Archive

Archive for the ‘પૂ મોટાભાઇ’ Category

નવલક્થા ” ટહુકા એકાંતના ઓરડેથી”ને પ્રેમથી આવકારતા ડો ચીનુ મોદી.

જુલાઇ 11, 2010 3 comments

 

મારી પહેલી પત્ર શૈલીથી નિરુપાયેલી નવલક્થા ” ટહુકા એકાંતના ઓરડેથી”ને પ્રેમથી આવકારતા ડો ચીનુ મોદી. 

આદર્શ પ્રકાશન દ્વારા પ્રકાશીત આ નવલક્થા ૧૩૨ પાનામાં ૩૨ પ્રકરણ અને ૬૪ પત્રોમાં વહેંચાયેલી કથા છે.

લેખક તરીકે વાચકોને અમેરિકાની સત્ય કથા દર્શાવવા પ્રયત્ન કર્યો છે. સોહમ જે તેના બાળકોનું ભાવી બનાવવા આવે છે અને તે ભાવી બને છે કે તેઓનું વર્તમાન બગડે છે તેની આ કથા છે.

આ વાર્તા જ્યારે વેબ પેજ પર સર્જાતી હતી ત્યારના કેટલાક પ્રતિભાવો…

4 04 2008
Devika Dhruva (02:54:38)
સમયની સાચી વાત કહેતું, સુંદર, સુખદ્ સમાપન….ના,ના…સમાપન નહી…
નવી પેઢીનો પ્રારંભ…..
આમ સમય બદલાયો….ન બદલાયો સમયનો ફેર….નમ્યો તે સૌને ગમ્યો…દિવંગતનો પણ
હેત પામ્યો… વધારે વાંચો …

ટહુકા એકાંતનાં ઓરડેથી (પૂ.મોટાભાઇ) શબ્દ દેહે પ્રસિધ્ધ થઇ

ડિસેમ્બર 19, 2009 11 comments

વેબ નવલકથા પૂ. મોટાભાઇ ને શબ્દદેહ (પુસ્તક સ્વરુપે) મુકતા આનંદ અનુભવુ છુ.

સુજ્ઞ સાહિત્યકલા રસિકો,

શ્રી વિજય શાહ લિખિત “ટહુકા એકાંતના ઓરડેથી ”,પત્રશ્રેણી રૂપે લખાયેલી, એક અનોખી કથા છે. અહીં પત્રશ્રેણી રૂપે અભિવ્યક્ત થએલી આ કથા વિષે આગળ વધવા પહેલાં એક આડ વાતથી મારી જાતને રોકી નથી શકતો. મારા વાંચન દરમિયાન આવેલી એક અંગ્રેજી રહસ્યકથા “The Moonstone”ની અહીં વાત છે,જે “પૂજ્ય મોટાભાઈ”ની જેમ પાત્રાભિવ્યક્તિના પ્રયોગ રૂપે હતી.દરેક મુખ્ય કે ગૌણ પાત્રના ફાળે એક એક પ્રકરણ આવતું જાય, ઘટનામા પોતે પ્રત્યક્ષ હોય તેટલા પૂરતું વર્ણન થતું રહે અને રહસ્ય અકબંધ જળવાઈ રહીને કથા આગળ વધતી રહે. આવા નવતર પ્રયોગો સિદ્ધહસ્ત સર્જકો જ સફળતાપૂર્વક કરી શકે અને અહીં શ્રી વિજયભાઈએ એ કમાલ પાત્ર સ્વરૂપે નહિ, તો પત્ર સ્વરૂપે કરી બતાવી છે.

હવે આપણે ‘ટહુકા એકાંતના ઓરડેથી”ની કથાવસ્તુ તરફ વળીએ તો તમામ અભ્યાસી ભાવુકો બે વાત ઉપર સર્વસંમત થશે જ કે આ કથા એ સામસામે છેડે ઊભેલી પૂર્વ અને પશ્ચિમની સસ્કૃતિઓની સંઘર્ષકથા નથી, પણ સમન્વયકથા છે; અને, ચાર ચાર પેઢીઓ સુધી બદલાતા જતા સંજોગો અને વાતાવરણ વચ્ચે પણ ભારતીય કુટુંબપ્રથા અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહેવાની સુખદ અનુભૂતિનો અહીં પરિચય છે. પાત્રનિરૂપણ વિષે તો કહેવાનું જ શું હોય, કેમકે દરેક પાત્ર જીવંત છે, વિચારશીલ છે, ભાવુક છે.

