Archive

Archive for the ‘વિજય શાહ’ Category

યૌવનના ઉછાળા

સપ્ટેમ્બર 5, 2010 3 comments

યૌવનના ઉછાળા હોય કદીક આકરા
અને થાય કે કરી નાખું ઘણું
કર્યા પછી જો સફળતા મળે
તો લાગે આખું જગ વામણું

પણ જો કદીક નિષ્ફળતા મળે તો
કોકની છાતીમાં માથું નાખીને રડવું હોય તો
મા ના સમું નથી કોઈ સ્થાન જગમાં…
વલોપાત અને નિષ્ફળતાનાં ઝેરને ઓકવા
બાપનાં કાન સમું નથી કોઈ સ્થાન જગમાં….
તમારા સુખે સુખી અને તમારા દુ:ખે દુ:ખી એવા
સમભાગિયા માબાપ સમુ કોઈ નથી જગમાં….

વાતો એમની કદાચ જુના જમાનાની
ગમા કે અણગમાને ઉપજાવનારી
પણ શ્રદ્ધા સદા કરજો તેમાં છૂપાઈ છે
ફક્ત સદભાવના અને ચિંતા તમારી…

http://www.readgujarati.com/sahitya/?p=307

દુર્લક્ષ્ય

નવેમ્બર 24, 2009 1 comment

કેતન અને દીના આમતો એક જ માનાં સંતાન પણ કેતન શ્યામ અને દીના શ્વેત..રમાબા ખુબજ સુંદર અને રામા ઐય્યર શ્યામ તેથી કેતન બધાજ પિતૃ ગુણો લઇને આવેલો..પણ એક ગુણ રમાબાનો તેનામાં ભારોભાર હતો અને તે તેની સંવેદનાઓ ખુબ જ તીવ્ર..દીનાને પણ તે ગુણ કળાનાં સ્વરૂપે ફળેલો અને તેથી તે બધી સંવેદનાઓ ચિત્ર સ્વરૂપે ઉતરે.

રામા ઐય્યરને તે  ન ગમે પણ રમાબા તો પેટભરીને દીકરીને પોરસાવે. નાનકડો કેતન આ જુએ અને મોટીબેનની જેમ ચિત્રો બનાવા જાય પણ તે જાણે ઓરમાયો દિકરો હોય તેમ રમાબા તેની ખોડ જ કાઢે. રામા ઐય્યર તો કેતન ને બાગમાં લઇ જાય અને સતોડીયુ રમાડે અને રમતગમતની વાતો કરે…ચામડીનો રંગ જુદો એટલે કાયમ એમ જ કહે તુ ઘાટીલો અને નટવરનો કાનો છું. પણ જેમ ઉમર વધતી ગઇ તેમ કેતનને ચામડીના રંગની તાકાત સમજાતી ગઇ. દીનાને મળતા પ્રાધાન્યથી કદીક તેને ઇર્ષા થતી અને ક્યારેક રમાબા ઉપર તેને બહુજ ગુસ્સો આવતોકે તેમણે તેને કાળો કેમ જન્મ આપ્યો? વધારે વાંચો …

પત્તાનો મહેલ ( 16)

સપ્ટેમ્બર 7, 2009 Leave a comment

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2, 3, 4, 5 , 6, 7, 8, 9, 10, 11, 12, 13 ,14, 15

સ્વામી હરનંદદાસજીનો સંપર્ક આકસ્મિક હતો. તે એક સમયે તેના જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરી સંસારથી ત્રાસીને ગંગાના કિનારે ગયા હતા. ત્યાં બાર વર્ષને અંતે ગુરુ કંઠી પહેરીને હિંદુ સંસ્કૃતિના મઠના મઠપતિ થયા હતા.

નિલય, રાજીવ, ભૂપત, શ્યામલી, શર્વરી અને બરખા તે વખતે વેકેશન ગાળવા બનારસથી હરદ્વાર જતા હતા ત્યારે રસ્તામાં મેળાપ થયોસાચી ઓળખાણ આપ્યા વિના થોડીક વાતચીત કરતા ખબર પડી કે તેઓ નિષ્કામ નિર્મોહી અને પવિત્ર જીવન વિતાવવા સૌને સમજાવી રહ્યા હતા.

