Archive
ક્દાચ.
૧૯મી જૂનના પ્રભાત છાપામાં એક સમાચાર હતા નવરંગપુરા રેલ્વે ફાટક પાસે કપાઇ ગયેલ એક અજાણ્યો યુવક સાથે કમકમી જવાય તેવી રીતે ધડથી છૂટું પડી ગયેલ માથું હાથ અને પગ અને બાઝી ગયેલ લોહીના અવશેષૌ ની છબી જોઇને ફોટોગ્રાફરેજ નહીં જેણ તે જોયા હશે તે બધાંએ કમકમિયા અનુભવ્યાં હશે..૨૨ વર્ષનો યુવાન .. હમણાં બોલી ઊઠશે તેવો ચહેરો અને સીટી પોલીસ , આ અમારી હદ નથી રેલ્વે પોલીસ જાણે અને રેલ્વે વાળા આ શહેરની હદમાંછે એમ કાગળિયે લઢતા હતા ત્યારે એ કોઇના એ લાડકવાયાને તાપ ન લાગે અને માંખો ન બણબણે તે માટે કફનના દાન જેવી ફાટેલી ચાદર ઓઢાડી હતી.એકાદ ફર્લાંગ દુર બેઠા ઘાટની બીનવારસી લીલા રંગની લેડીઝ સાયકલ પ્રસંગની સાક્ષી પુરતી ઉભી હતી. એક પગનાં બૂટનું નિકંદન ઘર્ષણમાં નીકળી ગયુ હતુ. દોઢ વાગ્યાના બોટાદ મેઇલ નીચે કચડાઇ મરેલ તે દેહનૂ પોષ્ટમોર્ટમ રાત્રે દસ વાગ્યે થયું. લાશના કપડાંમાથી કોઇ ચિહ્મ કે નિશાન ના મળતા પોલીસને તેની ઓળખવિધિ એક માથાનો દુખાવો બની ગઇ હતી તેથી તે ફોટો ગ્રાફ અને સમાચાર નજીકના પોલીસ સ્ટેશનોમાં અપાઇ અને છાપાઓમા જાહેરાત અપાઇ.છાપાના રીપોર્ટરો અકસ્માતની જગ્યાએ કોઇ વધુ સગડ મળે તે હેતુથી ખાંખા ખોળા કરતા હતા. લોહી જે રીતે પ્રસરેલૂ હતુ તેનાથી એક વાત તો સ્પષ્ટ હતીકે મૃતક ૫૦થી ૬૦ ફુટ ટ્રેન સાથે ઘસડાયો હતો અને તે સમય દરમ્યાન તેના શરીરે જે દર્દ વેઠયુ હશે..ચીસ પાડી હશે જીવ બચાવવા ફાંફા માર્યા હશે એ બધી કલ્પના કરતા ધ્રુજી જવાતુ હતુ. વધારે વાંચો … |
ફિતૂરી
વોંગ અને મીયા નાના પુત્ર ચેંગની વર્ષગાંઠ ઉજવવા ભેગા થયા હતા.ધીમું ધીમું વિયેતનામી મ્યુઝીક વાગતુ હતુ..જાણે કોઇક બુલ્બુલ મીઠા અવાજે તેના સાથીને બોલાવતી ના હોય!
વોગની મોટી બેન જી અને બનેવી ચીકો પણ પાર્ટીની મઝા માણી રહ્યા હતા. ૭ વર્ષનો ચેંગ સુંદર રાજ્કુમારનાં લીબાશમાં સ્કેટીગ રીંગમાં ઘુમી રહ્યો હતો..તેનો ૧૮ વર્ષનો મોટો ભાઈ યો કોઇ બાબતે ખીજવાતો ખીજવાતો સ્કેટ્નાં જુતા કાઢીને ધમ ધમ કરતો આવીને પિતા વોંગને બોલ્યો ” તું આટલું બધું વ્યાજ હકુ કાકા પાસે કેમ લે છે?”
વોંગ કહે ” તારો કાકો દારુ પીએ છે પણ તેનો પગાર મને ના આપે તો હું વ્યાજ તો માંગુને?”
