Archive
નયનોનાં કોરની ભીનાશ (૧૧) નયના પટેલ
વહેલી સવારે દિશાની આંખ ઉઘડી ત્યારે ક્ષિતિજ ભર ઊંઘમાં હતો. એ એક નજરે એને તાકી રહી…..એ જ નિર્દોષ લાગતો ચહેરો અને મોટી મોટી વિશાળ આંખો હમણા બંધ છે જેના વડે હંમેશા દૂર દૂર ‘ક્ષિતિજ’ની પણ પેલેપાર એ જોતો રહ્યો-એક ઉજ્વળ ભવિષ્ય! અને એ ભવિષ્યને સાકાર કરવાનું મનોબળ અને હિંમત એણે જોયા હતાં એની આંખમાં પરંતુ આજે એ જ મનોબળ અને હિંમતને, ડૂબતા સૂર્ય સાથે અને જીવનની ઝંઝાવતોમાં નિષ્પાણ થઈ જતાં જોયાની દિશા સાક્ષી છે. એનાથી એક મોટો નિઃસાસો મુકાઈ ગયો. અંતરને તળીયેથી નીકળેલા એ નિઃસાસાથી કે પછી એનું જીવન હવે જેમ પડખું બદલવાનું છે એમ ક્ષિતિજે પણ પડખું બદ્લ્યું….!
બે હાથને જોઈ ‘કરાગ્રે વસતે લક્ષ્મી…’પ્રાર્થના કરતાં કરતાં પણ એનું વિચાર ચક્ર ચાલુ જ હતું… ‘લક્ષ્મી…ના,ના ‘પૈસા’, હા પૈસા મેળવાની ભગદોડમાં લક્ષ્મી, સરસ્વતી અને ગોવિંદ ક્યાંય પાછળ રહી ગયા હતાં! યંત્રવત ધરતીને પગે લાગી – ‘જીવનમાં શું ધાર્યુ’તું શું થઈ ગયું’-ના નકારાત્મક વિચારને ખંખેરી વાસ્તવિક જીવનમાં ફરી ખોવાઈ ગઈ! વધારે વાંચો …
નયનોનાં કોરની ભીનાશ-(૧૦) શૈલાબેન મુન્શા
રાત્રિ નો અંધકાર ઘેરો થતો ગયો. પ્રિયંકા નો દેહ જાણે મુલાયમ કોઈ પીંછા પર સવાર થઈ વાદળો વચ્ચે લહેરાઈ રહ્યો. નિષ્ફળતા નાકામિયાબી બધું ક્ષીણ થતું ગયું. ગહેરી નીંદમા ઘેરાતી આંખો ક્યારે સદા માટે મિંચાઈ ગઈ અને પ્રિયંકાનુ અસ્તિત્વ લોપ થઈ ગયું.
સવારના આઠ વાગ્યા, જિગર ક્યારનો પ્રિયંકાને ફોન કરી રહ્યો હતો. આગલી રાતે એ મિત્રો સાથે બહાર હતો અને પાછાં વળતાં મોડું થયુ એટલે પ્રિયંકાને ફોન કરવાનો રહી ગયો. વહેલી સવારે એના મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે મેડિકલ ના પ્રથમ વર્ષનુ પરિણામ તો કાલે સાંજે જ આવી ગયું અને પ્રિયંકા ના કેટલા ટકા આવ્યા? જિગર એકદમ ચમકી ગયો, અરે! જો પરિણામ કાલે આવી ગયું તો પ્રિયંકાનો ફોન કેમ ના આવ્યો? શું ટકા ઓછા આવ્યા હશે? તરત જ એણે ફોન હાથમા લીધો ને નંબર ડાયલ કર્યો. સામા છેડે ઘંટડી વાગતી રહી ને આન્સરીંગ મશીન પર પ્રિયંકાનો મેસેજ સંભળાયો.(મહેરબાની કરી આપનુ નામ અને નંબર જણાવો) વારંવાર ફોન પર આ જ મેસેજ આવતાં જિગરનો જીવ ઊંચો થઈ ગયો.
