આત્મ ચિંતન-હેમાબેન પટેલ
રાજુલબેનની રચના ‘ મન રે તુ કાહે ક્રોધ કરે ‘ ક્રોધ વિષે સુંદર આલેખન વાંચ્યુ, વિષય ગમ્યો, અને તેમાંથી હું આત્મા વિષે લખવા માટે પ્રેરિત થઈ. મારું વાંચન અને સાંભળેલા પ્રવચનોને આધારે મારી સમજ પ્રમાણે લખવાનો પ્રયત્ન કરીશ.
સત્વગુણ-રજોગુણ અને તમોગુણથી પુરી પ્રકૃતિ સર્જાયેલી છે માટે આ ત્રણ ગુણોનો પ્રભાવ દરેક પર હોય એ સ્વભાવિક છે, તેમાંથી કોઈ બાકાત ન રહી શકે.
સાદો અને સરળ લાગતા શબ્દને ખરેખર સમજવો હોય તો ઘણુજ મુશ્કેલ છે. આમ જોઈએ તો પોતાની જાત માટે વિચારીએ એ આત્મ ચિંતન છે. શાંત ચિત્તે વિચારીએ તો, આપણે ક્યારેય આપણા વિષે વિચારતા જ નથી હમેશાં ઘર,પરિવાર,મિત્ર-મંડળ, આડોશી-પાડોશી અને સગાં સબંધી માટે વિચારીએ છીએ તે પણ તેમના સ્વભાવમાંથી દુધમાંથી પોરા શોધીએ તેમ તેના અવગુણો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, તેના સારા ગુણો ક્યારેય નજર ન આવે.ફલાણા ભાઈ આવા છે અને ઢીકણાં બેન આવાં છે. પુરી જીંદગી એમાં નીકળી જાય છે.
સતસંગ કર્યો હોય અને ભગવાનની જો મહેરબાની થાય તો કોઈ…
View original post 785 more words
હકારાત્મક અભિગમ- સ્પર્ધાત્મકતા અને ખેલદિલી
આજે જ ફુરસદના સમયે એક સાથે બે તદ્દન વિરોધાભાસ ધરાવતી વિડીયો જોઇ. ક્યારેક એવું બને કે કોઇ બાબત આપણને વિચારતા કરી દે તો બીજી હ્રદયના ઊંડાણને સ્પર્શી જાય..આ વિડીયો પણ એમાંની જ એક હતી.
એક કોર્પોરેટ ઓફિસના હોલ જેવી જગ્યા જ હશે. એક વ્યક્તિ ઓફિસમાં હાજર સૌને જાણે રમત રમાડતા હતા. ત્યાં ઉભેલ તમામ વ્યક્તિઓના હાથમાં એક ફુલાવેલો ફુગ્ગો આપવામાં આવ્યો હતો અને બીજા હાથમાં એક ટુથપિગ આપવામાં આવી. રમત શરૂ થાય એ પહેલા સૌને સૂચના આપવામાં આવી હતી કે નિર્ધારિત સમય સુધીમાં છેલ્લે જેના હાથમાં ફુલેલો ફુગ્ગો રહેશે એ ગેમ જીતશે.
દસ નવથી માંડીને ઉંધી ગણતરીએ કાઉન્ટ ડાઉન શરૂ થયુ… અને સ્ટાર્ટની સૂચના સાથે જ સૌ એકબીજાના હાથમાં રહેલો ફુગ્ગો પેલી ટુથપિગથી ફોડવા મંડ્યા. પોતાનો ફુગ્ગો બચાવીને અન્યનો ફુગ્ગો ફોડવાની પેરવીમાં અંતે તો કોઇના ય હાથમાં ફુલેલો ફુગ્ગો રહ્યો નહી. અર્થાત ગેમ કોઇ જીત્યું નહીં.
ગેમ રમાડનાર વ્યક્તિએ અંતે એક સવાલ સૌને પૂછ્યો, “ દોસ્તો, મેં સૌને એવું કહ્યું…
View original post 420 more words
‘ટેરવે ઊગ્યું આકાશ’- એક અવલોકન-
‘ટેરવે ઊગ્યું આકાશ’- એક અવલોકન-દેવિકા ધ્રુવ
તાજેતરમાં મારી ભારતની મુલાકાત દરમ્યાન એક સુંદર કાવ્યસંગ્રહ ભેટ મળ્યો! ‘ટેરવે ઊગ્યું આકાશ’.
