Archive
કેમેરો ચાલુ થઇ ગયો
ચેટ ચાલુ થઇ અને તેણે કહ્યું ” હાય! હેંડ સમ!”
” હાય સ્વીટી.. કેમેરો કેમ ચાલુ નથી કર્યો?”
” હવે મારો ઘરડો ચહેરો તને શું બતાવું?”
” તો તો આ ઉંમરે હું પણ ક્યાં હેંડસમ છું?”
“તુ તો મારો રાજ્જો છે. મારે માટે એવરગ્રીન..”
” અને તું નથી મારી સ્વીટ હાર્ટ?’ વધારે વાંચો …
માંડવાળ ખાતું.-પલ્લવી મિસ્ત્રિ
નીલીમાએ પોતાની ખાસમ ખાસ ફ્રેંડ મીનળ પાસે ઊધાર લીધેલા એક હજાર રુપિયા, એક દિવસમા, એક અઠવાડિયામા, પંદર દિવસમા અને એક મહિનામા પાછા આપવાના કરેલા વાયદાઓ પાળી ના શકાતા, એની માફી માંગતા કહ્યું,
‘આઇ એમ વેરી સોરી, મીનૂ, વારંવારના વાયદા છતાં તારા એક હજાર રુપિયા હું આજે પણ પાછા વાળી શકું એમ નથી.’
‘અરે! એમા આમ સોરી કહેવાની કોઇ જરૂર નથી, નીલૂ.’
‘પણ તને એ રુપિયાની જરૂર તો હશે જ ને?’
‘હા, જરૂર તો છે, પણ મારી પાસે હમણા બીજા રુપિયા છે, તું ચિંતા ના કર, તારી સગવડ થાય ત્યારે આપજે.’
‘અને ધાર કે સગવડ ના થઇ તો?’
‘તો કંઇ વાંધો નહી. તું મારી ખાસ ફ્રેંડ છે.’
‘પણ તો ય………..’ વધારે વાંચો …
જીવીકાકી
સસરા ભુધર બાપા એકલા હતા અને તેઓ ખેતરે જતા રોડ ઉપર અડબડીયું ખાઇ જતા પગમાં સોજો આવ્યો હતો. નવીનને તરત રજા ના મળી પણ તાબડતોબ ઉર્મીલાને મોકલી.
ઉર્મિલા અને નાનો હાર્દિક જેને વેકેશન હતુ તેઓ સાથે ગામ પહોંચ્યા.
તરખડી ગામ નાનુ પણ પટેલ વગામાં ભુધર બાપાનું માન બહુ… વિકસતા બધાજ પર્યાયોમાં તેઓ આગળ પડતા..ગામમાં પોષ્ટ ઓફીસ આવી..કબુતરને ચણ માટે પરબડી બંધાવી નાનક્ડુ શીવ મંદીર વિકસાવ્યુ અને એસ.ટી. બસ પણ ચાર વખત જુદા જુદા રૂટ થી આવે તેમ કરવા ખાસી દોટો કાઢી..પંચાયતમાં ભુધર બાપા જે કહે તેનું વજન પડે.૬૫ વર્ષે જીવી કાકી ગયા ત્યારે આખુ ગામ તેમના બેસણામાં આવ્યું હતુ..સીત્તેર થયા એટલે તેઓ ભુલકણા થતા થયા અને બધે જ હવે નવું લોહી.. નવી કોમ્પ્યુટર ની વાતો અને ધીમે ધીમે તે ભક્તિ ભાવે ચઢ્યા હતા.
” હવે કેટલા વર્ષો જીવવાનું?”
ઉર્મિલા અને હાર્દિક આવ્યા એટલે એમને ઘણી બધી રાહતો થઇ.પગે તેલ ચોળવાનું અને ગરમ પાણીમાં તેમના પગે હલેસા મરાવવાનું કામ તો ૧૨ વર્ષનો હાર્દિક કરતો હતો.
દિવસો જતા હતા અને એક દિવસ ભુધર બાપા સુતા હતા ત્યારે તેમના પગ પાસે એક લીલા રંગની સાત ફૂટ લાંબી નાગણ જોઇ..
પહેલા તો હાર્દિક એકદમ સ્તબ્ધ થઈ ગયો અને ધીમે રહીને તેના સેલ ફોન ઉપર તેણે પીક્ચર લીધુ. અને આવ્યો હતો તેમ બીલ્લી પગે ચાલ્યો ગયો.
