Archive
આશાનો ચમત્કાર
રાધા અને ગોવિંદનું લ્નગ્નજીવન આમ તો સુપેરે આનંદદાયક હતું. નાની નીરા રાધાની આબેહૂબ નકલ હતી અને મોટો દીકરો જગત ગોવિંદ જેવો. અમેરિકાનું નાનું ગામ જયાં રબરની ફેકટરીમાં એન્જિનિયર ગોવિંદ મોટો સાહેબ હતો. નીરા કોલેજનાં પહેલાં વર્ષમાં અને જગત માઈક્રોસોફટની કંપનીમાં ઇન્ટર્ન તરીકે સ્વીકારાઈને સ્થિર થતો જતો હતો.
રાધા ડે કેર ચલાવતી હતી. તે દિવસ થોડી ચિંતીત હતી કારણ કે તેની મેનેજર લ્યુસીએ રાજીનામું આપ્યું હતું અને નજીકમાં જ પોતાની ડે કેર સંસ્થા શરૂ કરી હતી અને ગોવિંદનો ફોન આવ્યો. સવારથી તે ચાલવા જાય છે પણ સ્થિર ઊભા નથી રહેવાતું. રાધાએ કહ્યું, ‘હું આવી જઉ?’ વધારે વાંચો …
આશાનો ચમત્કાર
રાધા અને ગોવિઁદનું લગ્નજીવન આમ તો સુપેરે આનંદ દાયક હતુ. નાની નીરા રાધાની આબેહુબ નકલ હતી અને મોટો દિકરો જગત ગોવિંદ જેવો.. અમેરિકાનું નાનુ ગામ જ્યાં રબરની ફેક્ટરીમાં એન્જીનીયર ગોવિંદ મોટો સાહેબ હતો..નીરા કોલેજ નાં પહેલા વર્ષ માં અને જગત માઈક્રો સોફ્ટની કંપનીમાં ઇન્ટર્ન તરીકે સ્વિકારાઈને સ્થિર થતો જતો હતો.
રાધા ડે કેર ચલાવતી હતી તે દિવસે થોડી ચિંતીત હતી કારણ કે તેની મેનેજર લ્યુસીએ રાજીનામુ આપ્યુ હતુ અને નજીકમાંજ પોતાની ડે કેર સંસ્થા શરુ કરી હતી અને ગોવિંદનો ફોન આવ્યો. સવારથી તે ચાલવા જાય છે પણ સ્થિર ઉભા નથી રહેવાતુ..
રાધાએ કહ્યું “હું આવી જઉં?”
ગોવિંદે કહ્યું “લંચમાં સમયસર આવી જજે!”
બપોરે જ્યારે રાધા ઘરે પહોંચી ત્યારે ગોવિંદ સુતો હતો અને રાધાએ ઝટપટ રોટલી બનાવી. શાક અને કઠોળ ફ્રીઝમાંથી કાઢી માઈક્રો વેવમાં ગરમ કરવા મુક્યુ. રસોડામાં થતા અવાજો સાંભળી ગોવિંદ ઉઠ્યો અને સહેજ ચાલવા ગયો અને જમીન ઉપર ફસડાઈ ગયો. રસોડામાંથી રાધા દોડતી આવી પણ ગોવિંદને હાથ ઉપર થોડુ વાગ્યુ અને લોહી નીકળતુ હતુ. રાધાને ગભરામણ તો થતી હતી અને એકદમ સ્વસ્થ ગોવિંદને વિના કારણ ચક્કર આવે અને ગબડે તેનુ કારણ રાધાને સમજાતુ નહોંતુ… વધારે વાંચો …
વાંચકોના પ્રતિભાવ