તેમની એક વાત સાવ સહજ હતી જે કોઈના ગળે ઊતરતી નહોતી. “જે કાંઈ દરેકના જીવનમાં બને છે તે પૂર્વનિર્ધારીત છેપાછલા કર્મોના હિસાબોથી બને છેઅને તેથી કદીક ચમત્કારો થતા દેખાય છે. કોઈક તેને પોતાની શક્તિ માને છેકોઈક મહેનત તો કોઈક ભાગ્ય. પરંતુ હકીકતમાં તે કર્મ તણી ગતિ ન્યારી છે….”

ભૂપત, રાજીવ, શ્યામલી , શર્વરી, બરખા, નિલય સૌ તેને સાંભળતાઅને ભૂલી જતા રાધા બહુ જ આદરભાવથી તે સત્યોને સ્વીકારતી હતી. વાત તો સહજ હતી પણ વિખરાતા જતા પત્તાનાં મહેલને ખાળનારું આ સનાતન સત્ય હતું. વધારે વાંચો …

પત્તાનો મહેલ (15)

સપ્ટેમ્બર 7, 2009 Leave a comment

 

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2, 3, 4, 5 , 6, 7, 8, 9, 10, 11, 12, 13 ,14

ભૂપત ઝવેરી અને પાટીલની મૈત્રીને છાપાવાળાઓ માંડ્યા હતા. પાટીલ વિરોધ પક્ષનો સબળ નેતા હતો. આ વખતના ઇલેક્શનમાં તે સ્પષ્ટપણે બહુમતી મેળવી શકે તેવો ભય ફેલાતા લોકલ રાજકીય લોબી પાટીલને ઇલેક્શન પહેલા નીચો પછાડવા મથી રહ્યા હતા.

રિચાર્ડસનને પછી ત્રણ વર્ષ કોન્ટ્રાક્ટ વિના વિઘ્ને મળતા રહ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે પાટીલ તેની પાર્ટી કાર્યમાં ધ્યાન આપી શક્યો નહોતો તેથી ઑર્ડર ડિવાઈડ થઈ ગયો તેથી રિચાર્ડસન ટેન્ડર ફરીથી મંગાવવા માગતો હતો. તેણે પાટીલની પાર્ટીમાંથી પગ ખસકાવવા માંડ્યો હતો. સામે પક્ષે ભરાવા માટે જોઇતી સામગ્રી વિરોધી પાર્ટીને સાહજિકતાથી આપી દીધી અને પાટીલને હોસ્પિટલમાં કૌભાંડો ચલાવવાનો સ્કૂપ જોરશોરથી ચાલવા માંડ્યો.

  શ્યામલી, રાજીવ, બરખા અને નિલયના નામની ધરપકડ થવાની અફવા ફેલાવા માંડી હતી. ભૂપતની ધરપકડ થઈ ચૂકી હતી. આગોતરા જામીનથી છૂટી તો ગયોપરંતુ આટલા કારણ પૂરતા હતા, તેના નામને વગોવવા માટે. રાજીવ પોલિટિકલી નિષ્ક્રિય હતો. શ્યામલી અને નિલય આ બાબતોમાં બરખાની જેમ વકીલની સલાહ પ્રમાણે વર્તતા હતા. પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનની દરેક શાખા ચાલુ હતી, પેમેન્ટ અપાતું હતું, પણ આ બધું ક્યાં સુધી ? એ ચિંતા સૌને કોરી ખાતી હતી.

શર્વરી, શ્યામલી, રાધા અને બરખા આ ક્રાઈસીસના મૂળમાં કોણ છે તેની શોધ કરતા હતા. વધારે વાંચો …

Hate letter

સપ્ટેમ્બર 7, 2009 Leave a comment

અક્ષય ઉદાસ બેઠો હતો. વિક્રમે એને આવીને જે વાત કરી તેનાથી તે પગથી માથા સુધી હચમચી ગયો હતો. નિશા એની બાળપણ ની સખી. મુગ્ધાવસ્થામાં પ્રેયસી અને યૌવન કાળની સ્વપ્ન રાણી. એને ચાહતી હતી – વોટ નોન્સેન્સ !

        હું પણ એજ કહું છું વિક્રમ she is pretending. મેં પણ એને એજ કહ્યું. you are pretending તું ઢોંગ કરે છે. એ ચીબાવલી ! ઓહ સોરી ! એ કહે why should I pretend? મારે ઢોગ કરવાની શી જરુર?  તોબા ! તોબા ! ગળા સુધી હા હોય તો પણ…. મારે તો કશું નથી – સ્ટુપીડ નહીં તો ? અક્ષય – તું તારી વાત જવા દે પણ મેં નીશાના ઢગલાબંધ પ્રસંગો જોયા છે જે દીવા જેવું ચોખ્ખું કહી શકે કે એને તારે માટે શું છે અને શું નહીં ?૘

        પણ વિક્રમ તે શરુઆત કઈ રીતે કરી એતો કહે.. ફરીથી… હા હજી મારું મન માનતું નથી – વિક્રમ મારી સામે જોતો હતો કદાચ દિલોસોજી કે આશ્ર્વાસન કે એનાં જેવું કંઈક એની અંખમાં ભરીને. વધારે વાંચો …

શરત જીત્યું કોણ ?

સપ્ટેમ્બર 7, 2009 Leave a comment

 

http://www.gujaratsamachar.com/beta/images/stories/magazine/ravi/010209/24-r4.jpg

મંગુભાઈ એ દુખમાં માથુ ઘુણાવ્યું. “હા. એ સુશલી એમજ દુખી થઈને રહેવાની છે.”

હું મનુભાઈ અને સુશીલા ને સારી રીતે જાણું તેથી મેં ધડાકો કર્યો.” જોજો મંગુભાઈ સુશીલા પાંચજ વર્ષમાં સુરેશને સુધારીને રહેશે. અને એ એના નામ પ્રમાણે ગુણ સિધ્ધ કરશે. બોલો લગાવવી છે શરત ! “

        “હારી જશો નવનીતભાઈ કારણ કે તમે તો ખાલી મારી જ વાતો સાંભળી છે અને તે પણ અધકચરીજ…..”

        “તમે એમ કહ્યુને કે એ સુરેશને આગળ લાવવા બહુજ પ્રયત્ન કરે છે. એને એના ભૂતકાળ માંથી બહાર કાઢવા તનતોડ પ્રયત્ન કરે છે.”

        “હા. પણ પેલા જડસુને એની કયાં ખબર છે. અને તો જો એનું ચાલેને તો સુશીલા પાસે નોકરી પણ કરાવવી છે. અને ઘરમાં નોકરાણી જેવુ કામ પણ… રાતમાં અગીયાર બાર વાગે મિત્રોના ઠઠ્ઠામાંથી – જુગાર – રમીમાંથી હારીને આવીને ઘરે હુકમ ચલાવવા છે. રાતના પણ એને સુશીલા ગરમ ગરમ ખાવાનું કરીને જમાડે છતાં પણ – એમાં શું ? એ તો એની ફરજ છે – કહીને છૂટી પડે.” વધારે વાંચો …

પત્તાનો મહેલ (14)

સપ્ટેમ્બર 6, 2009 Leave a comment

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2, 3, 4, 5 , 6, 7, 8, 9, 10, 11, 12, 13


શર્વરીએ ખુલાસો આપવા માંડ્યો. જેની નજરમાં કમળો હોય તેને બધું જ પીળું દેખાયઅને આવું જ કંઈક તમારા સ્કૂપ શોધનારા પત્રકારો માટે છે.. તમારા મતે સ્ત્રી પુરુષોનાં સંબંધો ફક્ત એક જ પ્રકારના હોય છે. અને એમાં મીઠું મરચું ઉમેરીને ચગાવવામાં તમને શું મળતું હોય છે. તે તો ખબર નથી પણ એનાથી એ ઘરોમાં કેવી હોળી સળગી શકે છે, તેનો તમને સ્ત્રી તરીકે સહેજ પણ અંદાજ નથી થતો તે જોઈને દુ:ખ થાય છે.