” પણ તે તમારો ભાઈ છે અને તમારી પાસે થી લીધેલા પૈસા તો આપી દીધા પછી હવે શું છે?” વધારે વાંચો …
ડોઝ
બહુ જતનથી લખેલા પ્રેમ પત્રો ગુસ્સામાં આવી જઇ અગ્નીને હવાલે જ્યારે જવાલાએ કર્યા ત્યારે જ્વલંત બહુ ખીજાયો
જ્વાલા ગાજી “આ તારા વેવલા વેડા બંધ કર. મને તારો પ્રેમ નહીં પૈસા જોઇએ છે મને તો પૈસા કમાતો વર જોઇએ છે”
જ્વલંતે એટલાજ ગરજતા અવાજે કહ્યું “એટલે હું કમાતો નથી?”
“મારા ભાઇ જેટલું તો નહીં જ..”
“અરે તારી અપેક્ષાઓને કાબુમાં રાખ .. જયારે ને ત્યારે તારા ભાઇને આગળ ધર્યા કરેછે…મને ખબર છે તારો ભાઇ કેવી
રીતે કમાય છે. એક દિવસ જેલમાં જશે..સ્મગલીંગ કરે છે ને..
“મેં કહ્યું ને ધંધો કરો આખુ મગજ ધંધામાં હોય તો આ ચપટી આવકો થી બહાર નીકળાય જ ને?”
“ મહીને સાડા સાત હજાર કમાઇને લાવું છું અને મારું ઘર શાંતિથી ચાલે છે.”
“એટલે તમે તમારું ધાર્યુ જ કરશો એમને?”
“ કેમ કંઈ વાંધો છે?”
જ્વાલાનું ફટક્યું
અને આદત પ્રમાણે જ્વલંત તેની ગાળોને એક કાને થી બીજે કાને કાઢતો ગયો.
સવારે ફરીથી એજ ગાણું
અને જ્વલંતનું ફટક્યુ.
ચોડી દીધી બે અડબોથ…
“તેં મને મારી કેમ?”
તેણીએ ૯૧૧ ઉપર ફોન કરી પોલિસને ફરિયાદ કરી દીધી
“સડજે હવે જેલમાં”
જ્વલંતને બા ના શબ્દો આજે સાચા લાગ્યા.. લગ્ન પહેલા તેમણે કહ્યું હતું કે આ છોકરી તારા માથે બેસીને
તબલા વગાડશે.. તે મનોમન બબડ્યો ” બા તમે સાચુ જ કહેતા હતા”
સ્તબ્ધ થઇ ગયેલા જ્વલંત ઉપર ગરજતી જ્વાલા પાંચ મીનીટ પછી બોલી
” તને તો આ ખાલી ડોઝ આપ્યો હતો…પોલિસને ડાયલ નથી કર્યો…એમજ ઘાંટા પાડતી હતી”
સંપનાં પ્રણ
દાદા ગયા!..આખુ કુટુંબ ભેગુ થઈ ગયું..પિતરાઇ ભાઇ બહેનો અને મસીયાઇ ભાઇ બહેનો કકલતા હતા..અમેરિકાથી આવેલી દીકરી હજી બે દિવસ પહેલાજ અમેરિકા જવા રવાના થઇ હતી એને તો મળ્યાનો આનંદ અને છેલ્લે બાપા ને ના જોયાનો અફસોસ તો થતો જ હતો પણ ભાઇઓને તો દસ હજાર માઇલની દુરી નડી જ હતી…વેબ કેમ ઉપર અંતિમ દર્શનો કરતા નાનીયો ખુબ જ રડતો હતો..
એમની નનામી બંધાતી હતી ત્યારે ડોક્ટર બહેને રડતા રડતા બધા પિતરાઇ ભાઇબહેનોને કહ્યું..”દાદાને શ્રધ્ધાંજલી સાચા મનથી આપવી હોયતો સૌએ અત્યારે એમની સામે હાથ જોડીને એક પ્રણ લેવાનું છે. જે કુટુંબના કુટુંબીજનો વિખરાયેલા રહે અને દુભાતા રહે તે સૌને વિખરતા રોકવા અને કુટુંબ ને એક રાખવા તે માંગતા હતા..ક્યાંક બુધ્ધીએ પ્રાધાન્ય બતાવ્યુ..અને લાગણી ઓ મરી ગઈ તે લાગણીઓને જીવતી રાખવાનું પ્રણ લેવાનું છે.”
