Archive

Archive for the ‘પત્તાનો મહેલ’ Category

પત્તાનો મહેલ ( 16)

સપ્ટેમ્બર 7, 2009 Leave a comment

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2, 3, 4, 5 , 6, 7, 8, 9, 10, 11, 12, 13 ,14, 15

સ્વામી હરનંદદાસજીનો સંપર્ક આકસ્મિક હતો. તે એક સમયે તેના જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરી સંસારથી ત્રાસીને ગંગાના કિનારે ગયા હતા. ત્યાં બાર વર્ષને અંતે ગુરુ કંઠી પહેરીને હિંદુ સંસ્કૃતિના મઠના મઠપતિ થયા હતા.

નિલય, રાજીવ, ભૂપત, શ્યામલી, શર્વરી અને બરખા તે વખતે વેકેશન ગાળવા બનારસથી હરદ્વાર જતા હતા ત્યારે રસ્તામાં મેળાપ થયોસાચી ઓળખાણ આપ્યા વિના થોડીક વાતચીત કરતા ખબર પડી કે તેઓ નિષ્કામ નિર્મોહી અને પવિત્ર જીવન વિતાવવા સૌને સમજાવી રહ્યા હતા.

તેમની એક વાત સાવ સહજ હતી જે કોઈના ગળે ઊતરતી નહોતી. “જે કાંઈ દરેકના જીવનમાં બને છે તે પૂર્વનિર્ધારીત છેપાછલા કર્મોના હિસાબોથી બને છેઅને તેથી કદીક ચમત્કારો થતા દેખાય છે. કોઈક તેને પોતાની શક્તિ માને છેકોઈક મહેનત તો કોઈક ભાગ્ય. પરંતુ હકીકતમાં તે કર્મ તણી ગતિ ન્યારી છે….”

ભૂપત, રાજીવ, શ્યામલી , શર્વરી, બરખા, નિલય સૌ તેને સાંભળતાઅને ભૂલી જતા રાધા બહુ જ આદરભાવથી તે સત્યોને સ્વીકારતી હતી. વાત તો સહજ હતી પણ વિખરાતા જતા પત્તાનાં મહેલને ખાળનારું આ સનાતન સત્ય હતું. વધારે વાંચો …

પત્તાનો મહેલ (15)

સપ્ટેમ્બર 7, 2009 Leave a comment

 

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2, 3, 4, 5 , 6, 7, 8, 9, 10, 11, 12, 13 ,14

ભૂપત ઝવેરી અને પાટીલની મૈત્રીને છાપાવાળાઓ માંડ્યા હતા. પાટીલ વિરોધ પક્ષનો સબળ નેતા હતો. આ વખતના ઇલેક્શનમાં તે સ્પષ્ટપણે બહુમતી મેળવી શકે તેવો ભય ફેલાતા લોકલ રાજકીય લોબી પાટીલને ઇલેક્શન પહેલા નીચો પછાડવા મથી રહ્યા હતા.

રિચાર્ડસનને પછી ત્રણ વર્ષ કોન્ટ્રાક્ટ વિના વિઘ્ને મળતા રહ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે પાટીલ તેની પાર્ટી કાર્યમાં ધ્યાન આપી શક્યો નહોતો તેથી ઑર્ડર ડિવાઈડ થઈ ગયો તેથી રિચાર્ડસન ટેન્ડર ફરીથી મંગાવવા માગતો હતો. તેણે પાટીલની પાર્ટીમાંથી પગ ખસકાવવા માંડ્યો હતો. સામે પક્ષે ભરાવા માટે જોઇતી સામગ્રી વિરોધી પાર્ટીને સાહજિકતાથી આપી દીધી અને પાટીલને હોસ્પિટલમાં કૌભાંડો ચલાવવાનો સ્કૂપ જોરશોરથી ચાલવા માંડ્યો.