ઑક્ટો.૨૦૧૭માં ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલ આ પુસ્તકમાં ૧૫મી સદીથી માંડીને ૨૦મી સદી સુધીની ૨૬૧ કવયિત્રીઓના ૩૫૦ જેટલાં કાવ્યોને ૪૨૭ પાનાઓમાં સંપાદિત કરવામાં આવ્યાં છે. આ સંપૂટ વાંચતા પાંચ–છ દિવસ લાગ્યા. ઘણાં કાવ્યો બે ત્રણ વખત વાંચ્યા. કવિતાની આ જ ખૂબી છે ને? એક વાર વાંચીને મૂકી ન દેવાય. એટલું જ નહિ, એ અંગે કંઈક સવિશેષ લખવાનું મન પણ થાય!
સૌથી પહેલાં કાવ્યાત્મક શિર્ષક અને આકર્ષક ચિત્રાંકન મનને ભાવી ગયાં. જુદા જુદા રૂપ,આકાર અને અવસ્થા ધરાવતી સ્ત્રીઓની છાયા..સુકોમળ કરાંગુલિઓ, કલમની પાતળી અણી જેવા અણીદાર અને સંવેદનાઓ જેવાં ધારદાર ટેરવાં અને તેમાંથી ઉઘડતું આકાશ! એકદમ સાંકેતિક રીતે ભાવને આરપાર કરતું (શ્રધ્ધા રાવલ…
View original post 1,154 more words
બા
તે અમને જન્મ આપી પૃથ્વીને સન્માનિત નથી કરી બા ?
આ ઉપવનો, વૃક્ષો, પુષ્પો, પંખીઓ તો
તારી ભાવનાનો વિસ્તાર છે !
લય અને સૂરની અંગુલી ગ્રહી સર્વદા લે જતી સ્વપ્ન લોકે
કેટલાં મધુર અને રમ્ય પરીકથાના દેશો
તારી આંતરસૂઝ ને જતનથી
અમારું જીવનવૃશ બન્યું લીલુંછમ
તારી વિધાપીઠમાં ઊછરેલ અમો નોખાં કૈંક..
તારી આંખોમાં ક્ષમાં ને કરુણાના અંજન આંજ્યાં’તા
તારા હાથમાં અભયદાન ને કર્મશીલતાના કવચ જડ્યા’તા
બા એક એવી ત્રશ્ર્તુ જેને કયારેય ન આવે પાનખર
હવાતણી લેરખીમાં આવે તારા વહાલસોયા સ્પર્શની માધુરી
યૌવન ગયું મિત્રો ખરી પડ્યા પણ ઓહ! તારો પ્રેમ..
તારા નિર્મળ સ્નેહનું અમીઝરણું નિત ખળખળ વ્હેતું રહ્યું.
માનશાસ્ત્રનું અમૂલ્ય ઔષધ ને કાવ્યનો અખૂટ ભંડાર
તું જ અમારા ભાઇભાંડુઓનું એકાક્ષરી મહાકાવ્ય ‘બા’ અમારી ‘બા’……
-મનોરમા ઠાર
અમોલા ખજાના સમી ક્ષણો…ઓક્ટો.નવે.૨૦૧૭
અમોલા ખજાના સમી ક્ષણો…ઓક્ટો.નવે.૨૦૧૭
લાંબા વિરામ બાદ…..બે મહિનાના લાંબા વિરામ બાદ ફરી એક વાર…
વચગાળામાં સાબરમતીમાં ઘણા પાણી વહી ગયા ! (તાજી તાજી અમદાવાદથી પાછી વળેલ લાગુ છું ને ?)
પૂરા નવ વર્ષપછીભારતનીમુલાકાતલીધી. એકમહિનોવિવિધતાઓથીસભરરહ્યો. તેથીસઘળીસુખદઅનેસુભગપળોનેશબ્દાંકિતકરવાનુંમનથયું.
આલેખનેમુખ્યત્વેત્રણભાગમાંવહેંચીશ.
(૧)દિવાળીનીઉજવણી (૨) કેરાલાનીમુલાકાત અને (૩) સાહિત્યિકપ્રસંગો.