થોડા દિવસ પહેલાની વાત એને યાદ આવી ગઈ. પ્રિયંકા થોડી સુનમુન જણાતી હતી, પરિક્ષા થી ગભરાતી હતી, લગ્ન કરી લેવાની વાત કરતી હતી, બસ જિગરની ચિંતા ગભરાટમા બદલાઈ ગઈ તરત જ એણે પ્રિયંકાની ડોર્મ તરફ પ્રયાણ કર્યું અને રસ્તામા થી જ અંબર ફોઈ ને ફોન કરી ડોર્મ પર આવી જવા કહ્યું. વધારે વાંચો …
નયનોનાં કોરની ભીનાશ-(૯) ડો નીલેશ રાણા
ખુશી હોય કે ગમ, મનની સ્થિતિની સમય ઉપર કોઈ અસર થતી નથી.એ તો અબાધ, નિર્લેપ વહેતી જ રહે છે.પરિક્ષા પાસે આવતાં પ્રિયંકાની ચિંતા વિરાટ રૂપ ધારણ કરવા લાગી.ઘણી બધી ઈચ્છાઓ સાકાર કરવી એના બસની બહારની વાત હતી. ખબર હોવાથી નિરાશા અને હતાશાના સાગરમાં ડૂબકી ખાવા લાગી.મેડિકલમાં એડમિશન લીધું,પપ્પાને ખુશ રાખવા.એ ક્ષેત્રમાં ધ્યાન આપવા પ્રયત્ન કર્યો, જિગરને રાજી કરવા.સુહાગીને ‘સારાં દિવસો હતા તેથી મમ્મીને મદદ કરવાં દોડી જતી.. બધાને રિઝવવા, પાણીના રેલાંની માફક ક્યાં સુધી બધી દિશામાં વિસ્તરી શકે? પરિક્ષા પહેલાં મનની વેદના જિગર પાસે ઠાલવવા ચાહી,પણ જિગરને મળી કેવી રીતે સમઝાવવો? પોતાનું મંતવ્ય કઈ રીતે પ્રસ્તુત કરી, કયા શબ્દમાં તેનો આબેહૂબ ચિતાર આપવો? ક્યારે કહેવું? કેવી રીતે કહેવું? અનેક પ્રશ્નો એકી સાથે મનમાં ઉદભવ્યા. ના છૂટકે એક દિવસ સવારનાં વર્ગો ચાલુ થાય તે પહેલાં કોફી પીવાને બહાને જિગર પાસે પહોંચી ગઈ. વધારે વાંચો …
નયનોનાં કોરની ભીનાશ-(૮) વિજય શાહ
દાદીમા હસવું કે રડવું નક્કી કરી શકતા નહોંતા પણ દિશાની વાતે વારંવાર તેને ડર લાગતો હતો.કોઇ તપાસ નહીં કોઇ વાત નહીં અને અજાણી મરાઠી બાઇને હા પાડી દીધી.
બપોરે ક્ષિતિજ પાસે મનની વરાળ કાઢતા તે બોલ્યા “બેટા મારું મન તો હજી માનતું નથી”
“શાને માટે બા?”
“સુહાગી માટે જ તો વળી..”
દિશા ધીમે રહીને ઉભી થઇ અને પ્રશાંતનાં રૂમમાં થી ડાયરી લઇને આવી..ડાયરીમાં તેનો સુહાગી સાથેની મુલાકાતો અને ડાયમંડ્ની રીગ બનાવવા માટે કરેલી બચતોનો હિસાબ હતો.
બા હજી જાણે શંકાશીલ હતા અને ડાયરી ફંફોસતા સુહાગીનો પત્ર અને ફોટૉ નીકળ્યો જેમાં પ્રશાંત ખુબ જ પ્રસન્ન હતો અને સુહાગીની ગોદમાં સુતો હતો.. ચિત્રે હ્યુસ્ટન પ્રખ્યાત વોલ ઓફ વોટર ની પર્શ્ચાદભુમાં લેવાયેલું હતુ.
પાછળ લખાણ હતું..”મને ખાત્રી છે પપ્પાને સુહાગી ગમશેજ…”
દાદી પ્રશાંતનાં અક્ષરો સારી રીતે ઓળખતા હતા.. તે પણ ક્ષિતિજની માફક જ આડા અને ઢળતા અક્ષરે લખતો હતો.
