Archive

Archive for the ‘વા ઘંટડીઓ’ Category

અંગત છતા જાહેર હકીકત

ડિસેમ્બર 12, 2011 14 comments

૩૫મી લગ્નતીથિ ઉપર જ્યારે યાદ કરું કે વિવાહ થયા તે દિવસે ઘણી વાતો કરી..પણ સામાન્યતઃ બને છે તેમ હું બોલતો હતો અને તું સાંભળતી હતી…તને તો ફક્ત એકજ વાત ગમતી અને તે હું સાથે હોઉં. તેનું મનતો પેલા પાકીસ્તાની ગીત ( જે તે વખતે મોડી રાતે હીચકા ઉપર ઝુલતી ઝુલતી સાંભળતી હોય) ગાતુ હોય..

शोर मचाउंगी..लोगोको सुनाउंगी

तुने मेरा दिल चुराया है..

हो मुझे प्यारका रोग लगाया है

આ નિર્દોષ પારેવડા સમી પ્રેમાળ બકુડી સાથે રોમાંસ દસ મહિના રહ્યો.. લગ્ન થયા અને તે તો સદાય મારા સંગની પ્યાસી પણ હું બહું વહેવારીયો .. ફલાણાને ત્યાં જવાનું અને ઘરનાં બધા કહે તે માનવાનું એમ અજાણે મારા ભોગે જમાનાને હવાલે કરતો રહ્યો..તું રુંધાતી રહી વિંધાતી રહી અને જેમ વધું ભીંસાતી તેમ મારાથી દૂર થતી રહી..  હું તારા સૌ સંઘર્ષોથી તારા તરફ વધુ અને વધુ ભીંજાતો ગયો.સંયુક્ત કુટુંબ અને ફરજોની બેડી ઉપર દિવસભર રહેંસાયેલી નાજુક કળી ને રાત્રે રાતરાણીની જેમ મહેંકાવવા મથતો… મને ત્યારે પણ ખબર હતી કે  આ દિવસો પણ જતા રહેશે અને ૩૪ વર્ષોમાં મેં ઉધામા જ કર્યા અને તે ઘડીક આ આધી કે ઘડીક પેલી ઉપાધી તો ડાયાબીટીશની વ્યાધીમાં મારી સાથે ઝઝુમતી રહી. હજી પણ ઝઝુમે છે.અને સાથે રહે છે અને તેથી જ તો અમારુ દસત્વ અક્બંધ છે.

મારે આજે મારી એક અંગત છતા જાહેર હકીકત કહેવી છે. અને તે એ છે કે રેણું હું  તારા પ્રેમમાં રોજ પડું છું.. અને રોજ તને જોઉં છું  કદીક પ્રેયસી તરીકે, પત્ની તરીકે,મિત્ર તરીકે, સંતાનોની મા તરીકે અને પૌત્રો ની દાદી તરીકે. તું તો યાર એવી દોસ્ત છે કે જેને વહાલ જ કરાય અને બસ એકલું વહાલ જ કરાય.. ભલે ને તું હસતી હોય કે રડતી. તું ભલે માને કે ન માને પણ હું તો ખુબ જ સુખી છું કારણ કે મને તું ગમે છે અને તું ધારે કે ના ધારે મારા પ્રેમને તારો પ્રેમ બનાવી તુ પણ સુખી છે

તારું લાખેણું સ્મિત પામી ન શક્યો જુગો જુગો સુધી

મળ્યું તે સ્મિત, ને મલકી રહી ખુશીઓ ફાગણ સમી

ફરી કહીશ રહેવા ચહું ભવોભવ તારી સાથે…

ભલેને તું કહે મુજથી તોબા તોબા

 વેરીશ પ્રેમ હું તો  ખોબા ખોબા

આજે

 વા ઘંટડીઓ ૧

સ્વરૂપે આખો કાવ્ય સંગ્રહ રેણું તને અર્પણ

 

ઓલ્યા ઝાકળ બીંદુઓનાં ભેજ

ઓક્ટોબર 30, 2011 1 comment

પ્રભુ!

નથી ચાહતો તું મને

વર્ષનાં ૩૬૪ દિવસ

૨૩ કલાક અને ૫૯ મિનિટ.

પણ એક મિનિટ તું

વરસાવે એવું હેત અને ઉત્કટ સ્નેહ

કે હું ભુલી જાઉં બધા મારા

આક્રોશો અને ધમપછાડા

જાણે સુર્યોદયે સુર્ય પ્રકાશે

ઓગળે કમળનાં  લીલેરા પાને

ઓલ્યા ઝાકળ બીંદુઓનાં ભેજ

સુખાનુભૂતિ તે પ્રેમ

સપ્ટેમ્બર 26, 2011 1 comment

તને જે સમજાયો આજે હું,
તે કદાપી નથી હું.

