નો બીજો કોઈ સાચો રસ્તો દેખાતો પણ નહોંતો. દત્તક બાળક લોવાની બાબતમાં  તેને ઘડપણમાં લોહીનો સંબંધ ન હોય અને  ઠેબે ચઢાવે તેવી ધાસ્તી પણ લાગતી હતી. 

પૂરા નવ મહીને રુડો રુપાળો દિકરો જોઈને નિલમ તો મલકાતી હતી પણ ભૂપેશ ને તે બાળકની હસીમાં સ્વત્વ ન લાગતા નિલમ નો દિકરો…નિલમ નો દિકરો. થયા કરતુ હતુ. 

જવલંત નામ પણ ભૂપેશે જ પાડ્યું… અને જવલંત તેના નામ જેવો જ જવલંત હતો. પપ્પા પપ્પા કરતો ભૂપેન ને વળગે પણ કોણ જાણે કેમ ભૂપેન તેનાથી દુર અને દુર જ રહેતો.. તેને થતુ કે આ મારુ સંતાન નહીં. ભૂપેશ ના પિતા ને ભૂપેશ ની વર્તણુંક ખુંચતી અને તેથી કહે પણ ખરા જો દત્તક દિકરો લીધો છે તેમ માની ને જવાબદારીથી વર્તન કર ગમે તેમ પણ તેને તારુ નામ તે આપ્યું છે. નિલમને તો ઘી નો ગાડવો મળી ગયો પણ ભૂપેન તે ઘી નો ગાડવા માં ન જાણે શા ય કારણથી એમ માની બેઠો કે તેને માટે તે વેઠ છે. પરિણામ સ્વરુપે નિલમ અને ભૂપેન વચ્ચે એક તિરાડ જેવી પડતી ગઈ. 

બાર વર્ષ નો જવલંત એ તિરાડને સમજતો ગયો અને એક દિવસ તે ઘર છોડી નીકળી ગયો. નિલમ તો રડી રડીને અડધી થઈ ગઈ. પણ ભૂપેન જબરો અસમંજસ માં પડ્યો… એક બાજુ એને એવુ થતુ હતુ ચાલો ટાઢે પાણી એ ખસ ગઈ… પણ બીજી બાજુ એનુ પણ મન રડુ રડુ થતુ હતુ પોલીસ સ્ટેશને ઘક્કા ફોન ઉપર ફોન અને ડર પણ લાગે નાનો છોકરો… કંઈ આડુ અવળુ કરી નાખ્યું હશે તો…

ઘરના બારણે જયારે શબવાહીની આવીને ઉભી અને નાના જવલંત ની ફુગાયેલી લાશને જોઈ ભૂપેન પહેલી વખત મોટા અવાજે પોક મુકીને રડ્યો… જાણે સાચેજ તેનો દીકરો મરી ન ગયો હોય……

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: