Archive
સુંદર અને સત્ય વાક્ય
સલાહ હાર્ટ સર્જરી રૂમની બહાર લખેલું સુંદર અને સત્ય વાક્ય:
“અગર દિલ ખોલી દીધું હોત પોતાના દોસ્તો સાથે,
તો આજે ખોલવું ના પડત ઔઝારો સાથે”
નોંધ: દોસ્તો દુખ વહેચવાથી ઘટે છે અને સુખ વહેચવાથી વધે છે.
There are no shortcuts to any place worth going.-Beverly Sills.
There are no shortcuts to any place worth going. – Beverly Sills.
Taking the more difficult road to success.
Cheating to get ahead might get you the grade or promotion,but in the long run it really sets you back. Intelligence, creativity, hard work, and solid character–the things that propel you forward–are not fostered by taking the easy way out. You don’t earn anything by short-cutting your work. You’re only cutting your potential short. Sure you might feel relieved that a stressful task has passed, but an undeserving sense of relief doesn’t compare to the gratification of knowing that you completed your own work. If something in your life is difficult, meet it head on and earn the satisfaction of earning a job well done–with honesty and integrity.
Cheating to get ahead might get you the grade or promotion, but in the long run it really sets you back. Intelligence, creativity, hard work, and solid character–the things that propel you forward–are not fostered by taking the easy way out. You don’t earn anything by short-cutting your work. You’re only cutting your potential short. Sure you might feel relieved that a stressful task has passed, but an undeserving sense of relief doesn’t compare to the gratification of knowing that you completed your own work. If something in your life is difficult, meet it head on and earn the satisfaction of earning a job well done–with honesty and integrity.
Be Happy.
Malti Patel
બાકી મૂળ અમે ના કહીંના– ચંદ્રકાંત શાહ
આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના.
શબ્દ બન્યો છે બ્રહ્મ એટલે આખ્ખે આખ્ખી દુનિયા એમાં લઈને ફરવું
હોત નહિતર પંખી થઈને હરફરવું કાં વૃક્ષ થઈને પાંગરવું કાં પાણી થઈને તરવું
સમજ શેષ રહી છે તેથી અમે અમારો ઉત્તર, બાકી હોત અમે નહિ હા – નહિ ના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
સમક્ષ હોય તે સાર્થ, નહિતર અર્થ રહે ના કોઈ કદી પણ ક્યાંય કશાનો
સ્વપ્ન સાચ કે સંબંધોનો, સુગંધનો કે સ્પર્શ-બર્શને સુંદરતાનો
શરીર સ્મરણને પામ્યું તેથી ટકી જવાતાં – ઠીક છીએ ભૈ છીએ જેમ જ્યાં તહીંના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
– ચન્દ્રકાંત શાહ
અમેરિકા આવ્યાની શરૂઆતના દિવસોમાં જાતની ઓળખના ચૂરેચૂરા થયા પછીની વેદના લગભગ દરેક ઈમીગ્રાંટે અનુભવી છે. નવી ઓળખ ઉભી કરતા પહેલાં અહીંના એટલે કે આ દેશના થવું પડે તે જરૂરી હોવા છતાં અઘરૂં હતું. જ્યાંના હતાં ત્યાંથી ઉખડી રહ્યા હતા અને અહીં હજુ રોપાવાના સંઘર્ષની શરૂઆત હતી. એ સમયમાં હ્રદયના ભાવોને એક વિશાળ ફલક પર મૂકતી આ રચના ચંદુભાઈના સ્વમુખે સાંભળવાનો મોકો મળ્યો ત્યારે સ્વ. શ્રી આદિલ મન્સૂરી અને બીજા કેટલાક નામી કવિઓ પણ આ સંમેલનમાં હતાં તે વાતને આજે પંદરથી વધારે વર્ષો વીતી ગયા છે પણ આ રચના દિલમાં ઊંડી ઉતરી ગઈ. પરમ તત્વ તરફ દ્રષ્ટિપાત કરતી આ રચનાના શબ્દે શબ્દમાં લય અને માધુર્ય નીતરે છે.
