Archive
આભાર મિત્રો!
શત શત આભાર
ઓક્ટોબર ૨૦૧૧ થી જાન્યુઆરી…૨૦૧૨
૪ મહીનામાં ભારત ખાતે બહાર પડેલ આવૃત્તિની ૫૦૦ કોપીઓનું વેચાણ લક્ષ્ય આપ સૌની મદદથી પુરુ થયું
શત શત આભાર
દાદા હરિકૃષ્ણ મજમુંદારનો.. સર્વ સહાય માટે
પ્રકાશન- સંવાદ પ્રકાશન
વિતરક -આદર્શ પ્રકાશન નો વિતરણ સહાય માટે
જીગ્નેશ અધ્યારુ…દેવાંગ વિભાકર…મીરાબેન ભટ્ટ..વલીભાઇ મુસા-ડો.ચંદ્રવદન મિસ્ત્રી- મુકુંદ ગાંધી- રમેશભાઇ તન્ના અને ગીરીશભાઈ પરીખનો નિખાલસ અભિપ્રાય બદલ
બ્લોગ ઉપર અગણિત મિત્રોના શુભેચ્છા સંદેશાઓ બદલ…
હવે શું?
આગળ પ્રસિધ્ધ થઇ રહ્યું છે નવું પુસ્તક
“નિવૃત્તિ વિજ્ઞાન”
જેમાં નિવૃત્તિની પ્રવૃત્તિની જેમજ ઘણી વાતો, અનુભવો અને સંપતિ સાચવવાનાં સુયોગ્ય પગલા સાથે આવી રહી છે.
આવા પુસ્તકો વાંચીને ઘરમાં રાખજો.
વાંચતા રહેજો-
વહેંચજો અને વંચાવજો
ફરી આપ સૌનો શત શત આભાર..
સિનિયરો માટે “નિવૃત્તિની પ્રવૃતિ”-પુસ્તક ભારત ખાતે પૂનઃ પ્રસિધ્ધ થઇ રહ્યું છે.
સિનિયરો માટે “નિવૃત્તિની પ્રવૃતિ”-પુસ્તક ભારત ખાતે પૂનઃ પ્રસિધ્ધ થઇ રહી છે.
“દિવ્યભાસ્કર” અમેરિકામા પ્રસિધ્ધ થયેલા આ લેખનાં અનુસંધાનમાં મને જણાવતા આનંદ થાય છે કે આ પુસ્તકની લોક્ભોગ્યતાને ધ્યાનમાં લઇ આ પુસ્તક ભારત ખાતે કિફાયતી દરે ઉપલબ્ધ કરાશે.
હરેકૄષ્ણ મજમુદાર દાદા આ પુસ્તક દરેક લાઇબ્રેરી અને ઘરડાઘર ખાતે મોકલવા ઇચ્છે છે જરૂરી માહિતી જેવી કે સરનામુ અને સંપર્ક નંબર સાથે માહિતી મોકલવા વિનંતી
હરેક્રિષ્ણ મજમુદાર (દાદા) નો સંપર્ક (650) 325-2760.
haripremi@hotmail.com
450 Melville Avenue
Palo Alto CA 94301
વિજય શાહ નો (ભારતમાં)સંપર્ક
0265- 2784446
Vijaykumar.shah@gmail.com
૩૬ નીલકમલ સોસાયટી
નિઝામપુરા, વડોદરા ૩૯૦ ૦૦૨
“નિવૃત્તિ ની પ્રવૃત્તી”-પ્રવિણભાઇ દેસાઈ
સીનીયર સીટીઝન એસોસીયેશનમાં હ્યુસ્ટન ખાતે વ્યાખ્યાન
આજની બપોર સીનીયર સીટીઝન એસોસીયેશનમાં હ્યુસ્ટન ના ૧૬૩ સીનીયર સીટીઝન સાથે કાઢી. આ પ્રવૃત્તિમાં હું કદાચ પહેલો એવો વક્તા હતો કે જેણે પોતાની ઉંમર કરતા વધુ મોટી ઉંમરનાં શ્રોતાઓ સાથે તેઓ જે જાણે છે તેને વિશે જ વાત કરવાની હતી.
