Archive
નવી સાઇટ ની મુલાકાત લીધી?
Please Visit www.vijaydshah.com for all latest work
નવું બધું વેબ કામ નવી સાઈટ વિજયનું ચિંતન જગત ઉપર મુકાય છે
બે લાખ ઉપર વાચક સંખ્યા-આભાર મિત્રો
બે લાખ ઉપર વાચક સંખ્યા-
આભાર વાચક મિત્રો, આપને શત શત સલામ
1,341 Posts
2,939 Comments
ઇ-બુક બનાવવી સરળ છે- માર્કેટીગ સમય માંગી લે છે
છેલ્લા કેટલાક મહીનાથી આ વિષય ઉપર સંશોધન કરતો હતો ત્યાં ૨૦૧૦ નો આ લેખો http://reviews.cnet.com/self-publishing/ અને http://reviews.cnet.com/how-to-self-publish-an-e-book?tag=mncol;txt જડી ગયો. ડેવીડ કર્નોય્નો આ લેખ આમતો ઘણી બધી માહિતી થી ભરપુર છે અને તે ૨૦૧૦માં લખાયેલો છે એટલે તે પ્રસિધ્ધ થયા પછી ઘણા પાણી ગંગામાં વહી ગયા છે .લેખકો અને પ્રકાશકોનાં આ વિષય ઉપર બહુજ બહોળા પ્રતિભાવોછે તેથી તે ચર્ચાને બાજુમાં મુકીને લખું તો
- તમારી મેન્યુસ્ક્રીપ્ટ ને વર્ડ ૭ પ્રોગ્રામ મા લઇ જે સાઈઝ મા પુસ્તક બનાવવાનુ છે તે સાઇઝમાં આખી મેન્યુસ્ક્રીપ્ટનુ પેજ માં રુપાંતરણ કરો.
- પ્રકરણ પ્રમાણે તેમને છુટા પાડો
- ટાઈટલ શક્ય હોય તો સારા પ્રોફેશનલ પાસે બનાવડાવો. આ ખુબ જ આવશ્યક કામ છે અને તમે નિશ્ચિંત કરેલ સાઈઝ્નું ટાઇટલ બનાવો.
- સિગ્નેચર પેજ માં ટાઇટલ પુસ્તક પ્રાપ્તિ સ્થાન કિંમત અને કોપી રાઇટ નો ઉલ્લેખ કરો.
- કિંમત સામાન્ય રીતે એક પેજ બરાબર એક રુપિયો રખાતી હોય છે..પરંતુ ઇ બુકમાં ઘણી વાર તેને લોક્પ્રિય બનાવવા સીંધીઓની જેમ કોથળે વેપાર થાય છે જેમા લેખક અને ઇ બૂક માર્કેટ કરતી સંસ્થા જ પૈસા ગુમાવે છે.
- પુસ્તક્નો આઇ એસ બી એન(International Standard Book Number) નંબર લેવો જોઇએ અને તે કિંમત સાથે બેક ટાઈટલ ઉપર છપાતો હોય છે.
- આ આખી ફાઇલ પી ડી એફ કરીને માર્કેટીંગ સંસ્થાઓ જેવી કે એમેઝોન અને Lulu, BookSurge, CreateSpace, iUniverse, Xlibris, Author House, Outskirts, Bookganga, ekatrabooks ને માર્કેટીગ માટે આપી શકાય. આ પબ્લીશરો પાસેથી મળતી માર્કેટીંગ સેવાઓ મહદ અંશે નાણાકીય લાભ લાંબા ગાળે આપતી હોય છે તેથી ધીરજ અગત્યનો ગુણ છે.
- તમારા પુસ્તક્ને સંપૂર્ણ બનાવવા માંગતા હો તો સારો પ્રૂફ રીડર અને સારુ ટાઈટલ સોનામાં સુગંધ પુરશે.
