Archive

Archive for the ‘ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક’ Category

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૨૦)- કાંતીભાઇ શાહ

નવેમ્બર 12, 2010 1 comment

ઘણા સમય થી ચાલતી રાધીકા અને ક્રીસની પનોતી આવુ વરવુ રૂપ પકડશે તેવુ તો ત્રિભુવનની કલ્પના મા પણ નહોંતુ. પણ હવે તો પ્રસંગોની ઘટમાળ ચાલુ થઇ ગઇ હતી શાંતુ વકીલની સલાહથી ત્રિભુવને એકદમ ચુપકીદી સાંધી લીધી હતી.

ક્રીસ નાસી ગયો હતો અને તેને પોલીસ શોધતી હતી.

 રાધીકાને માટે વકીલ કરવો એવુ ભારતિય બાપ ઝંખતો હતો.જગદીશ કહેતો કે છોરુ કછોરુ થાય પણ માવતર? રહી રહી ને એજ સવાલ તેને નડતો હતો..તેનું ખુદનું સંતાન આટલી હદ સુધી ઉતરી શકે? હા કારણ કે તે તેના બાપની મિલ્કત ઝંખે છે અને બાપ તેને જગદીશને તેને માટે વકીલ રોકવાનું કહી ત્રિભુવન તો તેના ઘરની તેની કોટડીમાં નજરકેદ થઇ ગયો.

રાધિકાને ત્રણ દિવસે બેલ મળી. ક્રીસનું મૌન તો તેને સમજાઇ ગયુ હતુ..હવે બીન પૈસા વાળી રાધીકા તેની ડીયર નહોંતી..
અજંપ મન સાથે જ્યારે જગદીશ મામા તેને હોટેલ વેસ્ટર્ન ઇનમાં મુકી ગયા ત્યારે તે બધીજ રીતે શોષવાઈ ગઈ હતી. આવું ઝનૂન!
તેને પોતાની જાત પર શરમ આવતી હતી. લેડી પોલીસ નો ક્રીસ માટે માનસિક ત્રાસ ને તે વેઠી વેઠી ને થાકી ગઇ હતી.

વધારે વાંચો …

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૯)- વિજય શાહ

ઓક્ટોબર 25, 2010 3 comments

મનહરને રાધીકા મળવા ગઈ ત્યારે ક્રીસનાં પ્લાન મુજબ અંબીકાનું વીલ ક્રીસે ગોઠવીને આપ્યુ હતુ જે મુજબ ત્રિભુવન પટેલની મિલકત નો અર્ધો ભાગ રાધીકાનો અને અરધો ભાગ મનહરનો હતો. જ્યારે તે સ્ટેમ્પ પેપર મનહરે જોયુ ત્યારે તેનાથી બોલાઇ ગયુ કે બાપાના નવા વસિયતનામા મુજબ જો તે ક્રીસને લગ્ન કરશે તો રાધીકાને કશું જ નહી મળે.જે મને ગમ્યુ નહીં. મારા મો પર અણગમો આવી ગયો, પણ મારા આ અણગમાને જોઇને મને તો મીટીંગમાંથી કાઢી મુક્યો હતો અને જગદીશમામા પણ નીકળી ગયા હતા.
રાધીકાએ નવું વીલ કાઢીને આપ્યુ અને મનહરને પણ ઉશ્કેર્યો કે કોઇને કશુ મલવાનુ નથી બધુ ટ્રસ્ટ્માં જવાનું છે.
મનહર કહે “ પપ્પાએ આ બધુ બહુ વિચારીને જ કર્યુ હશેને…અને એસ્ટેટ ટેક્ષમાં સંપતી ના જતી રહે તેમ માની ને આપણા નામો ના આપ્યા હોય તેવુ બની શકે છે.
રાધીકા એ ક્રીશે કહેલ ઝેરી દાવ ફેંક્યો…”તને ખબર છે પપ્પા મલ્ટી મીલીયોનર છે? ૨૫૦૦૦ તો ખાલી વ્યાજ્ની આવક ગણાવતા હોય તો અહી જ એ ૭ થી ૧૦ મીલીયન ની વાત કરે છે…ભાર્ત અને આફ્રીકાની સંપતિ તો હજી ગણી જ નથી…આટલા બધા પૈસા હું તો ટ્રસ્ટમાં ના જવા દઉ.”
વધારે વાંચો …

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૮)- વિજય શાહ

ઓક્ટોબર 24, 2010 Leave a comment

બે દિવસનાં મૌન પછી ક્રિશે રાધીકાને ફોન કર્યો..ત્રિભુવનનું વીલ તેને કોર્ટમાંથી મળ્યુ. ઓલ્ડ્મેન તો મીલીયોનર નહી મલ્ટી મીલીયોનર છે.