લલીતાએ નાના ભાઇ મનુ ની સામે જોયુ..મનુ એ સ્વિકારમાં માથુ હલાવ્યુ. મનુની પત્ની કનકલતાએ નકારથી પોતાની નામરજી બતાવી પણ મનુ અને લલીતા એક થતા જોઇ કિરીટે પ્રશ્નાર્થ કર્યો..ડોકા હકાર અને નકારમાં દેખાવા માંડ્યો નકારનાં માથા હકાર વધુ જણાતા ધીમે ધીમે પ્રતિકાર ઓગળતો ગયો..નાનીયો અમેરિકાથી બોલ્યો..મોટીબેન હું તમારી સાથે છું બાપાનું દરેક અધુરુ કામ પુરુ કરીશુ..અને આપણું સંપીલુ કુટુંબ સંપીલુ કરીને રહીશું. વધારે વાંચો …
સતયુગની કમાલને?
આલોક વિચારતો રહ્યો..કે તેના કાર્યને નકારવાનું કારણ શું?
એક પ્રકરણ લખો અને નવલકથા લખ્યાનો યશ મળે તેવુ કોઇ વિચારી શકે?
તેઓ તો એમજ વિચારેને કે આપણા નામે તે તેનો ઉલ્લુ સીધો કરે છે.એટલે તો તે પૈસા શોધી લાવ્યો..છપાવવા માટે પ્રીંટર શોધી લાવ્યો. માર્કેટીંગ માટે એજન્સી શોધી લાવ્યો..કમીશન બેઠો બેઠો તે ખાશે..આપણું તેમાં શું વળશે?
બીજો અજ્ઞાની જેને પ્રીંટીંગનો પ નથી ખબર તે ગુગલે સંશોધન કરી મોટી વાત શોધી કે ચોપડી એમ અઠવાડીયે ના છપાય તેને માટે ૯૦ દિવસનો લઘુત્તમ સમય જોઇએ.
ત્રીજો વળી એમ વદે “આપણે શું પંચાત.. કરવું હોય તો જાતે કરે..આપણી મંડળીના નામે તો ના જ થાય..કાનુની રીતે ફસાઇએ તો આપ્ણી જવાબદારી આવે.”
ચોથો ફોન પરથી બોલ્યો “એ છે જ ઉધમાતીયો..સાચે જ પાડો તેને..વોટીંગ થાય તો મારી આમા ના છે.”
કો’ક ડાહ્યો બોલ્યો “પણ અલા ભાઇ તેને જ આ બધા પ્રશ્નો સીધા પુછોને.. કદાચ તે સાચો હોય અને આપણે ના કહી માન ગુમાવીએ..”
“ના રે એને પુછવાની શી જરૂર? આપણે જે કરીયે તે સવા વીસ..”
“વળી એને પુછીયે તો એને રાઈ ભરાય અને આપણે અજ્ઞાની જણાઇએને?” વધારે વાંચો …
બાપાનું કારજ
૯૫ વર્ષનાં કાંતીભાઇએ દેહ મુક્યો ત્યારે તેમની આખી લીલી વાડી હાજર હતી.૬ દીકરા ૩ દીકરીઓ તેટલીજ વહુઓ અને જમાઈઓ અને દરેક્ને ત્યાં બે પૌત્રો કે પૌત્રીઓ અને વળી મોટા ૩ દીકરાનાં પૌત્ર અને પૌત્રી ને ત્યાં બે બે પ્રપૌત્રો..અને બે આવવાનાં તેમ મળીને કુલ્લે ૬૦નું કુટુંબ અને તે સૌને માથે ૯૧ વર્ષનાં શાંતા બા..જોકે કાંતીકાકાની તબિયત તો રાતી ચોળ..ત્રણએક ચોકઠા બદલાવ્યા અને કાજુ બદામ અને સુકોમેવો તેમના ગજવામાં ભરેલો રહે..રોગ તો તેમને આખી જિંદગીમાં જોયેલો જ નહીં..હા શાંતાબા હોસ્પીટલમાં આવજા કરે..તેમને ખાંસી અને કફ્નું દરદ ઘર કરેલું.
શાંતાબાએ પોક મુકી અને તે જેટલું રડ્યા તે દરમ્યાન તેમની છોડીઓ મ્લાન થઇ. પોતાનું માણસ જાય એટલે દુઃખ તો થાયને…! મુંબઈથી કાંતીભાઇનો ભત્રીજો ફોન ઉપર થોડુંક રડ્યો પ્ણ કાકી સાથે વાત કરતાજ સ્વસ્થતા પકડી અને કહે “કાકી..કહો શું હુકમ..”