- જાતે પ્રસિધ્ધ થયેલ ઇ બુકનાં રીવ્યુ આવતા હોતા નથી તેથી તેનો પ્રચાર મહદ અંશે ઇ મેલ અને મિત્રો દ્વારા કે ગ્રુપ દ્વારા વધુ થતા હોય છે
- લેખક અને પ્રકાશકોનો સહિયારો પ્રયત્ન આવા પુસ્તકોમાં પરિણામ લક્ષી હોય છે.. પરંતુ ઇ બુક ભારતમાં હજી અમેરિકા જેટલી બહુ પ્રચલીત નથી
ઈ બુક ઉપર મારા અન્ય લેખો
https://vijayshah.wordpress.com/2012/05/07/e-book-hakka-kono-laabh-kone/
એકની પાછળ મીંડાની કિંમત-
એક મીંડુ | દસ | ten | તેર મીંડા | પહન | ten thousand trillion |
બે મીંડા | સો | Hundred | ચૌદ મીંડા | મહા પહન | hundred thousand trillion |
ત્રણ મીંડા | હજાર | Thousand | પંદર મીંડા | શંકુ | million trillion |
ચાર મીંડા | દસ હજાર | ten thousand | સોળ મીંડા | જલાધિશંકુ | ten million trillion |
પાંચ મીંડા | લાખ | Hundred thousand | સત્તર મીંડા | અંત્ય | hundred million trillion |
છ મીંડા | દસ લાખ | Million | અઢાર મીંડા | મધ્ય | Trillion trillion |
સાત મીંડા | કરોડ | ten million | ઓગણીસ મીંડા | પરાધ | ten trillion trillion |
આઠ મીંડા | દસ કરોડ | Hundred million | વીસ મીંડા | મહાપરાધ | hundred trillion trillion |
નવ મીંડા | અબજ | trillon | એકવીસ મીંડા | ધુન | thousand trillion trillion |
દસ મીંડા | દસ અબજ | ten trillion | બાવીસ મીંડા | મહાધુન | ten thousand trillion trillion |
અગીયાર મીંડા | ખર્વ | hundred trillion | ત્રેવીસ મીંડા | અત્વાહિની | million trillion trillion |
બાર મીંડા | નિખર્વ | thousand trillion | ચોવીસ મીંડા | મહાઅત્વાહિની | ten million trillion trillion |
સંકલન |
કૌશલ્યા જે પટેલ ( તેનપુર) |
માતૃદિને વહાલી માને વંદન કરીએ-જય ગજજર, C.M., M.A.
‘માતૃદેવો ભવ’ એ શબ્દો’ અંતરના ઊંડાણમાંથી ઉચ્ચારી બે હાથ જોડી વંદન કરી આપણને આ ધરતી પર એક માનવ તરીકે જન્મ આપનાર એ માને યાદ કરીએ. એના સદા સુખ માટે એક સાચા સંતાન બની રહેવાનો સંકલ્પ કરીએ. મા તે મા બીજા બધા વગડાના વા. મીઠા મધુ ને મીઠા મેહૂલા રે, લોલ, એથી મીઠી મોરી માત રે, જનનીની જોડ જગે નહિ જડે રે લોલ. આવા તો કેટલાય શબ્દોમાં કવિઓએ માનું મહત્ત્વ સમજાવ્યંુ છે. મા નિર્મળ વહેતી સરિતાને શોભાવે એવા પ્રેમનું અખૂટ ઝરણું છે જે સદા પળે પળે પ્રેમની ગંગા વહાવે છે. માની સરખામણી કોઈ સાથે કદી ન થઈ શકે. માનવ હોય કે પશુ હોય કે પંખી હોય મા એના સંતાન માટે જીવન ખર્ચી નાખે છે. મા એના સંતાનને સ્તનપાન કરાવે છે, ઉછેરે છે, પળે પળે કાળજી લે છે, સંસ્કારોનું સિંચન કરે છે, પોતે ભૂખી રહી દીકરા કે દીકરીને ખવડાવે છે. ‘ઓ મા, તારું ૠણ અમે કેવી રીતે અદા કરી શકીએ?’ વધારે વાંચો …
ઈ બુક – હક્ક કોનો? લાભ કોને?
ઈ બુક નો સાચો અર્થ તો ઇલેક્ટ્રોનીક ફોર્મેટમાં છપાયેલુ પુસ્તક એમ ઓક્ષ્ફોર્ડ ડિક્ષનરી કહે છે. બીજી ભાષામાં કહીયે તો તકનીકી સુધાર સાથે થતુ પ્રકાશન જેમાં લેખક્નું બુધ્ધીધન નવા સગવડ ભર્યા સ્વરૂપે પુનઃ પ્રકાશીત થાય છે. અને તેથી તે કોમ્પ્યુટર પર જ રહેતી નવી પેઢીને આકર્ષે છે તે બીન વિવાદે છે.પુસ્તક વાંચી જ શકાય.. જ્યારે ઇ બુક વાંચી શકાય.. લેખકને કાવ્ય પઠન કરતા જોઇ શકાય કે પુસ્તક ભજ્વાતુ નાટ્ય સ્વરુપે પણ માણી શકાય છે.
પ્રકાશકો હવે એ નવા સ્વરુપને આવકારે અને લેખકોને મળતા વળતર કે રોયલ્ટીને વધારે તે વહેવારીક વાત છે કારણ કે ઇ બુક રુપાંતરણ માં તેઓ તેમના પ્રસિધ્ધી હક્કોને દ્વીગુણીત કરેછે એટલે કે આવકો વધારે છે ( અન્ય સૌ ખર્ચ એક જ વખત કરીને) વળી એક વર્ગ એમ ભય સેવે છે કે આ પધ્ધતિ તેમના છપાયેલા પુસ્તકોનું વેચાણ ઘટાડશે…ત્યાં હું માનું છું કે તેવું થવાનું તો છે અને નથી પણ કારણ કે નવી પધ્ધતિ આજે મોંઘી છે પણ તે સમય જતા સુલભ અને સરળ થૈ જ જવાની છે…અને વાચક કે જે પૈસા ખર્ચવાનો છે તેને જે પધ્ધતિ અનુકૂળ છે તે જ તે અપનાવશે પણ આ આવનારો સમય જ દર્શાવશે. મારા જેવો વાચ ક કે જે ચોપડી ને હાથમાં લૈ આરામ ખુરસીમાં અઢેલીને વાંચવા માંગશે તે તો પુસ્તક જ વાંચવાનો છે. વધારે વાંચો …
Superb Example.- Email Courtsy -Girish Desai
Madan Mohan Malaviya was a freedom fighter, author, editor & publisher of newspapers, educationist, staunch Hindu. He is credited with popularising the slogan “Satymeva Jayate”. He was the first one to establish a private university in India which is based on the model of historical Nalanda, Takasheela Vidya Peethams.
