Archive

Archive for the ‘ફરી પાછુ એ જ પ્રશ્નાર્થ ચિન્હ’ Category

બાપાને ખોવા નથી-

ઓગસ્ટ 17, 2011 1 comment

દાદીનાં મ્રુતદેહને અગ્ની સંસ્કાર દેવાની અંતિમ ઘડીએ દાદા બોલ્યા “તારા નવા જ્ન્મની તને મુબારકો..અમે અહીં
તને આવજો કહેવા નહીં તારા નવા જન્મને વધાવવા આવ્યાછે.આભાર કહેવા આવ્યા છે તે જિંદગીની
રાહ ૭૨ વર્ષ સુધી નિભાવી. હું જે તને આપી શક્યો તેથી ઘણું બધું જ સુખ તને મળે.”

વચલો દીકરો તો કકળતો હતો.. તેણે બાની સેવા છેલ્લા છ મહિનાથી સળંગ કરી હતી..તેના દીકરાની વહુ તેજ નર્સીંગ
હોમની નર્સ હતી…તેણે દાદા પાસેથી આવા શબ્દોની અપેક્ષા નહોંતી..નાનાને બાપાનાં ચહેરા પરની સ્વસ્થતા જોઇને અજુગતું લાગતું હતું. તેને થતુ હતું કે બાપા તેમના સ્વભાવ પ્રમાણે
ગદ ગદ થવા જોઇતાં હતાં વધારે વાંચો …

આંસુ સુખનાં..સ્વિકારનાં-વિજય શાહ

સપ્ટેમ્બર 7, 2010 Leave a comment


 

એ યુવાની શી યુવાની કે  જેમાં કોઇ કથા ના હોય. અનીલ ફોન ઉપર આ કહેતો હતો અને મને સ્મરણ થતું જીગરનું ઉછળતું અને ગાજતું તે કવન. તે કહેતો કે

તુ ભલે આજે જુએ કે ના જુએ સામે મારી

એક દિવસ  હસતી હસતી તુ બનીશ મારી.

હા જીગર ખુલ્લે આમ જક્ષાને કહેતો..પણ જક્ષા કહે ચલ હટ! ક્યાં તું? અને ક્યાં હું? ..હું તો ત્યાં વરીશ જ્યાં મારા માબાપ કહેશે..

એક પોળ..એક બસ સ્ટેશન અને એક કોલેજ..એક સમય પણ જીગર ગમે તેટલુ મથે જક્ષાનો એક જ જવાબ..જીગર તુ ભણી ગણીને બારીસ્ટર કેમ નથી થતો પણ જો મારા માબાપ ના કહે ત્યાં તો મારી ના અને ના જ. મિત્રોએ વાત કરી ફુલ મોકલ્યા..કેન્ટીનમાં તેના નામે કેટલાયને નાસ્તો કરાવ્યો.

એ દિવસ પણ આવી ગયો જ્યારે માથે સિંદુર લગાડીને તે અમેરિકા કો’ક ડોક્ટરને વરી જતી રહી. જીગરને હજી આશા હતી કે મને ખબર છે કે તે પાછી આવીને મને વરવાની છે. તેથી તેના માબાપને પણ કહી દીધું કે હું લંડન જઈને  ભણીશ. સારો એવો પૈસો કમાઇને આવીશ પછી વિચારીશ…તમે નાનીને વળાવો અને મારી ચિંતા ના કરો. સમય વહેતો જતો હતો..જીગર તુ દિવાનો છે કહીને જક્ષાએ કેટલીયે વાર નન્નો ભણ્યો..પણ જીગર મૈત્રિનાં ગ્રીટીંગ કાર્ડ અને ફોન પર જક્ષાનો સંપર્ક રાખતો.

એક દિવસ જક્ષા આવી..પ વર્ષનો કુણાલ લઈને..છૂટાછેડાનાં વકીલોનાં માનસીક બાણોના માર સાથે ઘવાયેલી અને નંખાયેલી..કૃશ અને હતાશ.

