Archive

Archive for the ‘સાહિત્ય જગત’ Category

કાવ્યમાં છંદ શું બંધનરુપ છે ?

નવેમ્બર 29, 2012 2 comments

બે લાખ ઉપર વાચક સંખ્યા-આભાર મિત્રો

જૂન 14, 2012 3 comments

બે લાખ ઉપર વાચક સંખ્યા-

આભાર વાચક મિત્રો, આપને શત શત સલામ

1,341 Posts

2,939 Comments

Followers (includes Publicize) 116 Blog

Blog started @ 11th August 2006

with the help of

Amit Pisavadia,

 Mona Naik (Urmisaagar),

 Jayashree Bhakta,

Suresh Jani

આભાર…

ઈ બુક – હક્ક કોનો? લાભ કોને?

મે 7, 2012 5 comments

 

 

ઈ બુક નો સાચો અર્થ તો ઇલેક્ટ્રોનીક ફોર્મેટમાં છપાયેલુ પુસ્તક એમ ઓક્ષ્ફોર્ડ ડિક્ષનરી કહે છે. બીજી ભાષામાં કહીયે તો તકનીકી સુધાર સાથે થતુ પ્રકાશન જેમાં લેખક્નું બુધ્ધીધન નવા સગવડ ભર્યા સ્વરૂપે પુનઃ પ્રકાશીત થાય છે. અને તેથી તે કોમ્પ્યુટર પર જ રહેતી નવી પેઢીને આકર્ષે છે તે બીન વિવાદે છે.પુસ્તક વાંચી જ શકાય.. જ્યારે ઇ બુક વાંચી શકાય.. લેખકને કાવ્ય પઠન કરતા જોઇ શકાય કે પુસ્તક ભજ્વાતુ નાટ્ય સ્વરુપે પણ માણી શકાય છે.

પ્રકાશકો હવે એ નવા સ્વરુપને આવકારે અને લેખકોને મળતા વળતર કે રોયલ્ટીને વધારે તે વહેવારીક વાત છે કારણ કે ઇ બુક રુપાંતરણ માં તેઓ તેમના પ્રસિધ્ધી હક્કોને દ્વીગુણીત કરેછે એટલે કે આવકો વધારે છે ( અન્ય સૌ ખર્ચ એક જ વખત કરીને) વળી એક વર્ગ એમ ભય સેવે છે કે આ પધ્ધતિ તેમના છપાયેલા પુસ્તકોનું વેચાણ ઘટાડશે…ત્યાં હું માનું છું કે તેવું થવાનું તો છે  અને નથી પણ કારણ કે નવી પધ્ધતિ આજે મોંઘી છે પણ તે સમય જતા સુલભ અને સરળ થૈ જ જવાની છે…અને વાચક કે જે પૈસા ખર્ચવાનો છે તેને જે પધ્ધતિ અનુકૂળ છે તે જ તે અપનાવશે પણ આ આવનારો સમય જ દર્શાવશે. મારા જેવો વાચ ક કે જે ચોપડી ને હાથમાં લૈ આરામ ખુરસીમાં અઢેલીને વાંચવા માંગશે તે તો પુસ્તક જ વાંચવાનો છે. વધારે વાંચો …

પુસ્તકોનો એક્વીસમી સદીમાં ઇ. બુક સ્વરુપે પ્રવેશ _વિજય શાહ

ફેબ્રુવારી 16, 2012 4 comments

  

 

 

 

 

 

 

૮માં ધોરણમાં ભણતો એક નાનક્ડો કિશોર વેકેશનમાં જુનાગઢની લાઇબ્રેરીનાં સમગ્ર પુસ્તકો વાંચી લીધા પછી પુસ્તકાલયનાં અધિકારી  સાથે વાત કરતો હતો.. “આ કિશોર વિભાગમાં નવા પુસ્તકો ક્યારે લાવો છો? આ બધા તો બે બે વખત વંચાઇ ગયા…”

સામાન્યતઃ ૧૯૬૨-૬૩માં જવાબ એજ મળતો “કોઇક અનુદાન મળશે તો નવા પુસ્તક આવશે”

બરોબર ૫૦ વર્ષે જો એનીજ ઉમરનો કોઇ બાળક જો આ પ્રશ્ન પુછે તો જવાબ મળે કોમ્પ્યુટર ખોલ..નવી ઇ બુક્સ રોજની હજાર નાં પ્રમાણે આવે છે