– રેખા સિંધલ
વિચાર વિસ્તાર
નીતરતી ચાંદનીમાં વદ વિચારે છે –
મનુષ્યો, હદ વિષે અનહદ વિચારે છે
ડો. મહેશ રાવલ.
મનુષ્યોનાં મન ની અદભુત વાત ડો મહેશભાઇ લાવ્યા છે. અને તે નકારાત્મક વલણ ધરાવતા મહદ અંશના મનુષ્યોની વાત કે તેઓ સુખમાં દુઃખની અને દુઃખમાં વધુ દુઃખની જ વાતો વિચારતા હોય છે. જેમ કે પુર્ણિમાની ચાંદની જોઇને વદનો વિચાર કરે છે. જ્યારે હકારાત્મક વલણ ધરાવતો મનુષ્ય ચાંદની માણે છે અને વદ આવે તો બીજી પૂર્ણિમાની રાહ જુએ છે, જે હકારાત્મક વિચારો ધરાવે છે તેઓ હંમેશા કહેતા હોય છે
માનો તો દરેક ઉતાર પર ચઢાવ છે ઘણા
દરેક ચઢાવો લાવે મનભાવન સુખો ઘણા
જે માણતા માણતા વહી જાયે ઉતાર બધા.
આવકારી શક્યા નહીં !-ડો.મહેશ રાવલ
પદ્ય અને ગદ્યનl સમન્વયનો આ નવતર પ્રયોગને આપ માણશો તેવી આશાસઃ
આવકારી શક્યા નહીં !-ડો.મહેશ રાવલ
તફાવત હતો પણ, નિવારી શક્યા નહીં
સહારા ય છેલ્લે ઉગારી શક્યા નહીં
મુકદર જુઓ આપણું કે, અધિકતર
કદી સત્યને આવકારી શક્યા નહીં
પલળતું ગયું પોત ભીનાશ વચ્ચે
જરાકે ય એને નિતારી શક્યા નહીં
જુદી નીકળી ધારણાથી હકીકત
અને ધારણા, ફેર ધારી શક્યા નહીં
વકરતી રહી નિત અડાબીડ ઈચ્છા
વિષય ચાતરીને, વિચારી શક્યા નહીં
અસર વિસ્તરી ગઈ, અસામાન્ય રીતે
ઈલમ ઓળખીતાં ય, તારી શક્યા નહીં
Courtsey : http://drmaheshrawal.blogspot.com
તારો અધિકાર
આ કવિતા વાંચતા પ્રાચી વિચારમાં પડી ગઇ. આ કવિઓને ક્યાંથી સમજાઈ જાય છે વણ કહી બધી વાતો… પેઢીઓનો તફાવત તો હતો તેથી જ તો બંને પોત પોતાનો બુંગીયો ફુંકતા હતા ને..તમે સમજો જરા..જમાનો બદલાઈ ગયો અને હજી તમે ત્યાંજ બેસી રહ્યા છો? તમે દેશમાંથી અમેરીકા આવીને બેસી ગયા પણ હજી દેશને ભુલતા નથી? હવે તો તમારા દેશમાં પણ આ બધુ થાય છે…તમારે જોવુ નથી…માનવુ નથી.હા દેવ આ બધુ કહેતોજ હતો..અને હું મારા અભિપ્રાયને સંસ્કૃતિનાં નામે એના ઉપર થોપતી ગઈ..મા દીકરાનો સબંધ મજબુત સહારો હતો છતા…તે તેને ઘરે છે અને હું ભાડાનાં ઘરમાં એકલી ફરું છું…
તફાવત હતો પણ, નિવારી શક્યા નહીં
સહારા ય છેલ્લે ઉગારી શક્યા નહીં
પ્રણવનાં ગયા પછી નાનો દેવ તો મારો સહારો હતો.. જીવવાનું બહાનુ હતો…પણ વરસોને જતા ક્યાં વાર લાગે છે..મારા મનમાં વસેલો નાનો દેવ આજે તો ડેટીગ કરતો દેવ શર્મા છે…તેની સ્વપ્ન સુંદરી જેના ઇચ્છે છે તે બધુ દેવ કરે છે અને તે ઇચ્છે છે મા નામનું આ ઘેલુ પ્રાણી તેના દેવથી જોજનો દુર રહે..રોજ રોજ ફોન ન કરે.. રવિવારે ખાલી મંદીરમાં અલપ ઝલપ મળે…અને મુઈ હું જેને મારો માની રહી છું તે તો ક્યારનો કહી રહ્યો છે “મોમ ગ્રો અપ.. મારે હવે તારી જરુર નથી..મારી પણ જિંદગી છે..હું પણ ઝંખુ છું મારી જેના સાથે મારી જિંદગી જીવવાની..”
