Archive

Archive for the ‘દુર્લક્ષ્ય’ Category

દુર્લક્ષ્ય-૧૪

માર્ચ 7, 2010 2 comments

સ્નેહા કેતન ને ગમી ગઈ..પણ સ્નેહાને કેતન ગમ્યો ખરો?

જવાબદારી લેવાની કોને ગમે?  ૨૨ વર્ષે પોતાના પગ ઉપર ઉભો ન થનાર અને વારે વારે પોતાની જરુરિયાતો માટે મા બાપને જવાબદાર ઠેરવી નશો કરતો ગંજેરીને સ્નેહાએ તરછોડ્યો…પછી મેના માસીની કૃપા તેને સારો કરવાના પ્રયત્નોમાં રીહેબીલીટેશનમાં લઈ ગઇ. સાજો તો થયો…થોડાક સમય બધુ ઠીક ઠીક ચાલ્યુ અને એક દિવસ રમા બહેન પાસે જીદ લીધી કે તે રીક્ષા ચલાવશે.

રામાએ ૭૫૦૦૦ રુપિયા ખર્ચીને રીક્ષા અપાવી. તે રીક્ષા પઠાણ ને ફેરવવા આપી અને તેની પાસેથી  આવતુ  ભાડુ રામાને આપવાને બદલે પડીકીઓનો વેપલો શરુ કર્યો..પકડાયો જેલમાં દસ વર્ષ માટે ગયો…

રમા અને રામા વચ્ચે આ વખતે પણ મોટુ યુધ્ધ થયુ. તે ના પાડતી હતી અને રામા ઇચ્છતો કે તે પગભર થાય..કોલેજની તાલિમ તો પુરી ના કરી પણ જેલની તાલીમે તેને પાકો ચોર બનાવી દીધો. તે ઉડતા ચકલા પાડતો થઇ ગયો હતો. નશો કરવા જરુરી પૈસા પુરો પાડતા સત્તાર તેને બાતમી આપતો અને કેતન જ્યારે જરુર પડે ત્યારે હાથની સફાઇ કરી આવતો…આવુ બીજા દસ વર્ષ ચાલ્યુ. મા દિકરા વચ્ચે કાયમ તકરાર થાય પણ હવે તેને ક્યા પૈસા માટે હાથ લાંબો કરવો પડતો હતો..રમા કહે આ બધાનો અંત શું આવશે તે સમજ કેતન અને કેતન હંમેશા કહેતો…મા તે તમારી ભૂલ..મને તમે પ્રેમ નહી તિરસ્કાર આપ્યો હતોને? વધારે વાંચો …

દુર્લક્ષ્ય ૧૩

ફેબ્રુવારી 7, 2010 Leave a comment

રમા કેતન દ્વારા થયેલ પાતાળ મહેલનો ઉલ્લેખ સાંભળીને ચમકી કારણ તે તો તેનું ચિત્ર હતુ જેમાં તેણે ખંભાતનાં રાજવીનાં મહેલમાં એક પાણીનું બોગદુ ચીતર્યુ હતું અને જે બોગદું પાતાળ સુધી પહોંચતું અને ઠેઠ ઘોઘામાં દરિયા કીનારે ખુલતુ.તે ચિત્ર તેણે જ્યારે કેતન બાર વર્ષનો હતો ત્યારે બનાવ્યુ હતુ. તેના રાજકુમારની પશ્ચાદભુમાં કેતનની આજે અસર દેખાતી હતી.

શું કેતને આ ચિત્રને તેના મનમાં આત્મ સાત કરી લીધું? રમા સંવેદનશીલતાનાં આ પરિણામો જોઇ હરખાવું કે રોવું તે ન સમજી શકી. પણ પહેલી વખત તેને લાગ્યું કે રામા જે કહે છે તેમાં તથ્ય છે..તે શું પકડશે અને કેવી રીતે પકડશે તે જ્યારે ખબર ન હોય ત્યારે ક્રોધીત વાતો હંમેશા ઘાતક જ સાબિત થાય!