સીનીયર સીટીઝન એસોસીયેશન હ્યુસ્ટન ના પ્રમુખ પ્રફુલ્લ ભાઇ ગાંધી સ્મૃતિ ચિન્હ આપતા
સામન્ય રીતે હું જ્યારે મારે વક્તવ્ય આપવાનુ હોય ત્યારે બે પાવર પોઈંટ બનાવતો હોઉ છું. સમયની અનુકુળતા પ્રમાણે નાનુ અને મોટુ એમ બે પ્રેઝન્ટેશન આપતો હોઉ છું. આ બંને પ્રેઝંટેશન અત્રે આપ્યા છે
nivruttini pravruttinu panchamrut
આજે મને સીનીયર સીટીઝન હ્યુસ્ટ્ન ના પ્રમુખ શ્રી પ્રફુલ્લ ગાંધીએ સમય વધારે આપ્યો તેથી જે પ્રવચન મેં ” ચાલો ગુજરાત” ૨૦૦૮ માં આપ્યુ હતુ તે વાનપ્રસ્થાશ્રમનાં દ્વારેથી શરુ કર્યુ.
આમ તો મોરારીબાપુ દ્વાર વિમોચીત થયેલા પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ” વિશે લોકો ને જાણવામાં રસ હતો…અને મારે માટે તે કઠીન કામ હતુ કે હું કેવી રીતે કહું કે મારુ પુસ્તક તમને સફળ માર્ગદર્શીકાને જેમ કામ લાગશે. પણ આ પુસ્તકનો માનસિક જન્મ મુ. હરિકૃષ્ણ મજમુદાર સાથે વાતો વાતોમાં જન્મ્યો હતો જેને સૈધ્ધાંતિક રીતે સર્જન ના આશિષ તેમણે મને બેલન પાર્કનાં તે હોલમાં આપેલા. તેથી મારી વાતની શરુઆત ત્યાંથી થઈ…..
આ જગ્યામાં તમારા પુસ્તક વિશે તમે વ્યાખ્યાન આપો તેવો આગ્રહ પ્રવિણાબેન કડકીયા અને મુકેશભાઇ શાહ નો હતો. પ્રફુલ્લભાઇ ગાંધી સાથે સંપર્ક તો હતો. અને મને આશા છેકે મને સાંભળતા તે ૧૬૩ x ૨= ૩૨૬ કાનોને મેં તેમના વિચારો જો નકારાત્મક છે તો બદલી ને હકારાત્મક કર્યા છે અને જેમના હકારત્મક છે તેમના દ્રષ્ટીબીંદુને જીવન લક્ષી બનાવ્યા છે. અને તેનો સંતોષ વ્યાખ્યાન દરમ્યાન શ્રોતાગણનાં પ્રતિભાવો થી અને તે પુસ્તક વિશે આવેલી માંગણીથી સમજાય છે. મારી વાતો અને વાર્તાઓ શ્રોતાઓને ગમી. મારી વાતોનો ટુંક સાર અત્રે આપ્યો છે. અને અમારુ પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ” તો આવી વાતો થી ભરપુર હોવાના કારણે સંતાનો તરફથી વારે તહેવારે આપાતી ભેટ તરીકે સ્વિકૃત થયેલ છે.
- હકારાત્મક અભિગમો સુખ આપે છે !
- ઉણોદરી રહો. દરેક રોગોનું મુળ છે પેટ.
- ખૂબ પાણી પીઓ.
- જમતા અને જમ્યા પછી હુંફાળુ પાણી પીઓ કે ગરમ ચા/કોફી પીઓ
- રોજનું બે માઇલ ચાલો.ચાલતા પગો સ્નાયુ મજબુત બનાવે ઉંઘ લાવે અને મધુપ્રમેહને ભગાડે.
