સુખી થવું છે?

સપ્ટેમ્બર 28, 2007 Leave a comment Go to comments

ચૌધરી સમાજ્નાં બ્લોગ ઉપર સુવાક્યો વાંચતા ગમેલા વિચારે સર્જ્યુ

આશા અને અપેક્ષાઓ છોડાશે?
સંતોષ ઘરમાં લવાશે?
પ્રભુનો પ્રસાદ છે ‘આજ’ તેવુ મનાશે?

જો જવાબ ના હોય તો
સુખી તમે કદી નહી હો
ભલેને અઢળક સંપત્તિનાં તમે ધણી હો

અપેક્ષાઓની ઉપેક્ષા જે કરે તે જ સુખી
એક રોટલાનાં બે ભાગ કરી વહેંચી જે ખાય તે સુખી
‘આજ’માં જીવે તે સુખી

http://chaudhari.wordpress.com/2007/09/26/%e0%aa%b8%e0%ab%81%e0%aa%b5%e0%aa%be%e0%aa%95%e0%aa%af/

  1. સપ્ટેમ્બર 29, 2007 પર 2:11 એ એમ (am)

    સુખી થવું છે? ખરેખર ખૂબ જ ગમ્યું

  2. સપ્ટેમ્બર 29, 2007 પર 4:06 એ એમ (am)

    વિચારો અપનાવવાય તો જ એ સુવિચાર કહેવાય નહીં તો વિચાર સુધી જ સીમિત રહે છે.

  3. સપ્ટેમ્બર 29, 2007 પર 9:19 પી એમ(pm)

    સુખી જ છીએ.
    એ સનાતન સત્ય છે.
    માત્ર સિક્કાની એક બાજુ નહી જોવાની.
    બન્ને બાજુની કિંમત સરખી છે.

  4. Avinash Kotak
    સપ્ટેમ્બર 30, 2007 પર 1:00 એ એમ (am)

    અપેક્ષાઓની ઉપેક્ષા જે કરે તે જ સુખી
    એક રોટલાનાં બે ભાગ કરી વહેંચી જે ખાય તે સુખી
    ‘આજ’માં જીવે તે સુખી

    Though it is hard to beleive not to wory aout to morrow

  5. સપ્ટેમ્બર 30, 2007 પર 10:31 એ એમ (am)

    અપેક્ષાની ઉપેક્ષાવાળી વાત ન ગમી. અપેક્ષા વગર જીવી શકાય? આશા વગર જીવાય? પ્રયાસ કરી જોજો. એક પગલું પણ ઉપાડી નહીં શકો. પ્રત્યેક કર્મ પાછળ આશા/અપેક્ષા છુપાયેલા છે જ. મને લાગે છે આશા કે અપેક્ષા ઉપેક્ષા કરવા યોગ્ય નથી. માનવ જીવનમાં એમનું એક મહત્વ છે.

    ર્જુન રણાંગણની વચ્ચે બેસી ગયો અને કહ્યું મારાથી નહીં લડાય. ત્યારે કૃષ્ણને જો એવી આશા ન હોત કે આ મારી વાત માનશે તો એમણે ગીતા કહી જ ન હોત. કૃષ્ણ પણ આશાને છોડતા નથી. આપણું સંતાન હોય તો એ એક સારી વ્યક્તિ બને એવી આશા સાથે જ આપણે એનો ઉછેર કરીએ છીએ. આ તો બહુ મોટા ઉદાહરણ થયા. પત્ની ચાનો કપ સામે ધરે છે તો એ ચા પીવા મળશે એ આશાથી જ આપણે હાથ લંબાવીએ છીએ. આશાઆપેક્ષા વગર આપણે લગભગ મૃત થઈ જઈશું.

    પ્રશ્ન છે આશા અને અપેક્ષા પરની પકડ ઢીલી કરવાનો. આશા રાખો, અપેક્ષા રાખો પણ એ પૂરી થવી જ જોઈએ એવી જીદ ન રાખો. પ્રશ્ન છે સંતુલનનો. કોઈ પણ એક ચરમ (extreme) પર જઈને ઊભા રહેવું સરળ છે. સંતુલન અઘરું છે.

  6. સપ્ટેમ્બર 30, 2007 પર 3:51 પી એમ(pm)

    અત્રે એ વસ્તુ સમજવા યોગ્ય છે કે
    શાન માન કે અપમાનમાં બની રહો એક સમાન તેવી સ્થિત પ્રજ્ઞતા જો આવે તો સુખ તમને ક્યારેય ના મળે તેવુ ના બને.. તે રસ્તા તરફની આંગળી આ કાવ્ય ચીંધે છે

  7. સપ્ટેમ્બર 30, 2007 પર 7:22 પી એમ(pm)

    કોઇ પણ સારું કામ ઉંચા અને ઉમદા આશયથી જ થાય છે.તેથી “અપેક્ષાની ઉપેક્ષા” કરતા
    “ફળમાં આસક્તિ” ન હોવી એ શબ્દો વધારે ઉચિત લાગે છે.ગીતામાં કહ્યું છે તેમ :
    કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન…માકર્મફલ હેતુર્ભુ: મા તે સંગોસ્તુ કર્મણિ….
    મને લાગે છે કે તમને બંનેને( વિજયભાઇ અને હેમંતભાઇ) આ જ અભિપ્રેત છે.બરાબર ને ?

  8. Dr. Chandravadan Mistry
    નવેમ્બર 30, 2007 પર 9:40 પી એમ(pm)

    SUKH KE DUKH MAN MA CHHE…JYARE JE KAI THAY TE PRABHU ICHHCHHA THI JA THAY EVA SWIKARMA BADHU SUKH JA SUKH CHHE…

  9. મે 30, 2011 પર 8:27 પી એમ(pm)

    Happiness = Commands/Demands
    Sukh = Siddhi / Ichchha

  1. No trackbacks yet.

Leave a comment