Archive
ફીક્કો ફસ-13-નીલમ દોશી
અને ઉજાસ ઉઘડયો…..
“વેદનાના નગારા ન વગાડીએ,
મનજી મોરા..! વેદનાને વાંસળીમાં વહાવીએ.”
ચારુ પણ પોતાની વેદનાના નગારા વગાડવા કયાં ઇચ્છતો હતૉ?કોઇની દયા તેને મંજૂર નહોતી.એક ભવમાં જાણે અનેક શમણાનો ભાર ઉગી નીકળ્યો હતો તેના મનમાં.
અને સમયનું ચક્ર અવિરત ફરતું રહ્યું.આનંદની ક્ષણોને રોકી નથી શકાતી અને અને વેદનાની ક્ષણોને વહાવી નથી શકાતી.
આજે….આજે તો કાળે કરવટ બદલી હતી.આઠ આઠ વરસના વહાણા વીતી ગયા હતા.. ચારુ અને હીનાને એકબીજાથી છૂટા પડયે. વધારે વાંચો …
ફિક્કો ફસ 12-નીલમ દોશી
“ખાલીપો”
ભરચક ભીડ વચ્ચે,
ધ્યાનસ્થ બેઠો છે ખાલીપો
અરીસાઓ બદલ્યા કરું છું છતાં યે
બદલ્યા વિના રહી જાય છે ચહેરો.”
ચારુ જાત સાથે સતત દ્વન્દ કરતો રહ્યો.લડતો રહ્યો,ઝગડતો રહ્યો,માનતો રહ્યો ને મનાવતો રહ્યો,સમજતો રહ્યો ને સમજાવતો રહ્યો…અને અંતે થાકી ને ફરી ફરી ને પૃથ્વી ગોળ છે ની જેમ એક જ જગ્યાએ આવી ને અટકતો રહ્યો.
તે નહોતો હીનાને છોડી શકતો,નહોતો અપનાવી શકતો.તેનો સાચો સ્નેહ તેને બે માંથી એકે રસ્તે જવાની જાણે ઇજાજત નહોતો આપતો.મનની સામે,જાત સામે તે કિલ્લેબંદી કરવા મથી રહ્યો હતો.અને હીનાનો પ્રેમાળ ચહેરો,હીનાનો પ્રેમ..તે કિલ્લાના કાંગરા ખેરવીને અંદર પ્રવેશી જતો હતો..પરવાનગી વિના.સ્મરણોનો ધૂપ અંતરમાં પ્રજવલિત હતો.પણ..વિધાતા એ જાણે તેને પ્રકાશવાની મનાઇ ફરમાવી હતી.
વધારે વાંચો …
ફીક્કો ફસ – 11 -ઊર્મિસાગર
હીનાનો ઘેરો રંગ
સાંજે હરનીશભાઇ ઘરે આવ્યા. ચારુના ખબર અંતર પૂછ્યા અને આશિતભાઇ વિશે પૂછ્યું… આશિતભાઇ હજી હમણાં જ ઓફિસેથી આવ્યા હોવાથી એમનાં રૂમમાં જરા આરામ કરતા હતા. જયાભાભી એમને બોલાવવા જ જતા હતા ત્યાં જ હરનીશે કહ્યું કે “કાંઇ વાંધો નહીં ભાભી, હું જ એમને રૂમમાં જઇને મળી આવું.”
હરનીશને એકદમ રૂમમાં આવેલો જોઇને આશિત બેડમાંથી સફાળો ઊભો થઇ ગયો… થોડી ઔપચારિકતા પતાવી ને જયાને રૂમમાં ચા મોકલવા જણાવ્યું.
“આશિતભાઇ, હું આજે ચારુનો રીપોર્ટ લેવા ગયો હતો… અને એક ખરાબ સમાચાર છે.” હરનીશે હવે આડી અવળી વાત કરવા કરતાં સીધી જ વાત કરી.” વધારે વાંચો …
ફીક્કો ફસ – 10 -ઊર્મિસાગર
દે એક મહાન દર્દ અને પારાવાર દે!