રાધીકાએ ફોન મુકી દીધો.

બે એક વખત મિસ્ડ કોલ ગયા.. રાધીકાનો ગુસ્સો ઉતરી તો ગયો હતો..પણ એ મલ્ટી મીલીયન તેને કામ લાગવાનાં નહોંતા તેથી તેની ટુંકી દ્રષ્ટીથી હવે તે પસ્તાતી હતી.

સ્કુલમાં પરિક્ષાઓ માથે આવતી હતી તેથી તેણે ક્રીશ સાથે પણ વાત ન કરી. છેલ્લે ક્રીશ સ્કુલમા આવીને ઉભો રહો ત્યારે તે સાંજે ડીનર પર મળવા તૈયાર થઇ.

રાતા ગુલાબનાં બૂકે સાથે ક્રીશ તેની રાહ જોતો હતો..તે મનથી તો આનંદીત થતી પણ બાહ્ય દેખાવ રીસાયાનો ચાલુ રાખતી હતી.

મલ્ટી મીલીયન તેના તો હતા જ નહી…પણ હાડકુ જોઈને જે રીતે કુતરો લાળ પાડે તેવું ક્રીશ નાં પ્રયાસો થી તેને લાગતુ હતુ.

સરસ કીંડલ લાઈટ ડીનર તેણે રાધીકા માટે ગોઠવ્યું હતુ. જ્યારે તે હોટેલ માં દાખલ થઇ ત્યારે ક્રીશે હાથ પકડીને ટેબલ પર બેસાડી..

ક્રીશનાં શેતાની મગજ્માં શું ચાલતુ હતુ તે જાણવા જ આજે આવી હતી. વધારે વાંચો …

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૭)- અનીલ શાહ (via સહિયારું સર્જન – ગદ્ય)

ઓક્ટોબર 24, 2010 Leave a comment

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૭)- અનીલ શાહ સાંજે જ્યારે રાધીકા પાછી આવી ત્યારે સાંજનાં ઘરમાં આવેલા..ટીફીન ઉપર થોડી નજર કરી..દુધી નાં કોફ્તા અને રૂમાની રોટલી હતી ચાઇનીઝ ભાત અને મંચુરીયન જેવુ શાક હતુ. જગદીશ મામા અને પપ્પાએ ખાધુ હોય તેવું ના લાગ્યુ..તેથી તેના રૂમમાં જતી રહી. ઝડપથી કપડા બદલી તૈયાર થઈને તે નીકળી ત્યારે પપ્પાનો રૂમ બંધ હતો. જગદીશ મામા બોલ્યા “રાધીકા ટીફીનમાં ખાવાનું ઘણું બધું છે ખાઇને બહાર જજે” “મામા હવે ખાવા જેવું કંઈ રહ્યું જ ક્યાં છે?” “ કેમ એવું બોલે છે?” “સવારે પપ્પાએ કહી … Read More

via સહિયારું સર્જન – ગદ્ય

ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૬)-વિજય શાહ

ઓક્ટોબર 18, 2010 Leave a comment

 

“ક્રીશ! તુ સાચો છે.ઓલ્ડમેન મને હવે ફદીયું પણ નહીં પકડાવે..”

“ભલે તને લાગતું કે તે તારો હક્ક રોળવી નાખશે..પણ જો તુ મારી રીતે ચાલીશ તો હજી પણ કશું બગડ્યું નથી”

“મોમ હોત તો બધુ હું તારું કહ્યું કરી શકી હોત…તું ત્રિભોવન પટેલને હજી ઓળખતો નથી..”

“ કેમ કહે છે ઓળખતો નથી? અરે બરોબર ઓળખું છું. અને હવે મોમ ના ગયા પછી તને કોઇ પણ પ્રકારે એનો દલ્લો મળે તેમ હું માનતો નથી.”

“ તારી વાત સાચી છે અને હું હાજર હઉ ત્યારે તેમનો રૂમ અને તેઓ બંને શાંત જ હોય.. જાણે મૃત્યુનો ઇંતજાર ન હોય?