- ખુલ્લા મનથી હસો અને બીજાને પણ હસાવો… કારણ? રડતો માણસ કાયમ એકલો જ પડી જશે, જ્યારે હસતાની સાથે આખી દુનિયા હસી ઉઠશે…
- ત્રેવડ એ ત્રીજો ભાઇ છે તેથી તમારા નાણાકીય રોકાણો તમારી ઉંમર જેટલા ટકા આવકો પેદા કરતા રોકાણો જેવા કે બોંડ ડીબેંચરો માં રાખો.
- સારા નાણાકીય સલાહકારની મદદ લઇ એસ્ટેટ પ્લાનીંગ તથા પૌત્ર- પૌત્રી માટે એજ્યુકેશન પ્લાનીંગ કરાવો.
- સારા ટેક્ષ સલાહકારની મદદ લઇ યોગ્ય ટેક્ષ પ્લાનીંગ કરાવો. તમે વીલ કે લીવીંગ ટ્રસ્ટ કરાવ્યું? તેનું પુન: અવલોકન કરાવ્યું? સારા કાયદાકીય નિષ્ણાંતને જરૂર સાથે રાખો
રેડીઓ “સુર સંવાદ” -સીડનીમા “નિવૃત્તિની પ્રવૃતિ” પુસ્તક વિશે વાર્તાલાપ
ટેક્નોલોજી એ વિશ્વને સાવ નાનુ બનાવ્યુ છે તેનો પ્રત્યક્ષ ઉદાહરણ છે રેડિઓ “સુર સંવાદ” -સીડની પર “નિવૃત્તિની પ્રવૃતિ” પુસ્તક વિશે વાર્તાલાપ.
આરાધના બહેન સીડનીમાં (ઓસ્ટ્રેલીયા), હું હ્યુસ્ટન (યુ. એસ.એ.) અને હરિક્રિષ્ણભાઇ પાલો અલ્ટોમાં (યુ.એસ.એ.) અને સર્જાય છે ટેલીફોનીક વાર્તાલાપ “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તક ઉપર.
તો સાંભળો આ તક્નીકી ચમત્કાર કે જ્યાં કોઈ પ્લેનમાં બેઠુ નથી અને ચાલ્યુ છે તક્નીકી જહાજ.
આ કાર્યક્રમ ૪ થી જુલાઇ એ ૩ થી ૪ ની વચ્ચે પ્રસારીત થયેલો આ વાર્તાલાપનું બ્રોડકાસ્ટીંગ સ્પષ્ટ અને સુંદર હતુ.
આપ આ લીંક ક્લીક કરશો અને તે સાંભળી શકશો રેડિઓ “સુર સંવાદ” -સીડનીમાં “નિવૃત્તિની પ્રવૃતિ” પુસ્તક વિશે વાર્તાલાપ.