જીગરને ખબર પડી અને ઓસ્ટ્રેલીયાથી આવી પહોંચ્યો..બંને ૩૫નાં હતા.

“જીગર તારા મૈત્રી ભરેલા ગ્રીટીંગ કાર્ડ તેને અંગારાની જેમ દઝાડતા..તને ઘણી ના કહી પણ તુ પાછો જ ના ફર્યો.. જક્ષાની આંખ ચુમતી હતી.

“અને હવે પણ પાછો નથી પડવાનો..જક્ષા તને યાદ છે મેં તને કહ્યું હતું? એક દિવસ હસતી હસતી બનીશ તુ મારી? તે દિવસ આજનો છે”

“પણ હું એક છોકરાની મા..ઘણા બધા મેણાં ટૉણાં અને આક્ષેપોથી ઘેરાયેલી.. તુ મને કેવી રીતે સ્વિકારીશ?’

જીગર કહે “મનથી તો તુ મારી જ્યારે તુ ના ના કરતી હતી ત્યારથી હતીજ..ને જરુર હતી તારા હકારની..બાકી બધુ સમયની ધારામાં વહી જશે..હા તને સંકોચ થતો હોય તો તુ કહીશ ત્યાં સુધી વાટ જોઇશ..તારો કુણાલ પરણી રહે તેટલો મોટૉ થાય ત્યાં સુધી રાહ જોઇશ.” 

જક્ષાની આંખમાં થી આંસુ વહી રહ્યા હતા..સુખનાં..સ્વિકારનાં

વાર્તા સંગ્રહો- ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ અને વૃત્ત એક વૃત્તાંત અનેક

ઓગસ્ટ 8, 2010 Leave a comment

મારો પહેલો વાર્તા સંગ્રહ “ અમે પથ્થરના મોર કેમ બોલીયે ? ૧૯૮૩માં મુકાયો. ત્યાર પછી લાંબા સમય સુધી વાર્તાઓ સર્જાતી પણ સંગ્રહીત થવાની શરુઆત થઇ જ્યારે બ્લોગ “વિજયનું ચિંતન જગત” નિયમીત રીતે સ્વિકારાઇ ગયુ. મે ઘણી વખત અનુભવ્યું છેકે હું આઘાત લાગે તો પ્રત્યાઘાત તરીકે વાર્તા કે કાવ્ય લખતો હતો..પરંતુ બ્લોગે એક પ્રકારની નૈતિક જવાબદારી સોંપી અને જે દિવસે કોઇ સર્જન ન હોય ત્યારે જુની વાર્ત કે જુના સ્મરણો તાજા થાય અને જે સર્જન થાય તે મુકાય..ામ છેલ્લા ૪ વર્ષથી મારો બ્લોગ મને અસંખ્ય વાચક મિત્રોને મેળવી આપે છે અને તે સૌ સર્જન સહાયક બનીને મને કાર્યાન્વીત રાખે છે

ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ? એ શિર્ષક એ વાર્તા ઉપરથી લેવાયુ હતુ…જે નામે હું મારી બીજી નવલીકા મુકીશ તેવો મક્કમ નિર્ધાર હતો…૧૯૭૫મા આ વાર્તા લખી પણ ત્યાર પછી વાર્તાઓ પ્રસિધ્ધ થતી પણ અનિયમીત રુપે સંગ્રહાતી.. અને આજે તે વેબ સ્વરુપે મુકતા આનંદ અનુભવુ છુ.