“પણ તેં કેવી રીતે જાણ્યું કે એ તને કશું નહી આપે?”

“ મેં ઓલ્ડ મેન ને હેરાન બહુ કર્યો છે ને તેથી.. અને હું એની જગ્યાએ હોઉં  તો હું તો ધર્માદા કરી દઉ પણ મારી મૂડી ના આપુ.”

જો શાંતિ થી બે વાત સમજ…પહેલા શોધ કે ઓલ્ડ મેન પાસે ખરેખર પૈસો છે કે નહીં અને છે તો તે કેટલો છે.અને બીજી વાત તેણે વીલ બનાવ્યું છે કે નહીં

રાધીકા ક્રિશની વાત સાંભળતી હતી..જો કે તેમાં રહેલો ત્રિભોવન નો અંશ હવે જાગી ગયો હતો અને સમજી રહી હતી કે ક્રીશનો  આ ચહેરો ચોક્કસાઇ ભરેલોછે. તે કોઇ પણ કામ પુરુ કરતા તેની અંદર છુપાયેલ નફા નુકસાનનો અંદાજો આવે.

ક્રીશ! “મને ખબર છે મારા બાપની પાસે મિલિયન્સ છે. પણ તેની પાસેથી આ વાત જાણવી તે બહુ જ કાબેલીયતનું કામ છે.” તને તો તે કાયદાકીય વાતોમાં હંફાવી ગયો” વધારે વાંચો …

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૫)-વિજય શાહ

ઓક્ટોબર 13, 2010 Leave a comment

 

ત્રિભુવન જ્યારે ડાયરી લખતો ત્યારે ધ્યાન રાખતો કે તેના રુમનું બારણું બંધ હોય. અને ઘરના બધા જાણતા કે જો પપ્પાનાં રુમનું બારણું બંધ હોય તો તેઓ કાં તો ધ્યાનમાં હોય કે અગત્યનું કોઇ કામ કરતા હોય..એટલે વગર લખ્યે સૌ સમજતા કે “તેમને ખલેલ ન પહોંચાડો”નું પાટીયુ લટકે છે.

આજ કાલ તે પાટીયુ વધારે દેખાતુ તેથી જગદીશ ચિંતીત હતો..ખાસ તો સવારે ચાલવા જવાનો કાર્યક્રમ લગભગ અટકી ગયો હતો. રાધિકા ઘરમાં જ રહેતી હતી પણ સવારે  તે જ્યારે સ્કુલ જવા નીકળી જાય તે જ સમયે ત્રિભોવન ડાયરી લખતો…

આજે અંબિકાની મહીનાની તીથી હતી.

તેને ડુમો ભરાતો હતો..અંબિકા પ્રત્યે તેની વર્તણુંક સહિષ્ણુ હતી પણ ક્યારેય તેણે લાગણીઓને શબ્દ દેહ આપ્યો નહોંતો. આજે અશ્રુઓ તેની આંખોમાં રોકાતા નહોતા..પ્રભુ પ્રત્યેની શ્રધ્ધાને કારણે અંબીકા તો કેન્સર સહી ગઈ. તેણે લખવાનું શરુ કર્યુ… વધારે વાંચો …

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક-(૧૪) રાજુલ શાહ

ઓક્ટોબર 11, 2010 Leave a comment

 

Quantcast

એક ઘન ઘાઢો જાણે ક્યારેય ભેદી ન શકાય એવો સુનકાર ત્રિભોવન ના જીવનમાં વ્યાપી ગયો હોય એવુ એને લાગ્યા કરતુ. ક્યારેક એવુ બને કે વ્યક્તિની સતત હાજરીની નોંધ ન લેવાઇ હોય પણ જ્યારે વ્યક્તિ પાસે ન હોય ત્યારે એના વિના જીવનમાં એક ક્યારેય ન ભરાય એવો ખાલિપો સર્જાય. ત્રિભોવનને હવે રહી રહીને અંબિકાની ખોટ સાલવા લાગી.