હા. પહેલા આ ઇ બુક પી ડી એફ સ્વરૂપે મળતી હવે તેને કીંડલ કે આઇ પેડ ના સ્વરુપે રુપાંતરીત કરી કેટલીયે નવી સવલતો સાથે મળે છે. અને યુવા વર્ગ કે જે ગુજરાતી લખતો કે વાંચતો નથી કહેતા કેટલાય ટીકાકારોને જડબે સલાક રીતે હજાર જેટલા બ્લોગો રચીને યુવાનોએ મંતવ્ય સુધાર્યુ છે કે… તેઓ ગુજરાતી રચે છે ..વાંચે છે અને વહેંચે પણ છે..હા. પણ અમે પુસ્તક સ્વરુપે નહી પણ તકનીકી સ્વરુપે અમે વાંચીયે છે. જેમકે રીડ ગુજરાતી કે લય સ્તરો અને પરમ ઉજાસ જેવી વેબ પેજ પર દિવસ્ની ૫૦૦થી ૬૦૦ મુલાકાતો એટલું તો સુચવે જ છે કે સુઘડ અને સારુ સાહિત્ય તો દરેક સ્થળે વંચાય છે જ. વધારે વાંચો …

વિદેશ વસતાં ગુજરાતી મા-બાપોને એક પત્ર-સુમન શાહ

જાન્યુઆરી 16, 2012 18 comments

સ્નેહીશ્રી :

    હું સુમન શાહ. એક અગત્યના પ્રસ્તાવ રૂપે તમને સમ્બોધી રહ્યો છું.

હું અમે તમે ગુજરાતીઓ છીએ. અનેકાનેક ગુજરાતીઓ વિદેશ વસે છે. વિદેશ-વસવાટના લાભ તો ઘણા છે, સૌ જાણે છે. પણ લાભીએ તેની સાથે ને સાથે એક નુક્સાન પણ ચાલુ થઇ જતું હોય છે. એ નુક્સાન તે માતૃભાષાનું વિસ્મરણ. ગુજરાતીઓ પ્રારમ્ભે આફ્રિકા જઇ વસ્યા, પછી આજે ઇન્ગ્લૅન્ડમાં અને સવિશેષે અમેરિકામાં વસ્યા છે. હવે આપણે ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડમાં પણ વસવા લાગ્યા છીએ. આ સઘળા વિદેશ-વસવાટ દરમ્યાન ગુજરાતી બોલવાનું, વાંચવાનું અને લખવાનું ઓછાથી ઓછું થયા કર્યું છે. માતૃભાષા, એટલે કે બા-ની ભાષા, ગુજરાતી, ક્રમે ક્રમે ભુલાતી રહી છે. મા-બાપો ભૂલી રહ્યાં છે એ તો ખરું જ, પણ સન્તાનો ભૂલી રહ્યાં છે. સન્તાનો ભૂલી રહ્યાં છે એ હકીકત વધારે ચિન્તાકારક છે. એ પર જેટલું ધ્યાન આપીએ એટલું ઓછું છે.

આપણને ખબર ન પડે એ રીતે નુક્સાનની શરૂઆત થતી હોય છે. જરા યાદ કરી લઇએ :

ઘર બહાર ગુજરાતી બોલતા બંધ થઇ જઇએ, કેમકે જરૂર પડતી ન હોય. કહો કે અંગ્રેજી જ બોલવું પડે. કાં સારું, ઓછું સારું, અથવા, જેવું આવડે એવું. ઘરમાં ગુજરાતી બોલીએ, પણ પત્ની સાથે કે બા-બાપુજી સાથે. બાળકો સાથે બોલવા જઇએ, પણ થોડી જ વારમાં અંગ્રેજીમાં આવી જઇએ. અરે, એમની જોડે જેટલું કંઇ ગુજરાતી બોલીએ, લાગે ગુજરાતી, બાકી એમાં દરેક બીજો કે ત્રીજો શબ્દ અંગ્રેજી હોય. એમની જોડેનો વ્યવહાર એવી ખીચડિયા ગુજરાતીમાં ચાલે. કેમકે બીજો રસ્તો નહીં. સારું; જરા તપાસીએ, સન્તાન ગુજરાતી બોલે છે ? કેટલું ? કેવું ? કે પછી, બોલતું જ નથી ? ઉત્તર માટે રાહ જોવાની જરૂર નથી કેમકે સૌને ખબર છે કે એ બોલતું જ નથી, ને બોલે છે ત્યારે કેવું બોલે છે. અલબત્ત, ઇન્ગ્લૅન્ડ-અમેરિકામાં ચોખ્ખું ગુજરાતી બોલતાં કોઇ કોઇ સન્તાનો મેં ક્યારેક જોયાં છે. પણ એને તો અપવાદ કહેવાય, ઍક્સેપ્શન !  વધારે વાંચો …