નવિન અને ઉર્મિલાને તે ફોટો બતાવી તેણે પોતાનો ડર જાહેર કર્યો કે ” જે ઘરમાં સાપનો વાસ તે ઘરમાં જીવનો ભય…
ઉર્મિલા બોલી.. હા બે એક દિવસ પર પાણીયારામાં મેં સળ વળાટ અનુભવ્યો હતો..
આ ગુસપુસ સાંભળીને ભુધરબાપા બોલ્યા એ રૂડી છે અને મારા એકાંતોમાં મને કંપની આપે છે…
નવીન નાં મોંમાં થી રાડ નીકળી ગઇ..
ઉર્મિલા પણ ધ્રુજતી હતી
બાપા! એ ગમે તે હોય પણ સાપને ઘરમાં ના રખાય .. ક્યાંક પગ નીચે તે દબાય તો ડંખે અને માણસ મરી જાય.
ભુધર બાપા બોલ્યા અરે મને તો પેલું ગલુડીયું હોય તેમ મારી સાથે રમે છે અને મેં પરિક્ષણ કરાવ્યૂ છે તે બીન ઝેરી છે …તેના સી સી સીસ્કારા સાંભળી ને મને તો ખુબ જ આનંદ થાય છે.
“બાપા… મને તો બીક લાગે છે.” નવિને બાપાનાં વિધાન ઉપર પ્રતિવાદ કર્યો..
“આ તમે બહુ ભણેલા બહુ બીકણ હો છો”
*-*
ડોક્ટર વ્યાસે – સુજી ગયેલા પગને તપાસતા કહ્યું-નવિન! બાપા માને યા ના માને તેમને રૂડી અહીં કરડી છે આ મચકોડનાં ભાગમાં લીલુ ચકામુ થયુ છે
બાપાને એમ્બ્યુલન્સમાં બેસાડી હાર્દિક ઉર્મિલા અને નવિને તરખડા છોડી દીધુ.
ભુધર બાપા ને પગનો મચકોડ પહેલી વખત ત્રાસદાયક લાગ્યો..તેમના સીસકારા પેલી રુડીના સીસકારા જેવા લાગતા હતા
મલાડ પહોંચતા સુધીમાં તો આખો પગ લીલો થઇ ગયો હતો. તાબડ તોબ હોસ્પીટલમાં દાખલ કર્યા ત્યારે ડોક્ટર કહે સર્પદંશનું ઝેર આખા પગમાં ચઢી ગયું છે..હવે તો ચમત્કાર થાય તો જ બાપા બચે.
ભુધર બાપા રડતા રડતા બોલ્યા..રૂડી..રૂડી
નવીને તરખડા ફોન કર્યો અને ઘરનાં ચોકીદારને કહ્યું કે રૂડી ને અહી લઇને આવો..
ચોકીદારે કહ્યું કે રૂડી તો મથા પછાડી પછાડીને તમારા ગયા પછી કલાકમાં મરી ગઈ..
ઊર્મિલા કહે માનો યા ના માનો રૂડી જ જીવીકાકી હતા. અને કાકાને સાથે લઇ જવા જ ડંખ માર્યો હશે.
તને શબ્દોમાં કેમ સમજાવું ?
કહેવું-ન કહેવુંના બે પડની વચ્ચે હું દાણાની માફક પિસાઉં,
તને શબ્દોમાં કેમ સમજાવું ?
ખુલ્લા દેખાતા બે હાથ-પગ વચ્ચે છે તોડી તૂટે ન એવી બેડી;
પડ્યો ભૂલો ભવાટવિમાં એવો,
જડી ન જડે જાત સુધી પહોંચવાની કેડી,
રોકીને રાખવી પડે છે એ વાત જે હોઠો પર થાય આવું-આવું,
તને શબ્દોમાં કેમ સમજાવું ?
શૂળી દેખાય છે જે મારા ખભે એ છે મારે દેવાના જવાબો;
જાણીને પીવાનાં ઝેર જેથી જીવતરમાં આવે ન કોઈ ખરાબો,
તારે શું ? તારે તો ડગલે ને પગલે ને વાતે ને વાતે રિસાવું.
તને શબ્દોમાં કેમ સમજાવું ?