કેતનની સારવાર ચાલુ હતી અને નિખાર અને દિનાનાં લગ્ન ઉજવાયા. જમાઇ પાસેથી પગરખા સંતાડવાનાં અને અંગુઠો દાબવાની વીધી પુરતો કેતન આવ્યો અને દિનાને વળાવવાની ઘડી આવી ત્યારે કેતનને જોઇ દિના બોલી.. મમ્મી ભૈલાને તુ સાજો કરવા અમદાવાદ લઇ જાય છે તે સારુ જ કરે છે.

નિખાર કેતનને જોઇને બોલ્યો “તેનું બાળપણ તો રોળાઇ ગયુ હવે તેને કોઇક સારુ પાત્ર મળે અને આ તેની નકામાપણાની ભીતી હટાવે તો સારુ. જોકે તેવુ થવુ અઘરુ તો છે જ…”

રમા બોલી “નિખાર તેને હવે હું સંભાળવાની છું તેને સારા થયે જ છુટકે થશે.”

દિના અને રામા રમાનાં બદલાયેલા અવાજ ને જોઇ રહ્યા..વલણને જોઇ રહ્યા.. વધારે વાંચો …

દુર્લક્ષ્ય ૧૨

જાન્યુઆરી 28, 2010 1 comment

 

મમ્મીએ ઠપકો આપ્યા પછી અને દિનાનાં આવતા પહેલા કેતન રૂમમાં કેફ કરીને પડ્યો હતો. દિનાએ તેને માથે હાથ ફેરવ્યો..તેના મુખારવિંદ પર ફુટેલી મુછોનાં બારીક દોરા જોઇને તે ક્ષણભર માટે મલકી પછી તરત ચમકી કારણકે નીચલા હોઠ પાસે થુંકનાં પરપોટા ફુટતા હતા. તેં ચોંકી અને મમ્મીને બુમો પાડી.

પપ્પાને ફોન કર્યો. લગ્નનાં દિવસો નજીક હતા અને આ આત્મઘાતી વલણથી દિના સ્તબ્ધ થઇ ગઈ. રાજારામન આવે તે પહેલા દિનાએ તેને તેની ઉંડી ઉંઘમાં થી બહાર કાઢવા જુદા જુદા ઉપચારો કરવા લાગી. અરધી ઉંઘે ઉઠ્યો તેથી આંખો રાતીઘુમ હતી. તે કેફમાંને કેફમાં બબડતો હતો..પાતાલ મહેલમાં ઘુસી જઇશ..પાતાલ મહેલને જીતી લઇશ. રમા તેના ગુસ્સાને કાબુમાં રાખીને દિનાના પ્રયત્નો જોતી હતી અને પોતાની જાતને કોશતી હતી.
રામાનુજમે આવતાની સાથે તેને બોટલ ચઢાવી દીધો અને કેથેડ્રલ પણ લગાડી દીધુ.

રમાની ગુસ્સાથી ભરેલ પણ ભીની આંખો જોઇને તે સમજી ગયો કે મા ઘવાયેલી છે. વધારે વાંચો …

દુર્લક્ષ્ય-૧૧

જાન્યુઆરી 25, 2010 Leave a comment

 

દિનાને મમ્મી કેતનને મુકી આવી તે ના ગમ્યુ. ફોન ઉપરની દરેક વાતોમાં પપ્પા બીન વહેવારીક લાગ્યા, છતા કેતન માટેની તેમની ચિંતાથી તે પ્રસન્ન હતી. કેતન ફોન ઉપર રડતો હતો. તેને કારણે પપ્પા અને મમ્મી વચ્ચે ઝઘડો થયો તે વાત તેને ગમી નહોંતી. તેને જેની મુકીને જતી રહી અને પપ્પા તેને બેંગ્લોર લઇ આવ્યા બંને બાબતોનાં આંચકા તો લાગ્યા જ હતા.. પણ તે શું કરીશકે? તેને ઝડ્પથી મોટા થવું હતું પરણવું હતુ અને પોતાની ઓળખની પોતાની દુનિયા બનાવવી હતી.

