Archive

Archive for the ‘કવિતા’ Category

આપણું વતન આ ભુરો ગ્રહ

જુલાઇ 12, 2012 1 comment

પૃથ્વી ઉદય..ચંદ્ર સપાટી પરથી ( Courtsey NASA)

એક્વીસમી સદીમાં એક કદમ

આગળ વધ્યું અવકાશ જ્ઞાન

ચંદ્ર પરથી દેખાયો વતનોદય

પૃથ્વી સુધી ન સીમીત જ્ઞાન

અવકાશે અનંત ગ્રહોમાં હવે

આપણું વતન આ ભુરો ગ્રહ

ગોરા કાળા ઘંઉવર્ણા  ને પીળા

સૌનું છે વતન આ ભુરો ગ્રહ

સાથે વિકસીયે ને વિકસાવીયે

આપણું વતન આ ભુરો ગ્રહ

વિજય શાહ

ડો. કમલેશ લુલ્લાનાં સન્માન પ્રસંગે સુઝેલી આ વાત બાવીસમી સદીમાં જરૂર સાચી પડશે. જ્યારે સરહદો ઓગળી જશે અને સરહદોની જાળવણી નાં નામે અબજોમાં ખર્ચાતા રુપીયાઓ જન સમુદાય્નાં ઉત્કર્ષમાં વપરાશે કારણ કે તે સમયે વિશ્વગ્રામ્યનું (global village) નું સ્વપ્ન સાર્થક થશે… સીમાડાઓ ઓગળવા તે સરળ વાત નથી પણ જ્યારે યુરો ની જેમ ( ૧૯ દેશોનું સહિયારુ ચલણ ) સમું સમગ્ર વિશ્વમાં એક ચલણ હોય…બેંકોમાં કેટલાય કન્વર્ઝન કેલ્ક્યુલેટરો બીન જરુરી બની જશે..સરહદો ઓગળતા કેટ્લાય માઇલો જમીનો ઉપજાઉ બનશે. આ કલ્પન ને આગળ વિચારીયે તો દરેક ગામડુ શહેરનું પરુ હશે.. દરેક શહેર વિકસીને તાલુકો બનશે..દરેક તાલુકો વિકસીને જીલ્લો બનશે..જીલ્લો રાજ્ય બનશે રાજ્ય દેશ અને દેશો ખંડ.. અને ખંડ વિકસીને એક વિશ્વ ગામડુ..

આ કલ્પના આજની તારીખે લગભગ અશક્ય જ લાગે છે ને?

પણ તકનીકી વિકાસે આજથી સોવર્ષ પહેલા જે અશક્ય લાગતી હતી તે શક્ય થઇ છે. તો તેજ રીતે આપણા વતન નાં વિકાસ દરને જોતા  આપણું વતન આ ભુરો ગ્રહ બને તે અશક્ય લાગતુ તો નથી જ… જોકે તે જોવા આપણા વડવાઓની જેમ કદાચ આપણે હયાત ના પણ હોઇએ 

હસતી સખી સમી સાંજે

જુલાઇ 2, 2012 1 comment

 

સુરજ ઢળતો સમી સાંજે, તુ પણ ખીલે સદા સાંજે

ચંદ્ર દે ચાંદની શીળી સાંજે, તારી યાદો શીતળ સાંજે

ફરતા પાછા પંખી સાંજે, રાખે ઘર તું સ્વચ્છ સાંજે

મંદીરની ઝાલરો વાગે, સખી ખીલતી સમી સાંજે

ભાગે સઘળો થાક ચા સાથે હસતી સખી સમી સાંજે

લોક ભલે માને કે ના માને સાઠે તો બુધ્ધી નાસે

સમજ સખી  જિંદગાની પણ ઢળતી સમી સાંજે

આજની વાત (૪૯)

જૂન 27, 2012 3 comments

બા

યાદ તારી જ્યારે આવે

સાથે દર્દ ઘણાં લાવે

યાદ તારી જ્યારે આવે

ક્યારેક હસ્યા’તા ખૂબ સાથે

યાદ તારી જ્યારે આવે

દ્રષ્ટી ઝાંખી થૈ ગગને જાયે

યાદ તારી જ્યારે આવે

તારું હેત-વહાલ યાદ આવે

યાદ તારી જ્યારે આવે

હવે આંસુ જ એકલા આવે

વિજય શાહ

છબીઃ ડો વિવેક ટેલર

ચાલને સખી સુખી થઇએ

જૂન 20, 2012 4 comments

માતૃદિને

મે 13, 2012 4 comments

બા
કહેતા જ ભાવનું આંખે ઝરણું વહેતુ
બા
હૈયે ઉભરાતો આદર ભાવનો એ પહાડ
બા
તને ખબર છતા કહું તારા જેવી ન કોઇ બા
બા
ઝાઝુ શું કહેવું? બની રહેજે હરેક ભવે અમારી બા

બંદગીનાં ગાન!