કૃતિના પ્રારંભથી જ શરૂ થતી સર્જનના આનંદથી માંડીને જન્મ-જીવન-મૃત્યુ, જ્ઞાન-વિજ્ઞાન,માતૃપિતૃભક્તિ, દ્રવ્યોપાર્જન માટેની વૃત્તિઓ-પ્રવૃત્તિઓ-મજબૂરીઓ, વર્તમાન પેઢીની ભાવી પેઢીઓ વિષેની ચિંતાઓ, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ-બીમારીઓ જેવા અગણિત મુદ્દાઓ ઉપરના પ્રશ્નો-વિચારો-સમાધાનની રસપ્રદ રજૂઆતો વાચકને એ પરિવારના અંગભૂત એકમ તરીકે એવી રીતે પ્રસ્થાપિત કરી દે છે કે દરેક પાત્રના પોતપોતાના પૂરતા જ સીમિત આઘાતો-પ્રત્યાઘાતો વાચકને માટે તો સઘળાના બેલીની જેમ પોતાના જ બની રહે છે.

આગળ મારા મુડ અને લખાણની વ્યાપમર્યાદા અનુસાર જે કંઈ લખાય તે ખરું, પણ વચ્ચે તાકીદના ધોરણે શીખાના એક મનોભાવને વ્યક્ત કરી દેવાની ઈચ્છા નહિ રોકી શકાય. શીખાના મનોમન સોહમ અને અન્ય સભ્યો માટે નેક દિલે અપાયેલા એક અભિપ્રાય “માબાપનાં કેવાં ગુણીયલ અને કેળવેલાં સંતાનો!” વાંચીને એમ થયું કે સોહમ કેવો નસીબદાર પતિ છે કે તેને પોતાને અને પોતાના પરિવારને આપમેળે સમજી શકનાર પત્ની મળી છે. અહીં આપણી કથામાંની શીખાના આ એક પ્રસંગમાં જ નહિ, અનેક પ્રસંગે તેનું વ્યક્તિત્વ એવું ઉપસે છે કે જુદીજુદી વયના ભાવુક વાચકો સ્ત્રીનાં ચાર સ્વરૂપ માતા, બહેન, પત્ની કે દીકરી એમ કોઈ પણ એક તરીકે શીખા જેવી નારી પોતાને પણ હોય એવું અવશ્ય ઝંખે.

સમગ્ર સર્જન દરમિયાન દિલને સ્પર્શી જાય તેવી વચ્ચે વચ્ચે આવતી જતી પ્રસંગોચિત કાવ્યરત્નકણિકાઓ વડે આપણને શેક્સપિઅરનાં ઐતિહાસિક નાટકોમાં વચ્ચે વચ્ચે આવતા Chronicler (ઇતિહાસકાર) કે પછી સંસ્કૃત નાટકોના સૂત્રધારની યાદ આવ્યા સિવાય નહિ રહે. જો કે અહીં પાયાનો થોડોક ફરક છે. ત્યાં કથાતંતુને જોડવાનો આશય છે, જ્યારે “ટહુકા એકાંતના ઓરડેથી”માં તો ભાવાનુસંધાન જ માત્ર નહિ પણ ભાવને સંવેદનશીલ અને ઘેરો બનાવવા માટે એ પંક્તિઓ પ્રયોજાયેલી જોવા મળે છે.

‘પત્રશ્રેણી ભવિષ્ય તરફ વળે છે’ થી શરૂ થતા અંશ અને હનીના પત્ર દ્વારા થતું કથાનું સમાપન હિંદી ચલચિત્ર ‘કોશીશ’માં છેલ્લે સામાન્ય રીતે આવતા “The End” ના બદલે “And Koshish Continues…” ની જેમ જ છે. ‘ચોરસ દુનિયા’ (જેલની કોટડી) એકાંકી નાટકના એક સંવાદની જેમ “જૂના જાય છે અને નવા આવે છે, જગ્યા ખાલી પડતી જ નથી” ની જેમ પેઢી દર પેઢી જીવનની સમસ્યાઓ વધતા કે ઓછા અંશે એની એ જ હોય છે, ફક્ત માણસો બદલાતા રહેતા હોય છે.