મારી વાર્તાના પાત્રો અને તેમની વાર્તા મારા સંવેદનોથી મુકવાની પ્રક્રિયાને મારા મનની અંદર મોળવાતા મોળવણ અને અંતે તેમાથી તેનુ દગ્ધ સ્વરુપને સમયનું બંધન હોતુ નથી…ક્યારેક તે પ્રસવની પીડા પણ કહું તો ચાલે…પણ સર્જન થયા પછીની અનુભુતી નો આનંદ અનન્ય હોય છે. કોઇને ક્રિકેટનો..કોઇક્ને ફીલ્મનો કોઇક્ને ગઝલનો તો કોઇને સીરીયલો જોવાનો શોખ હોય છે તેવો જ મને શોખ છે મારા સર્જનનો અને બ્લોગ ઉપર મુક્યા પછી મળતા પ્રતિભાવોનો…

“વૃત્ત એક અને વૃતાંત અનેક” એ નામ મને મારી મોટી બહેન પ્રતિભાએ આપ્યુ…કારણ તે વાર્તાઓ અખબાર પત્રમાં આવતા સમાચરોમાં થી સર્જાતી હોય છે. ઘણી વખત તે સમાચાર ફક્ત મને મા્નસિક આંચકો જ આપતા હોય છે અને ચિત્ત તંત્ર…જો તેણે આમ કર્યુ હોત તો?અથવા તેમ કર્યુ હોત તો? ના માનસિક વલોણામાંથી જન્મતી કથાઓ છે. કદાચ જે દિવસે તે સમાચાર હોય અને તેજ દિવસે વાર્તા લખાઇ હોય તો પણ ઘણી વખત..તે વાર્તા તદ્દન જુદી હોય છે.

ઘટના તો ઘટી જાય છે પણ તેના અંતિમ પરિણામો જોવા સુધીની ધીરજ ઘણી વખત લેખક તરીકે મને વર્ષોના વર્ષો સુધી પણ રાહ જોવડાવે છે….પણ તે ધીરજ અંતે વાર્તા, લઘુ નવલ કે નવલ્કથા આપે જ છે.મારી વાર્તાઓને મારી ચિંતન પ્રવૃત્તિની અસર પડે છે. અને તેથી મહદ અંશે અંત મારા વાચક મિત્રોને આંચકો આપતો હોય તેવો લાગે પણ હું તો કથાનક સાથે વહેતો નાવિક. અને નાવ સાથે વહેણ જ મને તે અંત આપે છે આટલુ લખીને અટકતા પહેલા મારા ગુજરાતી સાહિત્ય સરિતાના મિત્રો અને સહુ વાચક મિત્રોનો આભાર માનીને એટલુ કહીશ..

अहेसान मेरे दिलपे तुमहारा है दोस्तो

ये दिल तुम्हारे प्यार्का मारा है दोस्तो

fari pachhu e j prashnarth chinh (Repaired)

‘મધરડે’ ને દિવસે

મે 6, 2009 1 comment

 

રાધા દાદીએ પૌત્ર અખિલ ને હાથમાં લીધો

સાત વર્ષનું કાનુની ઝ્નુન આજે ધીમંતની તરફેણમાં આવ્યું. માનસિક નબળાઇઓથી પીડાતા ધીમંતનાં દુઃખનું અવિભાજ્ય અંગ તેનો દીકરો અખિલને આજે તે મેળવશે..  તે વિચારીને રાધાદાદી ખુશ થતી હતી. તેની આંખમાં ઝળ ઝળીયા હતા પણ ખુશીનાં.. આજે તેનો દીકરો ધીમંત ખુશ થશે..

ઝરણાને પોતાના દીકરાથી છુટા પડતા દુઃખ થતું હતું. નપાણિયા પતિ સાથે ગાળેલા યાતના પૂર્ણ વરસોમાં એક માત્ર આશ હતી તેનો પુત્ર અખિલ ..તેને છોડવાની વાત માત્રથી આંખો ભરાઈ જતી હતી. આશા મમ્મી પણ અખિલનાં જવાથી રડતી હતી,તેથી પણ વધુ ઝરણાનો વિલાપ જોવાતો નહોંતો..

મા કેવું હ્રદય છે તે હંમેશા સંતાનોને સુખી જુએ તો પણ રડે અને દુઃખી જુએ તો પણ રડે…

કરૂણતા તો તે હતી ‘મધરડે’ ને દિવસે બધી માતાઓ ની આંખમાં આંસુ હતા.. કોઇક્નાં ખુશીનાં તો કોઇકનાં ગમનાં…

<!– –>

તે દિકરી છે તેથી શું થયુ ?