સુહાગીના બાપુજી રોયલ બેંક ઓફ સ્કોટ લેન્ડ્માં લોન ઓફીસર હતા અને તેમણે જ ફ્રેન્ચાઇઝ મોટેલ શરુ કરવાનો રસ્તો બતાવ્યો હતો…
ક્ષિતિજ બોલ્યો બા! આ તારી દિશા એમ કશું જ જલ્દીથી માને તેવી નથી.. વધારે વાંચો …
નયનોનાં કોરની ભીનાશ (૭) પ્રભુદાસ ટાટારીઆ “ધુફારી”
ત્રીજે દિવસે પ્રશાંતનો દેહ અગ્નિસંસ્કાર માટે સોંપા્યો. આ સમય દરમ્યાન પ્રશાંતની કીડની ક્ષિતિજમાં આરોપાઇ ગઈ હતી. મેચીંગનો તો પ્રશ્ન નહોંતો પણ ક્ષિતિજ વિચારી વિચારીને થાકી ગયો હતો. દિશા કેટલી સાચી પડે છે એણે ના કહી તે બધી જગ્યાએ હું ખોટો પડ્યો….. આખું હ્યુસ્ટન પ્રશાંતની અંતિમયાત્રામાં સામેલ હતું એમ કહી શકાય.ભારે હ્રદયે બધા સ્મશાનમાં આવ્યા હતા.અમેરિકાનાં સ્મશાનોની એક વાત બહુ અજીબ હતી તે સ્મશાનમાં જેટલી કબરો હતૉ બધા ઉપર તાજા ગુલાબનાં ફુલો હતા જાણે તેમના નવા જોડીદારને વધાવવા તે તૈયાર ના ઉભા હોય..
પ્રશાંતનાં મૃતદેહને જોતા તો એમ જ લાગતું હતું કે હજી ઘેરી નિંદ્રામાં સુતો છે. દિશા તેને જોઇ રહી હતી તેને થતું કે હમણાં ઉઠીને બોલશે મમ્મી મારી કોફી થઇ ગઈ? અંબર પણ દિશાની સાથે જ ત્યાં ઉભી હતી. મહારાજ અંતિમ વિદાય આપવા આવનારા સૌને જીવનની ક્ષણભંગુરતા સમજાવતા હોય તેવા સંસ્કૃતમાં શ્લોકો બોલતા હતા.અમેરિકન મિત્રો કાળા શૂટમાં હતા જ્યારે ભારતીયો સર્વે શ્વેત વસ્ત્રમાં હતા.
ક્ષિતિજને આવતો જોઇ અંબર ફરીથી રડી પડી બા તેને સંભાળતા બોલ્યા.. અંબર.. આયુષ્ય કર્મ આટલુંજ લખાવીને તે આવ્યો હોય ત્યારે આ રડા રોળને કાબુમાં રાખ. દિશા શુષ્ક આંખે તેના લાડકવાયાને જોઇ રહી હતી. સંભવ અને જીગરના ટેકે પોતાના શરીરની લાશ ખેચતો ક્ષિતિજ ચિતા પાસે આવ્યો. ગોર મહારાજે અંતિમ દર્શન પહેલા સ્નેહી જનો અને મિત્રોને પ્રશાંત વિશે બોલવા કહ્યુ.. વધારે વાંચો …
નયનોનાં કોરની ભીનાશ (૬) રાજુલ શાહ
પ્રિયંકા દિશાની જેમ સંતોષી હતી. ભાગ્યેજ એની કોઇ એવી ડીમાન્ડ રહેતી કે જેના માટે ના પાડવાની હોય. ઉપરથી નાની હતી ત્યારથી એના માટે તો આગ્રહ કરીને કોઇ વસ્તુ એને અપાવવાની થતી. પ્રિયંકાએ બસ આ એક જ વાર ડોમમાં રહેવાની વાતને લઈને આજ સુધીમાં આટલી જીદ કરી હશે . એટલે ક્ષિતિજ કે દિશાની ઇચ્છા ન હોવા છતાં એની મરજીને માન આપ્યુ.
જ્યારે પ્રશાંત સાવ નાનો હતો ત્યારથી જ એના સપના મોટા મોટા.અને એની દરેક ઇચ્છા પરિપૂર્ણ કરવાની હંમેશની ક્ષિતિજની તૈયારી, અને દરેક વખતે દિશાની આનાકાની.
“કેમ જાણે કોઇ બેરોનેટ ફેમિલીમાં જન્મ થયો છે પ્રશાંતનો? “દિશા હંમેશા ટોકતી. અને થયો હોય તો ય શું? માંગ્યા મેહ વર્ષે તો તો એ મેહની પણ કોઇ કિંમત રહે? એ તો આસમાનના તારા માંગશે તો એ ક્યાંથી તોડીને લાવશો?