“ટહુકા એકાંતના ઓરડેથી”-વલીભાઈ મુસા નો રીવ્યુ ગ્લોબલ મરાઠી ઉપર

ડિસેમ્બર 6, 2011 1 comment

સુજ્ઞ સાહિત્યકલા રસિકો,

શ્રી વિજય શાહ લિખિત “ટહુકા એકાંતના ઓરડેથી”,પત્રશ્રેણી રૂપે લખાયેલી, એક અનોખી કથા છે. અહીં પત્રશ્રેણી રૂપે અભિવ્યક્ત થએલી આ કથા વિષે આગળ વધવા પહેલાં એક આડ વાતથી મારી જાતને રોકી નથી શકતો. મારા વાંચન દરમિયાન આવેલી એક અંગ્રેજી રહસ્યકથા “The Moonstone”ની અહીં વાત છે, જે “પૂજ્ય મોટાભાઈ”ની જેમ પાત્રાભિવ્યક્તિના પ્રયોગ રૂપે હતી.દરેક મુખ્ય કે ગૌણ પાત્રના ફાળે એક એક પ્રકરણ આવતું જાય, ઘટનામા પોતે પ્રત્યક્ષ હોય તેટલા પૂરતું વર્ણન થતું રહે અને રહસ્ય અકબંધ જળવાઈ રહીને કથા આગળ વધતી રહે. આવા નવતર પ્રયોગો સિદ્ધહસ્ત સર્જકો જ સફળતાપૂર્વક કરી શકે અને અહીં શ્રી વિજયભાઈએ એ કમાલ પાત્ર સ્વરૂપે નહિ, તો પત્ર સ્વરૂપે કરી બતાવી છે. હવે આપણે ‘ટહુકા એકાંતના ઓરડેથી”ની કથાવસ્તુ તરફ વળીએ તો તમામ અભ્યાસી ભાવુકો બે વાત ઉપર સર્વસંમત થશે જ કે આ કથા એ સામસામે છેડે

ઊભેલી પૂર્વ અને પશ્ચિમની સસ્કૃતિઓની સંઘર્ષકથા નથી, પણ સમન્વયકથા છે; અને, ચાર ચાર પેઢીઓ સુધી બદલાતા જતા સંજોગો અને વાતાવરણ વચ્ચે પણ ભારતીય કુટુંબપ્રથા અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહેવાની સુખદ અનુભૂતિનો અહીં પરિચય છે. પાત્રનિરૂપણ વિષે તો કહેવાનું જ શું હોય, કેમકે દરેક પાત્ર જીવંત છે, વિચારશીલ છે, ભાવુક છે. કૃતિના પ્રારંભથી જ શરૂ થતી સર્જનના આનંદથી માંડીને જન્મ-જીવન-મૃત્યુ, જ્ઞાન-વિજ્ઞાન,માતૃપિતૃભક્તિ, દ્રવ્યોપાર્જન માટેની વૃત્તિઓ-પ્રવૃત્તિઓ-મજબૂરીઓ, વર્તમાન પેઢીની ભાવી પેઢીઓ વિષેની ચિંતાઓ, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ-બીમારીઓ જેવા અગણિત મુદ્દાઓ ઉપરના પ્રશ્નો-વિચારો-સમાધાનની રસપ્રદ રજૂઆતો