જાન્યુઆરી 8, 2009 2 comments

 

 

મારી દિકરી ચિન્મયી મહીના માં સાસરે જશે બાપ ને જયારે દિકરી વિશે આવા નાજુક સમયે લખવાનુ અને વિચારો ની રંગોળી ને કેન્વાસ ઉપર ઉતારવાનું આમંત્રણ મંજુલાબેન અને ડો ભગવાનદાસભાઈ પાસે થી મળ્યુ ત્યારે સ્વયંભુ જ સ્વિકૃતિ અપાઈ ગઈ.

દિકરો કે દિકરી વચ્ચે માબાપને તો કયારેય ભેદ નથી હોતો પરંતુ જિંદગી નો પહેલો 25 વર્ષનો તબક્કો પુરો કરી પોતાની જિંદગી શરુ કરતી દિકરી ને વળાવતા જે આંસુ નો ધોધ વહે તેટલો જ આનંદ જયારે દિકરો કુળવધુ ને લઈ ને આવે ત્યારે થતો જ હશે…. આ ધારણા પાછળ કોઈ કારણ નથી…. પણ હું મહદ્ રીતે મારા મિત્રો ના મતે આનંદ કરતા કારુણ્ય વધારે માણુ છુ એમ કહેવાય…. ખૈર. આ વાત એટલા માટે યાદ આવી કે દુનિયા ને ઈર્ષા આવે તેવી સફળતા કોલેજ કાળમાં પાંચ વર્ષ સુધી મળી હતી યુનીવર્સીટી રેંકીગ આવતુ પણ એ ખુશી કલાક ટકે અને જતી રહે પણ એમ.એસ.સી નું છેલ્લુ વર્ષ જયારે ત્રીજો વર્ગ આવ્યો તેનો અફસોસ જયાં સુધી સારી જોબ નહોંતી મળી ત્યાં સુધી ચાલ્યો હતો વધારે વાંચો …

સાચે જ……..

ડિસેમ્બર 23, 2008 Leave a comment

 man_beg

 

 

ભૂપેશ ખરેખર પરેશાન હતો. નિલમે આખરે તેનુ ધાર્યુ કરવુ નક્કી કરી નાખ્યુ હતુ. તે વાત તેને સમજાતી નહીંતી પણ નિલમ સ્પષ્ટ હતી. બાળક દત્તક લેવુ કે આ કૃત્રીમ ગર્ભાધાન (આર્ટીફીસીયલ ઈનસેમીનેશન) કરાવવુ તે દ્વીધામાં બહાર નીકળવા નો ભગીરથ પ્રયત્ન ના અંતે નિલમે તેને કહ્યું પારકુ લોહી તે પારકુ કમ સેકમ અહીં મારુ તો સંતાન તો ખરુને. 

ભૂપેશ ને આ દલીલ ઠીક લાગતી નહોંતી તે હજી રાહ જોવાના મતમાં હતો હજી દવા કરાવી તેની ઉણપો સુધારવા ના મતમાં હતો પરંતુ નિલમે સહજ રીતે કહ્યું. રાહ જોવામાં પાંચ વર્ષ તો કાઢ્યા. હવે તો મને સગા વહાલામાં જવાબ આપતા અને મહીને મહીને ટાઈમ માં બેસતા પારાવાર દુખ થાય છે. મને કોઈ ખોડ નથી અને મને લોકો થતુ નથી… થતુ નથી તેવી વ્યંગવાણી સહન કરવી પડે છે. હું કંઈ ઢંઢેરો પીટવા નથી જવાની કે તને તકલીફ છે આ બધુ તો ઘરમેળે પતી જવાનુ છે. વીર્યદાતાને તો ખબર પણ હોતી નથી અને હોસ્પીટલમાં એક દિવસ ની સારવાર છે.  વધારે વાંચો …

મહોંરી ગયો તેના મનનો ગુલમહોર.