(આ પુસ્તક દરેક પુસ્તક વેબ સાઈટ જેવીકે એમેઝોન, બર્ન્સ અને નોબ્લ્સ પરથી ખરીદી શકાય છે. સૌથી કિફાયતી ભાવ ઓથર હાઉસ ની વેબ સાઈટ ઉપર છે તેમનો સંપર્ક નંબર છે 1-888-280-7715 Ext 5022)
Book Reviews- Nivruttini pravrutti-is a good gift for Father’s Day
Indo american news -Houston- With lts of gratitude to Mukesh Shah
Gujarat Times _ With lots of Gratitudes of Ramesh Tanna
નિવૃત્તિ એટલે મનગમતી પ્રવૃતિ કરવાનો અવસર-રમેશ તન્ના
ગુજરાત ટાઈમ્સે આપેલ પુસ્તક અવલોકન
P11-Pustak-Avlokan-Cross-Word-18-06-2010[1]
nivruttini pravrutti -આ પુસ્તક ઓથર હાઉસ નામના અમેરિકન પબ્લીશર દ્વારા બહાર પડયું છે. તેમનું ગુજરાતી ભાષામાં આ પ્રથમ પુસ્તક છે જે http://www.authorhouse.com , amazon.com ane barnsnobles.com પર મળે છે (shipping included) આપને પુસ્તક ગમે તો મિત્રોને જણાવવા વિનંતી. Please google -Nivruttini pravrutti- you will see more than 50 posts ઘણા આ પુસ્તક્ને ફાધરડે માટેનું ઉત્તમ પુસ્તક કહે છે
To purchase it ( in 25 dollar)
http://www.authorhouse.com/Bookstore/BookStoreSearchResults.aspx?SearchType=smpl&SearchTerm=vijay%
નિવૃત્તિની પ્રવૃતિ- પુસ્તક સ્વરુપે
અવલોકન ૧
વિજયભાઈ અમેરિકાવાસી વૃદ્ધ જનને ખળ – ખળ વહેતા ઝરણા સમા પ્રસન્ન અને આનંદમય બનાવવાની વાતો લઈને આવે છે. ઝરણાની પેઠે વહેવું એટલે સહજ વહેવું, નિર્ભાર રહીને મુક્તપણે વહેવું. ન કોઈ ચિંતા, ન કોઈ જવાબદારી, ન કશી ઉપાધિ, ન વ્યગ્રતા ! બાળકની જેમ સહજ જીવવું. એટલે જ એક સ્થળે એક વૃદ્ધ પાસે માગણી કરાવી છે કે ‘દીકરા, તું હવે મને ‘નાનો’ કરને!’ સાધારણત: માબાપ બાળકોને ‘મોટાં’ કરે, પરંતુ આમાં હવે ‘નાના’ થવાની વાત આવે છે.આવું સહજ જીવન જીવવાની વાતો સાથે ચિત્તને પ્રસન્ન કરે તેવા રમૂજી પ્રસંગો તો મૂક્યા જ છે, તદુપરાંત જીવનને સાર્થક કરે તેવા કિસ્સા- પ્રસંગો પણ આપ્યા છે.
એમણે આ પુસ્તકને પાંચ વિભાગોમાં વહેંચ્યું છે. બોધક પ્રસંગો, રમૂજી વાતો, ઊંડી સમજણ આપે તેવા ઉદબોધનો ઉપરાંત ગદ્ય અને પદ્ય બંનેનું રસપાન પણ કરાવ્યું છે. પ્રથમ વિભાગમાં વૃદ્ધાવસ્થા અંગેની સર્વસામાન્ય વાતો છે. ત્યારબાદ વૃદ્ધાવસ્થામાં થઈ શકે તેવી વિવિધ પ્રવૃત્તિઓનું વિવરણ છે. કેટલાંક લેખો જીવનમાં હળવાંશ લાવે તેવા હાસ્ય – વ્યંગ – કટાક્ષના છે. તદુપરાંત આહાર આરોગ્ય અંગે પણ વિસ્તારપૂર્વક વિવિધ વાનગીઓ સાથે વાતો મૂકી છે. વિવિધ વ્યક્તિઓની કલમે લખાયેલ વિવિધ લેખોનો સમાવેશ પણ કર્યો છે. કેટલાંક પ્રેરક દ્રષ્ટાંતો પણ રજૂ કર્યા છે. આમ ‘પંચામૃત’ ની એક મધુર પ્રસાદી જ ધરી દીધી છે. મીરાંબહેન ભટ્ટ
