Archive

Archive for the ‘રમેશ શાહ’ Category

ગુલામ-ઉમાશંકર જોશી

એપ્રિલ 16, 2011 2 comments


હું ગુલામ ?
સૃષ્ટિ–બાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ ?
સ્વચ્છંદ પંખી ઊડતાં,
સ્વતંત્ર પુષ્પ ખીલતાં
હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના
સરે સરિત નિર્મળા,
નિરંકુશે ઝરે ઝરા;
વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં;
સિંધુ ઘૂઘવે કરાળ.
ઊછળે તરંગમાળ,
ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતા;
સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
એક માનવી જ કાં ગુલામ ?!

“કુમાર”માં થી સાભાર

– હસ્તે રમેશભાઇ બી શાહ

એક હજાર અંકોની અટારીએ આવી પુગેલા ‘કુમાર’નાંપાયામાં ડોકિયું-રમેશ બાપાલાલ શાહ

એપ્રિલ 16, 2011 1 comment

આઝાદી તો આપણને ૧૯૪૭માં મળીપરંતુ એ પહેલાં વર્ષોના વર્ષો આપણી પ્રજા કેવું અને કેટલું ઝઝૂમી એ આજની પેઢી કલ્પના કરી શકશે નહીં.
જેની જાણ ન હોય તેનું મૂલ્ય પણ શી રીતે આંકી શકાય ? એવર્ષોમાં સમગ્ર દેશ મહાત્મા ગાંધીની રાહબરી હેઠળ હતો. આ સૌભાગ્ય હતું. ઐક્યથી કામથાય, સંપથી કામ થાય એ
ગાંધી–અસર હમણાં આપણને અણ્ણા હજારેએ બતાવી.

૧૯૨૪માં ‘કુમાર’ માસિક કોઈ અજબપ્રેરક બળથી શરૂ થયું. ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ કુમારના પ્રણેતા હતા,સર્વસ્વ હતા. ૧૦૦માં અંકમાં કેળવણીકાર ગિજુભાઈએ લખ્યું છે તેવા ‘કલ્પક’ આ કલાગુરુ હતા. લખે છે –‘‘દુનિયાને જેણે સુખી અને જીવવાજેવી બનાવી છે તેઓ તો કલ્પક હતા. તેઓ આદર્શજીવી–તરંગી–ખ્યાલી હતા.’’ વળી આ કલાગુરુનું પત્રકારત્વ દેશદાઝથી રંગાયેલું હતું એ તો અજોડ ઘટના કહેવાય. એ વર્ષોમાં ‘કુમાર’નાંઅંકો વાચકોને સ્વરાજ્ય શું કહેવાય તેની શીખ આપતાં રહ્યા. જુઓ આ પંક્તિઓ –––

હે પારકો ભૂમિ ચાંપે હો દીકરા ! પારકો ભૂમિ ચાંપે!
હે આવડો શાને કાંપે હો દીકરા !આવડો શાને કાંપે ! 

હે આવાં શા જીવવાં વ્હાલાં હો દીકરા !  આવાં શા જીવવાં! વ્હાલાં !
હે મેણાંનાં વાગે ભાલાં હો દીકરા! મેણાંનાં વાગે ભાલાં ! 

રે ન્હોય આ સુખનાં ટાણાં હોદીકરા ! ન્હોય આ સુખનાં ટાણાં !
કે પાક્યા શું કુખે પાણાં હોદીકરા ! પાક્યા શું કુખે પાણાં !

(‘કુમાર’ અંક ૭૭ – ૧૯૩૦)

‘જુવાનને હાક પાડવામાં જુવાન નામનું અપમાન છે; કોઈ જુવાન આજે ઘરખૂણે બેઠો હોય જ નહિ’

––એ લેલિનના અમર વચનો સાચાં પાડો.

(‘કુમાર’અંક ૭૮ – ૧૯૩૦)

વિઠ્ઠલભાઈ પટેલ વિષે ‘કુમાર’ લખે છે––

કોણ કહે છે વિઠ્ઠલભાઈ ગયા ?

એ તો અમર થઈને આપણી વચ્ચે રહ્યા.સ્વાતંત્ર્યસંગ્રામનો આ પહેલો બલિ.

‘કુમાર’નાં અંકો વાંચીને તેસમયના આપણા વડિલો આ વાતાવરણથી કેવા રંગાયા હશે ! તે અંકોના કેટલાક પાનાંની ઝલકમેળવીએ. (પહેલાં જ અંકથી
વાચકોને રાષ્ટ્રપ્રેમથી રંગવા માટે શૌર્યગીતો, લેખો, ચિત્રો પારાવાર મૂકાયા છે.)