મુકદર જુઓ આપણું કે, અધિકતર
કદી સત્યને આવકારી શક્યા નહીં
પણ બેટા મને ક્યાં વાંધો છે તારી જેના સાથેની તારી જિંદગીનો..પણ હું સંપુર્ણ પણે તારી જિંદગીમાંથી નીકળી જઉ તે મને મંજુર નથી..તુ જેનાનો પ્રેમી બન પણ મારો દિકરો બનવાનુ કેમ ટાળે છે? મોમ ગ્રો અપ..અઢાર વર્ષનો થયા પછી અહી હજુ મોમ મોમ કરું તો અહી બધા હસે છે અને આ યુવા અવસ્થામાં મને ગમતુ મારું સ્નેહ પાત્ર તને ગમતુ થાય ત્યાં સુધી રાહ જોવી મને જરુર નથી લાગતી..તુ જ તો કહેતી હતીને ટેક ઈટ ઓર લીવ ઈટ. આજે મારે તને કહેવુ પડે છે મોમ..આઈ એમ લીવીંગ યુ.
પલળતું ગયું પોત ભીનાશ વચ્ચે
જરાકે ય એને નિતારી શક્યા નહીં
અશ્રુ તો ઘણાં નીતરી ચુક્યા..જોકે હવે તો દેવને ત્યાં પણ જ્હોન અને કેટરીના છે.. મને કોણ જાણે કેમ હજુ પણ જ્હોન ઉપર વહાલ આવ્યા કરે છે પણ જેના મને કહેતી રહે છે કે દાદીને હેરાન ના કરતો..હું કેવી રીતે સમજાવું કે મારું દેવ પર વરસેલા વહાલનો કેટલોક હિસ્સો હજી શ્વસ્યાં કરે છે મારા વહાલના દરિયામાં..તે મારા દેવનાં સંતાનો છે.. પણ જેના ને લાગે છે કદાચ હું દોરા ધાગા કરી તેના દિકરાને તેનાથી છુટો પાડી દઈશ..જેના તને કેમ સમજાવું..કે હું પણ મા છુ અને હું સમજી શકુ છું માતૃત્વને..અને આશા છે કે તુ પણ સમજ કે દેવ કે જે તારો પતિ પછી પણ તે પહેલુ મારું પણ સંતાન છે…
જુદી નીકળી ધારણાથી હકીકત
અને ધારણા, ફેર ધારી શક્યા નહીં
આજે મેં મારી અંદરની મા ને મારી નાખી..મારે દેવ તારા બાળકોની બેબી સીટર નથી બનવું. પ્રણવનાં ગયા પછી મેં આજે પહેલી વખત મને મેં મારી રીતે જોઈ. મને જિંદગી સાથે સમાધાન નથી કરવું. પ્રણવનાં ગયા પછી તને ભણાવ્યો ગણાવ્યો અને સમાજમાં ગર્વભેર જીવી શકે તેવો બનાવી મા તરીકે ની મારી જવાબદારી પુરી કરી. હવે હું દેશમાં જઈ મારા અત્માનું કલ્યાણ કરીશ..ભલેને તુ મને કહે “મોમ યુ આર એસ્કેપીંગ..”
