Archive

Archive for the ‘પ્રકીર્ણ’ Category

ઇ-બુક બનાવવી સરળ છે- માર્કેટીગ સમય માંગી લે છે

જૂન 8, 2012 3 comments

છેલ્લા કેટલાક મહીનાથી આ વિષય ઉપર સંશોધન કરતો હતો ત્યાં ૨૦૧૦ નો આ લેખો http://reviews.cnet.com/self-publishing/ અને http://reviews.cnet.com/how-to-self-publish-an-e-book?tag=mncol;txt જડી ગયો. ડેવીડ કર્નોય્નો આ લેખ આમતો ઘણી બધી માહિતી થી ભરપુર છે અને તે ૨૦૧૦માં લખાયેલો છે એટલે તે પ્રસિધ્ધ થયા પછી ઘણા પાણી ગંગામાં વહી ગયા છે .લેખકો અને પ્રકાશકોનાં આ વિષય ઉપર બહુજ બહોળા પ્રતિભાવોછે તેથી તે ચર્ચાને બાજુમાં મુકીને લખું તો

  1. તમારી મેન્યુસ્ક્રીપ્ટ ને વર્ડ ૭ પ્રોગ્રામ મા લઇ જે સાઈઝ મા પુસ્તક બનાવવાનુ છે તે સાઇઝમાં આખી મેન્યુસ્ક્રીપ્ટનુ પેજ માં રુપાંતરણ કરો.
  2. પ્રકરણ પ્રમાણે તેમને છુટા પાડો
  3. ટાઈટલ શક્ય હોય તો સારા પ્રોફેશનલ પાસે બનાવડાવો. આ ખુબ જ આવશ્યક કામ છે અને તમે નિશ્ચિંત કરેલ સાઈઝ્નું ટાઇટલ બનાવો.
  4. સિગ્નેચર પેજ માં ટાઇટલ પુસ્તક પ્રાપ્તિ સ્થાન કિંમત અને કોપી રાઇટ નો ઉલ્લેખ કરો.
  5. કિંમત સામાન્ય રીતે એક પેજ બરાબર એક રુપિયો રખાતી હોય છે..પરંતુ ઇ બુકમાં ઘણી વાર તેને લોક્પ્રિય બનાવવા સીંધીઓની જેમ કોથળે વેપાર થાય છે જેમા લેખક અને ઇ બૂક માર્કેટ કરતી સંસ્થા જ પૈસા ગુમાવે છે.
  6. પુસ્તક્નો આઇ  એસ બી એન(International Standard Book Number) નંબર લેવો જોઇએ અને તે કિંમત સાથે બેક ટાઈટલ ઉપર છપાતો હોય છે.
  7. આ આખી ફાઇલ પી ડી એફ કરીને માર્કેટીંગ સંસ્થાઓ જેવી કે એમેઝોન અને Lulu, BookSurge, CreateSpace, iUniverse, Xlibris, Author House, Outskirts, Bookganga, ekatrabooks ને માર્કેટીગ માટે આપી શકાય. આ પબ્લીશરો પાસેથી મળતી માર્કેટીંગ સેવાઓ મહદ અંશે નાણાકીય લાભ લાંબા ગાળે આપતી હોય છે તેથી ધીરજ અગત્યનો ગુણ છે.
  8. તમારા પુસ્તક્ને સંપૂર્ણ બનાવવા માંગતા હો તો સારો પ્રૂફ રીડર અને સારુ ટાઈટલ સોનામાં સુગંધ પુરશે.
  9. જાતે પ્રસિધ્ધ થયેલ ઇ બુકનાં રીવ્યુ આવતા હોતા નથી તેથી તેનો પ્રચાર મહદ અંશે ઇ મેલ અને મિત્રો દ્વારા કે ગ્રુપ દ્વારા વધુ થતા હોય છે
  10. લેખક અને પ્રકાશકોનો સહિયારો પ્રયત્ન આવા પુસ્તકોમાં પરિણામ લક્ષી હોય છે.. પરંતુ ઇ બુક ભારતમાં હજી અમેરિકા જેટલી બહુ પ્રચલીત નથી