હું તો એજ છું
જેને તેં ચાહ્યો ગઇ કાલે

અને આજે પણ હું એજ છું
જેને તેં ચાહ્યો ગઇ કાલે

ફક્ત કાઢી નાખ એ ચશ્મો
અપેક્ષાઓનો

આવતી કાલે પણ એ જ હોઇશ હું
જેને તેં ચાહ્યો ગઇ કાલે

બદલાય સદા તે અપેક્ષા,
ના બદલાય તે પ્રેમ
રડાવે તે અપેક્ષા
સુખાનુભૂતિ તે પ્રેમ

અમ રુડું સ્વર્ણ પ્રભાત

સપ્ટેમ્બર 6, 2011 1 comment

-શનીવાર સવારની ટ્રેનની સહેલગાહે


મારા ત્રણેય વંશજો
જય મહેતા, ધ્વનીત  અને જેક  શાહ

  બની પાયાનાં પથ્થર  વેઠિયે છો ને એકલવાસ

સજાવાશે કાલે  અહીંયા કો’ સુંદર મંદીર ઘાટ

ને સંભળાશે મંદીર મહીં મીઠી આરતનાં રણકાર

આજે નહી તો કાલે ઉગશે અમ રુડું સ્વર્ણ  પ્રભાત

http://www.youtube.com/watch?v=1oaMqi0lvNs

ઈ મેલ સહાયઃ પ્રતિભા શાહ અને ભાવીન શાહ

સાર્યા કરજે આંસુ રણની તપતી રેતીમાં

ઓગસ્ટ 19, 2011 1 comment

પ્રેમ એટલે શું?
આપ્યા જ કરવાનું?
તેં કરેલી ભુલોને ભુલ્યા જ કરવાનું?
તું જાહેરમાં મને અવગણે..
મારા કરેલા એકરારોને ઉવેખે
મારા અહેસાસોને ના સમજે તો કાંઈ નહીં
પણ તારા અહેસાસોને જો હું અવગણું તો
મને તારાથી પ્રેમ નથીનો ઇલ્કાબ તો ના આપ

હા.
તને જોઇને ઉભરતી પ્રેમ ભાવનાને વેવલાપણું કહી
ઠીક તું હસી લે.

જ્યારે હું તારી દુનિયામાંથી જતો રહીશ ત્યારે
તને સમજાશે કે પ્રેમ એટલે લગણીઓનું આદાન પ્રદાન
મારા જળમાં કાંકરો પડે અને તેના સ્પંદનો તને સ્પર્શે

પણ અફસોસ એ તને ત્યારે જ સમજાશે જ્યારે હું તારી પાસે નહીં હોઉં
પછી સાર્યા કરજે આંસુ રણની તપતી રેતીમાં

વંશજો

ઓગસ્ટ 3, 2011 2 comments

 

જોઇને ઠરે છે મારી આંખ, ઉજ્વળ હો આવતી કાલ

                   લાડ દુલાર અનેકો મળે, વંશજો વધાવો આવતી કાલ

ફાધર ડે

જૂન 19, 2011 1 comment

સાચું કહું બાપુજી તમે નથી

 તે વાત આજે બહુ જ આંસુઓને તાણી લાવી

ફોટા ઉપરનો સુખડનો હાર

અને ભગવાનનાં ગોખલે

પ્રભુ સાથે  મુકેલ માળા

એક રૂપ થયા

 અને બહુ લાગી આવ્યું

મારા સંતાનો પણ ભૂલ્યા  ફાધર ડે?

ફાધર ડે એટલે ખાલી આપવાનું જ…?

ફોટામાં હસતા બાપુજી બોલ્યા

 હા આપવાનું જ..

જેમ સુરજ આપે પ્રકાશ,

તેમ સતત અને અવિરત

યાદોનો અસવાર છે

જૂન 13, 2011 Leave a comment

રોજ ઉગે છે તેવી જ ભુરી ભુખરી સવાર છે
ન જાણે કોણ આ  મનઅશ્વો નો અસવાર છે

ગમતો ચહેરો, મનોગમ્ય હાસ્ય તો છે જ
આજની વાત – આ સવાર અસવારની છે

મેં તો કરીને નેજવું ધ્યાનથી જોઇ સવાર
એજ તો  મનનો માણીગર અસવાર છે.

હા એજ છે , નથી કોઇ ભ્રમ. હા એજ છે.
સુર્યની સાથે આવ્યો, યાદોનો અસવાર છે

હાંસીયામાં

જૂન 9, 2011 Leave a comment

ધક્કા મારી મારીને  ધકેલ મા મને હાંસીયામાં

સંવેદનાઓથી તરબતર ભરેલો મા્ણસ છું.

અક્ષર નથી કે ચુપચાપ બેસી રહીશ હાંસીયામાં

સહિયારી નજર?

મે 6, 2011 1 comment

છે મધથી ભરેલો વર્તાવ તારો સખી,
જો માનુ સૌ વાતો તારી.
ને ક્યાંક કર્યુ જો મેં મને ગમતુ,
તો ડંખો મળે હજાર નક્કી.

આપણે ઉભયને સ્વિકાર્યા ત્યારે.
ક્યાં એવી વાત જ હતી સખી?
તું કહે તે જ વાતો મને ગમે,
ને મેં ક્યારે કહ્યું, હું કહું તે જ કર?

ક્યાંથી આવી ગઇ આ ડંખની વ્યથા?
ઉભયનાં પ્રેમમાં વેદના ભરી કથા?
ઉભયનાં સંગાથે ચાલે આપણું જીવન,
તેજ હતીને આપણી સહિયારી નજર?