શરુઆતથઈહતીદિવાળીનાશુભપર્વથી. પૂરા૩૭વર્ષપછી…હા,સાડત્રીસ વર્ષ પછીદિવાળીનોમાહોલપ્રત્યક્ષમાણ્યો. ધનતેરશનીપ્રણાલીગતપૂજા, ધ્રુવ પરિવારની અસલ રીત મુજબ દિવાળીના કોડિયાં પ્રગટાવીને,ઉપાડીને, ઓરડે ઓરડે, તુલસીક્યારે અને આંગણામાં મૂકવાની,અજવાળવાની મઝા અનેમધરાતથીફટાકડાઓનીસાથેસાથેછૂટાછવાયા ‘સબરસ…સબરસ ‘નાસૂરોપણસાંભળ્યા. એસાથેજવર્ષોથીસૂનીપડેલીસંસ્મરણોનીસિતારનાતારો
View original post 2,660 more words
કાર્તિક ત્રિવેદીની ચિત્રકળા-૧
૧૯૬૭ માં કાર્તિકભાઈ કલાના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકામાં આવ્યા. ચિત્રકલા અને સંગીતના ક્ષેત્રમાં એમણે ત્રણ માસ્ટર્સની ડીગ્રીઓ મેળવી. ચાલીસથી વધારે વર્ષ સુધી સખત મહેનત કરી ચિત્રકલામાં અને પિયાનો વાદનમાં નામના મેળવી.
અમેરિકાના જુદા જુદા શહેરોમાં એમના ચિત્રોના પ્રદર્શનો ગોઠવી, એમણે પ્રસિધ્ધી મેળવી. અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધારે સુંદર ચિત્રો એમણે પ્રદર્શિત કર્યા, જેમાનાં ૭૦૦ થી વધારે ચિત્રો કલારસિકોએ ખરીદી લીધા.
એમણે અમેરિકા અને ફ્રાંસના પ્રમુખોને તથા બ્રિટનની મહારાણીને પોતાના ચિત્રો ભેટ કર્યા, જેમનો એમણે સહર્ષ સ્વીકાર કર્યો. ઈન્દીરા ગાંધીને પણ એમણે ચિત્રો ભેટમાં આપેલા.
હું એમને ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૧૭ માં કેલિફોર્નિયાના Bay Area માં રૂબરૂ મળ્યો, અને એમના ચિત્રો વિષે એમની સાથે થોડી વાતચીત કરેલી. એમણે ચિત્રકલાના અનેક માધ્યમો ઉપર કામ કર્યું છે, પણ એમના મોટાભાગના ચિત્રો કેનવાસ ઉપર ઓઈલપેઈન્ટ, કે કાગળ ઉપર એક્રીલીક અને વોટર કલરના છે. એમણે નાની અને મોટી બન્ને સાઈઝના ચિત્રો તૈયાર કર્યા છે, અને ચિત્રકળાના અલગ અલગ પ્રકાર ઉપર કામ કર્યું છે.
ખોડિદાસ પરમારની…
View original post 197 more words
દીપ જલે….
દીપજલેજોભીતરસાજન,
રોજદિવાળીઆંગન.
કાચુંકોડિયુંવાતઆજાણે,
પરમપુનિતનેપાવન.
માંજીએસાચ્ચેમનનાબરતન,
ચકચકાટદિલભાવન.
પછીખીલેજોભીતરઆતમ,
રોજદિવાળીઆંગન.
નાનીઅમથીસમજીલઈએ,
ક્ષણનીઆવનજાવન.
આઅમાસનેઅજવાળીલઈએ
ઝગમગદીવામુબારક.
દીપજલેજોભીતરસાજન,
રોજદિવાળીઆંગન.
તું જ તારો સાક્ષી
ઇટલીના મિલાન શહેરમાં વિશ્વવિખ્યાત દેવાલય બાંધતી વખતે કેટલીક મૂર્તીઓ એવી ઉંચી જગ્યાએ મૂકવાની હતી કે જ્યાં સુધી ભાગ્યેજ કોઇની નજર પહોંચે .શિલ્પકાર હાથમાં ટાંકણુ લઇને અતિ લીન થઈને એકે એક રેખામાં , એકે એક વળાંકમાં પોતાની કલા ઠાલવીને મૂર્તિઓ કોતરતો હતો. આ જોઇને બીજી વ્યક્તિએ ટીકા કરી ,” આ મૂર્તિ પર કોઇની નજર પડવાની નથી તો શા માટે આટલી મહેનત ?” મૂર્તિકારે પોતાનુ કામ ચાલુ રાખતા જવાબ આપ્યો , ” બીજુ કોઇ જુવે કે ન જુવે પણ હું તો જોઉ છું .બીજુ કોઇ જુવે કે ના જુવે મારો ભગવાન તો એ જોશેને?”