ડિસેમ્બર 21, 2008 Leave a comment

 

સુગરલેંડ હયુસ્ટન નો સમૃધ્ધ એરીયા છે. એ વિસ્તારમાં રહેતા અનુપમ અને નીરાલી પટેલ ને મળવા જવાનું હતુ તેથી ફોન કર્યો – અને નીરાલીબેન ની સાલસ અને સહજ વાતોથી એમ લાગ્યુ કે ગ્રાણીણ પટેલ કુટુંબ છે અને તેમને માટે નાણાકીય સલાહો આપવાની છે.

ખૈર…. કેલીફોનીયા લોસએંજલસ ના બસ ડીપો માં ઝાડુ અને પોતુ મારતો ધીમા અને મીઠા અવાજે ઠરેલ વાતો કરતો 25 વર્ષ પહેલા નો અનુપમ… અહીં સાહસ કરીને આવી તો ગયો… પણ અસંખ્ય હાડમારી ની વચ્ચે નાટ્ય શોખીન જીવડો જિંદગી ના રંગમંચ ઉપર જે નાટ્ય જીવન જીવી રહ્યો છે તે સાંભળતા મારા તો રુંવાડા ખડા થઈ ગયા….

અનુપમ અને મધુરમ બે ભાઈઓ…. એક જ માના ઉદરે જન્મેલ શ્રવણ અને રાવણ.

અનુપમ અને મધુરમ ઉછર્યા લંડન માં – ભણ્યા ખાસ કશુ નહીં પણ બાલમુકુંદે અનુપમ ના અમેરીકા ગયા પછી મધુરમ્ સાથે ભારત પ્રયાણ કર્યું. વધારે વાંચો …

મોહપાશ

ડિસેમ્બર 14, 2008 Leave a comment

Picture Courtsey :www.rediff.com/news/2006/oct/11ajp.htm

 

ભાર્ગવી ને જ્યારે ખબર પડી કે તેની લાડલી અને માનીતી દિકરી એ તેને છુટી કરી ત્યારે એ અવાચક થઈ ગઈ – માનસી એનુ મનોસ્વપ્ન હતુ. તેમા તેણે તેના બધા સ્વપ્નો વાવ્યા હતા અને એની ધારણ પ્રમાણે માનસી તૈયાર પણ થઈ ગઈ હતી. સ્કુલ માં પહેલી, કોલેજમાં પહેલી – વિનય અને સદગુણો નો ભંડાર ઘરમાં જયાં અને ત્યાં માનસીનો દાખલો અપાય…. પણ જનક મામા સાથે જયારે પહેલી વખત માનસી એ તેના અંતરિક વલણો ની ચર્ચા કરી ત્યારે જનક મામા બોલ્યા – ચાલ માનસી! મમ્મી ને છુટાછેડા આપીયે

જનક અને ભાર્ગવી એ બહુ નાની ઉંમર માં મમ્મી ગુમાવેલી તેથી – 17 વર્ષ ની ઉંમરે 27 વર્ષની પુખ્તતા સાથે ભાર્ગવી બંને નાના ભાંડુરાને ઉછેરવા લાગી. સાવકી મા ન આવે તેથી મા નું દરેક પ્રકારનું કામ કરતી જિંદગી જીવવા માંડીભણતરને અનુરુપ જીવન જીવતા માર્કડં સાથે વિવાહ થયા…. અને કાચી ઉંમરે ભાંડુરાઓની માતા બનેલી ભાર્ગવી પોતાના ગમા અને અણગમા સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં હંમેશા તકલિફ અનુભવતીમોં પર હાસ્ય – હાથ માં ઘરકામ નો ભાર અને મનમાં દબાયેલા કચડાયેલા સ્વપ્નો ના ભંગાર નો અર્ધ કચડાયેલ ભાર લઈ ને જીવતી ભાર્ગવી ના ખોળો માનસી આવી. વધારે વાંચો …

જાગ્યા ત્યાંથી સવાર….