અવલોકન ૨
વિષયવસ્તુ તો કૃતિનાં પાનેપાનાંમાં ઠાંસીઠાંસીને ભરાયેલ છે અને તેને પુનરાવર્તિત કરવાનો મારો લેશમાત્ર ઈરાદો નથી, આમ છતાંય ક્યાંક જરૂર લાગશે તો જણાવતો રહીશ. પણ, હાલ તો હું ઊડીને આંખે વળગે તેવી લેખકોની કેટલીક ખૂબીઓને અને ગહન વાતોની ચોટદાર રજૂઆતોને વર્ણવીશ. પ્રકરણ તમે શોધી લેજો, પણ વાત તો હું મૂકી દઈશ કે “તમારી પૂજા-પ્રાર્થના…મોટેથી બોલો તો તેની તાકાત ગુમાવે છે. પ્રાર્થના પ્રભુને નહિ, પણ જગતને સંભળાય છે.” કેવી ધારદાર રજૂઆત! તો વળી, “ગ્રહદશા નહિ,આગ્રહદશા નડતી હોય છે.” ‘દીકરો-દીકરી એક સમાન’ સૂત્રની જેમ ‘બાળપણ-ઘડપણ એક સમાન’ ગણી તો શકાય, પણ વૃદ્ધો બાળકો જેવી હઠ તો ન જ લઈ શકે. વૃદ્ધત્વ એ તો સમજદારી,વૈચારિક પુખ્તતા અને દરિયાવદિલીના સંગમ સમાન છે. વૃદ્ધ તો કુટુંબમાં દરેકને હૂંફ આપે, સઘળાં કુટુંબીજનો વચ્ચે સેતુ બને અને સૌ ઉપર સરખો સ્નેહ વરસાવે..વલીભાઇ મુસા
અવલોકન ૩
નિવૃત્તિની પ્રવૃત્તિ જેવો બહોળો વિષય પુસ્તક સ્વરૂપે મૂકવું એ એક ગાગરમાં સાગર ભરવા જેવું કામ છે જે ઘણી સુંદર રીતે મૂકવાનું બીડું વિજયભાઇએ ઉપાડ્યું અને પાર ઉતાર્યુ. આ પુસ્તક દરેક નિવૃત્તિ તરફ જતા માણસોને માટે અગત્યની માર્ગદર્શિકા માત્ર નથી પણ સમાજમાં પાછું આવતું ઘણું સંસ્કાર ધન છે. ઘણાં અગત્યનાં સૂચનો વડીલોને માનવાચક “Senior” શબ્દ તરફ દોરી જવાનાં અમૂલ્ય રાજમાર્ગો છે. તમારી પાસે જે હોય ( અનુભવ, જ્ઞાન કે પૈસા) તે પાછું આપવાનો સમય એટલે નિવૃત્તિની પ્રવૃત્તિ. મુકુંદભાઇ ગાંધી
અવલોકન (4)
અવલોકન (૫)
http://chandrapukar.wordpress.com/2010/05/06/nivruttini-pravrutt/
અવલોકન ૬
અવલોકન ૭
નિવૃત્તિની પ્રવૃત્તિ વિશે ભાવ અને અર્થ – હરસુખરાય જોશી
nivruttini pravruti is available on www.authorhouse.com Book id is 67718.
You can see theis book on http://www.Amazon.com and many websites selling the book
ખીચડી-મહેન્દ્ર (માઇક) વોરા
૧. અકરમી કોને કહેવાય ? ઊંટ પર બેઠા હોય છતા જેને કુતરું કરડી જાય એ અકરમી !!
——————————————-
૨. તમારા ચમત્કાર તમે જાતે જ કરો, કારણ કે ભગવાન બીજે ક્યાંક અતિ વ્યસ્ત છે !!
——————————————–
૩. ઘણા પુરુષો સ્ત્રીને ધ્ધીકારે છે, કારણ કે સ્ત્રીને બધું જ યાદ રહેતું હોય છે !!
——————————————–
૪. પ્રેમ એટલે પ્રથમ વાર ચોડેલા ચુબનમાંથી ગૂંજેલો મીઠો-મૃદુ ચિત્કાર !!