વાચકને એ પરિવારના અંગભૂત એકમ તરીકે એવી રીતે પ્રસ્થાપિત કરી દે છે કે દરેક પાત્રના પોતપોતાના પૂરતા જ સીમિત આઘાતો-પ્રત્યાઘાતો વાચકને માટે તો સઘળાના બેલીની જેમ પોતાના જ બની રહે છે. આગળ મારા મુડ અને લખાણની વ્યાપમર્યાદા અનુસાર જે કંઈ લખાય તે ખરું, પણ વચ્ચે તાકીદના ધોરણે શીખાના એક મનોભાવને વ્યક્ત કરી દેવાની ઈચ્છા નહિ રોકી શકાય. શીખાના મનોમન સોહમ અને અન્ય સભ્યો માટે નેક દિલે અપાયેલા એક અભિપ્રાય “માબાપનાં કેવાં ગુણીયલ અને કેળવેલાં સંતાનો!” વાંચીને એમ થયું કે સોહમ કેવો નસીબદાર પતિ છે કે તેને પોતાને અને પોતાના પરિવારને આપમેળે સમજી શકનાર પત્ની મળી છે. અહીં આપણી કથામાંની શીખાના આ એક પ્રસંગમાં જ નહિ, અનેક પ્રસંગે તેનું વ્યક્તિત્વ એવું ઉપસે છે કે જુદીજુદી વયના ભાવુક વાચકો સ્ત્રીનાં ચાર સ્વરૂપ માતા, બહેન, પત્ની કે દીકરી એમ કોઈ પણ એક તરીકે શીખા જેવી નારી પોતાને પણ હોય એવું અવશ્ય ઝંખે.

સમગ્ર સર્જન દરમિયાન દિલને સ્પર્શી જાય તેવી વચ્ચે વચ્ચે આવતી જતી પ્રસંગોચિત કાવ્યરત્નકણિકાઓ વડે આપણને શેક્સપિઅરનાં ઐતિહાસિક નાટકોમાં વચ્ચે વચ્ચે આવતા Chronicler (ઇતિહાસકાર) કે પછી સંસ્કૃત નાટકોના સૂત્રધારની યાદ આવ્યા સિવાય નહિ રહે. જો કે અહીં પાયાનો થોડોક ફરક છે. ત્યાં કથાતંતુને જોડવાનો આશય છે, જ્યારે “ટહુકા એકાંતના ઓરડેથી”માં તો ભાવાનુસંધાન જ માત્ર નહિ પણ ભાવને સંવેદનશીલ અને ઘેરો બનાવવા માટે એ પંક્તિઓ પ્રયોજાયેલી જોવા મળે છે. ‘પત્રશ્રેણી ભવિષ્ય તરફ વળે છે’ થી શરૂ થતા અંશ અને હનીના પત્ર દ્વારા થતું કથાનું સમાપન હિંદી ચલચિત્ર ‘કોશીશ’માં છેલ્લે સામાન્ય રીતે આવતા “The End” ના બદલે “And Koshish Continues…” ની જેમ જ છે. ‘ચોરસ દુનિયા’ (જેલની કોટડી) એકાંકી નાટકના એક સંવાદની જેમ “જૂના જાય છે અને નવા આવે છે, જગ્યા ખાલી પડતી જ નથી” ની જેમ પેઢી દર પેઢી જીવનની સમસ્યાઓ વધતા કે ઓછા અંશે એની એ જ હોય છે, ફક્ત માણસો બદલાતા રહેતા હોય છે. છેલ્લે, ચણ અને ચારા માટે સ્થળાંતર કરતાં પક્ષીઓ અને પશુઓની જેમ એરીસ્ટોટલના મતે મનુષ્ય પણ સ્વભાવે એક સામાજિક પ્રાણી જ છે. તેને પણ રોજીરોટીની તલાશ માટે દેશવિદેશ જવું પણ પડે. હાલમાં વિશ્વ આખાયમાં અને ખાસ કરીને ભારતમાં સવિશેષ વિદેશગમનનું પ્રમાણ વધ્યું છે, ત્યારે અહીં વિવેચનમાંની આ કૃતિ સર્વજનના પોતપોતાના ધર્મ, કર્મ અને સંસ્કાર જળવાઈ રહે તેમ કઈ રીતે વિદેશમાં વસવાટ કરી શકાય તે માટે દીવાદાંડી સમાન પુરવાર થઈ શકે તેમ છે.