  શ્યામલી, રાજીવ, બરખા અને નિલયના નામની ધરપકડ થવાની અફવા ફેલાવા માંડી હતી. ભૂપતની ધરપકડ થઈ ચૂકી હતી. આગોતરા જામીનથી છૂટી તો ગયોપરંતુ આટલા કારણ પૂરતા હતા, તેના નામને વગોવવા માટે. રાજીવ પોલિટિકલી નિષ્ક્રિય હતો. શ્યામલી અને નિલય આ બાબતોમાં બરખાની જેમ વકીલની સલાહ પ્રમાણે વર્તતા હતા. પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનની દરેક શાખા ચાલુ હતી, પેમેન્ટ અપાતું હતું, પણ આ બધું ક્યાં સુધી ? એ ચિંતા સૌને કોરી ખાતી હતી.

શર્વરી, શ્યામલી, રાધા અને બરખા આ ક્રાઈસીસના મૂળમાં કોણ છે તેની શોધ કરતા હતા. વધારે વાંચો …

પત્તાનો મહેલ (14)

સપ્ટેમ્બર 6, 2009 Leave a comment

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2, 3, 4, 5 , 6, 7, 8, 9, 10, 11, 12, 13


શર્વરીએ ખુલાસો આપવા માંડ્યો. જેની નજરમાં કમળો હોય તેને બધું જ પીળું દેખાયઅને આવું જ કંઈક તમારા સ્કૂપ શોધનારા પત્રકારો માટે છે.. તમારા મતે સ્ત્રી પુરુષોનાં સંબંધો ફક્ત એક જ પ્રકારના હોય છે. અને એમાં મીઠું મરચું ઉમેરીને ચગાવવામાં તમને શું મળતું હોય છે. તે તો ખબર નથી પણ એનાથી એ ઘરોમાં કેવી હોળી સળગી શકે છે, તેનો તમને સ્ત્રી તરીકે સહેજ પણ અંદાજ નથી થતો તે જોઈને દુ:ખ થાય છે.

મારા નિલયને હું જેટલો ઓળખું છું તેટલું તેને કોઈ ઓળખતું નહીં હોય. શ્યામલી તેમની મિત્ર છે. બિઝનેસ પાર્ટનર છે અને તેનાથી વધુ કંઈ જ વિચારીને એમના જીવનમાં પણ શંકાના થોર ના વાવશો. રાધા નાની બહેન છે મારી નણંદ છે. તેમના સંબંધોને બેહૂદી રીતે જોતા પહેલા એટલું વિચારી લેજો કે તમને તમારા મોટાભાઈ પાસે બેસેલા જોઈને તમારા પતિને કોઈ ખરાબ વિચાર આવે છે?

રાધાબહેન નિલયની સફળતાનું એક અંગ છે. આથી વધુ કોઈપણ જાતનું વિચારવું તે ફક્ત સમાજને વિકૃતિ તરફ દોરવા બરાબર છે. ત્રિકોણનો ચોથો ખૂણો શોધવા માટેનો તમારો પ્રયત્ન વાંઝણો છે.

પત્રકારો સ્તબ્ધ થઈને શર્વરીને સાંભળી રહ્યાં હતા. રાધા અને નિલય બંનેની આંખમાં શર્વરી માટેનો અહોભાવ ડોકાતો હતો. વધારે વાંચો …

પત્તાનો મહેલ (13)

સપ્ટેમ્બર 5, 2009 Leave a comment

 

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2, 3, 4, 5 , 6, 7, 8, 9, 10, 11, 12

શર્વરીને પાંચમો મહિનો જતો હતો. નિલયે ફ્લૅટ છૂટો કરી દીધો હતો. અંધેરીમાં સારો કિંમતી ફ્લૅટ અને ગાડી લીધી અને બરખાએ તેને સારી રીતે ફ્લૅટ સજાવી દીધો.

શર્વરી હવે કામે જતી નહોતી. વિયેરા સાથે નિલયના વર્તનથી તેને દુ:ખ થયું હતું પરંતુ આ કૌભાંડ પછી નિલયની અંદર કેટલો અંગાર ભર્યો છે. તેનો તેને ખ્યાલ આવી ગયો હતો. આ જ એની પ્રગતિને રોકતું , અને સમય આવે પ્રગતિને વધારતું પરિબળ હતું

રાધાને નિલયનું આ કાર્ય અનુચિત લાગ્યું હતું. એ સ્પષ્ટ પણે જાણતી હતી જે હા કહે તેને છોડવો નહીં વાળી નીતિ જ પાપનું મૂળ છે. પરંતુ આ પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનનો મામલો નહોતો તેથી તે ચુપ રહી.