– વિવેક મનહર ટેલર (૨૯-૦૩-૨૦૧૧)
http://vmtailor.com/archives/1048
હા મારા ભોળા અને સાચા રાજ્જા
આશિષ આ વાંચતો હતો અને કવિની વ્યથા વર્ણને
તેના મનમાં વાહ કહેવડાવી દીધું
વાત તો સાવ સાદી હતી. આજે આશા આમજ વિફરી હતી
તેનું ધાર્યુ કરાવવા તેને ત્રાગા કરવાની ટેવ પડી હતી
આશિષ આ સમજતો હતો અને ભેદાતો પણ હતો તેથી કહેતો
જેને “પોતાના” માન્યા તે સૌએ એવા છેહ દીધા કે “આહ” પણ ના નીકળી.
ધણ ધણ જેમ ફૂટે ધાણી તેમ નીકળે અવળ વાણી.
કારણ કે ન જડે જવાબ તે અને મૌન ની જો ઉઘાડુ બારી તો થાય ભુલ ભારી.
જીવને જો ના જોઇતો હોય ખરાબો તો કર ફુત્કાર્યા તારા સત્યોને
ને ના લે ઝેર અવળ વાણીનાં ચિત્તે.
તું સાચો છે કે ખોટો તે મુલવણી થવા દે દુનિયાનાં હસ્તે.
પોતાનું ધાર્યુ ન થાય તેવે દરેક વખતે ખબર છે ને દરેકે દરેક્નાં મુખે હોય છે અવળ વાણી ?.
ધર આયનોને જોવાદે તે સૌને તેમના મુખેથી સરતી
સ્વાર્થોથી ભરેલી કટુ વાણી-રીસથી ભરેલી નકારાત્મક કટુવાણી
તને શબ્દોમાં કેમ સમજાવું?
હું તો તારો અને તારો જ સદા રહેવાનો
તું કહે કે ના કહે આ તો મારી છે સવળ વાણી અને ફુત્કાર મારો
ગુસ્સો ઉતરી ગયો હતો અને આશાથી રડી દેવાયુ
હા મારા ભોળા અને સાચા રાજ્જા
અનોખું મિલન -નિમિષા દલાલ
નવોદિતોને તેમની કૃતિઓને પ્લેટ્ફોર્મ આપવાનાં એક માતૃભાષા સંવર્ધન કાર્યમાં સુરતનાં નિમિષાબેન દલાલની કૃતિ મુકતા આનંદ અનુભવું છું. અને પ્રભુને પ્રાર્થના પણ કરું કે તેમની કલમ હજી વધુ વિકસે, ઘડાય અને ઘણી ટુંકી વાર્તાઓ આપણને મળે.
“સદ્દુ……..ઓ સદ્દુ….. એ સદ્દુડા….. ક્યાં છે ? સામે આવ તો. આમ હેરાન નહીં કર ને. સદ્દુડા … પ્લીઝ …પ્લીઝ….. પ્લીઝ ” ચંપાની આંખો સદાનંદને શોધતી હતી. “જો મને સદ્દુડો કહેશે ને તો હું નહીં બોલું તારી સાથે.ચંપાડી… પાડી…. જા જતી રહે અહીંથી મને મારા મિત્રો સાથે રમવાદે.” ઝાડ પાછળથી ડોકીયું કરીને સદાનંદે જોયું કે ચંપા નથી ગઈ એટલે પાછો બોલ્યો, “જાને હવે ” સદાનંદે ઝાડ પાછળથી જવાબ આપ્યો. આ સાંભળી ચંપાએ બીજી તરફથી એની પાછળ આવી એને ડરાવ્યો “ભાઉ….” સદાનંદ ચમકી ગયો અને ચંપા ખિલખિલાટ હસી પડી. વાતાવરણ માં જાણે ખંજરી વાગી ઉઠી. ચંપાનું આવું ખિલખિલાટ હસવું સદાનંદને બહુ ગમતું પણ કોઇ એને સદ્દુ કહે એ એને બિલ્કુલ નહોતું ગમતું. એ રિસાઈને ઝાડના ચોતરા પર બેસી ગયો. ચંપા એની પાછળ પાછળ આવી એને મનાવવા લાગી. વધારે વાંચો …
તારા વિના મારું શું થશે?