When Malaviya was trying to build a good university, he had to overcome many difficulties and barriers. He worked with determination to start the university. There was a funds crisis; but he did not get disheartened. He went from town to town, met many rich people and traders to collect donations.
He went to the Nizam of Hyderabad (then reputedly the richest man in the world) to request him for funds. The Nizam was furious, ” How dare you come to me for funds and that too for a Hindu University? ” He roared with anger, took off his footwear and flung it at Malaviya.
Malaviya picked up the footwear and left silently. He went directly to the market place and began to auction the footwear. As it was Nizam’s footwear, many came forward to buy it. The bids kept going up.
When Nizam heard of this, he became uneasy. He thought it would be an insult if his footwear were to be bought by someone for a pittance. So he sent one of his attendants with the instruction, ‘Buy that footwear no matter whatever the price be!’
Thus, Malaviya managed to sell the Nizam’s own footwear back to him, for a huge amount. He used that money to build the Banaras Hindu University.
Moral of the story: It does not matter what you have, but how you make use of what you have, in your Life & Business.
—
છ સુખ-ગિરીશ દેસાઇ
પહેલું સુખ સંતોષ છે.
બીજું છે સ્વસ્થ શરીર
ત્રીજું સમ્યક વિચાર છે
ચોથું કરવું મનને સ્થિર.
પાંચમું રાખો સદભાવના
છઠ્ઠે ત્યજવું ખોટું ખમીર
આ છ સુખ પામીને થયા
મુકત બુદ્ધ અને મહાવીર
ગિરીશ દેસાઇ ૨-૨૫-૨૦૧૨
પુસ્તકોનો એક્વીસમી સદીમાં ઇ. બુક સ્વરુપે પ્રવેશ _વિજય શાહ
૮માં ધોરણમાં ભણતો એક નાનક્ડો કિશોર વેકેશનમાં જુનાગઢની લાઇબ્રેરીનાં સમગ્ર પુસ્તકો વાંચી લીધા પછી પુસ્તકાલયનાં અધિકારી સાથે વાત કરતો હતો.. “આ કિશોર વિભાગમાં નવા પુસ્તકો ક્યારે લાવો છો? આ બધા તો બે બે વખત વંચાઇ ગયા…”
સામાન્યતઃ ૧૯૬૨-૬૩માં જવાબ એજ મળતો “કોઇક અનુદાન મળશે તો નવા પુસ્તક આવશે”
બરોબર ૫૦ વર્ષે જો એનીજ ઉમરનો કોઇ બાળક જો આ પ્રશ્ન પુછે તો જવાબ મળે કોમ્પ્યુટર ખોલ..નવી ઇ બુક્સ રોજની હજાર નાં પ્રમાણે આવે છે
હા. પહેલા આ ઇ બુક પી ડી એફ સ્વરૂપે મળતી હવે તેને કીંડલ કે આઇ પેડ ના સ્વરુપે રુપાંતરીત કરી કેટલીયે નવી સવલતો સાથે મળે છે. અને યુવા વર્ગ કે જે ગુજરાતી લખતો કે વાંચતો નથી કહેતા કેટલાય ટીકાકારોને જડબે સલાક રીતે હજાર જેટલા બ્લોગો રચીને યુવાનોએ મંતવ્ય સુધાર્યુ છે કે… તેઓ ગુજરાતી રચે છે ..વાંચે છે અને વહેંચે પણ છે..હા. પણ અમે પુસ્તક સ્વરુપે નહી પણ તકનીકી સ્વરુપે અમે વાંચીયે છે. જેમકે રીડ ગુજરાતી કે લય સ્તરો અને પરમ ઉજાસ જેવી વેબ પેજ પર દિવસ્ની ૫૦૦થી ૬૦૦ મુલાકાતો એટલું તો સુચવે જ છે કે સુઘડ અને સારુ સાહિત્ય તો દરેક સ્થળે વંચાય છે જ. વધારે વાંચો …
Stamps on Gandhiji World Wide & Famous Gandhiji Quotes
This site is dedicated to Mohandas Karamchand Gandhi (M. K. Gandhi), popularly known as “Mahatma Gandhi” (Ghandi). Comprehensive site: Click on the link below :
http://www.mkgandhi-sarvodaya.org/
Many countries have issued lots of stamps on the great Gandhi. Listed here are some of such stamps by Mahavir Sanglikar
E mail courtsey RAJENDRA PATEL
વાંચકોના પ્રતિભાવ