શાંતાકાકી બોલ્યા.”ભાઇ ગામ જઇને લાડવા વાલ અને ફૂલવડી કરાવો અને આખી નાતને ભેગી કરો.
મૉટો બગડ્યો.. “બા! જો તમે નડીયાદ નાત જમાડવાનું કહો તો હ્યુસ્ટન નું શું?”
બીજા નંબરનો થોડો મોળો તેથી કહે બા.. નવા જમાનાની વાત તો એ છે કે એવા બધા ખર્ચ કરવાને બદલે જ્ઞાતની આર્થિક રીતે પછાત કુટુંબોને સખાવત કરો.
મોટી કહે પાંજરાપોળમાં જે કસાઇ જતા ઢોરોને, મુંગા જીવોને ગોળ ખવડાવો…આ જ્ઞાત હવે તમને શું કામ લાગશે?
મુંબઇનો ફોન તો મુકાઇ ગયો પણ કાંતીકાકાનાં દેહની પાસે કાકા પાછળ શું કરવુ અને શું ના કરવુંની વાતે વેગ પકડ્યો
અચાનક સૌથી નાનો હીબકે ચઢ્યો…અને વાતાવરણ બદલાવા મંડ્યુ..
થોડા સમયની ગમગીની બાદ શાંતાબા બોલ્યા-“તમારા બાપાને મારી ચિંતા બહુ હતી અને તેઓ બેંક કે શેર બજારમાં બહું માને નહીં…તેઓ તો ધન્તેરસ નાં દહાડે વરસ સારું હોય કે નરસુ હજાર રુપિયાનું સોનુ મારુ અને ૧૦૦૦રુપિયાનું સોનુ એમનાનામે લે.
તે બધુ મળીને ધર્માદે કાંટે તોલાવ્યું ‘તુ અને તે પાચ શેર છે મારા મર્યા પછી તમે તેનો વહીવટ કરજો.. મારે તો એમની પાછળ પાંજરાપોળ કરવી છે ને નાતને ય જમાડવી છે અને તે તેમના પૈસે થીજ….”
અને ગણગણાટ શમી ગયો
તેમનું બોખલું મોં આટલા ગમમાંય હસ્યુ..
હ્યુસ્ટન ની નાત જમી..બધાય દિકરા અને દિકરીઓના વેવાઇ વેવાણો અને તેમના ઘર વાળાએ લાડવા ખાધા
મોટાએ, નાનાએ અને વચલી ધુંધ્વાયા તો તેમને બાજુ એ મુકી મોટીએ બાપાની વિદાયને ઝાકમ ઝોળ કરી
બીલો જેમ જેમ આવતા ગયા તેમ તેમ ભાઈઓએ પેલા પાંચ શેર સોના ની આશમાં ચુકવાઈ ગયા
શાંતા બાનૂં મૌન વ્રત મહિને તુટ્યુ બધા છોકરા અને છોકરીઓ ઉંચા નીચા થાય કે હવે બા તેમનુ સોનુ બતાવે
બા એ તે દિવસે સૌને ભેગા કરીને હિસાબની ચાર નોટ આપી..જેમાં દરેક્નાં તારીખ વાર હિસાબો હતા જેને જેટલુ કરિયાવર કર્યુ..જીયાણા કર્યા દિવાળી વારે તહેવારે વહેવાર કર્યા …જેનું કુલ્લે વજન ૫ શેર હતુ…
મધપુડા ઉપર હિસાબનો પથ્થર પડતા ગણગણાટ થયો અને વચલી બોલી…બાપાનું કારજ કર્યુ અને પાછા પૈસા બા પાસે માંગતા શરમાતા નથી?
