Archive
ગુજરાતી સાહિત્ય સરિતાએ શરુ કરી એક નવી કાર્ય પ્રણાલી – સહિયારું સર્જન
સામાન્ય રીતે એક વાર્તાને એક થી વધુ લેખકો લખે તો વાર્તાની લેખની બદલાઈ જાય કારણ કે “એક કરતા વધુ રસોઇઆ રસોઇ બગાડે” જેવી જડ માન્યતા ને બદલવા હ્યુસ્ટન ની ગુજરાતી સાહિત્ય સરિતાએ એક પ્રયોગ કર્યો ૨૦૦૬માં. તે સમયે ગુજરાતી સાહિત્ય સરિતામાં કવિતા અને તેનાં સર્જનને પ્રાધાન્ય મળતું હતું અને કેટલાક સર્જકો જે છંદ બંધન અને તે કવાયતોને ગણકારતા નહોંતા તેવા લોકો ટુંકી વાર્તાથી આગળ વધતા નહોંતા ત્યારે પ્રો. સુમન અજમેરીએ મને અને વિશ્વદીપભાઇને સુચન કર્યું કે તમારા બંનેનું ગદ્ય સચોટ હોય છે. ગદ્યનાં પ્રયોગો વિસ્તરે તેવું કંઇક કરો..ત્યારે સાંઇ પરાંજપેનું ચલચિત્ર યાદ આવ્યું જેમા વિજય તેંડુલકર જેવા સમર્થ લેખક સાથે ૪૨ જેટલા લેખકોની કલમ ચાલી હોવાનું યાદ હતું. વળી આ જ સમયમાં “ઊર્મિસાગર” સર્જન સહિયારું માં પદ્ય દ્વારા આવા પ્રયોગો કરતાં હતાં. વધારે વાંચો …
વેરાન હરિયાળી-પહેલી સહિયારી નવલકથા
એટલાંટાનાં (બાકરોલ) મુ. જયંતિભાઇ ડી પટેલનાં માર્ગદર્શન હેઠળ ૫ લેખકોએ લખેલી ૧૯૪૫ થી ૧૯૫૦ વચ્ચેની ચરોતરી નવલકથા વાંચો. મારી જાણમાં આવો પ્રયોગ પહેલો છે જેમાં પાંચ જુદા લેખકોએ કથાવસ્તુમાં રસક્ષતિ વિના પોત પોતાનો કલમ કસબ દેખાડ્યો છે.
વેરાન હરિયાળી
વાર્તા વાંચવા આ લીંકને ક્લીક કરો
વાંચકોના પ્રતિભાવ