Archive
નવી સાઇટ ની મુલાકાત લીધી?
Please Visit www.vijaydshah.com for all latest work
નવું બધું વેબ કામ નવી સાઈટ વિજયનું ચિંતન જગત ઉપર મુકાય છે
આપણું વતન આ ભુરો ગ્રહ
પૃથ્વી ઉદય..ચંદ્ર સપાટી પરથી ( Courtsey NASA)
એક્વીસમી સદીમાં એક કદમ
આગળ વધ્યું અવકાશ જ્ઞાન
ચંદ્ર પરથી દેખાયો વતનોદય
પૃથ્વી સુધી ન સીમીત જ્ઞાન
અવકાશે અનંત ગ્રહોમાં હવે
આપણું વતન આ ભુરો ગ્રહ
ગોરા કાળા ઘંઉવર્ણા ને પીળા
સૌનું છે વતન આ ભુરો ગ્રહ
સાથે વિકસીયે ને વિકસાવીયે
આપણું વતન આ ભુરો ગ્રહ
વિજય શાહ
ડો. કમલેશ લુલ્લાનાં સન્માન પ્રસંગે સુઝેલી આ વાત બાવીસમી સદીમાં જરૂર સાચી પડશે. જ્યારે સરહદો ઓગળી જશે અને સરહદોની જાળવણી નાં નામે અબજોમાં ખર્ચાતા રુપીયાઓ જન સમુદાય્નાં ઉત્કર્ષમાં વપરાશે કારણ કે તે સમયે વિશ્વગ્રામ્યનું (global village) નું સ્વપ્ન સાર્થક થશે… સીમાડાઓ ઓગળવા તે સરળ વાત નથી પણ જ્યારે યુરો ની જેમ ( ૧૯ દેશોનું સહિયારુ ચલણ ) સમું સમગ્ર વિશ્વમાં એક ચલણ હોય…બેંકોમાં કેટલાય કન્વર્ઝન કેલ્ક્યુલેટરો બીન જરુરી બની જશે..સરહદો ઓગળતા કેટ્લાય માઇલો જમીનો ઉપજાઉ બનશે. આ કલ્પન ને આગળ વિચારીયે તો દરેક ગામડુ શહેરનું પરુ હશે.. દરેક શહેર વિકસીને તાલુકો બનશે..દરેક તાલુકો વિકસીને જીલ્લો બનશે..જીલ્લો રાજ્ય બનશે રાજ્ય દેશ અને દેશો ખંડ.. અને ખંડ વિકસીને એક વિશ્વ ગામડુ..
આ કલ્પના આજની તારીખે લગભગ અશક્ય જ લાગે છે ને?
પણ તકનીકી વિકાસે આજથી સોવર્ષ પહેલા જે અશક્ય લાગતી હતી તે શક્ય થઇ છે. તો તેજ રીતે આપણા વતન નાં વિકાસ દરને જોતા આપણું વતન આ ભુરો ગ્રહ બને તે અશક્ય લાગતુ તો નથી જ… જોકે તે જોવા આપણા વડવાઓની જેમ કદાચ આપણે હયાત ના પણ હોઇએ
હસતી સખી સમી સાંજે
સુરજ ઢળતો સમી સાંજે, તુ પણ ખીલે સદા સાંજે
ચંદ્ર દે ચાંદની શીળી સાંજે, તારી યાદો શીતળ સાંજે
ફરતા પાછા પંખી સાંજે, રાખે ઘર તું સ્વચ્છ સાંજે
મંદીરની ઝાલરો વાગે, સખી ખીલતી સમી સાંજે
ભાગે સઘળો થાક ચા સાથે હસતી સખી સમી સાંજે
લોક ભલે માને કે ના માને સાઠે તો બુધ્ધી નાસે
સમજ સખી જિંદગાની પણ ઢળતી સમી સાંજે
આજની વાત (૪૯)
બા
યાદ તારી જ્યારે આવે
સાથે દર્દ ઘણાં લાવે
યાદ તારી જ્યારે આવે
ક્યારેક હસ્યા’તા ખૂબ સાથે