છેલ્લે, ચણ અને ચારા માટે સ્થળાંતર કરતાં પક્ષીઓ અને પશુઓની જેમ એરીસ્ટોટલના મતે મનુષ્ય પણ સ્વભાવે એક સામાજિક પ્રાણી જ છે. તેને પણ રોજીરોટીની તલાશ માટે દેશવિદેશ જવું પણ પડે. હાલમાં વિશ્વ આખાયમાં અને ખાસ કરીને ભારતમાં સવિશેષ વિદેશગમનનું પ્રમાણ વધ્યું છે, ત્યારે અહીં વિવેચનમાંની આ કૃતિ સર્વજનના પોતપોતાના ધર્મ, કર્મ અને સંસ્કાર જળવાઈ રહે તેમ કઈ રીતે વિદેશમાં વસવાટ કરી શકાય તે માટે દીવાદાંડી સમાન પુરવાર થઈ શકે તેમ છે.

વિજયભાઈને આવી ઉત્તમોત્તમ કૃતિ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

સૌને વંદન/સલામસહ,

વલીભાઈ મુસા

અવલોકન ૨

વિજયકુમાર-

ગજબનું પુસ્તક બન્યું છે.વિષય કમાલનો છે-અને લેખન શૈલી બહુ જ સરળ છે.આપણાં અમેરિકામાં વસતા ગુજરાતીઓને  સ્પર્શતી મુંઝવણોનું ખૂબ સુંદર વિશ્લેષણ કર્યું છે. તેમાં પણ ઘણાં સામાજીક વિષયો- મને પોતાને મારા જીવનના પ્રશ્નો લાગ્યા- મને ખાતરી છે કે દરેક અમેરિકી વાચકોને પોતાનું કાંઇક ને કાંઇક દેખાશે જ- અને  એ  જ  લેખકની સિધ્ધિ છે.

ધન્યવાદ.
હરનિશ જાની.

ગુજરાતી સાહિત્ય સરિતાની જૂન મહીના ની બેઠક

જૂન 25, 2008 1 comment

Mukund Gandhi
શ્રી મુકુંદ ગાંધી- પૂ. મોટાભાઈનાં પાત્રમાં

Artists Performing Pu. Motabhai
સંગીતકાર મનોજ મહેતા, મુકુંદભાઈ અને વર્ષાબેન શાહ પત્ર વાંચનની ક્ષણોમાં

Artists Performing Pu. Motabhai 2

પ્રવક્તા નાં પાત્રમાં વર્ષાબેન શાહ અને સોહમનાં પાત્રમાં શ્રી રસેશ દલાલ

Audience 1
નાટ્યમાં તલ્લીન શ્રોતાગણ..વિજય શાહ, સતીશ પરીખ, નિખિલ મહેતા,ફતેહ અલી ચતુર્ સરયુબેન પરીખ, દેવિકાબેન ધ્રુવ અને પ્રશાંત મુનશા. પાછળની હરોળમાં રીધ્ધીબેન દેસાઈ, દીપાબેન દલાલ અને તેમના બેન તથા કનક બેન શાહ નાટક માણી રહ્યાં છે

Audience 2

નાટ્યમાં તલ્લીન રમઝાનભાઈ વિરાણી, હેમંતભાઈ ગજરાવાલા, સુરેશ બક્ષી, ઉમાબેન નગરશેઠ, નીરા બેન શાહ્ ગીરિશ ભાઈ પંડ્યા, પંકજભાઈ દેસાઈ, પૂર્ણીમાબેન ગજરાવાલા, રસિક મેઘાણી રાજેશ દેસાઈ, ભાવિક અને શ્રધ્ધા શાહ

ગુજરાતી સાહિત્ય સરિતાની જૂન મહીના ની બેઠક

ગુજરાતી સાહિત્ય સરિતાની જૂન મહીના ની બેઠક તા. ૨૨ જૂન ૨૦૦૮, રવિવારે શ્રી મુકુંદ ગાંધીને ત્યાં બપોરે ૨ વાગે આયોજાઈ. આ બેઠક્નો વિષય હતો “મારા પિતાજી” જે ફાધર ડે ને અનુલક્ષીને હતો. ધારણા હતીકે માતા ઉપર ઘણુ લખાણ છે પણ પિતા ઉપર ઓછુ લખાણ્ હોય છે તેથી આ વિષય થોડો અઘરો થશે પણ તેવુ ન બન્યુ અને ઘણા લખાણો વંચાયા કેલીફોર્નીયાનાં ડો ચંદ્રવદન મિસ્ત્રી થી માંડીને લાભશંકર ઠાકરનાં પુસ્તક “બાપા વિષે” સુધી ની મજલ ફાધર ડે ને જીવંત કરી ગઈ. પ્રવિણાબેન કડકીયા, દેવિકાબેન ધ્રુવ્, હિંમત શાહ, નુરુદ્દિન દરેડિયા, રમઝાન વિરાણી, સતીષ પરીખ, વિજય શાહ અને વર્ષા શાહે પોતાની પિતાજી વિશે કવિતા કહી, ફતેહઅલી ચતુરે વ્યંગાત્મક રીત આજની પેઢીની વાતો તેમની આગવી છ્ટામાં કહી.