હરનીશ કારને બને એટલી પૂર ઝડપે દોડાવતો હતો. ચારુની વેદનાભરી ચીસોથી એને પળભર તો લાગ્યું કે જાણે એ કારને ક્યાંક ઠોકી તો નહીં દે ને?! મનોમન એનાથી ભગવાનને પ્રાર્થના થઇ ગઇ કે હેમખેમ હોસ્પીટલ પહોંચાય તો સારું. આગળ પેસેંજર સીટમાં બેઠેલો આશિત પણ એના લાડકા નાના ભાઇને લાચારીથી કણસતાં અને તડપતા જોઇ રહ્યો હતો, બીજું એ કાંઇ કરી શકે કે ચારુને કાંઇ કહી શકે એમ પણ નહોતો. ખોળામાં ચારુનાં મસ્તકને પ્રેમથી સહેલાવતા મોટીબેન જાણે કે એની થોડી પીડા હરી લેવા માંગતા હતા.. પરંતુ એમની આંખોમાં પણ ગંગા જમનાએ માઝા મુકી હતી… ચારુની વેદનાથી વ્યથિત થયેલા મોટીબેનથી એકવાર તો બૂમ પણ પડાઇ ગઇ કે “આ હોસ્પીટલ જલ્દી કેમ નથી આવતી? હરનીશભાઇ તમે રસ્તો ભૂલી નથી ગયા ને?” એમને તો એક એક મિનીટ એક એક કલાક જેટલી ભારે લાગતી હતી. પણ હોસ્પીટલ તો થોડી જ મિનીટોમાં આવી ગઇ. વધારે વાંચો …
ફીક્કો ફસ-૯ -કિરીટકુમાર ગો ભક્ત
નોરતાની પહેલી રાત નો આનંદ મયુરી અને કાલીન્દી કરતા હીના ને વધુ હતો. કારણ તો તેને સમજાતુ નહોંતુ પણ તેને બધુજ સહજ અને સરળ લાગતુ હતુ.. સાંજે ચારનાં સુમારે પરીખ કુટુંબો સગાઇ માટે નજીક ભાડે રાખેલ હોલમાં ભેગા થવાનાં હતા. ભારે સાડીઓ અને મેકઅપ માં બંને દીકરીઓને તૈયાર થયેલી જોઇ મહેન્દ્રભાઇ અને રાધાબેનની આંખ ઠરી.
અને રુપીયો નાળીયેરની વીધી પતી ગયા પછી સામાન્ય રીતે છોકરાઓ પાર્ટીનાં મુડમાં આવે અને હીનાએ પ્રસંગોપાત નટરાજ પ્રણામનું નૃત્ય કર્યુ.પ્રાર્થના પત્યા પછી અંતાક્ષરી શરુ થઇ. ચારુ શાંત હતો તેથી કામીની પાસે આવીને કહે વધારે વાંચો …
ફિક્કો ફસ-8 -પ્રવિણા કડકીયા
‘રસભીનો ચારુ‘
ચારુ અને હીના પ્યારનો એકરાર કરીને ખૂબ હળવાશ અનુભવી રહ્યા હતા. હીના તો સ્વપનાની દુનિયામા વિહાર કરી રહી હતી.ચારુ હીના તરફથી લીલી ઝંડી મળી ગયા પછી ખુશ મિજાજમાં જણાતો. પહેલો પ્યાર વસંતની ખુશ્બુ ફેલાવે. જેણે જેણે તે માણ્યો હશે તે આ વાતની સાક્ષી પૂરશે. હીના જે પાંચ મિનિટમા તૈયાર થતી હતી તેને હવે ટાપટીપ કરતા ત્રીસેક મિનિટ લાગતી. ચારુ મહિને પણ જો તેના બા કહે‘બેટા વાળ કપાવી આવ‘ તો.તો હજાર બહાના બનાવતો પણ હવે તો બહાના બતાવવાને બદલે પંદર દિવસે હજામ ને ત્યાં પહોંચી જતો. દિવસમાં બે વાર અસ્ત્રો ફેરવતો. જો કદાચ હીના ગાલ પર ટપલી મારે તો તેને ખરબચડું ન લાગવું જોઈએ તેથીસ્તો. હીનાને ભગવાને ફુરસદે ઘડી હતી. તે દેખાવડી હતી. પણ જ્યારે ચારુ તેના વખાણ કરતો ત્યારે લજામણીના છોડની માફક શરમાતી, સંકોચાતી. વધારે વાંચો …
ફીક્કો ફસ-7 – અનીલ શાહ
ઘરે પગ મુક્તા જ મયુરી બોલી ‘હીના મારો ઇસ્ત્રી કરેલો ડ્રેસ તુ સ્કુલે પહેરી જાય તે ન ચાલે તારે તે પહેરતા મને પુછવુ જોઇએ.’