    

 

— ramesh shah  (10 Sept 1937)

રમેશ શાહ : ૭૦૩, નૂતન નિવાસ; ભટાર માર્ગ – સુરત

મોબાઇલ
નંબર : 09427152203

Blog – કુમાર-કોશ
<rameshbshah.wordpress.com>

કુમાર–કોશના ખાસ અંકો જોવા–વાંચવા–કૉપી કરવા માટે

Face Book —– shahrameshb@gmail.com

મારું ચિંતનઃ-

૧૯૨૪ થી શરું થયેલું અને ૧૦૦૦ અંકની દડમજ્લ પુરા કરાતા “કુમાર” હજી “કુમાર” જ રાખતી મારી માતૃભાષા ગુજરાતીનું જોમ ચિરંતન છે. શત શત અભિનંદન..

મેં તો સપના માં બોલતાં ઉંદર દીઠા-લેખક : રમેશ શાહ

જાન્યુઆરી 29, 2007 3 comments

 (પડદો ખુલે છે ત્યારે રાત્રી નો દેખાવ.સ્ટેજ ઉપર આછો પ્રકાશ,બેડ રુમ માં રેડીયો ચાલુ છે.  સ્ત્રી પલંગ ઉપર નાઈટ ગાઉન પહેરી ને બેઠી છે.પુરુષ રેડીયો સાંભળે છે. રેડીયો માં રેટકીલર ની એડવર્ટાઈસ આવે છે. એડવર્ટાઈસ માં સ્ત્રી નો અવાજ હે ભગવાન હવેતો આ ઊંદર નો ત્રાસ થી હુ થાકી ગઈ છુ. ગમે તે કરો ને પણ મારુ જ ઘર ભાળી ગયા છે હરામ….પુરુષ અવાજ : હં હં એમ અકળાઈ ને બોલવાથી કઈ જતા નથી રહેવાના.ઉંદરો ના ત્રાસ થી આરામ જોઈએ છે તો રેટકીલર વસાવો.) વધારે વાંચો …

સપનાં નાં વાવેતર -રમેશ શાહ.

ડિસેમ્બર 22, 2006 6 comments

  

રમેશ શાહ વાર્તા લેખક હોવાને બદલે સારા નાટ્ય લેખક છે તેવો પુરાવો આ તેમનુ એકાંકી નાટક આપશે. આ નાટકે ચાર જગ્યા એ પારિતોષક મેળવ્યા છે.  આ નાટક ભજવવા લેખકની પરવાનગી લેવા તેમનો સંપર્ક ઇ મેઇલ [shah_ramesh2003@yahoo.com]છે  

                                         

(પરદો ખુલે છે ત્યારે અવિનાશ એક પૅઈંન્ટીંગ માં રંગ પૂરતો હોય છે. સ્ટુડીયો નો દેખાવ આજુબાજું થોડા પૅઈંન્ટીગ્સ, ફ્રેમ્સ વગેરે પડ્યું હોય છે. સ્ટેજ ની વચ્ચે પાછળ ની બાજુએ એક મોટી ફ્રેમ છે જેના ઉપર પરદા ઢાંકેલો છે, તેવીજ ફ્રેમો ડાબી બાજુ અને જમણી બાજુએ પણ હોય છે.)

અવિનાશ : કુદરતે સર્જેલી આ સૃષ્ટીમાં કેટલાય વિષયો છે જેને એક પછી એક કેનવાસ પર ઉતારતો જ રહું

            એવું મન થાય છે. પણ એટલાં બધા ચિત્રો બનાવ્યા પછી શું? ક્યારેક એવો પણ વિચાર આવે કે

 અનેક ચિત્રો ની જગ્યાએ થોડા પણ અમર રહે એવાં જ પૅઈંન્ટીગ્સ બનાવવા જોઈયે.

ઢોળશું નિતનવા રંગ કેન્વાસ પર
ઊગશે રોજ ઉમંગ કેન્વાસ પર
પ્રેમનું નામ લઇ પીંછી મેં ફેરવી
રંગ પણ ખુદ બન્યા દંગ કેન્વાસ પર

નિખીલ : (દાખલ થતાં) જેમકે લાસ્ટ સપર….મને ખબર નથી કે એ ચિત્ર કોણે દોર્યું છે પણ છે લાજવાબ. વધારે વાંચો …