હોસ્પીટલ ઇન્ફેક્ષન
અતુલને લીવરની બિમારી લાગી ત્યાર થી આખુ કુટુંબ ચિંતામાં પડી ગયુ..ખાસ તો ચંદ્રકાંત અને મણીમા. કારણ અતુલ કમાઉ દિકરો તો હતો પણ રાંકનાં રતન જેવો આ દિકરો આખા કુટુંબ માટે ઉજ્વળ ભવિષ્યની આશ સમાન હતો. કોલેજનાં છેલ્લા વર્ષના અભ્યાસ પછી તેને બેંગ્લોરની મોટી સોફ્ટ્વેર કંપની માં નોકરી મળી ચુકી હતી..કુટુંબનો સોનાનો સુરજ ઉગે તેવી પરોઢ ઉગી ન ઉગીને એક દિવસ તે પછડાયો…ડોક્ટરો કહે છે તેને લિવર પર સોજો આવ્યો છે. ચંદ્રકાંત માનવા તૈયાર નહોતો કે અતુલને છાંટો પાણી કરવાની આદત હોય…મણીએ તો મોટી પોક જ મુકી..આખરે તે દિકરો હતોને…
દવા ચાલી.. બીલીરુબીન ઘણું જ ઉંચુ બતાવતુ હતુ તેથી પૂણેથી તેને મુંબઈ લાવ્યા..મોટું દવાખાનુ કારણ કે તેને માવજત ની જરૂર હતી ડોક્ટર બે જ રસ્તા બતાવતા હતા દવાથી જો ના મટે તો લીવર બદલવુ પડે નહીંતર કેસ ચોળાતા વાર નહી લાગે. દિવસે ને દિવસે મૃત્યુ તરફ ધકેલાતા દિકરાને જોઇને મણી રોજે રોજ રડતી અને ચંદ્રકાંત થી તેનું દુઃખ ન જોવાતુ. વધારે વાંચો …
મા મને માફ કર
જીવલો જ્યારથી બાપા મરી ગયા ત્યારથી ખુબ જ બેચેન રહેતો..મણી તો વરસોથી કહેતી તારી મા શંકરી ડાકણ છે. એ ઘરમાં બધાનું લોહી પીએ છે પણ જીવલો માનવા તૈયાર નહોતો…મૂળે તો મણીને શંકરી સથે રહેવું નહોંતુ તેથી તે જીવલાને ઉશ્કેરતી રહેતી..
મોટા દીકરા અમુલનું શરીર વળતુ નહોંતુ તેથી જીવલો ચીંતા કરતો “આને ખાધે પીધે તો કોઇ દુઃખ નથી તો શું કારણ છે કે આનુ શરીર નથી વળતુ?”
મણી આવી તક તો ચુકતી હશે? તરત જ બોલી “ઘરમાં ડાકણ હોય તે તો વળી કંઇ કુણું કુણું લોહી પીધા વિના રહેતી હોય?”
એક દિવસ તે ફરી બોલી “બાપા પણ સુકાય છે… માનો કે ના માનો તે હવે તે બહુ દિવસનાં મહેમાન નથી”
જીવલો કહે” બાપાને તો કેન્સર થયુ છે…”
મણી કહે ” માનો કે ના માનો શંકરી ને હવે લોહી મળતુ બંધ થશે અને મારો અમુલીયો…હું તો અહીં રહેવાના મતમાં નથી..બાપા તો જાણે પાકુ પાન પણ અમુલીયાનું લોહી તેને પીવા ના દેવાય”.
જીવલો કહે “અલી લાજ કર. તે મારી મા છે”
મણી કહે “એટલે મા હોય તે ડાકણ ના હોય? તેના શરીરમાં ડાક્ણ ના ભરાઇને બેઠી હોય?”
બાપા સુકાતા જતા હતા અને એક દિવસ મણીએ બાપાની ડોક ઉપર બે ચકામા જોયા અને જીવલાને કહ્યુ.. હું તો જાઉં છું જોવા હોય તો બાપાની ડોકે જોઇ લે ચકામા..આશંક જીવલો બાપાને મચ્છર કરડેલા ચકામાને સાચુ માની બેઠો…
એ પણ બાપ હતોને… અમુલને ચાલુ નિશાળે મોસાળ મોકલી દીધો..બંને બેનોને મા ડાકણ છે કહીને બાપાના બારમે ખુબ જ રડ્યો અને પછી ઝનુન ભેર લઢ્યો મા સાથે…
શંકરી વૈધવ્યને રડે કે દિકરાને લઢે? એકનો એક દિકરો સગી મા ડાકણ છે કહીને પેટનો જણ્યો જ વગોવે.
બે દિવસે ફરી જીવલો આવ્યો..રોટલા કરતી શંકરી ને પાછળથી બે કુહાડીના ઘા મારી લોહીનાં ખાબોચીયામાં સુવડાવીને બોલ્યો..”મા! મેં તારામાં ઘુસેલી ડાકણ ને મારી છે.. મા મને માફ કર”
વૄત્ત (સમાચાર) દિવ્યભાસ્કર યુ એસ એ ૫ નવેમ્બર ૨૦૧૦ જેનુ કાલ્પનીક વૃતાંત
આવી અંધશ્રધ્ધા?