ખુબ ગુસ્સે થયેલી હંસા એલ ફેલ બોલતી રહી. જ્યારે તે ગુસ્સે થાય ત્યારે તેને ભાન જ ન રહે કે તે શું બોલી રહી છે.
નિવૃત્ત રાજેન્દ્ર સામે ફક્ત એટલુ જ બોલ્યો તુ આજ કાલ મીઠાઇ યાદ કરતી હતી એટલે .. મીઠાઇ ભંડારની દુકાનમાં સમોસા ગરમ ગરમ તળાતા હતા તેથી તે લીધા અને તારા માટે ઓછી ખાંડ વાળી તાજી મીઠાઇ સંદેશ લીધી.
” પણ મને તેં પુછ્યુ?”
” અરે ચાર સમોસા અને સો ગ્રામ સંદેશ ૫૦ રૂપિયામાં આવ્યા તેને માટે ફોન કરુ? વધારે વાંચો …
બાપાને ખોવા નથી-
દાદીનાં મ્રુતદેહને અગ્ની સંસ્કાર દેવાની અંતિમ ઘડીએ દાદા બોલ્યા “તારા નવા જ્ન્મની તને મુબારકો..અમે અહીં
તને આવજો કહેવા નહીં તારા નવા જન્મને વધાવવા આવ્યાછે.આભાર કહેવા આવ્યા છે તે જિંદગીની
રાહ ૭૨ વર્ષ સુધી નિભાવી. હું જે તને આપી શક્યો તેથી ઘણું બધું જ સુખ તને મળે.”
વચલો દીકરો તો કકળતો હતો.. તેણે બાની સેવા છેલ્લા છ મહિનાથી સળંગ કરી હતી..તેના દીકરાની વહુ તેજ નર્સીંગ
હોમની નર્સ હતી…તેણે દાદા પાસેથી આવા શબ્દોની અપેક્ષા નહોંતી..નાનાને બાપાનાં ચહેરા પરની સ્વસ્થતા જોઇને અજુગતું લાગતું હતું. તેને થતુ હતું કે બાપા તેમના સ્વભાવ પ્રમાણે
ગદ ગદ થવા જોઇતાં હતાં વધારે વાંચો …
ડોઝ
બહુ જતનથી લખેલા પ્રેમ પત્રો ગુસ્સામાં આવી જઇ અગ્નીને હવાલે જ્યારે જવાલાએ કર્યા ત્યારે જ્વલંત બહુ ખીજાયો
જ્વાલા ગાજી “આ તારા વેવલા વેડા બંધ કર. મને તારો પ્રેમ નહીં પૈસા જોઇએ છે મને તો પૈસા કમાતો વર જોઇએ છે”
જ્વલંતે એટલાજ ગરજતા અવાજે કહ્યું “એટલે હું કમાતો નથી?”
“મારા ભાઇ જેટલું તો નહીં જ..”
“અરે તારી અપેક્ષાઓને કાબુમાં રાખ .. જયારે ને ત્યારે તારા ભાઇને આગળ ધર્યા કરેછે…મને ખબર છે તારો ભાઇ કેવી
રીતે કમાય છે. એક દિવસ જેલમાં જશે..સ્મગલીંગ કરે છે ને..
“મેં કહ્યું ને ધંધો કરો આખુ મગજ ધંધામાં હોય તો આ ચપટી આવકો થી બહાર નીકળાય જ ને?”
“ મહીને સાડા સાત હજાર કમાઇને લાવું છું અને મારું ઘર શાંતિથી ચાલે છે.”
“એટલે તમે તમારું ધાર્યુ જ કરશો એમને?”
“ કેમ કંઈ વાંધો છે?”
જ્વાલાનું ફટક્યું
અને આદત પ્રમાણે જ્વલંત તેની ગાળોને એક કાને થી બીજે કાને કાઢતો ગયો.
સવારે ફરીથી એજ ગાણું
અને જ્વલંતનું ફટક્યુ.
ચોડી દીધી બે અડબોથ…
“તેં મને મારી કેમ?”