લગભગ તો એવુ જ બનતુ કે અંબિકા કેટલાય ઉત્સાહથી ઘરને સજાવવામાં લાગી હોય અને ત્રિભોવનને એની કોઇ કદર જ નહોતી. કોણ જાણે કેમ પણ અંદરથી એને અંબિકા માટે ક્યારેક અભાવ જાગી જતો. અંબિકાને હંમેશા ત્રિભોવન તરફથી બે પ્રેમ ભર્યા બોલ કે બે પ્રશંશાભર્યા શબ્દોની અપેક્ષા રહેતી એની સામે પોતે તો એને  ટાઢોબોળ પ્રતિભાવ જ આપ્યો હોય એવુ બનતુ. અને આમ જ અંબિકા ધીરે ધીરે એનાથી દૂર થતી ગઈ. એક છત નીચે રહેવા છતાં બે અજનબીની જેમ દિવસોના દિવસો પસાર થયા હોય એવુ પણ બનતુ.અને એમાંય રાધિકાના જન્મ બાદ તો એ વધુ ને વધુ દૂર હડસેલાતી ગઈ. કદાચ રાધિકા પ્રત્યેની એની મમતા ત્રિભોવનની છાની ઉપેક્ષામાંથી ય જન્મી હોય . વધારે વાંચો …

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક—(૧૩) દેવિકા ધ્રુવ

ઓક્ટોબર 5, 2010 1 comment

 

બીજા દિવસની ડોક્ટરની એપોઇન્ટમેન્ટ તરત જ મળતાં  ત્રિભોવનને રાહત થઇ.દિવસ આખો એણે અંબિકા સાથે સતત વાતોમાં ગાળ્યો.સાંજે બંને જણ બેઠા હતાં ત્યારે અંબિકા બોલી,”આ ચાર ધામની યાત્રાથી મનને એટલું સારું લાગે છે કે વાત ન પૂછો.એમાંયે તમે મારી સાથે આવ્યાં અને પ્રેમથી યાત્રા પણ કરી એ તો મેં સ્વપ્ને પણ વિચાર્યું ન હતું.સાચે જ મારું તો જીવન ધન્ય ધન્ય થઇ ગયું”

“ સાચી વાત છે તારી શ્રધ્ધા ઘણું મોટું કામ કરી ગઇ.મને પણ તારી સાથે સરસ પ્રભુદર્શનનો લ્હાવો મળ્યો તેથી સારું લાગ્યું બસ,હવે આપણે બંને બાકીની જીંદગી આમ જ સાથે સુખેથી વીતાવીશુ.”ત્રિભોવને વ્હાલથી હાથ પસવાર્યો.

“સાચું કહું, હવે તો જીંદગી લાંબી કે ટૂંકી, મને કોઇ ચિંતા નથી.એમ લાગે છે કે બસ,સર્વસ્વ મળી ચૂક્યું છે.”કહી અંબિકા પતિની વધુ નજીક સરકી.ભાવાવેશની આ ક્ષણોમાં અંબિકા વધારે ને વધારે બોલે જતી હતી પણ તેની  આવી વાતોથી,થોડા ડર સાથે ત્રિભોવને એને અટકાવી અને આરામ કરવા જણાવ્યું.સૂતા પહેલાં ત્રિભોવને અંબિકાને ગરમ દૂધ બનાવી પીવડાવ્યું અને પોતે પણ સાથે જ પીધુ. રાત પડી. અંબિકાને આજે જલ્દી ઉંઘ આવી ગઇ પણ ત્રિભોવનની આંખમાં ઉંઘ ન હતી.આખી રાત એણે પડખાં ફેરવ્યાં કર્યાં.થોડી થોડી વારે અંબિકાને તક્લીફ તો નથી ને એમ ચેક કર્યા કરતો હતો.એમને એમ કદાચ વ્હેલી સવારે ત્રિભોવન સૂઇ ગયો.પણ થોડીવારમાં તો એ ઝબકીને જાગી ગયો.આ શું ?અંબિકાનો બરફ જેવો ઠંડો હાથ એના તરફ લંબાયેલ પડ્યો હતો.ક્યારે શું બની ગયું એને કશી જ ખબર ના પડી ! એ હેબતાઇ ગયો.અંબિકા ,અંબિકા કહેતો એ એને હલાવતો રહ્યો.પણ અંબિકા તો ઉંઘમાં જ ઉંઘી ગઇ હતી..ડોક્ટરને જોવાની કે સારવાર કરાવવાની એને કોઇ જરૂર જણાઇ નહતી.એના શ્રધ્ધાળુ દિલને પરમ  શાતા હતી.કોઇપણ જાતની પીડા વગર એ મુક્તિ પામી હતી. આટલો બધો ધર્મ કર્યો હતો તેથી તો સરળતાથી દેહ છોડ્યો.ફુગ્ગામાં વહેતી ફૂંક જેવી છૂટી અને આતમરાજા મુકત ગગનમાં વહી ગયા. વધારે વાંચો …