આ બેઠક્નું વિશિષ્ટ પાસુ એ હતું કે ગુજરાતી સાહિત્ય સરિતાએ પહેલી વાર સ્વાયત્તતાનો હેતૂ પુર્ણ કર્યો.. સાત વર્ષ પહેલા આ પરિકલ્પના હતી કે સાહિત્ય સરિતા સંપૂર્ણ સ્વાયત્ત બને એટલે કે એવો પ્રોગ્રામ કરે કે જેમાં સંગીત નાટ્ય અને લેખન ત્રણેય કળાઓને વરેલા સભ્યો સર્વે સર્વા હોય્. આવો એક કાર્યક્રમ આજે યોજાયો. સભ્ય વિજય શાહની વેબ પત્રશ્રેણી “પૂ. મૉટાભાઈ” નાટ્ય સ્વરુપે ભજવાઈ તેનું નાટ્ય રુપાંતર અને ભજવનાર હતા શ્રી મુકુંદ ગાંધી, રસેશ દલાલ અને વર્ષા શાહ અને પાર્શ્વ સંગીત આપ્યુ હતુ શ્રી મનોજ મહેતાએ.

“પૂ. મોટાભાઈ” વેબ પત્ર શ્રેણી માતૃભૂમિ છોડીને પરદેશમાં ઠરીઠામ થયેલા આપણા સૌની કહાણી છે. માતાપિતા કુટુંબની છત્ર છાયા છોડીને આપણે આવ્યા. આજે તેઓ ની વૃધ્ધાવસ્થામાં તેઓ દિકરાઓની હૂંફ ઇચ્છે છે ત્યારે દિકરાઓ તેમના સંતાનો ને પણ તેટલીજ આર્તતા થી ચાહે છ તેથી તેઓ ત્યાં જઈ ને રહી નથી શકતા. બે સંસ્કૃતિ, બે પેઢીઓ વચ્ચેનો આ પ્રવાસ, સહવાસ અને સુંદરતાની સાથે જે ખાલીપો બંને પેઢીનાં માબાપો ભોગવે છે તેની શું ફલશ્રુતિ હોઈ શકે તેની વાતો થી આ નાટ્ય પ્રયોગ તેની ભજવણી દરમ્યાન દરેક નાટ્ય વણાંકો પ્રમાણે સભાગૃહનાં સભ્યો ને તન્મય અને એકરુપ કરી શક્યું હતું સૌ શ્રોતા નાટકનાં દરેકે દરેક પત્રોને વધાવતા જતા હતા. દર્દનાં પ્રસંગે અશ્રુધારા પણ જોવા મળતી હતી. શ્રી મુકુંદ અને મંજુબેન ગાંધીનાં ઘરમાં આયોજીત રંગમંચમાં ભારત અને અમેરીકાનાં ધ્વજ જે તે દેશ અને વેશ દર્શાવતા હતા. સવા કલાકનાં આ નાટક દરમ્યાન સભાગૃહનું રંગમંચ પર ભજવાતા નાટક પ્રત્યે માન ઉંચું હતું તે પત્ર પતે અને પડતી તાળીઓનાં ગુંજારવ થી સિધ્ધ થતુ હતુ.

આભાર વીધી કરતી વખતે વિજય શાહે જણાવ્યુ હતું કે આ પ્રયોગ ગુજરાતી સાહિત્ય સરિતાનાં સભ્યોની હુંફ અને માર્ગદર્શન વગર શક્ય ન બન્યુ હોત. આ આખી વાર્તા અને તેનો નાટ્ય પ્રયોગને ગુજરાતી સહિત્ય સરિતાની વેબ સાઈટ http://gujaratisahityasarita.org ઉપર જોવા મળશે.

-ફતેહ અલી ચતુર
ફોટો સૌજન્ય: સતીશ પરીખ

 

પૂ. મોટાભાઈ (૩1)

માર્ચ 30, 2008 11 comments

moon-venus_filtered.jpg

પત્રશ્રેણી ભવિષ્ય તરફ વળે છે.