યાદ તારી જ્યારે આવે
દ્રષ્ટી ઝાંખી થૈ ગગને જાયે
યાદ તારી જ્યારે આવે
તારું હેત-વહાલ યાદ આવે
યાદ તારી જ્યારે આવે
હવે આંસુ જ એકલા આવે
વિજય શાહ
છબીઃ ડો વિવેક ટેલર
બે લાખ ઉપર વાચક સંખ્યા-આભાર મિત્રો
બે લાખ ઉપર વાચક સંખ્યા-
આભાર વાચક મિત્રો, આપને શત શત સલામ
1,341 Posts
2,939 Comments
ઇ-બુક બનાવવી સરળ છે- માર્કેટીગ સમય માંગી લે છે
છેલ્લા કેટલાક મહીનાથી આ વિષય ઉપર સંશોધન કરતો હતો ત્યાં ૨૦૧૦ નો આ લેખો http://reviews.cnet.com/self-publishing/ અને http://reviews.cnet.com/how-to-self-publish-an-e-book?tag=mncol;txt જડી ગયો. ડેવીડ કર્નોય્નો આ લેખ આમતો ઘણી બધી માહિતી થી ભરપુર છે અને તે ૨૦૧૦માં લખાયેલો છે એટલે તે પ્રસિધ્ધ થયા પછી ઘણા પાણી ગંગામાં વહી ગયા છે .લેખકો અને પ્રકાશકોનાં આ વિષય ઉપર બહુજ બહોળા પ્રતિભાવોછે તેથી તે ચર્ચાને બાજુમાં મુકીને લખું તો
- તમારી મેન્યુસ્ક્રીપ્ટ ને વર્ડ ૭ પ્રોગ્રામ મા લઇ જે સાઈઝ મા પુસ્તક બનાવવાનુ છે તે સાઇઝમાં આખી મેન્યુસ્ક્રીપ્ટનુ પેજ માં રુપાંતરણ કરો.
- પ્રકરણ પ્રમાણે તેમને છુટા પાડો
- ટાઈટલ શક્ય હોય તો સારા પ્રોફેશનલ પાસે બનાવડાવો. આ ખુબ જ આવશ્યક કામ છે અને તમે નિશ્ચિંત કરેલ સાઈઝ્નું ટાઇટલ બનાવો.
- સિગ્નેચર પેજ માં ટાઇટલ પુસ્તક પ્રાપ્તિ સ્થાન કિંમત અને કોપી રાઇટ નો ઉલ્લેખ કરો.
- કિંમત સામાન્ય રીતે એક પેજ બરાબર એક રુપિયો રખાતી હોય છે..પરંતુ ઇ બુકમાં ઘણી વાર તેને લોક્પ્રિય બનાવવા સીંધીઓની જેમ કોથળે વેપાર થાય છે જેમા લેખક અને ઇ બૂક માર્કેટ કરતી સંસ્થા જ પૈસા ગુમાવે છે.
- પુસ્તક્નો આઇ એસ બી એન(International Standard Book Number) નંબર લેવો જોઇએ અને તે કિંમત સાથે બેક ટાઈટલ ઉપર છપાતો હોય છે.
- આ આખી ફાઇલ પી ડી એફ કરીને માર્કેટીંગ સંસ્થાઓ જેવી કે એમેઝોન અને Lulu, BookSurge, CreateSpace, iUniverse, Xlibris, Author House, Outskirts, Bookganga, ekatrabooks ને માર્કેટીગ માટે આપી શકાય. આ પબ્લીશરો પાસેથી મળતી માર્કેટીંગ સેવાઓ મહદ અંશે નાણાકીય લાભ લાંબા ગાળે આપતી હોય છે તેથી ધીરજ અગત્યનો ગુણ છે.
- તમારા પુસ્તક્ને સંપૂર્ણ બનાવવા માંગતા હો તો સારો પ્રૂફ રીડર અને સારુ ટાઈટલ સોનામાં સુગંધ પુરશે.