વિષય ચાતરીને, વિચારી શક્યા નહીં
અસર વિસ્તરી ગઈ, અસામાન્ય રીતે
ઈલમ ઓળખીતાંય, તારી શક્યા નહીં
વિચાર વિસ્તાર
છે હરણની ફાળ જેવા ઓરતા
ને ચરણમાં કાચબો પાળ્યો તમે
કરસનદાસ લુહાર
માણસની મોટામાં મોટી મજબુરીને કવિએ કેવા સરસ શબ્દોમાં મુક્યુ છે.મનનાં ઓરતા તો ગગન આંબવાનાં છે.. કોઈકને કરોડપતિ બનવું છે.કોઈકને અપ્સરા સમી નાર જોઈએ છે તો કોઈક્ને દેવરૂપ જીવન સાથી.આપેક્ષાઓનો તો અંત નથી અને તે અપેક્ષાનાં અશ્વોને મન બેફામ રીતે દોડાવે તેમ કાયમ બને પરંતુ તે સ્વપ્ના દરેક્ના સાચા નથી પડતા કારણ્ કે એ મનોરથોને પામવાનાં સાધનો ટુંકા છે પગે કાચબો બાંધ્યો છે..પરિણામે અપેક્ષાઓ તુટતા દુઃખનો અહેસાસ થતો હોય છે.
જે હ્રદયને સાંભળે છે તે પગે કાચબો બાંધ્યો છે તે સત્યને ભુલતો નથી અને તેથી કદાચ આ વણ જોઈતા જાતે ઉભા કરેલા દુઃખથી બચી જાય છે. મારી મોટર કાર ભલેને ૧૨૦ માઈલની ઝડપે ચલાવી શકાય પણ ગતિમર્યાદા ૪૫ માઈલ હોયતો ૯૦ માઈલનું અંતર એક કલાકમાં ન જ કપાય્… હવામાં ભલે ઊડો તમે પણ પગ જો હશે ધરતી પર તો પછડાટનો માર નહીં લાગે
વિચાર વિસ્તાર
મારી ન્યૂનતા ના નડી તને
તારી પૂર્ણતા ગૈ અડી મને
-ઉમાશંકર જોષી
પ્રભુ અને માનવ વચ્ચેની આ વાત સ્વયં સંપુર્ણ છે
માનવ કહે છે મારામાં અપૂર્ણતા ઘણી છે અને વારંવાર હું મદ અને પ્રમાદ કરીને વ્યક્ત કરતો જ હોઉં છું, પણ હે પરમ પિતા તમે ક્યારેય એ ઉછાંછળાપણાને ધ્યાનમાં નથી લીધું.
પણ હે પ્રભુ તમારુ સંપૂર્ણપણુ મને કાયમ જ જોઈતુ હોય છે. લાયકાત હોય કે ના હોય..તમારું સંતાન હોવાનાં નાતે કે સર્વોપરી પોતાની જાતને માનવા માટે તમારી પુર્ણતાની જલન જરુર મને થાય છે.
વિચાર વિસ્તાર
આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.
–વિવેક મનહર ટેલર
ડો વિવેક ૧૯૯૫નાં કોઇક કઠીન તબક્કામાં સાવ સીધા શબ્દોમાં અર્થ અને રક્તનાં તાણા વાણાની વાત કહી ગયા.. .પૈસા આપીને સગાનું સગપણ ખોયુ, કદાચ તે પહેલો અને સ્થુળ અર્થ પહેલી નજરે દેખાય પણ કોઇકે સાચુ જ કહ્યુ છે.
“શુન્ય વધ્યા અને વધ્યા અંતરાળ..”
જુઓ કરોડપતિઓને તેઓને ત્યાં જેમ પૈસા વધે તેમ તાળા વધે.. આ તાળા શાનુ પ્રતિક છે? અવિશ્વાસનું કે સુરક્ષાનુ?
જો સામાન્ય જનસમાજ કરતા ઓછો પૈસો હોય તો પણ દુઃખ અને વધાર પૈસો હોય તો પણ દુઃખ્..જેમ પૈસો વધે તેમ તેને ખોવાનો ભય પણ વધે અને તેથી જ તો સુખી માણસની વ્યાખ્યા કોઇકને પુછી તો કહ્યું
“સુખી તે જ જેની પાસે કોઇ ચાવી ન હોય્..”