પણ શું કરુ ? તને ય ખબર છે છોકરાઓને કોઇ વાતની ના પાડવી પડે એ મને કેટલુ કઠે છે? મારામાં તાકાત હશે , મારુ ગજુ હશે ત્યાં સુધી તો હું એ પુરી કરી જ શકુને? એમ કેમ ના પાડી દઉં? અને છોકરાઓ આપણી પાસે જીદ નહીં કરે તો કોની પાસે કરશે? વધારે વાંચો …
નયનોનાં કોરની ભીનાશ (૫) વિજય શાહ
ક્ષિતિજનું સ્વપ્નુ તો પ્રશાંતને ડોક્ટર બનાવવાનું હતું પણ પ્રશાંત મોટેલ જ કરવા માંગતો હતો તેથી તેના રસની દિશામાં ચાલવા દીધો. પ્રિયંકાએ પપ્પાનું સ્વપ્ન પુરુ કરવા કમર કસી હતી. અને સાત વર્ષના કોર્સમાં બેલેર કોલેજ્માં અરજી કરી દીધી હતી..અને જુઓ તેનું તે સ્વપ્ન પુરુ થવાની દિશામાં આગળ વધી રહ્યું હતું.
અંબલ થી બેલેર કોલેજ દુર નહોંતી પણ ભણવામાં વિઘ્ન ના પડે તેથી તેણે કોલેજની બાજુનાં ડોર્મ માં રહેવાનું નક્કી કર્યુ. દિશા તો કોચવાતી હતી પણ ક્ષિતિજે હસતા હસતા કહ્યું “બેટા હું કે પ્રશાંત તો ડોર્મ માં રહ્યાં નથી પણ ત્યાંની ઘણી હોરોર સ્ટોરી સાંભળી છે.. ખાસ તો રેગીંગ ની તેથી જુનીયરનો સમય પહેલા બે વર્ષ ઘરે રહીને ભણી હોત તો સારું !”
” પપ્પા તમને તો ખબર છે ને ભણવા માટે મારે કેવી કમર કસવાની છે? મને ટ્રાફીકમાં સમય નથી બગાડવો…” વધારે વાંચો …
નયનોનાં કોરની ભીનાશ (૪)પ્રવિણા કડકીયા
પ્રશાંત કોલેજ ગ્રેજ્યુએટ થયો.નવી મર્સિડિઝ પાપા લાવ્યા તેથી ખુશ હતો. તેનો પ્લાન સારો હતો. મમ્મી પાપાનું સ્વપનું હતું કે ઘરમાં મર્સિડિઝ હોય. પોતાના નામ પર લેવાનો આગ્રહ રાખ્યો.પણ એ ગાડી તો મમ્મા માટે હતી.એને તો જૂની ‘ટોયેટા’ ગાડી ખૂબ ગમતી. ચારેકોર આનંદ છવાઈ ગયો હતો.ક્ષિતિજ આનંદમાં તરબોળ ભૂલી ગયો કે પોતે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.
દિશા અને ક્ષિતિજ માનવાને તૈયાર પણ ન હતાં કે એક બીજાનાં સંગમાં આટલાં બધા વર્ષો ક્યાં પસાર થઈ ગયાં. જીંદગી કેવી સરી ગઈ.જીંદગી કેવી વૈવિધ્યતાથી પૂર્ણ છે. લગ્ન થયા તેપણ નાટકિય રીતે , અમેરિકા આવ્યા બાળકો મોટાં થયાં. બને જણા ભૂતકાળનાં મધુર સ્મરણો વાગોળતાં બેકયાર્ડના
ઝુલા ઉપર ઝૂલી રહ્યાં હતા.
દિશા કહે “હની ચાલને રૂમમાં જઈને શાંતિથી સૂઈ જઈએ. ક્ષિતિજ દિશાનાં ખોળામાં માથું રાખીને મોજ માણી રહ્યો હતો. તેને ઉઠવાનો કંટાળો આવતો હતો. દિશા આવી સુંદર સુવર્ણ તક માણી રહી હતી. પણ આભે ચાંદો વારેવારે ડોકિયાં કરી તેની હાજરીનો ઢોલ પિટતો હતો. દિશા કારણ વગર શરમાતી. તે કાંઇ નવલી દુલ્હન ઓછી હતી? અરે જેનો દીકરો કોલેજ ગ્રેજ્યુએટ હોય અને દીકરી કોલેજમાં હોય તે મા,નાની તો ન જ હોય. કિંતુ પ્રેમ ને અને ઉંમરને શું સંબંધ? જેમ જૂનો થાય તેમ ગાઢ થાય તેને પ્રેમ કહેવાય. વધારે વાંચો …
નયનોનાં કોરની ભીનાશ (૩)
લીકર સ્ટોર પરથી દિશા જ્હોન ના આવવાથી છુટી.આમેય દિવસનાં સમયે બહુ ભીડ રહેતી નહીં ખાસ તો લોટરીનાં રીઝલ્ટ જોવા માટે છુટા છવાયા માણસો આવતા. સાંજે નોકરી પરથી ઘેર જતા બીયર અને અન્ય દારુ માટે ભીડ રહેતી. દિશા ને તો તે સમયે ઘરે જઇને રસોઇ કરવાની હોય.જ્હોન આમ તો સ્પેનીશ અને અંગ્રેજી સારું જાણે તેથી કાઉંટર સંભાળે. અને આમેય વિવિધ બ્રાંડનો જાણકાર તેથી ઘરાકો જો પ્રશ્ન પુછે તો તેનો યોગ્ય જવાબ પણ આપે. ક્ષિતિજ સાથે આ સ્ટોર શરુ કર્યો ત્યારથી તે હતો.. ક્ષિતિજની આવડતથી બહુજ પ્રભાવીત હતો અને ઇચ્છતો કે સારું કામ કરી ક્યારેક ક્ષિતિજનાં નવા સ્ટોરમાં
ભાગી દાર બને.. વળી આજે લીકર સપ્લાયરની ટ્રક વવાની હતી તેથી તેણે પુછ્યુ..
