Archive
સ્વાધ્યાય-સ્વનાં પરિચયે સોહમ
સ્વ ને ઓળખવો
એટલે સ્વનું અધ્યયન
“સ્વ” થતા પહેલા જો સ્વ ને ઓળખાય
તો પછી ભવાંતરોમાં
ઘડી ઘડી જન્મવું
ઘડી ઘડી જનની ઉદરે ઊંધા લટકવું
એ ભવભ્રમણ જ ના રહે
સ્વનો પરિચય કરાવે ત્રણ
જ્ઞાન દર્શન અને ચારિત્ર
સ્વને પામવાના રસ્તા ત્રણ
ગ્રંથ ગુરુ ને ગુણાનુરાગ
સ્વ ને પુનઃપુનઃ “સ્વ” બનાવે ત્રણ
સુખની ખેવના,અહમ અને સંસાર રસ
સ્વનાં પરિચયે
બનો જ્ઞાની અને બનો સોહમ
નવરાત્રી મુબારક जय मातादी
માતા તારા ભક્ત જનોને તારી ભક્તિ મુબારક
ડ્રેસ તંબુ વાળાને સહ્જ કમાવાની તક મુબારક
યુવા નર નારીઓને રાસ ગરબા શક્તિ મુબારક
ભગતો ધુણી ધુણી લે ભક્તોના પરસાદ મુબારક
ઇચ્છુ હું તો બાર પછી બંધ થાય માઇક મુબારક
ભુલ્યા ક્યાંક અને બન્યા આ રીવાજ અપાચક
ગરબા તો આંતરીક ઉત્થાન નો ઉપાય સુચાલક
પણ સહી તે ત્રાસ કરું હું માતા ભક્તિ તું છે તારક
એકાંત
એકાંત પીડે છે?
કેમ?
તું દુ:શાસન બની નથી શકતો?
તેના ચીર ખેંચી નથી શકતો?
તેની હાંસી ઉડાવી નથી શક્તો?
તું દુર્યોધન બની જાંઘ પર થાપ દે
એકાંત તો દ્રૌપદી છે.
પણ… વધારે વાંચો …
વાંચકોના પ્રતિભાવ