ઈ બુક ઉપર મારા અન્ય લેખો

https://vijayshah.wordpress.com/2012/05/07/e-book-hakka-kono-laabh-kone/

https://vijayshah.wordpress.com/2012/02/16/pustakono-ebbok/

Advertisements

એકની પાછળ મીંડાની કિંમત-

મે 26, 2012 2 comments

એક મીંડુ દસ ten તેર મીંડા પહન ten thousand trillion
બે મીંડા સો Hundred ચૌદ મીંડા મહા પહન hundred thousand trillion
ત્રણ મીંડા હજાર Thousand પંદર મીંડા શંકુ million trillion
ચાર મીંડા દસ હજાર ten thousand સોળ મીંડા જલાધિશંકુ ten million trillion
પાંચ મીંડા લાખ Hundred thousand સત્તર મીંડા અંત્ય hundred million trillion
છ મીંડા દસ લાખ Million અઢાર મીંડા મધ્ય Trillion trillion
સાત મીંડા કરોડ ten million ઓગણીસ મીંડા પરાધ ten trillion trillion
આઠ મીંડા દસ કરોડ Hundred million વીસ મીંડા મહાપરાધ hundred trillion trillion
નવ મીંડા અબજ trillon એકવીસ મીંડા ધુન thousand trillion trillion
દસ મીંડા દસ અબજ ten trillion બાવીસ મીંડા મહાધુન ten thousand trillion trillion
અગીયાર મીંડા ખર્વ hundred trillion ત્રેવીસ મીંડા અત્વાહિની million trillion trillion
બાર મીંડા નિખર્વ thousand trillion ચોવીસ મીંડા મહાઅત્વાહિની ten million trillion trillion

 સંકલન

 કૌશલ્યા જે પટેલ ( તેનપુર)

માતૃદિને વહાલી માને વંદન કરીએ-જય ગજજર, C.M., M.A.

મે 13, 2012 2 comments

‘માતૃદેવો ભવ’ એ શબ્દો’ અંતરના ઊંડાણમાંથી ઉચ્ચારી બે હાથ જોડી વંદન કરી આપણને આ ધરતી પર એક માનવ તરીકે જન્મ આપનાર એ માને યાદ કરીએ. એના સદા સુખ માટે એક સાચા સંતાન બની રહેવાનો સંકલ્પ કરીએ. મા તે મા બીજા બધા વગડાના વા. મીઠા મધુ ને મીઠા મેહૂલા રે, લોલ, એથી મીઠી મોરી માત રે, જનનીની જોડ જગે નહિ જડે રે લોલ. આવા તો કેટલાય શબ્દોમાં કવિઓએ માનું મહત્ત્વ સમજાવ્યંુ છે. મા નિર્મળ વહેતી સરિતાને શોભાવે એવા પ્રેમનું અખૂટ ઝરણું છે જે સદા પળે પળે પ્રેમની ગંગા વહાવે છે. માની સરખામણી કોઈ સાથે કદી ન થઈ શકે. માનવ હોય કે પશુ હોય કે પંખી હોય મા એના સંતાન માટે જીવન ખર્ચી નાખે છે. મા એના સંતાનને સ્તનપાન કરાવે છે, ઉછેરે છે, પળે પળે કાળજી લે છે, સંસ્કારોનું સિંચન કરે છે, પોતે ભૂખી રહી દીકરા કે દીકરીને ખવડાવે છે. ‘ઓ મા, તારું ૠણ અમે કેવી રીતે અદા કરી શકીએ?’ વધારે વાંચો …

છ સુખ-ગિરીશ દેસાઇ

ફેબ્રુવારી 26, 2012 4 comments

પહેલું સુખ સંતોષ છે.
બીજું છે સ્વસ્થ શરીર

ત્રીજું  સમ્યક વિચાર છે
ચોથું કરવું મનને સ્થિર.

પાંચમું રાખો સદભાવના
છઠ્ઠે ત્યજવું ખોટું ખમીર

આ છ સુખ પામીને થયા
મુકત બુદ્ધ અને મહાવીર

ગિરીશ દેસાઇ        ૨-૨૫-૨૦૧૨

Quotes by Dr. Suresh Dalal

ફેબ્રુવારી 18, 2012 1 comment

ઈચ્છા, આશા, અપેક્ષા, મનોરથ, કોડ, મહત્વકાંક્ષા –

આ બધાં પુરુષાર્થ વિના જીવનકોશના નહીં પણજોડણીકોશના નિર્જીવ અને અર્થહીન શબ્દો છે.

***

કાગળ તો સૌ પાસે પહેલી વાર કોરો જ આવે છે, પણ માણસએમાં રાગદ્વેષના હાંસિયા દોરતો હોય છે.

જે માણસ હાંસિયા નથી દોરતો એ કદીય હાંસીપાત્ર નથીથતો.

***

બગાસું એ કંટાળાનું જાહેરનામું છે.

***

બિચારો પુરુષ, સંયુક્ત કુટુંબ હોય અને એ પત્નીનોપક્ષ લે તો એ ઘાઘરાઘેલો ગણાય

અને માબાપનો પક્ષ લે તો માવડિયો ગણાય.

***

પૈસાની જરૂરિયાત જીવનમાં છે જ; પણ એટલી હદે નહીંકે આખું જીવન બિનજરૂરી થઈ જાય.

***

ઘરમાં રહેવાનો કંટાળો આવે અને બહાર જવાનો થાકલાગે એને વૃધ્ધાવસ્થા કહેવાય.

***

સુખ એ ચુંબન જેવું છે. જ્યારે કોઈને આપો છોત્યારે જ એની પરાકાષ્ઠા અનુભવો છો.

***

મહોલ્લાના મવાલીની જેમ લડતાં કે શેરીના કૂતરાનીજેમ ભસતાં દંપતીઓને

બાળક પર આની શી અસર થશે એનો કેમ વિચાર નહીં આવતોહોય ?