તેણીએ ૯૧૧ ઉપર ફોન કરી પોલિસને ફરિયાદ કરી દીધી
“સડજે હવે જેલમાં”
જ્વલંતને બા ના શબ્દો આજે સાચા લાગ્યા.. લગ્ન પહેલા તેમણે કહ્યું હતું કે આ છોકરી તારા માથે બેસીને
તબલા વગાડશે.. તે મનોમન બબડ્યો ” બા તમે સાચુ જ કહેતા હતા”
સ્તબ્ધ થઇ ગયેલા જ્વલંત ઉપર ગરજતી જ્વાલા પાંચ મીનીટ પછી બોલી
” તને તો આ ખાલી ડોઝ આપ્યો હતો…પોલિસને ડાયલ નથી કર્યો…એમજ ઘાંટા પાડતી હતી”
ઝૂરાપો એટલે…નીલમ દોશી
‘આ બાપા યે ખરા છે. એ ધૂળવાળા ગામડાનો મોહ છૂટતો નથી. કહી કહીને થાકી ગયો..પણ….
’ મને અહીં ન ગમે.. ગામ વિના મને બધે ઝૂરાપો લાગે.. ત્યાં બધા આપણા પોતાના હોય…’
એવી રટ લગાવીને બે મહિનામાં બાપુજી ભાગી ગયા. અહીં ન ગમવા જેવું શું હતું ? ગામડામાં વળી પોતાનું કોણ છે ? કોનો ઝૂરાપો લાગે છે ? અને આ ઝૂરાપો વળી કઇ બલા છે ? અહીં આટલી સાયબી છે..શાંતિથી રહ્યા હોત તો ? ત્યાં શું દાટયું છે ? સાજા માંદા થાય તો ત્યાં કોણ ? ત્યાં ગામડામાં શું સગવડ મળવાની હતી ? પણ માને કોણ ? પોતે એક માત્ર દીકરો છે તે અહીં છે. પછી આ શેની રટ લગાવીને બેઠા છે બાપુજી ? આ કયા ઝૂરાપાની વાત કરે છે બાપુજી ?
જોકે બાપુજીની જીદથી પોતે કયાં અપરિચિત હતો ? પોતે પણ તેનો જ દીકરો હતો ને ? અમેરિકા આવવું હતું તો બાપુજીની ઉપરવટ જઇને પણ આવ્યો જ ને ? અહીં આવવા માટે સીધો અને સહેલો ઉપાય પણ તુરત મળી ગયેલ..ફટાફટ ગ્રીનકાર્ડવાળી છોકરી સાથે લગ્ન અને સીધો અહીં..! વધારે વાંચો …
સતયુગની કમાલને?
આલોક વિચારતો રહ્યો..કે તેના કાર્યને નકારવાનું કારણ શું?
એક પ્રકરણ લખો અને નવલકથા લખ્યાનો યશ મળે તેવુ કોઇ વિચારી શકે?
તેઓ તો એમજ વિચારેને કે આપણા નામે તે તેનો ઉલ્લુ સીધો કરે છે.એટલે તો તે પૈસા શોધી લાવ્યો..છપાવવા માટે પ્રીંટર શોધી લાવ્યો. માર્કેટીંગ માટે એજન્સી શોધી લાવ્યો..કમીશન બેઠો બેઠો તે ખાશે..આપણું તેમાં શું વળશે?
બીજો અજ્ઞાની જેને પ્રીંટીંગનો પ નથી ખબર તે ગુગલે સંશોધન કરી મોટી વાત શોધી કે ચોપડી એમ અઠવાડીયે ના છપાય તેને માટે ૯૦ દિવસનો લઘુત્તમ સમય જોઇએ.
ત્રીજો વળી એમ વદે “આપણે શું પંચાત.. કરવું હોય તો જાતે કરે..આપણી મંડળીના નામે તો ના જ થાય..કાનુની રીતે ફસાઇએ તો આપ્ણી જવાબદારી આવે.”
ચોથો ફોન પરથી બોલ્યો “એ છે જ ઉધમાતીયો..સાચે જ પાડો તેને..વોટીંગ થાય તો મારી આમા ના છે.”
કો’ક ડાહ્યો બોલ્યો “પણ અલા ભાઇ તેને જ આ બધા પ્રશ્નો સીધા પુછોને.. કદાચ તે સાચો હોય અને આપણે ના કહી માન ગુમાવીએ..”
“ના રે એને પુછવાની શી જરૂર? આપણે જે કરીયે તે સવા વીસ..”
“વળી એને પુછીયે તો એને રાઈ ભરાય અને આપણે અજ્ઞાની જણાઇએને?” વધારે વાંચો …
વાંચકોના પ્રતિભાવ