એસ. કે. પાટીલની પાર્ટી ફંડમાં ભૂપતના કહ્યા પ્રમાણે દસ ટકા, પેરેમાઉન્ટમાં પચીસ ટકા અને બાકીના દસ ટકા  ઈન્કમટેક્સ, છાપાવાળા એમ સૌને વહેંચતા નિલય પાસે પાંત્રીસ લાખ રહેતા હતા.

બનારસીદાસ પણ ખફા તો હતાપરંતુ દીકરીના માઠા દિવસો પુરા થઈ ગયા માનીને ખુશ હતા.

નિલયને અંદરથી ચચરાટ તો હતો જપણ તકનો પૂરો લાભ લીધો તે વાતનો આનંદ પણ હતો. ઇન્ડસ્ટ્રિઅલ એરિયાની જગ્યા એના નામે ચડી ત્યારે તેના મગજમાં તેના આવનાર સંતાનનું નામ ફરતું હતું તેથી ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટને નૌકા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ નામ આપ્યું. નિલગીરીના પ્લાન્ટેશન ઊછરતા હતા. બે વર્ષમાં એ આખો પ્લૉટ કરોડ ઉપર થનાર હતો.

બહુ ઓછાના ભાગ્ય આવા હોય છે. જ્યાં બે દિવસ પહેલા રોડ ઉપર હોય તે માણસ કરોડોની વાતો કરતો થઈ જાયવધારે વાંચો …

પત્તાનો મહેલ (12)

સપ્ટેમ્બર 3, 2009 1 comment

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2, 3, 4, 5 , 6, 7, 8, 9, 10, 11

પ્રકરણ (12)

ત્રીજા દિવસે મલ્કાપુરકર આવ્યો તેની સાથે ચારેક જણ હતા. તેમને પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શન ની પ્રગતિ, ઘરનું ઘર માટેની યોજના, લોન માટેના કાગળીયા, શરૂઆતના હપ્તા જેવી નાની નાની ઘણી બાબતોની માહિતી નિલયે આપી.

મલ્કાપુરકરે એ ચારે સાથેની વાતચીત પત્યા પછી એક ફાઈલ આપી જેમાં દસ અરજી, દરેકના બાયોડેટા તથા ફોટોગ્રાફ હતા. અને સ્કીમની સફળતાનો આશાવાદ પણ  હતો. સભ્યપદના ૧૦૦ ફોર્મ ખરીદીને દસમા દિવસે મળવાના વાયદા સાથે તે તેના સાથીદારો સાથે નીકળી ગયો.

નિલય દસ અરજી અને બાયોડેટા જોઈને વિચારમાં પડી ગયો. રાધાને તે ફાઈલ બતાવી. રાધાનો Business Administration નો અનુભવ કહેતો હતો કે દસેય અરજી આ પ્રકારના કાર્યો કરનાર મજબૂત બૅકગ્રાઉન્ડ ધરાવતા માણસોની હતી. શ્રીનિવાસન અને સ્ટાફના માણસો પણ મલ્કાપુરકરના ધડાકાથી વિચારમાં પડી ગયા.

પાંચમે દિવસે કિસનવાડી ચિંચપોકલી હાજીબાપુની ચાલ વાળા વિસ્તારમાંથી પંદર જણ તપાસ કરવા અને મળવા આવી ગયા. મલ્કાપુરકર જોડે તમને ચર્ચા થયેલી અને મકાન બાબતે જ તેઓ મળવા આવેલા.

સાતમે દિવસે ટોળું ઘણું મોટું હતું. ફોર્મ સારા એવા ઊપડી ચૂક્યા હતા. દસમે દિવસે મલ્કાપુરકરે એકસો ને સિત્યોતેર ફોર્મ આપ્યા. કુલ રકમ સવા બે લાખ હતી. અને હજી દસ દિવસ બાકી હતા. વધારે વાંચો …

પત્તાનો મહેલ (11)

સપ્ટેમ્બર 2, 2009 2 comments

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2, 3, 4, 5 , 6, 7, 8, 9, 10

શર્વરીએ વાતો સાંભળીને રાધા નાયકને મળવું છે તેમ જણાવ્યુ ઘરમાં દાખલ થયા. ત્યારે નાનકડા દિવાનખંડમાં સુખડની માળા અને જન્મ મૃત્યુ નામ વગેરે નાના અક્ષરોએ લખેલું હતું ભરત મકનજી નાયક. મૃત્યુ થયે બે એક વર્ષ થયા હતા.