ડેડ,

જ્યારે જ્યારે  વીક મને “આઈ ડોન્ટ બીલીવ યુ” નુ ટીપણુ મારે છે ત્યારે મને મારો ભૂતકાળ યાદ આવે છે.જિંદગી એ મને પણ પેટ ભરીને સુખો આપ્યા છે પણ આ વીક કોઇનું માનતો નથી.હું તેને તમારી સાથે રહેવા ભારત મોકલુ છું. ભારતને તે તેના ફાધર લેંડ કહે છે.તમે શક્ય હોય તો થોડાક ભારતીય સંસ્કારો આપવાનો પ્રયત્ન કરજો. આશ્કાનો એજે કેટલો ગુણિયલ અને ડાહ્યો થયો છે બસ તેમ જ તેને બનાવવો હતો..પણ જિંદગી આખી પૈસા કમાવવાની દોડમાં હું અને હની એ ભુલી ગયા હતા કે બાળક ડે કેર કે આયા કરતા વધુ સારા સંસ્કાર મા બાપ પાસે કે દાદા દાદી પાસે થી શીખે છે. વધારે વાંચો …

પૂ. મોટાભાઈ-(૩૦)

માર્ચ 19, 2008 1 comment

moon-venus_filtered.jpg

ઘણા વિચારો પછી લાગે છે કે જુદી જુદી દિશામાં દોડતા તમારા સૌ સંતાનો ને એક કરી તમારુ એ સ્વપ્ન પુરુ કરવા અને મારી આજ ને સંભાળવા મને તમને અમેરિકા લાવવા પડશે. અને થોડુક વાતાવરણ ઉભુ કરવુ પડશે. તમને તમારી સ્વનજરકેદમાંથી મુક્ત થવા વિનયભરી અને આગ્રહ્પુર્વક વિનંતી.તમે મારુ અને કિંજલનુ ઘર જોયુ નથી. તમારા પાવન પગલા અમારા ઘરે પડે તે માટે હું તમારી ૯૦મી વર્ષ ગાંઠ અહીં મારે ત્યાં ઉજવવાનુ નક્કી કરું છું અને તે વાત બહુ ભાર પુર્વક તમારા સૌ દિકરા દીકરી અને તેમના કુટુંબોન મારે ગામ તેડીશ.

આ વાત ને અહીં ફેમીલી રીયુનીયન કહે છે જે કરવાની હિંમત હર્ષલ નથી કરતો કારણ કે તમને ૨૪ કલાક વિમાની પ્રવાસ ની કલ્પના ડરાવે છે. વધારે વાંચો …

પ્રિય સોહમ (૨૯)

માર્ચ 13, 2008 1 comment

moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો.

 દેવિકાબેનની કવિતા સચોટ છે અને શીખાને તે ગમી જાય તે સહજ છે.

આગળના પત્રોમાં તેં એવો ઉલ્લેખ કરેલો કે અંશ છેતરી ગયો તે વાતનુ શીખા અને આશ્કાને દુઃખ છે અને આ પત્રમાં વાત બદલાઈ..કદાચ આ એક સારી ઘટના છે. કારણ કે “મા” જીવંત થઈ રહી છે..તને ખબર છે ને પેલી કોઈ મા નો કિસ્સો.. વૈશ્યાનાં પ્રેમ માં પાગલ દિકરો વૈશ્યાના ચઢાવાને કારણે માનુ મસ્તક વાઢીને લઈ જાય છે. અને પાછા જતા રસ્તામાં ઠોકર ખાય છે અને પેલુ કપાયેલુ માનુ મસ્તક બોલી ઉઠે છે ખમ્મા બેટા તને વાગ્યુ તો નથી ને?.. મા ગુસ્સો કરે, ગાળો દે કે રડે પણ કદી સંતાન નું તેના થકી અહીત નથી થતુ…

વધારે વાંચો …

પૂ મોટાભાઇ (29)

માર્ચ 9, 2008 2 comments

moon-venus_filtered.jpg

તમારો પત્ર મળ્યો.ઘણી વખત ઘરમાં સહજ થવાના પ્રયત્નો અમે બંને જાગૃત રહીને કરીયે છે અને તમે તો જાણો છો અમેરિકામાં માંદા પડવુ પોષાય પણ્ નહીં.કદાચ આપના માનવા પ્રમાણે અમે “હતાશા” જે પણ એક માનસિક રોગ નો પ્રકાર જ કહેવાય તેનાથી પીડાઈએ છે.પણ મને આજે તમને શીખાની તકલીફો કહેવા દો.

