Archive
નામ અમેરિકા
નામ અમેરિકા
લોકો માને આને તકોનો દેશ
૧૫ વર્ષે એટલુ કહીશ કે
આ દેશ કાયદાના માન ને લીધે જીવવા લાયક
સખત મહેનતુ હો તો રહેવા લાયક
ખુબ ભણેલા હો અને નવુ ભણવાની તૈયારી હોય તો જ તકો ઘણી
વધારે વાંચો …
કહેજો મને
ઘુવડની આંખમાં છુપાયેલ
મારો સુરજ
ખોવાયો છે
કોઇને મળે તો કહેજો મને
સિતારોનાં જંગલમાં
ભમતો શુભ્રોજ્વલ શશી
ખોવાયો છે
કોઇને મળે તો કહેજો મને
મૃગલીની આંખમાં
રમતુ મારું ચપળ શમ્ણુ
રોળાયુ છે
કોઇને મળે તો કહેજો મને
બાળક્ની ચંચળતામાં રમતુ
સોનલવરણુ યૌવન
અટવાયુ છે
કોઇને મળે તો કહેજો મને
વાતોનાં વમળમાં
વહેતું મારા પ્રેમનું તરણું
ક્યાંય ના અટવાય
એટલું વિભુને કહેજો તમે
મેડીબંધ તેડુ
હે પ્રભુ !
લાતુર પછી ભુજ.. અંજાર.. મોરબી
અને કેટલાય નાના ગામોથી
તેડ્યાં તે અનોકોને મેડીબંધ
કે
હતી કંઇ ક્ષતિ નિર્માણની જે તેં પકડી
લાખોનો lot એક જ ક્ષણમાં કર્યો તે reject..
કંઇ કેટલાય દબાયા..
કંઇ કેટલાય ભીંસાયા..
કંઇ કેટલાય રીબાયા..
અનેકોની આ અસહ્ય પીડાનો દાતા
ક્ષમા કર પ્રભુ !
રોકી દે આ તાંડવ પૃથ્વી પર..!
બાળ અમે સૌ તારા. માફ કર !
અને આપ વરદાન શાંતિનું
બને સૌ બચેલા માટે ભાંગ્યાનાં ભેરુ!
(ભુજ ધરતીકંપનાં દ્રશ્યો ટીવી ઉપર જોતા ઉદભવ્યું)
સનાતન જીવન
મૃત્યુ દરેક રૂપે
દરેક સ્તરે કહે છે એક જ વાત!
‘જિંદગી તો બેવફા છે!’
ભવાંતરો થી વિધવિધ રૂપે આવે
મુખવટો બદલ્યા કરે!તો?
પ્રેમ કરીશુંને મૃત્યુને?
ભરપુર જિંદગી જીવ્યા બાદ
એના બીજા ચહેરા જેવા
મૃત્યુને પણ ચાહીશુંને?
જો થઇ શકે તો
કંઇક એવુ કરીયે કે
આ જન્મ અને મૃત્યુના ફેરા ટળે અને મળે
સનાતન જીવન ને ન આવે કદી મરણ
સિંહબાળ
મારી અંદર હું વસુ
મને હસતો કે રડતો જોઇ
એ પણ હસે કે રડે
પણ જ્યારે મારામાંનો હું મારાથી જુદો થાય
ત્યારે ના મળે હાસ્ય કે રુદનની અનુભુતી
પણ જુદા થવાથી થાય કો’ અનન્યાનુભુતિ
રાગ અને દ્વેષ્નાં બંધનોથી બંધાયેલ
મારામાંનો હું જ્યારે મારામાંથી છુટો થાય
ત્યારે સમજાય મને કે
મારામાંની અનેક નબળાઇઓ તે ‘હું’માં નથી
ખરેખર તો હું
એ બાકર બચ્ચામાં ભુલું પડેલું સિંહબાળ
સિંહને ટોળાની શું જરુર?
મારા શરીરે કેદ થયેલો આતમરામ
જાગે અને એને સમજાય કે
આત્મા કર્તા નથી..ભોક્તા નથી..
એતો સિધ્ધ સ્વરૂપી અનંત પિતાનું સંતાન
ભુલું પડ્યુ બાકર બચ્ચા મહીં
એથી કરતો બેં..બેં..બેં..
I ને બદલે કરતો My..My..My..
કર્મવાણી
જીવનમાં
તને બધુ મળે છે ખરૂં
પણ ઘણી તપશ્ચર્યા બાદ
ધીર છે તું તેથી તે સૌ પામે..
પણ ક્યારેક ન પામે
તો અકળામણ એની આ તે કેવી?
હે મનવા!
પ્રયત્ન કરવો એ કૃષ્ણે ગીતામાં ભાખ્યું
ને પ્રયત્ન પછી પરિણામ ઇશ પર છોડવું
સફળ થયા તો ઇશની કૃપા
અસફળ રહ્યા તો હજી વધુ પ્રયત્ન
પ્રયત્ન કરવો એજ તારો અધિકાર
ફળ આવશે કેવું અને
આવશે પરિણામ ક્યારે
એ ચિંતા મારા પર છોડ
ગીતાગાયક કૃષ્ણની આ છે કર્મવાણી
તેને ક્યાં હોય છે તાપ કે સંતાપ?
અપેક્ષાઓ હદથી જ્યારે વધે
અજંપ મન વેદનાથી બળે
આતમજ્ઞાન ઉદભવે ત્યારે
I અને My ના બે સર્પો
સુખ અને દુઃખ રૂપે સંતાપ્યા કરે
એના આ સંતાપ જ્યાં હોય
ત્યાં સર્જ્યા કરે દુઃખ દુઃખ અને દુઃખ
અપેક્ષા જો મનથી છુટી
છુટ્યા I અને My નાં સંતાપો સઘળા
જે ભોક્તા છે તે શરીર
તેથી વેઠે શરીર સઘળા સંતાપ
આતમ રાજા તો નિજાનંદે મસ્ત
તેને ક્યાં હોય છે તાપ કે સંતાપ?
જડ એટલે જડ
સમજે નહિ, સમજાવે કોઇ તેને એકની એક વાત
છતા કર્યા કરે તે જ ભુલો વારંવાર
મૂઢ એટલે મૂઢ
વાગે.. અથડાય..પછડાય..છતા ઝાલે તે છોડે નહિ
અને થયા કરે ઘાયલ વારંવાર
નશો એટલે નશો
ખોટું છે તે જાણ્યા પછી પણ તે કર્યા વગર ના રહે
ને આભાસે કર્યા કરે રાજાપાઠ
જ્ઞાની અને અજ્ઞાનીના વર્તને આટલો જ તફાવત
જ્ઞાની સાચુ પકડે -જડ બને પણ મુક્તિને પામે
અજ્ઞાની જે પકડ્યુ તેને સાચુ માને ને જડ બને
તેથી ક્યારેક પતન તો ક્યારેક મુક્તિ….
જીવન બસ આમ જ ચાલ્યા કરે.
વાંચકોના પ્રતિભાવ