હીના મયુરી ને સાંભળ્યુ ન સાંભળ્યુ કરી તેના રુમ માં જતી રહી..મનમાં તેંને થયુ ચોવીસ વરસની ટરચી થઇ પણ હજી રખડે છે. અને મનમાં ને મનમાં પોતાને મળેલી જીતમાં રાચતી તે નહાવા ગઇ. બહાર નીકળી ત્યારે કાલીન્દી એ શુભ સમચાર આપ્યા આજે મયુરી બેન ને જોવા પપ્પનાં શાળા મિત્ર કંચન પરિખ અને તેમના ધર્મ પત્ની ઇંદુબેન આવવાનાં છે. અને મયુરીનો તે ડ્રેસ હીનાએ બગાડી નાખ્યો તેની રોકકળ હતી. મમ્મી પણ થોડા વ્યગ્ર તો હતા પણ તેમણે ખાલી એટલું જ કહ્યું મયુરી બેલ બોટમ પહેરવાને બદલે સાડી પહેરજે. હું ઇંદુને જાણુ છું ઘર તો સરસ છે જ. મૃગેશને તુ ગમે એટલે ભયો ભયો.
ફિક્કો ફ્સ-6
ગુરુવારની સવારનો કુકડો બોલ્યો અને ચારુ બ્રશ મોંમા લઇને બેઠો હતો. સામે ની ખડકીમાં હલચલ શરુ તો થઇ હતી પણ હીના હજી બહાર દેખાતી નહોંતી. મનમાં ગીત ગાતો જતો હતો તેરે દ્વાર ખડા એક જોગી ના માંગે યે સોના ચાંદી માંગે દર્શન તેરે…
ક્ષણો મીનીટોમાં અને મીનીટો કલાકોમાં ફેરવાઇ ગયા અને અપેક્ષા પ્રમાણે ન થવા થી થોડોક ધુંધવાઇને આંટા ફેરા મારવાની શરુઆત કરી. અને બારણાની પાછલ થી લુચ્ચુ હસતી હીનાએ આવીને ગૂડ મોર્નીંગ કહ્યું.
ચારુ હવે મૂડમાં આવ્યો ઇશારો કરીને કહી દીધુ કે બે વાગ્યે તે સ્કુલ ઉપર આવી જશે..
હેતાળવુ સ્મીત અને મનને પ્રસન્ન કરતી મુદ્રામાં હીનાએ તેનુ ઇજન સ્વિકારી લીધુ.
ફિક્કો ફસ- 5
જગતને ઘરમાં જોતાની સાથે પેટમાં ફાળ પડી.. આ જગતે કંઇ બાફ્યુ ન હોય તો સારુ.જયા ભાભી સાથે વાતો કરતા કરતા જગતે તાળો મેળવી લીધો હતો કે આજે મારા નામે કંઇક કારનામુ થયેલ છે. તેથી બને તેટલા ટુંકા અને હા કે ના માં જવાબો આપી સમય કાઢતો હતો. ચારુ ને જોઇને તે હિંચકો છોડીને બહાર આવ્યો. સફળતાનો નશો કોઇ અનેરો હોય છે. જગતે ખાલી ઇશારા થી પુછ્યુ શું થયુ? અને ચારુનું મોં એકસો એંસી ડીગ્રીનું સદા બહાર હાસ્ય આપી ચુક્યુ અને જમણી આંખ મીચકારી. વધારે વાંચો …
ફીક્કો ફસ-4 ( લઘુ નવલકથા)
હીનાને ચારુ તરફ આવતી જોઇને કામિની અને કિસનનાં જીવ કપાઇ ગયા. પણ હીના અને ચારુ બંને પોતાની સફળતા પર મુસ્તાક હતા. પણ ચારુ નાં પગમાં પાણી ઉતરતું જતું હતું તેથી તે કામિનીને પણ સાથે લઇ જવા માંગતો હતો.આમેય હીરો ને એકાદ ચમચાની કે ચમચીની જરુર તો પડે જ ને?
એમની ખડકી પુરી થઇ અને હીના અને કામિની સાથે થઇ ગયા. હીનાએ પણ તેજ બદામી રંગનાં શર્ટ સાથે ચોકલેટી રંગનું બેલ બોટમ પહેર્યુ હતુ, હીના તરફ જોઇને ચારુ બોલ્યો -“હીના! હું અને કામિની સાથે જ કોલેજ્માં છીયે તને તો ખબર છે ને?” વધારે વાંચો …
વાંચકોના પ્રતિભાવ