વિજયભાઈને આવી ઉત્તમોત્તમ કૃતિ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

સૌને વંદન/સલામસહ,

વલીભાઈ મુસા

Book Link :

http://www.bookganga.com/eBooks/Book/5061900522945064845.htm?Book=Tahuka-Ekant-Na-Oradethi

https://vijayshah.wordpress.com/2010/07/11/tahuka-ekantna-oradeth/

फोटो गॅलरी

પ્રેમલતા અને હરિકૃષ્ણ મજમુંદારના પુસ્તકોનું લોકાર્પણ- રમેશભાઈ તન્ના

નવેમ્બર 29, 2011 1 comment

ગુજરાત ટાઇમ્સમાંથી સાભાર

અમારા પુસ્તકો હવે ભારતમાં પણ ઉપલબ્ધ છે

ઓક્ટોબર 18, 2011 1 comment

અમને જણાવતા અત્યંત આનંદ થાય છે કે ગત વર્ષે પ્રસિધ્ધ થયેલ પુસ્તકો નીચેની જગ્યાએ ઉપલબ્ધ  થયા છે.

આદર્શ પ્રકાશન સારસ્વત સદન બાલા હનુમાન સામે અમદાવાદ ૩૮૦૦૧  ફોન નંબર ૯૮૯૮૦ ૯૦૪૫૪

બૂક ગંગા

United States-Corporate Office
MyVishwa
Corporation
104 Kingston Way, North
Wales,
PA, 19454, USA.
Contact Person:
Mr. Mandar JoglekarT : +1-215-997-2055, +1-215-264-4995
India-Technology Center
MyVishwa
Technologies Pvt. Ltd.
16, Sawali, Panmala, Off Sinhagad Road,
Pune-411030, Maharashtra, India.
Contact Person:
Mrs. Vandana
M : +918600761110 / T : +91-20-2432 0686
Mr. Mayuresh
M : +918600751110

http://www.bookganga.com/eBooks/Books?BookSearchTags=vijay+shah&BookType=1

http://www.bookganga.com/eBooks/Books?BookSearchTags=anil+shah&BookType=1

પુસ્તક્નું   નામ પ્રાપ્તિ સ્થળ પ્રકાર કિંમત પાના પ્રકાશન
નિવૃત્તિની પ્રવૃત્તિ આદર્શ પ્રકાશન નિબંધ ૫૦૦. ૧૮૫ રંગીન પુસ્તક
નિવૃત્તિની પ્રવૃત્તિ બૂક ગંગા નિબંધ ૪૦૦ ૧૮૫ રંગીન ઈ બૂક
ટહુકા એકાંતનાં ઓરડેથી આદર્શ પ્રકાશન નવલકથા ૧૦૦ ૧૩૨ પુસ્તક
ટહુકા એકાંતનાં ઓરડેથી બૂક ગંગા નવલકથા ૧૦૦ ૧૩૨ ઈ બૂક
 જીવન સંધ્યાએ બૂક ગંગા નવલકથા ૨૫૦ ૧૭૨ ઇ બુક
સહિયારું સર્જન બૂક ગંગા નવલકથા ૨૫૦ ૨૩૮ ઇ બૂક
 જ્યોતિષ મંથન  બૂક ગંગા  જ્યોતિષ સંશોધન           ૨૦૦           ૨૦૯  ઇ બૂક

હ્યુસ્ટન ખાતે વલીભાઇ મુસાએ તા.૧૯ ઓગષ્ટ ૨૦૧૧નાં રોજ શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ્ને ત્યાં આપેલું મનનીય વક્તવ્ય

ઓગસ્ટ 20, 2011 8 comments

તસ્વીરમાં ડાબી બાજુથી  બેઠેલા હ્યુસ્ટન નાં કલાગુરુ ઇન્દ્રવદન ત્રિવેદી, વિજય શાહ, સુરેશ બક્ષી,વલીભાઈ મુસા, ચીમન પટેલ (ચમન), પ્રશાંત મુન્શા.

ડાબી બાજુથી ઉભેલા કવિયત્રી દેવિકાબેન ધ્રુવ, પ્રકાશભાઇ અને ભારતી બેન મજમુદાર, રેખાબેન અને વિશ્વદીપ બારડ, રમાબેન અને પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટ,અને શૈલાબેન મુન્શા.