——————————————–
૫. પુરુષોને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!
———————————————-
૬. તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
———————————————– વધારે વાંચો …
જીવનનું અંતિમ પર્વ..સંકલન-વિશ્વદીપ
ઘડપણમાં બાદબાકી નથી..
ઘરડા થઈ ગયા,નકામાં થઈ ગયાં તેવું માનવાને કોઈ કારણ નથી.’વૃદ્ધ’ શબ્દ છે, વયથી જે વૃદ્ધ છે તે.વયોવદ્ધ વ્યક્તિ તે તો સમાજની મોટી થાપણ છે. એક પરિપક ચિત્ત સમાજનું વટવૃક્ષ સમું ઉપયોગી સાધન છે.એક ઘેઘુર વડલો એટલે અનેક પશુ,પંખી તથા માનવ માટેનું આશ્રયસ્થાન, વિરામસ્થાન.વૃદ્ધ એટલે ખેડાયેલી જમીન. અનેક ઉજ્જવળ કારકિર્દી પાર કરીને આવેલાં વૃદ્ધોએ નવી પેઢી માટે જીવતા કોશ સમાન છે.જીવન આખરે અનુભવવાની ચીજ છે. વૃદ્ધત્વ પાસે બીજું કાંઈ હોય કે ના હોય, અનુભવ તો છેજ. ભારતિય સંસ્કૃતિએ વૃદ્ધોને માનવસભાનું ઘરેણું માન્યા છે.
ઘડપણ જીવનની સંધ્યાનું આ બદલાતું ટાણું છે.જીવનનો દોર હાથમાં લઈ કૃતસંકલ્પ થવાનું છે .ક્યો છે આ સંકલ્પ? આજ હું મારી વૃદ્ધાવસ્થાને લીધે મનોમન લાચારી તો હરગીઝ નહી અનુભવું. બલકે મારા અંતરને આત્મવિશ્વાસથી છલોછલ છલકાવી દઈશ, નમ્રતાપૂર્વક હું જીવનના વણદીઠ મુકામોની યાત્રા કરીશ . હજુ સુધી નહીં ખોલેલા જીવગ્રંથનાં પ્રકરણોના શબ્દેશબ્દને હૈયે ઉતારીશ .મારા જીવનવૃક્ષની ડાલે ઊગેલા આ પીળા પાંદડામાં હું ગોકુળને અને પીતાંબરધારીને અવતારીશ.” જીવન એક મહાસાગર છે. મહાસાગરને ગમે તેટલો ખેડો એ હંમેશા અતળ જ રહેવાનો. .લાખમોતી પરવાળા. નીલમ એકઠા કરો, તોય રત્નાકર સાગર બીજા એવા કરોડો રત્નો પોતાની પાસે બાકી રાખવાનો એટલે કદીયે ‘જિંદગીમાં બધું પામી લીધું’- એવું કોઈ કહી શકે નહીં. જિંદગી અખૂટ યાત્રા છે.
સંતાનો સાથેનો સંબંધ
વૃદ્ધવસ્થા એ જીવનનો એક વળાંક છે. બદલતા જીવનનાં તમામ પાસાંને વિશદરૂપે સમજી લેવા જોઈએ.વૃધ્દાવસ્થામાં સંતાનો સાથીનો સંબંધ તો સમગ્રપણે સમજી લેવો જોઈએ, કારણકે સંબંધ હસાવનારો હોય તેજ રડાવી શકે છે. અત્યાર સુધી સંતાનો સાથેના સંબંધમાં ભલે જે ભુલો થઈ તે થઈ, ખોટા ખ્યાલો સેવાયા તો ભલે સેવાયા, પરંતુ હવે ‘જાગ્યા ત્યારથી સવારની તૈયારી થાય તો હજુ પણ કશુજ બગડી ગયું નથી.