એક દિવસ યુનિવર્સિટીની સાયન્સ લેબોરેટરીમાં એક છોકરીની ભૂલથી રિસર્ચ માટે મુકેલી પ્લેટ્સમાં જરાક નુકશાન થઈ ગયુ..તે સમયે બીજુ કોઇ તો હાજર નહોતુ જ.જો તે છોકરીએ કદાચ એ વાત પોતાના સુધી રાખી હોત તો પણ કોઇને ખબર પડવાની નહોતી પરંતુ તેણે સામે ચાલીને હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ ( H O D )ને પોતાની ભૂલની વાત કરી. ઘડીભર તેની વાત…
View original post 206 more words
ગુજરાતી સમાજના વડિલ સમા હરિકૃષ્ણ દાદાએ લીધી વિદાય…..
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના.
-બેઠક અને દરેક વાચક અને સર્જક –
હરિકૃષ્ણ મજમુદાર
હરિકૃષ્ણનો જન્મ વડોદરામાં ૧૯૧૯મા થયો હતો. શાળાનો અભ્યાસા વડોદરામાં જ કર્યો. ત્યારબાદ વડોદરાની કોલેજમાંથી બી.એ. કરી, કાયદાનો અભ્યાસ કરવા અમદાવાદ ગયા અને ૧૯૪૧ માં એલ.એલ.બી. ની ડીગ્રી મેળવી.
૧૯૪૧ માં એક ટેક્ષટાઈલ મિલમાં નોકરી શરૂ કરી. ૧૯૪૩ માં એમને મુંબઈમાં એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં નોકરી મળી. નોકરી કરતાં કરતાં જ, ૧૯૪૮ માં એમણે બી. કોમ. ની ડીગ્રી પણ મેળવી લીધી. એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં કામ કરતા હતા ત્યારે ૧૯૬૦ માં તેમને ભાભા એટોમિક સેંટરમાં મોકલવામાં આવ્યા, અને ત્યાં કાયમ થયા. ૧૯૭૭ સુધી ત્યાં કામ કરીને નિવૃત્ત થયા.
નિવૃતિબાદ આઠ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાના અને બીજા નાના મોટા કામ કર્યા. ૧૯૮૫ માં દિકરીએ એમને અમેરિકા તેડાવ્યા. તેમના કહેવા પ્રમાણે અમેરિકા આવવા પાછળ એમના મનમાં કોઈ યોજના ન હતી, એ માત્ર એમના સંજોગોનો તકાદો હતો. એમના શબ્દોમાં કહું તો, “ભારતમાં મારા નિવૃતિબાદના વર્ષો ઉપર મારૂં કોઈ નિયંત્રણ…
View original post 404 more words
ભગવાન …રોહિત કાપડિયા
માનનીય પ્રજ્ઞાબેન,
કુશળ હશો. આ સાથે વિદેશમાં સ્થાયી થનારની મનોદશા દર્શાવતી એક વાર્તા મોકલું છું.યોગ્ય લાગે તો સ્વીકારશોજી.
ભગવાન
————-
કોમ્પ્યુટરમાં સ્નાતકની પદવી મેળવ્યાં બાદ વધુ અભ્યાસાર્થે ગૌતમ અમેરિકા આવ્યો હતો. ભણીને ભારત પાછા ફરવાનો પાકો નિર્ધાર હતો. ખેર! માસ્ટરની પદવી મેળવ્યા બાદ ઊંચા પગારની નોકરીની ઓફર મળતાં એણે પોતાનો નિર્ધાર થોડો આગળ ઠેલવ્યો . અમેરિકાના એશો આરામ અને સુખ સગવડ એને ગમવા લાગ્યાં . જો કે સાંજના કામ પરથી ઘરે પાછાં આવ્યાં પછી ઘણીવાર એને એકલતા સતાવતી. મમ્મી ,પપ્પા ,ભાઈ, બહેન ,સ્વજનો અને દોસ્તોની યાદ એને ઉદાસ બનાવી દેતી. આધુનિક વિજ્ઞાનના કારણે લેપટોપ પર રોજ વાતો થઇ જતી. આજે એનો જન્મદિન હતો. સવારે જ મમ્મીએ પ્રેમ નીતરતાં અવાજે આશીર્વાદ આપ્યા હતાં .પપ્પાએ દર્દ છુપાવીને મક્કમ અવાજે વધાઈ આપી હતી. ભાઈએ દૂર હોવાના અફસોસ ને દિલમાં જ રાખી ખેલદિલીપૂર્વક શુભેછા વ્યક્ત કરી. બહેને મસ્તી ભર્યા પણ ગળગળા અવાજે એનો પ્રેમ જતાવ્યો. તો પણ સ્પર્શના અહેસાસ…
View original post 405 more words
વાંચકોના પ્રતિભાવ