ચિત્રમાં નથી તેઓ શ્રી નુરુદ્દિન દરેડીઆ, સુકેશીબેન અને નવિનભાઇ બેંકર.

નિયત સમય થી થોડુ મોડું થયુ તેથી તે સમયમાં સુરેશ બક્ષી અને પ્રકાશભાઇએ ગીતો સંભળાવ્યા અને ફોન આવ્યો રાઈડ માટે અને હું તેમને તેમના મિત્રને ત્યાંથી લઈ આવ્યો. અલ્પ પરિચય પછી વલીભાઇ એ તેમની પાલનપુરી લઢણમાં વિલંબ બદલ સૌની ક્ષમા માં ગી અને તેમના નવ રત્નો માં નાં એક સુરેશ જાની ની ગેર હાજરીની નોંધ લઇ પછી પોતાનુ વક્તવ્ય રજુ કરતા સ્વ મહમદ અલીની મજાર પર પઢેલી પ્રાર્થના વિશે વાત કરી.

બ્લોગર પ્રવૃતિ વિશે જણાવતા તેમણે કહ્યું કે સીનીયર તરીકે બ્લોગીંગ પ્રવૃત્તિએ તેમને ઘણાબધા મિત્રો આપ્યા છે અને તે સૌ સાથે ઇંટરનેટનાં માધ્યમે સક્રિય રહી તેઓ તેમની સર્જન પ્રવૃતિઓ ( જે પહેલા ડાયરી અને કાગળીયામાં હતી તે સર્વેને ઈ બૂક માં ફેરવીને વિશ્વ વાંચન માટે મુકવાના છે અને જે ઇ બૂકને પ્રતિભાવ મળશે તે સર્વનું પુસ્તક સ્વરુપ કરીને મુકી વહેંચવાની મહેચ્છા છે. ( આમ કરીને ચંદ્રકાંત બક્ષી નો રેકોર્ડ તોડવાની મહેચ્છા ખરી!) વધારે વાંચો …

જીવન માંગલ્યલક્ષી સાહિત્યકાર ‘યાત્રિક ‘ને શ્રદ્ધાંજલી- ડો. પ્રતિભા શાહ

ઓગસ્ટ 18, 2011 1 comment

  આચાર્ય ડો નટુભાઈ ઠક્કર ( યાત્રીક)

લીમડામાં એક ડાળ મીઠી ‘ કોલમથી ગુજરાતી સાહિત્યજગતમાં લોકપ્રિય બનેલા , લગભગ ૮૦ જેટલા જીવન માંગલ્ય લક્ષી પુસ્તકોના સર્જન દ્વારા સમાજ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ ફેલાવનાર શ્રી નટુભાઈ ઠક્કર ને તેમની દશમી પુણ્ય તિથિએ સંગીતાંજલિ અને શબ્દાંજલિ દ્વારા શ્રધાંજલી અર્પવાનો એક આગવો કાર્યક્રમ શિકાગોના એલ્ગ્રોવ પાર્ક ડીસ્ટ્રીકના હોલમાં તેરમી ઓગસ્ટની સાંજે યોજાયો હતો .

કાર્યક્રમનો આરંભ ઇન્ડિયાનાના માનવસેવાપ્રેમી ડો. વિજયભાઈ દવેએ દીપ પ્રાગટ્યથી કર્યો હતો . કાર્યક્રમમાં શિકાગો સ્થિત લોહાણા એસોશિએશનના ભૂતપૂર્વ પ્રમુખ તથા વિવિધ સંસ્થા સાથે સંકળાઈને હેલ્થફેર ઓર્ગેનાઇઝ કરતા શ્રી જયંતીભાઈ ઠક્કર , માનવસેવાની વિવુધ પ્રવૃત્તિઓમાં સક્રિય શ્રી અરવિંદભાઈ, નટુભાઈ ઠક્કર ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી રાકેશભાઈ ઠક્કર તથા મંત્રી ભરતભાઈ વિગેરે હાજર હતા.અને નટુભાઈના સાહિત્યકાર તરીકેના વિવિધ પાસા તથા તેમના પત્રકાર – શિક્ષણકાર- સમાજ હિતચિંતકતરીકેનાં કાર્યને સંભાર્યા કર્યા હતા . વધારે વાંચો …