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (12) જયંતીભાઇ પટેલ

ઓક્ટોબર 5, 2010 Leave a comment

પ્રકરણ ૧૧. શ્રધ્ધાનું જોમ જયંતીભાઇ પટેલ

 

બીજે દિવસે બધાં મોડે સુધી ઘોરતાં રહ્યાં. ગીરી એમના જાગવાની વાટ જોતો બહાર આંટા મારતો હતો. બધાં ચાપાણી કરીને પરવાર્યાં એટલે ત્રણેય મોટાંને આરામ કરતાં રહેવા દઈ ગીરી કલ્પનાને મનહરને હરદ્વારનું બજાર બતાવવા લઈ ગયો. કલ્પનાએ ગૃહસુશોભનની કેટલીક ખરીદી કરી તો મનહરે નેપાળી ટોપી અને કેટલાંક ગરમ કપડાં ખરીદ્યાં. એમને હરદ્વારની આ ખુલ્લા વાતાવરણની ઠંડીનો ચમકારો વર્તાયો હતો અને ગીરીએ એમને આગળની જાત્રામાં એનાથી થોડી વધારે ઠંડી હોવાની વાત કરી જ હતી.

બીજે દિવસે યમુનોત્રીની જાત્રામાં નીકળતા પહેલાં ગીરીએ બધાંની પાસે ગરમ કપડાં અને દવાઓની ચકાસણી કરી લેવડાવી. પોતે પણ રસોઈ માટેની ચીજોની ચકાસણી કરી લીધી. પછી બધાં ઊપડ્યાં.

ગાડી ચાલુ થઈ એની સાથે ગીરીએ યમુનોત્રી વિષે માહિતી આપવા માંડી: ‘ઐસે તો કયી લોગ કો લેકર મૈં દુસરે હી દિન પરત આ જાતા હું મગર હમ મૈયા કી તબિયત કા ખ્યાલ કર કે દો રાત બહાર રહકે પરસોં શામ કો હરિદ્વાર આયેંગે.’ વધારે વાંચો …

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (11) જયંતીભાઇ પટેલ

સપ્ટેમ્બર 29, 2010 Leave a comment

 

પ્રકરણ ૧૧. શ્રધ્ધાનું જોમ જયંતીભાઇ પટેલ

અંબિકાને પણ મનમાં થઈ ગયું હતું કે એની આથમતી જિંદગીમાં નવો પ્રાણ પુરાયો હતો. ઘરનાં બધાંય એના આ ભાવને સમર્થન આપતાં રહેતાં હતાં. એ આનંદમાં રહેવા લાગી હતી. અલબત્ત અંબિકા પોતાની તબિયતથી સાવ અજાણી ન જ હતી.

અહીં અમેરિકામાં દાક્તરો આવી સારવાર કરતા પહેલાં પાંચ વરસના બાળકનેય એ સારવાર અંગેની બધી વાત અને તેની અસરો અને આડઅસરો ઓપરેશન પહેલાં સમજાવીને પછી જ આ સારવાર શરૂ કરતા હોય છે એટલે અંબિકાને પોતાની સાચી સ્થિતિ અંગે પૂરી ખબર હતી જ. પણ ઓપરેશન સફળ થયું હતું એમ દાક્તરે જણાવ્યું હતું એને મનમાં એટલે લાગવા માંડ્યું હતું કે પોતે ભગવાનની દયાથી બચી ગઈ હતી.

ત્રિભુવન અને જે બેચાર જણાંને ડોક્ટરે વાત કરી હતી એનાથી અંબિકા સાવ અજાણ હતી. ત્રિભુવન ડોક્ટરના કહ્યા પ્રમાણે એને આનંદમાં રાખવાના બધા પ્રયત્નો કરતો હતો. કેટલાક દિવસો પહેલાં અંબિકાએ ચાર ધામની જાત્રા કરવાની વાત કરી હતી પણ એની નાદુરસ્ત તબિયતને કારણે ત્રિભુવને એને બહાનાં બતાવી પાછી ઠેલી હતી તેય હવે આ જાત્રા વિશે ગંભીરતાથી વિચારવા માંડ્યો હતો. વધારે વાંચો …