મારા નિલયને હું જેટલો ઓળખું છું તેટલું તેને કોઈ ઓળખતું નહીં હોય. શ્યામલી તેમની મિત્ર છે. બિઝનેસ પાર્ટનર છે અને તેનાથી વધુ કંઈ જ વિચારીને એમના જીવનમાં પણ શંકાના થોર ના વાવશો. રાધા નાની બહેન છે મારી નણંદ છે. તેમના સંબંધોને બેહૂદી રીતે જોતા પહેલા એટલું વિચારી લેજો કે તમને તમારા મોટાભાઈ પાસે બેસેલા જોઈને તમારા પતિને કોઈ ખરાબ વિચાર આવે છે?

રાધાબહેન નિલયની સફળતાનું એક અંગ છે. આથી વધુ કોઈપણ જાતનું વિચારવું તે ફક્ત સમાજને વિકૃતિ તરફ દોરવા બરાબર છે. ત્રિકોણનો ચોથો ખૂણો શોધવા માટેનો તમારો પ્રયત્ન વાંઝણો છે.

પત્રકારો સ્તબ્ધ થઈને શર્વરીને સાંભળી રહ્યાં હતા. રાધા અને નિલય બંનેની આંખમાં શર્વરી માટેનો અહોભાવ ડોકાતો હતો. વધારે વાંચો …

ત્રિવેણી સ્ટોરનું પાટીયું

સપ્ટેમ્બર 6, 2009 Leave a comment

 

        અનીલ, અશોક અને અરવિંદ ત્રણે એ મળીને ધંધો શરુ કર્યો.. અનીલ કુનેહબાજ, ધંધાનો જાણકાર. અશોકની શહેરની વચ્ચે જગ્યા અને અરવિંદ પૈસા પાત્ર, એમ એકની જગ્યા- એકના પૈસા અને એકની બુધ્ધી એમ ત્રિવેણી સંગમ થી શરુ થયો ત્રિવેણી સ્ટોર.

        પાર્ટનરશીપ નક્કી થઈ – સરખાભાગે કામ વહેંચાય. સરખો નફો – સરખી જવાબદારી – અને ગાડી ચાલી સડસડાટ શરુ શરુમાંતો બધુ સરખુ ચાલ્યું – અનીલને માથે ભાર વધુ, કારણ કે જાણકારી એનામાં તે ધીમે ધીને અશોક અને અરવિંદને કેળવતો જાય. મનમાં…. હરખાતો જાય… કેવી આવડત છે મારી – આ પૈસા વાળા અને જગ્યાવાળા મને પુછીને આગળ ચાલે છે…. કઈક ખર્ચો કરવાનો હોય તો પણ મારા સિવાય એમને ના ચાલે…. વાતનો ફણગો ફુટ્યો…. અને હસતાં હસતાં અનીલ બોલી પડ્યો,…. અશોક અને અરવિંદતો મારા કારણે ઠેકાણે પડ્યા…. બાકી જગ્યા હોય કે પૈસા હોય તો શું બને ? આવડત જોઈએ, આવડત !!…. એક સાપનું બચ્ચું દરમાંથી છુંટું પડી ગયુ હોય અને સળવળતું હોય તેમ અનીલનું અભિમાન સળવળ્યું…

        અશોક ના કાને આ સાપના કણનો સળવળાટ જયારે આવ્યો ત્યારે છંછેડાઈ ગયો. શહેરની વચ્ચોવચ જગ્યા મળવી કેટલી અઘરી છે. તેની કયાં ખબર છે. લાખ પાઘડી આપતા પણ આ જગ્યાન મળે ખબર છે. ? ટેલીફોનનું ભાડુ લાઈટબીલ ટેક્ષ-બધું ગણોતો હજાર રુપીયાતો સહેજે ભાડુ થાય. એ તો શરુઆત હતી તેથી ત્રણસો ભાડે ચલાવ્યુ. હવે તો છસો થી નીચે એક પૈસો ના ખપે. ના ફાવે તો નીકળી જાય….. મારી પાસે જગ્યા એટલે શું મારે માર ખાવાનો ? કણું ખરેખર કાળોતરો નાગ બનીને…. ફુંફાડા મારતો હતો. વધારે વાંચો …

નોકરી ગઈ તે છોગામાં..