એપ્રિલ 12, 2012 2 comments

હા પક્ષ ઘાત અને હ્રદય રોગનાં હુમલાથી

થઇને ઘાયલ શાયર દોસ્ત ઝઝુમે છે

કંઇ પણ કરતા સારુ થાય તે કરવા

તત્પર સૌ સેનાનીઓ હોસ્પીટલે સજ્જ.

દુઃખ એક હોય કે અનેક ઝઝુમે છે

કદીક એમ પણ લાગે

ભારે ભડખમ બીલની સામે કેમ ટકશે?

શુષ્ક ભીની આંખે મહેબૂબા શું કહેશે?

હૈયું તો ધબકતું પણ

આ પગે બેડીઓ ભારે કેમ ઉપડશે?

દેહનાં દંડ તો દેહે ભોગવવાનાં..

મિત્રો કહે ખુદાએ ભલે તને  ભીડ્યો

પણ ના થજે હતાશ

અને કહેજે  ઓ ખુદા આવીશ

જ્યારે પણ તારી પાસ

હશે ઉન્નત શીર અને

રચાતી તારી ઇબાદત અને બંદગીનાં ગાન!

ગુરુ અને કવિ મિત્ર અબ્દુલ રઝાક મેઘાણી (“રસિક”)ને હોસ્પીટલ્માં ઝઝુમતા જોયા બાદ સ્ફુરેલી વાત

આજની વાત (૬)

એપ્રિલ 4, 2012 2 comments

આજની વાત

વરસાદ વરસી ગયો

ભીની માટીની સુગંધ મહેંકી

કાલ ભુલાવા લાગી

આવતી કાલનાં સુરજની પહેલી કિરણ

જેવી સુખદ ભવિષ્ય્ની આશનું અબીલ ઉડ્યું

તું ભલે મને આજે ચાહતો ના હોય

આવતી કાલે તો તારે મને ચાહવું જ રહ્યું

કારણ વરસાદ વરસી ગયો છે

મારા પ્રેમની મહેંક તને ભીંજવી રહી છે.

હું તારી અપેક્ષા પ્રમાણે બદલાઈ રહ્યો છું

અને પ્રેમનું નામ તો છે ને ભીજાવું?

હું તારામાં અને પ્રભુ તું મારામાં

અંકુરીત થઇ રહ્યો છું કૂંપળની જેમ.

વિજય શાહ

છબી  જયંત પટેલ

આજની વાત (૫)

એપ્રિલ 2, 2012 Leave a comment

આજની વાત

પરમ સુખની પળ

જ્યારે અપેક્ષાઓ સંતુષ્ટ હોય

મન સાંનિધ્ય્માં રત હોય

વહેલી સવારની પળ હોય

શ્વાસની સિતાર લયમાં રણકતી હોય

પુષ્પો કોમળતા થી પાંગરતા હોય

ત્યારે ઉઠે પ્રાર્થના હ્રદયમાં

પ્રભુ મારા સાથીને  દે

પરમ સુખની પળ

ચરમ મુક્તિની ક્ષણ

સંતુષ્ટ મનની કણોનાં મણ

વિજય શાહ

છબી જયંત પટેલ

ચાલને સખી સાથે

એપ્રિલ 1, 2012 1 comment

બેટા હું તારો બાપ છું..

માર્ચ 27, 2012 3 comments

 

આ વિચાર મને બેચેન કરતો હતો અને ખાસ તો “અપેક્ષા” શબ્દ વધુ અફળાતો હતો. કોઇનું એટલું બધું કામ ના કરો કે અપેક્ષા બંધાય-કરવા યોગ્ય કરીને ભુલી જાવ એ વાત ત્રણ પેઢીને ધ્યાનમાં રાખીને ને જ્યારે આજે લખ્યું ત્યારે શાંતિ થઇ. અપેક્ષા રાખ્યા વિના થયેલ કાર્ય એ ખરેખર તો બાપાને ચુકવાતું લેણૂં છે અને સંતાનો પાસે ” તેમનું ભલું થાવ” તેવા આશિર્વચનો જ મન ની શાંતિ લાવે છે