” મેમ ક્ષિતિજભાઇ આવવાના છે ને?
” હા આવશે જો દુઃખાવો નહી હોયતો.. સવારે તો દુઃખાવો હતો…”
“વાંધો નહીં હું કુલર ભરી દઉં ત્યાં સુધી તમે કાઉં ટર પર રહેશોને?”
દિશા પાછી ફરી અને જહોન ને કુલર ભરવા મોકલ્યો. ક્ષિતિજને જ્યારે ડાયાલીસીસ કરાવે ત્યારે કાયમ જ દુખતું પણ તે ગાંઠતો નહીં..સમય તેની ગતિએ આગળ વધતો હતો. દિશાને થોડોક સમય બજાર જોવા માટે મળ્યો ત્યારે તેની નજર પડી સ્વયંએ કહેલું કે ડેલ્નાં શેરમાં નફો સારો એવો છે તેથી તેમાં થી
નીકળી જવું ..અત્યારે તેને પાંચસો ડોલર મળે છે તેમ વિચારીને સ્વંયંને ફોન કર્યો… વધારે વાંચો …
નયનોનાં કોરની ભીનાશ -(૨)
સ્વયં જ્યારે મીલીયન ડોલરની પોલીસી લઈને ક્ષિતિજને મલ્યો ત્યારે દિશા સુનમુન બેઠી હતી.
ક્ષિતિજ તેને સમજાવતો હતો “આ અમેરિકા છે કન્સલ્ટંટની આવકો પર ટકાય નહીં તું ભણવાનું ચાલુ કરી દે.”
દિશા કહે ” હવે પાકા ઘડે કાઠલા ના ચઢે…તુ જરા સમજ જ્યારે ભણવાની ઉંમર હતી ત્યારે લગ્ન લઇને આવ્યો.. હવે આત્માનું કલ્યાણ કરવાની ઉંમરે ભણવાની વાત કરે છે?
સ્વયંને ભૂતકાળનાં ક્ષિતિજનાં શબ્દો યાદ આવ્યા લગ્ન પછી જ્યારે પણ દિશા ભણવાનું પુરુ કરવાની વાત કરતી ત્યારે ક્ષિતિજ કહેતો.. ” હવે ભણવાનો સમય જ ક્યાં છે? આ પ્રશાંતને ભણાવવાનો સમય છે ત્યાં તું ક્યાં ભણવા જઈશ?”
સ્વયંની આંખો ત્યારે દિશા પર ગઇ..હા તે સાક્ષી હતી ક્ષિતિજની આ વાતોનો.. ક્ષિતિજ કહે તે મુંબઈ હતું અને આ અમેરિકા…અહીં બદલાતા સમય સાથે બદલાવું પડે કારણ કે આ તો હાયર અને ફાયર નો દેશ..કે જ્યાં ફીસ્ટ અને ફાકા ના દ્વંદ્વમાં ટકી રહેવું હોય તો નવું નવું શીખતા જ રહેવું પડે… હા હું સાજો સમો હોત તો કદી ના કહેત કે ભણવા જા.
દિશા કહે “પણ મને તું ભણવા કેમ કહે છે પ્રશાંત બે ચાર વર્ષમાં ભણી રહેશે અને ડોક્ટર થઇ ને પાલવશે ને..?”
” હા છતાય તને પગભર કરવી છે.” વધારે વાંચો …
વાંચકોના પ્રતિભાવ