***

જેને કશું જોઈતું જ ન હોય એને તમે છેતરી કેમ શકો?

***

મનુષ્યનો અને આયુષ્યનો શબ્દમાં જેટલો પ્રાસ મળેછે એટલો જીવનમાં મળતો નથી.

***

– ડૉ. સુરેશ દલાલ

Email Courtsey Vijay Dharia

પુસ્તકોનો એક્વીસમી સદીમાં ઇ. બુક સ્વરુપે પ્રવેશ _વિજય શાહ

ફેબ્રુવારી 16, 2012 4 comments

  

 

 

 

 

 

 

૮માં ધોરણમાં ભણતો એક નાનક્ડો કિશોર વેકેશનમાં જુનાગઢની લાઇબ્રેરીનાં સમગ્ર પુસ્તકો વાંચી લીધા પછી પુસ્તકાલયનાં અધિકારી  સાથે વાત કરતો હતો.. “આ કિશોર વિભાગમાં નવા પુસ્તકો ક્યારે લાવો છો? આ બધા તો બે બે વખત વંચાઇ ગયા…”

સામાન્યતઃ ૧૯૬૨-૬૩માં જવાબ એજ મળતો “કોઇક અનુદાન મળશે તો નવા પુસ્તક આવશે”

બરોબર ૫૦ વર્ષે જો એનીજ ઉમરનો કોઇ બાળક જો આ પ્રશ્ન પુછે તો જવાબ મળે કોમ્પ્યુટર ખોલ..નવી ઇ બુક્સ રોજની હજાર નાં પ્રમાણે આવે છે

હા. પહેલા આ ઇ બુક પી ડી એફ સ્વરૂપે મળતી હવે તેને કીંડલ કે આઇ પેડ ના સ્વરુપે રુપાંતરીત કરી કેટલીયે નવી સવલતો સાથે મળે છે. અને યુવા વર્ગ કે જે ગુજરાતી લખતો કે વાંચતો નથી કહેતા કેટલાય ટીકાકારોને જડબે સલાક રીતે હજાર જેટલા બ્લોગો રચીને યુવાનોએ મંતવ્ય સુધાર્યુ છે કે… તેઓ ગુજરાતી રચે છે ..વાંચે છે અને વહેંચે પણ છે..હા. પણ અમે પુસ્તક સ્વરુપે નહી પણ તકનીકી સ્વરુપે અમે વાંચીયે છે. જેમકે રીડ ગુજરાતી કે લય સ્તરો અને પરમ ઉજાસ જેવી વેબ પેજ પર દિવસ્ની ૫૦૦થી ૬૦૦ મુલાકાતો એટલું તો સુચવે જ છે કે સુઘડ અને સારુ સાહિત્ય તો દરેક સ્થળે વંચાય છે જ. વધારે વાંચો …

પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટ્ની એક વધુ સિધ્ધિ

ઓક્ટોબર 19, 2011 6 comments

મિત્રો

હ્યુસ્ટન ખાતે વસતા સાહિત્ય પ્રેમી અને ભક્ત કવિએ બ્લોગ ઉપર આજે ૧૬૦૦ કૃતિઓ મુકી ને એક વિરલ સિધ્ધિ મેળવી છે. ૧૪ કેટેગરીમાં વહેંચાયેલો તેમનો બ્લોગ માં તેમની વાત એક જ છે તેમને પ્રભુ પ્રેરણા થાય છે. અને કલમ દ્વારા શબ્દો નીતરતા જાય છે. શ્રવણ સમો પુત્ર રવિ તેમના સ્વપ્ન સમા રેડીયો સ્ટેશન ” રંગીલો ગુજરાત” દ્વારા આ કાવ્યો ને તથા ગુજરાતી ગીતોને પ્રસિધ્ધ કરે છે.

તેમણે બ્લોગ ઉપર લખવાનું એપ્રીલ ૨૦૦૭ થી લખવાનું શરુ કરેલ હતું નિયમિત રીતે રોજનું એક કાવ્ય લખવુ અને મુકવું તે સરસ્વતી માતાની અને  જલાબાપાની અને સાંઇબાબાની કૃપાથી જ શક્ય બને તેવું તે દ્રઢ પણે માને છે. તેમના બ્લોગ ઉપર ફક્ત તેમના જ કાવ્યો હોય છે.

આવો તેમની સિધ્ધિ બદલ તેમને અનુમોદીયે અને સર્જન નો દોર આજ પ્રકારે નિયમીત રહે તેવી પ્રભુને પ્રાર્થના કરીયે

તેમનો સંપર્ક

Pradip Brahmbhatt  832/878-7422

તેમની વેબ સાઈટ

http://brahmbhatt.org
http://www.rangilogujarat.com
http://pradipkumar.wordpress.com
http://pradipkumar.gujaratisahityasarita.org

તેમનું પુસ્તક

દીપનાં અંધારે