પોતાના જ પેટનાં જણ્યા અંગે આપણા મનમાં કાંઈક કસર રહી જાય છે તેનું કારણ આપણી વધારે પડતી અપેક્ષાઓ.માબાપ રુપે આપણે પણ આપણી જાતને કેન્દ્રમાં રાખીને સંતાનનો વ્યવહાર ગોઠવાય એવાં સ્વપ્નાં જોઈએ છીએ, જે કદીયે સંભવ નથી. દરેકને પોતાનું જીવન છે. કોઈ આપણને કેન્દ્રમાં રાખી પોતાનો જીવન-વ્યવહાર ગોઠવે એવી અપેક્ષા તો હિંસા છે, શોષણ છે,અનીતિમતા છે, જાવન એક પવિત્ર ચીજ છે. દરેકના જીવનનું સ્વતંત્ર્ય જાળવવું એ માનસ માત્રની પવિત્ર ફરજ છે.ત્યાં સંતાનોનાં સ્વતંત્ર્યનું રક્ષણ થવું જ જોઈએ.
અપેક્ષાઓ એવી સેવી ન બેસીએ કે સંતાનો પર બોજ પડે. કોઈને ના પાડવાની પરિસ્થિતિમાં મૂકવા એ હિંસા છે. સામીની વ્યક્તિની સહનશીલતા, ક્ષમતાનું માપ કાઢી લઈને આંક આવે એના કરતા ઓછો બોજો જ આપણે તેના પર નાંખવો જોઈ એ. આ જ સંબંધોનું ગણિત.
વૃદ્ધાવસ્થામાં આપણાં સંતાનો સાથેના સંબંધમાં મનને બહુ આળું કરી નાંખવાની જરૂર નથી.આપણે સમજી લેવું જોઈ એ કે દીકરા-વહુન એમનું પોતાનું જીવન છે, એમનો પોતાનો સંસાર છે, એમના પોતાના વ્યવહાર છે. એમને એમની રીતે જીવવાનો અધિકાર છે.
એક દિવસ સોક્રેટિસે એક વૃદ્ધને એના પૂર્વજીવન વિશે પૂછ્યું.પેલાએ લંબાણથી આખી કહાણી સંભળાવી એનાથી સંતુષ્ટ થઈ સોક્રેટિસ કહે,”તમારું આજ સુધીનું જીવન તો બહું સારી રીતે ગયું કહેવાય ,પણ ઘડપણમાં કેવી રીતે જીવો છો, એ તો કહશો?”
પેલા વૃદ્ધે કહ્યું:‘આખી જિંદગી સુધી જે કાંઈ માલ-મિલકત, કીર્તિ-પ્રતિષ્ઠા કમાયો તે બધું સંતાનોને આપી દીધું છે. હવે છોકરો બેસાડે ત્યાં બેસું છું, ખવડાવે તે ખાઉં છું ને છોકરાનાં છોકરાને રમાડું છું. એના કામમાં જરાય આડો આવતો નથી. છોકરો કંઈક ભૂલ કરી બેસે તો પણ કાંઈ બોલતો નથી. પણ જો એ સલાહ લેવા આવે તો આખી જિંદગીના અનુભવનો નિચોડ ઠાલવું છું. પણ એ મારી સલાહ મુજબ ચાલે છે કે નહી તે જોતો નથી. મારો આગ્રહ પણ નથી હોતો. એ ભૂલ કરે તો ટોંકતો પણ નથી અને છતાંય ફરી સલાહ માટે આવે તો એ વાતો ફરી કહેતાં હું થાકતો પણ નથી” વૃદ્ધની વાતો સાંભળી સોક્રેટિસે ખુશ થતાં કહ્યું:” ઘડપણમાં કેમ જીવવું એ તમને આવડે છે ખરું!”
સંકલન-વિશ્વદીપ
(સૌજન્ય :જીવનનું અંતિમ પર્વ-મીરા ભટ્ટ)
વાંચકોના પ્રતિભાવ