હું માનુ છુ તેમ તેનો રોગ હતાશા નહિ પણ “મા” છે. તે ખુબ જ વાત્સલ્યમયી છે. અને તે વાત મને ત્યારે સુઝી કે જ્યારે તેના રુદનમાં ક્યારેય અંશ છેતરી ગયો નો ભાવ નથી આવતો અને એમજ વાત આવે છે કે તે ભોળો છે તેને દુનિયા છેતરી જશે.” ગરજ સરી ને વૈદ્ય વેરી”ની લપડાકો તેને પડશે વધારે વાંચો …

પ્રિય સોહમ (28)

માર્ચ 2, 2008 1 comment

moon-venus_filtered.jpg 

તુ સમજુ છે અને તેથી જે વાત હુ તને સમજાવવા માંગતો હતો તે  દિલીપ દોશીની કહાણીથી તુ સમજી ગયો.  હાલત ગમે તેવી ખરાબ હોય માણસે ઝઝુમીને મથ્યા કરવુ પડતુ હોય છે અને તે ઝઝુમવાની વાત ઉપર તને બાળપણ ની કવિતા પડતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય યાદ હશેજ..એક વખત બે વખત ત્રણ વખ કંળ કેટલીયે વાર પડ્યા પછી દરેક પ્રયત્ને તેણે શોધી નાખ્યુ કે ઉપર ચઢવા જતા ભીંત ક્યાં ખરબચડી છે અને ક્યાં સુંવાળી.. સાંજ સુધીમાં તો કરોળિયો ભીંત ની ટોચે બેઠો હતો. Tough time comes and go but tough people always stay તે તો તને ખબર છે ને? વધારે વાંચો …

પૂ. મોટાભાઈ (૨૮)

ફેબ્રુવારી 27, 2008 1 comment

moon-venus_filtered.jpg

તમારો પત્ર મળ્યો. અક્ષરે અક્ષર સત્ય અને અનુભવ ભરેલ વાણી છે.

ઘણા લાંબા સમય પછી આજે મંદિરે ગયા હતા અને આજે એવુ ભયાનક દુઃખ જોયુ . દિલીપ દોશીનું કુટુંબ ખુબ ધાર્મિક અને સફળ વેપારી. દસેક વર્ષ પહેલા તેમની બંને કીડની ખલાસ થઈ ગઈ.સમાજમાં નામ મોટું તેથી પહોંચ ઉંચી તેથી જીવન બચ્યુ પણ કીડની ડાયાલીસીસ નુ દર્દ વેઠતા રહ્યા.પત્નીને સમજાવી તેમના ધંધા ઉપર બેસાડી.વીલ કર્યુ ભાગીદારી છુટી કરી અને હવે જિંદગી ઓછી છે કરીને ધર્મ માર્ગે ચઢ્યા વધારે વાંચો …

પ્રિય સોહમ (27)

ફેબ્રુવારી 24, 2008 1 comment

moon-venus_filtered.jpg

તારી વાતો હંગામી ધોરણે તને ભલે સાચી લાગે પાણ વાસ્તવિકતા તો એજ છે કે દેશ તેવો વેશ કરવામાં તે સાચો છે. જો રોજ નાં સંઘર્ષો વેઠીને પણ અંતે ત્યાં નાં જેવુ થવાનુ જ હોય તો સંઘર્ષો વેઠ્યા વિના કેમ ત્યાંનું અનુકુલન કેમ ન લેવું? ભારતનાં મુલ્યો ભારત માટે સાચા છે તે અમેરિકામાં સાચા હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે..!

હું હરદમ એવુ માનતો આવ્યો છું કે એક પરિસ્થિતિમાં હું સાચો હોઉ તે પરિસ્થિતિ દરેક માટે તે ક્ષણે સાચી ન પણ હોઇ શકે તેનાથી તે ખોટો છે તેવુ સિધ્ધ નથી થતુ. અનેકાંતવાદનાં આ સિધ્ધાંતનુ જ્યારે અમલિકરણ હુ તારી વાતો સાથે કરુ છુ ત્યારે મને તો વારં વાર એવો અહેસાસ થયા કરે છે કે વાંક જો હોય તો એકલી વિધાતા બની ગયેલી મનોવૃત્તિનો છે. તમે બધ્ધા કહો છો વધારે વાંચો …