સપ્ટેમ્બર 6, 2009 1 comment

ફેક્ટરીમાં કામ કરતા અચાનક મોટાં ઘડાકો થયો સેફ્ટી ગ્લાસ પહેરેલ જનકની આંખમાં અથડાયેલ લોખંડની કરચે સેફ્ટી ગ્લાસ ફોડ્યો. અને એ ગ્લાસની કરચ આંખમાં પેસી ગઈ. સાયરનો વાગતી એમ્બ્યુલન્સ આવી…. અને જનક ને હોસ્પીટલમાં દાખલ કર્યો. ફેક્ટરી ના એનાં ડીપાર્ટમેંટલ હેડથી માંડીને ફેક્ટરીએ ઓપરેશન કરવાનું કહ્યું કર્યું, સફળ થયુ કે નહીં તે પંદર દિવસ પછી જયારે પાટો ખુલે ત્યારે ખબર પડે. એમ કરતાં કરતાં હોસ્પીટલમાં મહીનો થયો. એની પત્ની બાળકો ભાઈ ભાભી બધાં હવે ધીમે ધીમે આવતા ઘટી ગયાં. 

 ઓપરેશન ખુલવાના દિવસે મહીનાનો પગાર ઘર બેઠા ફેક્ટરીમાંથી મળી ગયો. ઓપરેશન ને દિવસે પટ્ટીતો ખુલી પણ આંખ ન ખુલી. ઓપરેશન નિષ્ફળ નિવડ્યું. ડોકટરે ફરી આશા બતાવી…. બીજો ડોકટર…. ફરી ઓપરેશન… ત્રીજો ડોકટર…. ફરી ઓપરેશન… આ ઘટમાળમાં છ મહીના જતાં રહ્યાં. પગાર નિયમિત મળતો રહ્યો. ફેકટરી મેનેજરે જનકને સમજાવ્યો. 

        “ભાઈ સત્યનો સ્વિકાર કરીલો તમારી એક આંખ જતી રહી છે. હવે આ ડોકટર અને ઓપરેશનનાં ઘક્કા છોડો અને ડ્યુટી ઉપર ચઢી જાવ.” 

        જનક ને વકીલે કહ્યું. “આંખ જતી રહેવી કંઈ જોક નથી ડ્યુટી ઉપર એક્સીડન્ટ થયો છે. ફેકટરી તમને પગાર પણ આપશે. અને  ચાલુ પણ રાખશે”. 

        એનો ભાઈ આ દાવાની વિરુધ્ધમાં હતો. એ કહેતો કંપની માનવતા સભર વર્તે છે. હોસ્પીટલાઈઝેશન તથા પગાર આપે છે. આપણે અંગત રજુઆત કરવી જોઈએ. પણ કોર્ટ રાહે કામ ન લેવું જોઈએ.

        પરંતુ જનકે ફેકટરી ઉપર લાખ રુ. નો દાવો માંડી દીધો. ઘર બેઠા આવતો પગાર બંધ થયો. કોર્ટનાં ચક્રો શરુ થયા. સ્ટેમ્પ ફી. આ. ફી… ટાઈપીંગ…. આ દાખલો…. તે દાખલો…. સગા સબંધી મિત્રો પાસેથી ઉછીના કરી ઘર શરું થયું. માનસિક ત્રાસ વધતો ગયો.

        ફેકટરીના મેનેજરને આ ચેષ્ટા બાલિશલાગી… હોસ્પીટલ ખર્ચ છ મહીનાનો પગાર બધુ થઈ ચાલીસ હજાર ભરવાના નીકળ્યા કંપની ના વકીલ વધુ અસરકારક સાબિત થયો. બે વરસે ચુકાદો આવ્યો.. ઘડાકો થવામાં જનકની નિષ્કાળજી કારણભુત હતી. મશીનરીનું નુકશાન પણ પેલા દાવામાં ઉમેરાયું અને બદનક્ષી નો દાવો. તથા નોકરી ગઈ તે છોગામાં…….

નબળા હ્રદયનો

સપ્ટેમ્બર 6, 2009 Leave a comment

        પ્રકાશ ધીમે થી બોલ્યો. “મારી પાસે એક રીવોલ્વર છે. અને ત્રીસ ગોળીઓ છે. ઓગણત્રીસ માણસોનું લીસ્ટ હતું. તારું નામ ત્રીસમું છે.” – ફીલ્મોમાંથી પ્રેરણા લઈને જાણે સંવાદ બોલતો હોય તેમ તે બોલ્યો.