સામે સફેદ વસ્ત્રમાં રાધા નાયક ઊભી હતી.સાથે નાનકડો દસ વર્ષનો સ્મિતલ પણ હતો.

ઓળખ્યો મને?’ – નિલયે પ્રશ્ન કર્યો.

નિલયભાઈ ?’

હા.. આ શર્વરી તારી ભાભી.

નમસ્તે રાધાબહેન આ બધું શું બન્યુંકેવી રીતે બન્યું?’

એક બહુ લાંબી કહાની છે. ક્યારેક ફરી. બેસો તો ખરા.

રાધા તારી અરજી મારી પાસે આવી હતી.તેના અનુસંધાનમાં તને મળવા આવ્યો હતો.

તમે પેરેમાઉન્ટમાં છો?’

હા.વધારે વાંચો …

પત્તાનો મહેલ (10)

ઓગસ્ટ 31, 2009 2 comments

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2, 3, 4, 5 , 6, 7, 8, 9

 

 

પછી તો રોજ એ બસએ જ સમય અને એ જ ધમાલ અને મસ્તી રાધા નિલયને જોયા કરતી. નિલય તો બસ એની મસ્તીમાં કદીક ગાતો, કદી હસતો, પણ કદી એને રાધા નાની બહેનથી વધુ કંઈ ક્યારેય લાગી નહોતી.

એક દિવસ રાધાની ખાસ સહેલી દિપા રાધાની ગેરહાજરીમાં નિલયને પૂછી બેઠી.

નિલય, રાધા માટે તમને કોઈ લાગણી છે?’

નિલયે બેફિકરાઈથી જવાબ આપ્યો હા

દિપાએ પૂછ્યું કેવી ?’ વધારે વાંચો …

પત્તાનો મહેલ (9)

ઓગસ્ટ 28, 2009 1 comment

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2, 3, 4, 5 , 6, 7, 8

 

`તારા selection માં પણ આ ત્રણે પરિબળો કામ કરે છે નિલય શ્યામલીએ ટહુકો કર્યો

હં ! હવે તે કેટલો સાચો પડે તે જોવાનું?’

એટલે ? શ્યામલીએ પૂછ્યું.

એટલે એ વિશ્વાસ ૧૦૦% સાચો પડે છે કે ૧૦૦૦% એ જોવાનું ને.

અચ્છા ! રાજીવ હું અને ભૂપત મુંબઈ આવતા પહેલા તું મુંબઈ બ્રાંચનું અને તારા માટે એક સારા વિસ્તારમાં ફ્લૅટનું ફાઈનલ કરી નાંખજે અને હા શર્વરી વિશે તારી પાસે જ કેટલીક વાતો સાંભળવી છે. સાંજે ઘરે આવીશ ને?’

ભલે રાજીવ છોડશે તો.

કેમ રાજીવ ! તું એને છોડતો નથી.

અરે ઉલ્ટો ચોર કોટવાળને દંડે એ જ મને પૂછી પૂછીને માથું કાણું કરી નાખે છે. તું હવે મને છોડાવ ભાઈ ! રાજીવે હાથ જોડીને તોબા કરતાં કહ્યું.

શ્યામલી હસી પડી નિલય તેને હસતા જો રહ્યો

એના આ હાસ્ય ઉપર તો તે મુગ્ધ હતો. ઘણ વર્ષો તેને હસતી જો કોણ જાણે કેમ તેને તેના હાસ્યમાં શર્વરી હસતી દેખાઈ શર્વરી પણ હસે છે. ત્યારે ખૂબ જ સુંદર લાગે છે.    વધારે વાંચો …

પત્તાનો મહેલ (8)

ઓગસ્ટ 28, 2009 1 comment

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2, 3, 4, 5 , 6, 7

હા, સવારે મોર્નીંગ સિકનેસ લાગતી હતી. તેથી મોડી ઊઠી હતી અને પરવારીને આવતા વાર લાગી. હવે ત્યાં કેટલા દિવસ રહેવાનો છું? જલ્દી જલ્દી આવને ભાઈ..