ડિસેમ્બર 12, 2008 2 comments

 

 

જતીન ભણેલો ગણેલો અને નિવડેલો બીઝનેસમેન હતો. પરંતુ હતાશા એ એને ચારે બાજુથી ઘેરી લીધો હતો. ડોકટરો ની દવાઓ અને તેની માઠી અસરોએ તેની ઉંધ હણી લીધી હતી. પરંતુ અંતરિક શાંતિ તેનાથી હજારો માઈલ દૂર હતી. ભારતથી આવી ને 30 વર્ષમાં ઘણી સિધ્ધી એના કામમાં મેળવી હતી.

 

અમેરીકન પધ્ધતિ તેના વર્તનમાં ક્ષણેક્ષણે દેખાતી હતી કલાક ના 250 ડોલરની કમાણી ની દોડમાં કુટુંબ તબિયત અને મનની શાંતિ ધર્મ બધાનો નાશ અને ડોલરનો એક ધારા ધોધે એને સફળ તો બનાવી દીધો પણ…. એના અંતરમાં ચીસો એકધારી હતી માબાપ ની જેમ પત્ની અને તેના બાળકો કયારેય સાથે ટેબલ ઉપર જમ્યા નહોંતા. ઘરમાં હોટેલ નું વાતાવરણ વધુ અને બાહ્ય દેખાડો વધારે હતા. ડોકટર, વકીલો અને સાઈક્રીયાટ્રીસ્ટ ને ફીમાં પૈસા જેટલા કમાણી થતી હતી તેટલી જતી હતી. ફ્રુઝ, ગીફ્ટો અને પાર્ટીમાં આનંદ કરતા મનદુખો વધારે હતા. દરેક ને પોતાની પડેલી હતી જતીન તેમને માટે પૈસા નું મશીન માત્ર હતો. વધારે વાંચો …

ઝમકુબા

ડિસેમ્બર 10, 2008 9 comments

 

ઝમકુબા છત સામે તાકીને તેમના રૂમ માં વિચારતા હતા “મારો લાલજી – મારો લાલજી કરતા આખી જિંદગી મારુ મોં ના સુકાય…. અને એ લાલજીએ આજે મારા કેવાં હાલ કર્યા – રડતાં રડતાં વિચારતી હતી. છ છોકરાઓ અને ત્રણ છોકરીઓનાં બહોળાં પરિવારમાં કોણ જાણે કેમ મને ભરોંસો બેસી ગયો હતો કે બધામાં સૌથી નાનો લાલજી એને ઘડપણ માં જાળવશે….પણ હું કેટલી ખોટી પડી? “

  સુમનરાય ના અંતિમ સમયે – સુમનરાયે કહ્યું પણ હતું – ઝમકુ – બધા તારા જ છોકરાઓ છે. લાલજી પાછળની તારી મમતાને કાબુમાં રાખજે. એ કંઈ તારો થવાનો નથી. પણ છતાયે મારી મમતાએ જાણતા અજાણતાં લાલજીમાં મારી જાત ને રમમાણ કરી દીધી – લાલજીનાં બે છોકરા માં પણ તેને લાલજીનું બાળ સ્વરૂપ દેખાતું – અને કાલી ઘેલી ભાષા માં તેને રમાડવા જતા – પણ લાલજી ની વહુ પેટ્રીસીયા ફફડતી…અને કહેતી કે બા તમને શ્વાસનો રોગ છે મારા દીકરાને આપી દેશો. તમે તેને રમાડવામાં મર્યાદા રાખો…. તમારા લાલજી ને તો દવાઓ કરાવ કરાવી ને સારો કર્યો છે – હવે એ બંને તમારા નહીં – મારા “લાલજી” છે તે  ધ્યાનમાં રહે – તમે તો મમતામાં ભૂલી જાવ છો કે તે શોન અને પીટર છે – વધારે વાંચો …