        સતીશ સહેજ ખચકાયો – ધીમે રહીને એણે જવાબ આપ્યો “આગળના 29 જણાં જીવે છે ને ?”

        જવાબમાં પ્રકાશ ખડખડાટ હસ્યો……. એનાં  હાસ્યનાં પડધા સતીશના પેટમાં ઉંડે ઉંડે ઉતરતા જતા હતા. એણે ધીમે રહીને ફોન મુકી દીધો. ફરી પાછી ફોન ની ઘંટડી રણકી…. રણકતી રહી… લાંબા સમય બાદ એણે ફોન ઉપાડ્યો…. ઘડકતા અવાજે તે બોલ્યો “હેલો…” સામેથી સ્મિતા ઘુંઘવાયેલા અવાજે બોલી –“ શું કરતો હતો. આટલી બધી રીંગ વાગી તો પણ….”

“ મને એમ કે પ્રકાશ નો ફોન છે.”

“શું કયું એણે ?”

“ કંઈ નહીં એણે ઘમકી આપી ગાંડો માણસ છે. એટલે જ તો બીક લાગે છે. એને તો કંઈ નહાવું નીચોવવુ નહીં. બે ત્રણ દિવસ જેલમાં આંટો મારી આવે તો પણ કંઈ ફેર ન પડે. પણ આપણી તો હાલત બગડી જાય ને ?”

        “સારું હવે બહુ વિચાર કર્યા વિના ઘરે નકળી આવ પુંજિત ને બહું તાવ ચઢ્યો છે.”

“ ભલે”  સતીશે ફોન મુકી દીધો.

        ફરી ઘંટડી વાગી – યંત્રવત સતિશે ફોન ઉપાડ્યો…” હેલો !” એજ ખડખડાટ હાસ્ય… પછી પ્રકાશ બોલ્યો – “તું કહેતો હતોને કે એ 29 જીવે છે કે પહોંચી ગયા…. તુ પહેલો જઈશ. તારી સાથે તે બધા આવશે… હા….હા….હા….સતિશ… તું લાંબુ નહીં જીવે…… તારી પાછળ જ અજય…. સરોજ પંક્તી – જયોતિ – સ્પંદન – શિરાઝ – ઝરીના. બધા આવશે…. રોજ એક પછી એક….”

        “પ્રકાશ – તારી પાછળ જો – એક પોલીસ ઈન્સ્પેક્ટર તારી રાહ જોઈને ઉભો છે. તુ સૌથી પહેલા એનું ખુન કર. એટલે એક ગોળી ઓછી થઈ. એ ગોળી મારી હશે.”

“ સતીશ તું શું બોલે છે તેની તને ખબર છે.?”

“ હા તારા ફોન પછી મેં પોલીસ ઓફીસે ફોન કર્યો હતો… કદાચ આજ કારણે તને મારો ફોન અંગેજ મળ્યો હશે. તને ખબર છે પોલીસ સ્ટેશન તું જયાંથી ફોન કરે છે. ત્યાંથી એકજ ઘર દુર છે. મેં એ પાછળ જોયું છે”

 “. તું જુઠુ બોલે છે. ત્યાં કોઈજ નથી. હવે આગળ સંભાળ તારુ ખુન હું એટલા માટે કરવા માગું છું કારણ કે તેં મિત્ર તરીકે મને ઉંચો લાવવાની કોશિશ નથી કરી. મને અપમાનિત નથી કર્યો તો માન પણ નથી આપ્યું હું ઉતરતો છું એમ વારંવાર અહેસાસ કરાવ્યો છે. આ દરેક અહેસાસ મને જેણે જેણે કરાવ્યા છે. તેમને દરેકને હું છોડવાનો નથી.“ એણે ફોન મુકી દીધો.

        સતીશે થોડાક વિચાર કરીને ફોનનાં ડાયલ પરનાં નંબર ફેરવવા માંડ્યા. પ્રકાશ ધીમે રહીને પાછળથી આવીને ઉભો રહ્યો – હાથમાં કશુ નહોતું જેવો સતીશે ફોન મુક્યો…. અને પાછો વળ્યો – અને પ્રકાશ ખડખડાટ હસ્યો… નબળા હ્રદયનો સતીશ તરતજ ઢળી પડ્યો.