- જાતે પ્રસિધ્ધ થયેલ ઇ બુકનાં રીવ્યુ આવતા હોતા નથી તેથી તેનો પ્રચાર મહદ અંશે ઇ મેલ અને મિત્રો દ્વારા કે ગ્રુપ દ્વારા વધુ થતા હોય છે
- લેખક અને પ્રકાશકોનો સહિયારો પ્રયત્ન આવા પુસ્તકોમાં પરિણામ લક્ષી હોય છે.. પરંતુ ઇ બુક ભારતમાં હજી અમેરિકા જેટલી બહુ પ્રચલીત નથી
ઈ બુક ઉપર મારા અન્ય લેખો
https://vijayshah.wordpress.com/2012/05/07/e-book-hakka-kono-laabh-kone/
એકની પાછળ મીંડાની કિંમત-
એક મીંડુ | દસ | ten | તેર મીંડા | પહન | ten thousand trillion |
બે મીંડા | સો | Hundred | ચૌદ મીંડા | મહા પહન | hundred thousand trillion |
ત્રણ મીંડા | હજાર | Thousand | પંદર મીંડા | શંકુ | million trillion |
ચાર મીંડા | દસ હજાર | ten thousand | સોળ મીંડા | જલાધિશંકુ | ten million trillion |
પાંચ મીંડા | લાખ | Hundred thousand | સત્તર મીંડા | અંત્ય | hundred million trillion |
છ મીંડા | દસ લાખ | Million | અઢાર મીંડા | મધ્ય | Trillion trillion |
સાત મીંડા | કરોડ | ten million | ઓગણીસ મીંડા | પરાધ | ten trillion trillion |
આઠ મીંડા | દસ કરોડ | Hundred million | વીસ મીંડા | મહાપરાધ | hundred trillion trillion |
નવ મીંડા | અબજ | trillon | એકવીસ મીંડા | ધુન | thousand trillion trillion |
દસ મીંડા | દસ અબજ | ten trillion | બાવીસ મીંડા | મહાધુન | ten thousand trillion trillion |
અગીયાર મીંડા | ખર્વ | hundred trillion | ત્રેવીસ મીંડા | અત્વાહિની | million trillion trillion |
બાર મીંડા | નિખર્વ | thousand trillion | ચોવીસ મીંડા | મહાઅત્વાહિની | ten million trillion trillion |
સંકલન |
કૌશલ્યા જે પટેલ ( તેનપુર) |
કેમેરો ચાલુ થઇ ગયો
ચેટ ચાલુ થઇ અને તેણે કહ્યું ” હાય! હેંડ સમ!”
” હાય સ્વીટી.. કેમેરો કેમ ચાલુ નથી કર્યો?”
” હવે મારો ઘરડો ચહેરો તને શું બતાવું?”
” તો તો આ ઉંમરે હું પણ ક્યાં હેંડસમ છું?”
“તુ તો મારો રાજ્જો છે. મારે માટે એવરગ્રીન..”
” અને તું નથી મારી સ્વીટ હાર્ટ?’ વધારે વાંચો …
માતૃદિને વહાલી માને વંદન કરીએ-જય ગજજર, C.M., M.A.
‘માતૃદેવો ભવ’ એ શબ્દો’ અંતરના ઊંડાણમાંથી ઉચ્ચારી બે હાથ જોડી વંદન કરી આપણને આ ધરતી પર એક માનવ તરીકે જન્મ આપનાર એ માને યાદ કરીએ. એના સદા સુખ માટે એક સાચા સંતાન બની રહેવાનો સંકલ્પ કરીએ. મા તે મા બીજા બધા વગડાના વા. મીઠા મધુ ને મીઠા મેહૂલા રે, લોલ, એથી મીઠી મોરી માત રે, જનનીની જોડ જગે નહિ જડે રે લોલ. આવા તો કેટલાય શબ્દોમાં કવિઓએ માનું મહત્ત્વ સમજાવ્યંુ છે. મા નિર્મળ વહેતી સરિતાને શોભાવે એવા પ્રેમનું અખૂટ ઝરણું છે જે સદા પળે પળે પ્રેમની ગંગા વહાવે છે. માની સરખામણી કોઈ સાથે કદી ન થઈ શકે. માનવ હોય કે પશુ હોય કે પંખી હોય મા એના સંતાન માટે જીવન ખર્ચી નાખે છે. મા એના સંતાનને સ્તનપાન કરાવે છે, ઉછેરે છે, પળે પળે કાળજી લે છે, સંસ્કારોનું સિંચન કરે છે, પોતે ભૂખી રહી દીકરા કે દીકરીને ખવડાવે છે. ‘ઓ મા, તારું ૠણ અમે કેવી રીતે અદા કરી શકીએ?’ વધારે વાંચો …
વાંચકોના પ્રતિભાવ