પરંતુ વેદના ત્યારે વધુ થાય જ્યારે રક્તનો સંબંધ લક્ષ્મી પાસે પાતળો પડે.. અને તે અર્થ સાચા સ્વરુપે વ્યાજ અને વટાવના વેઢા ગણે. છુટા છેડા તેનુ વિકૃત સ્વરુપ્ અર્થના કારણે પકડે કે ઓછી નાણાકીય સંપતિ ને કારણે વૃધ્ધ મા બાપ છોકરાને ત્યાંથી ઘરડા ઘરે ઠેલાય કે ભાઈ ભાઈથી કૌટુંબીક હક્કો ઓળવાય કે દિકરી સાસરેથી પાછી હડસેલાય….
બહુ દુઃખ સાથે કહેવુ પડે છે કે
લોહીનાં સબંધો ફક્ત આપત્તિના સમયે જ ઉછાળો મારે
પણ અર્થનાં સબંધો કાયમ એક યા બીજા પ્રકારે ઉછળે
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!-ભરત દેસાઇ
મસ્જીદ નાં દ્વાર પાસે ઉભા રહી એક બંદો બુલંદ અવાજે આંખ મીંચીને કહે છે.
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
ત્યાં રહેલ બીજા બંદા એ કહ્યું
દ્વાર તો ખુલે હૈ બસ તુ તેરી આંખ ખોલદે!
શીકાગોનાં કવિ મિત્ર ભરત દેસાઇ સાથે વાત ચાલી રહી હતી અને તેમનો આ રમુજી ટુચકો તે સમયે તો હાસ્ય જન્માવી ગયો પણ પછી જેમ વિચારતો ગયો તેમ લાગ્યુ કે આ ટુચકો નથી પણ બહુ ગહન વાત ટુચકા સ્વરુપે કહેવાઇ છે.
આપણે ભગવાન પાસે કે અલ્લા પાસે કે જીસસ પાસે તેની કૃપા હરદમ માંગ્યા કરતા હોઇએ છે..સ્વભાવગત રીતે પ્રભુનુ નામ પડે અને કોઇક માંગણી અજાગૃત રીતે પણ કરતા હોઇએ છે. પણ કોઇ ક્યારેય આ વાત આપણને કહેતુ નથી કે આંખ ખોલ બધુ જે તુ માંગે છે તે પ્રભુએ તને તુ માંગે તે પહેલા આપ્યું છે.પણ અતૃપ્ત મન અને માંગણ વૃતિનાં ત્રાગા તો જુઓ પેલાને તે આટલુ આપ્યુ અને મને કેમ તે નહીંની જીદમાં કાયમ તેના ન્યાયને ખોટો કહી દેવાની ઘૃષ્ટતા કરતા હોઇએ છે.
શ્રીમદ રાજચંદ્ર તેથી તો કહે છે ” કર વિચાર તો પામ!”
અને પામવા જેવુ જે છે તે “આધ્યાત્મ વિચાર” છે અને તે આંખ ખુલે તો મળેને?-વિજય શાહ્
વિચાર વિસ્તાર
તને તારુ ધારેલ સ્વર્ગ મળે
કે તું જે પામે તે સ્વર્ગ બને
ખુબ ઘુંટાઈને આવેલ આ આશિર્વચન કે શુભેચ્છામાં લેખક જીવનની સચ્ચાઈ અને જીવન જીવવાનો રસ્તો બતાવી જાય છે. જો સુખી થવુ હોય તો કોઈ પણ જાતની ફરિયાદ વિના જે મળ્યુ તે પ્રભુ પ્રસાદ સમજી જીવી જાવ અથવા અનુકુલન શક્તિ વિકસાવી જે મળ્યુ તે સ્વર્ગ બનાવીને જીવ્યે જાવ. જે જીવનને ઊત્તમ કાર્યો કરવા માટે પ્રભુએ ચીંધેલ રસ્તે ચાલે છે અને સંતોષથી જીવે છે તેને કદી આધિ વ્યાધિ કે ઊપધિ આવતી નથી કારણ્ કે તેઓને જે પામ્યા તેને સ્વર્ગ બનાવતા આવડે છે.
વાંચકોના પ્રતિભાવ