એય મને ગાળ દે છે?’

કેમ?’

ભાઈ કહે છે ને ’ 

ઓહ સોરી ! હવે ત્યાં શું થયું તે તો કહે.’ 

અહીં રાજીવની ફર્મમાં પાર્ટનર બની ગયો છું. મુંબઈ બ્રાંચ ખોલવાની છે. ઘણું બધું કામ છે. મારી સાથે શ્યામલી ઝવેરી નામની મારી ક્લાસમૅટ પણ છે. અમે ચાર પાર્ટનર અને બ્રાંચ માટેની ફોર્માલીટી પતાવીને થોડુંક કામ શીખીને પંદર દિવસે આવવાનો હતો પણ હવે લાગે છે કે હું સાંજે જ આવું છું.’ 

કેવી રીતે સાંજની ટ્રેનમાં બેસીશ તો બીજે દિવસે સાંજે આવી રહીશ.

પ્લેનમાં આવું છું.

શું વાત કરે છે ? પાછો હવામાં ઊડવા લાગ્યો કે…’ 

ના, ખરેખર. અને હા junior ને સંભાળજે એને માટે શું લાવું?’  

એના પપ્પા.વધારે વાંચો …

પત્તાનો મહેલ (7)

ઓગસ્ટ 22, 2009 1 comment

 

pattano mahel

Courtsey: whyleaveastoria.com

 

આગળનાં પ્રકરણ 1, 2, 3, 4, 5 , 6

ત્યારપછીના સત્તર અઢાર વર્ષો સુધી શર્વરી બનારસીદાસનાં અંગત સુખદુ:ખ અને કૌટુંબિક સંબંધોમાં એક અગત્યનું અંગ બનીને રહી. નિલય સાથેના લગ્નજીવનમાં બનારસીદાસથી આ ઉપકારોનો બદલો શી રીતે વાળુની ભાવનામાં જ ન કરવા જોઇએ તેટલી હદ સુધી ડોકિયા થઈ જતા અને આખા મિજાજનો નિલય તે સહન ન કરી શકતોઅને તેથી જ તો શર્વરીનું એ નબળું પાસું છે સમજીને જ્યારે પણ તેને છંછેડવી હોય કે ખખડાવવી હોય  ત્યારે તે નબળા પાસાનો ઉપયોગ કરતો.

શર્વરી આ એક જ વાત ચાલવા દેતી બાકી બીજી દરેક વાતમાં તેને જબરી ફાઈટ આપતી તેને વેઠતી અને નાના બાળકની જેમ સાચવતી.

બેંગ્લોર ગયા પછી નિલયનો ફોન આવ્યો નહોતો તેથી તે થોડીક બેચેન તો  બની હતી વળી એક છૂપો આનંદ પણ તેને થતો હતો. આ વખતે તે ટાઈમમાં બેઠી નહોતી આ શુભ સમાચાર નિલયને તે આપવા માંગતી હતી પણ નિલયનો કોઈ પત્તો જ નહોતો.

તેના મનમાં છૂપો આનંદ નવ પલ્લવિત કુંપળોની જેમ ફૂટતો હતો એને જોઇતો નાનો નિલય એને મળવાનો છે એ વાત એને ખૂબ જ શાંતિ આપતી હતી નોકરીના ઢસરડામાંથી અને પોતાનું નાનું આકાશ નાનું ઘર નાનું નાનું સંકેન્દ્રિત અસ્તિત્વ તેને જોઇતું હતું તેને માટે તો તેણે કેટલું કેટલું વેઠ્યું હતું. નિલયનો ગુસ્સો નિલયનો પછડાટ નિલયનો તિરસ્કારપણ એ બધું આ નાનકડા જીવને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે તેણે સહ્યું હતું. તેનું અંતરમન કહેતું હતું કે નિલય આ વખતે જરૂર સફળતાને વરીને જ આવવાનો છે. એના જીવનની સંઘર્ષમય કથાની કાળી રાતનો અંત હવે હાથવેંતમાં જ છે. વધારે વાંચો …