રમણ મોટા એ વખ ઘોળ્યુ..કિશોર ફોન ઉપર દબાયેલા અવાજમાં બોલ્યો..
અરે રે…ફોન ઉપર જવાબ આપતા હરીશ બોલ્યો
પણ થયુ શું તે કહીશ…
“છેલ્લા બે વરસમાં ૩ છોકરા મૃત્યુને વર્યા તેથી તેઓ ત્રસ્ત તો હતાજ” કિશોર બોલ્યો…
“પણ મણીકાકી અને બીજા ત્રણ સંતાનો તો હતાને…”
“હા અને મોટી લીલી વાડી છે પણ નવિન અકસ્માતમાં કનુ બીમારીમાં અને પ્રાણજીવનને એરુ આભડ્યો..અને બે જ વરસમાં તેથી તેમને થતું કે કૂળદેવી નો શાપ છે…આખો વંશ જતો રહેશે તે ભયમાં કાયમ ફફડતા.”
“પણ એ ભયનો ઇલાજ આત્મહત્યા ઓછી હોય?”
હરેશનાં પ્રશ્નનાં પડઘા શમે તે પહેલા ફોન શાંત થાઇ ગયો
રમણ મોટા બહુજ ભલા અને સંવેદનશીલ …અને ખરું કહોતો એકવીસમી સદીમાં સતયુગી જીવ..વખ પીધા પઃછી તેમનો જીવ કેટલો રીબાયો હશે તે કલ્પના કરી હરેશનો જીવ મુંઝાતો હતો.એક જ ફળીયામાં બધા રહેતા…છેલ્લ પાંચેક વર્ષથી હરેશ ગામ છોડી શહેરમાં હતો. કિશોર તો સંદેશો આપીને જતો રહ્યો પણ સાંજ સુધી હરેશ નો ચચરાટ જોઇ તેની પત્ની મયુરી બોલી…”રમણ મોટાએ તો તેમનો વંશ બચાવવા પોતાની જાતનું બલિદાન આપ્યુ છે.?
“એટલે?”
“તેમના મોટા દિકરા પ્રાણજીવન ને એરુ આભડ્યો ત્યારે કૂળદેવીનું સ્વપ્ન હતુ કે મારો કોપ તારા કુટુંબ પરથી ઉતારવો હોય તો બલી આપ!”
મયુરી બોલી “રમણ મોટાની ચીઠ્ઠી મળી અને પોલીસે એના આધારે આત્મહત્યાનો તેમના પર કેસ કર્યો તેવી વાત મોટીબહેન કુસુમબેને મને કહી
એકવીસમી સદીમાં આવી અંધ શ્રધ્ધા? હરીશે નિઃસાસો નાખ્યો
વૄત્ત (સમાચાર) દિવ્યભાસ્કર યુ એસ એ ૫ નવેમ્બર ૨૦૧૦ જેનુ કાલ્પનીક વૃતાંત
પપ્પા હવે હું મોટો થઇ ગયો છું.
તમે નહીં માનો પણ પપ્પા તમને સંયુક્ત કુટુંબમાં દાદાજી સાથે ઝુઝતા અને સોશવાતા જોઇને જ મેં જ્યારથી સમજણો થયો ત્યારથી નક્કી કર્યુ હતુ કે હું મને કે મારા કુટુંબને અને તમને આ પરિસ્થિતિમાં નહીં મુકુ..તમને સંયુક્ત કુટુંબમાં એકલા લાભો દેખાતા અને તેથી અમને પણ તે રીતે જીવવાનાં સંસ્કાર પાડવા મથતા..તમને ખબર છે તમારા કામે ગયા પછી અમારી પરિસ્થિતિ શું હતી તે ખબર છે? અમે તેમના પૌત્ર નહીં ઉપાધી હતા.. અમને ધકા ધુકી અને મહેમાનો ની આગતા સ્વાગતાનાં વિના પગારનાં નોકરો હતા. કોઇને અમારી સાથે રમવુ નહોંતુ..દાદાજી અને ઉમંગી ફઈ મમ્મીને જેમ તેમ કહે અને ટડકાવે તે તો મને બીલ્કુલ ન ગમતુ. હા તમે આવો અને મને ગમતા રમકડા લાવતા તે મારો અનન્ય આનંદ હતો. વધારે વાંચો …
વાંચકોના પ્રતિભાવ