દિનાએ વાતો દરમ્યાન આ સત્ય પકડ્યુ હતુ..એને મોટા એટલા માટે થવું હતું કે જેનીને તે પામી શકે. આતો હજી બે મહિનાનાં પ્રેમની અદા..જેની કિંમત કેતન જેલ અને દેશ છોડવાના સ્વરુપે પામી ચુક્યો હતો. તે દિનાને કહેતો હતો મારી એ બે ગોળી મને બધુજ બનવા દેતી હતી..કોઇ બંધન નહોંતુ સ્વનાં તે દોરમાં રોજ તે દિના કરતા સરસ ચિત્રો દોરતો..સ્ટેજ પર થતી સંગીત સ્પર્ધામાં દિના ને હરાવતો અને હંફાવતો..મમ્મીને નીચું જોવડાવતો…અને રાત પુરી થાય તેમ એ સ્વપ્નનો ગુલાબી મહેલ કડડભુસ થાય તે પહેલા પેલી સુંદર પરીની જેમ જેની આવતી અને ગોળી આપીને જતી..તેની સાથે સુંદર આકાશી ઉડ્ડ્યનોમાં રાખતી અને તે બહુ ઝડપથી મોટો થતો જતો હતો… વધારે વાંચો …

દુર્લક્ષ્ય-૧૦

જાન્યુઆરી 19, 2010 Leave a comment

 

રમા અને દીનાનાં ડુસકા અને રામાનાં પોલીસ સ્ટેશન ઉપરનાં ફોન જેમ સમય જતો ગયો તેમ ઘટતા ગયા પણ રમાનાં ચિત્રોમાં કેતન ડોકાવા લાગ્યો.બરાબર મહીને પોલીસનો ફોન આવ્યો..કેતન ટેક્ષાસમાં એર્વીનમાં હતો..ત્રણ દિવસનો ભુખ્યો અને નંખાઇ ગયેલો..સ્વાભાવીક રીતેજ પોલીસે તેને ગીરફતાર કરેલો..બાકી હીપ્પીઓનાં ટૉળામાંથી ફેંકાઇ ગયેલ અને એકલો મમ્મ્મી મમ્મી કરતો રડતો હતો.

કેતન આટલી નાની ઉંમરે જેલ જોઈ આવ્યો..રામાને પૈતૃક ફરજો ન બજાવ્યાના બાણ ખુબ જ વાગ્યા…એક ગુમડું જે પાકે ત્યાં સુધી જે સણકા વેઠવા પડે બસ તેમજ કેતનને રામા સહેતો હતો. ગંજેરીને ટોળામાં રાખો ત્યાં સુધી ડાહ્યો પણ જેવું એકાંત મળે અને કોઇક ગંજેરી મળે એટલે તલપ લાગે લાગે અને લાગેજ..વળી હજાર ડોલર હતા ત્યાંસુધીતો તેને મઝા મઝા હતી. જેની તેને હની કીંગ કહેતી… પણ જે દિવસે ડોલર પુરાથયા અને કીંગ થૈ ગયા ઝીંગ…તેને બે દિવસ સુધી બ્રાઉન ન મળી અને પગનાં સાંધા ઢીલા પડવા માંડ્યા. ત્રીજે દિવસે તો ચુસાઇ ગયેલા ગોટલાને જેમ ફેંકી દેવાય તેમ ફેંકાઇ ગયો ..પણ ડ્રગ ન મળી એટલે કેતને કરી ચોરી. જે જેનાને ખબર પડી ગઈ અને એર્વીનના ઉત્તરક્ષેત્રે..ઈટાલીયન ટ્ર્ક તેને નાખીને ડલાસ તરફ રવાના થઇ ગઇ

દીના અને રમા તો હબક જ ખાઇ ગયા. રામા પ્લેન દ્વારા ટેક્ષાસ પહોંચ્યો ત્યારે તેની કોર્ટમાં સુનવણી થઇ ગઇ હતી..ચાઈલ્ડ કોર્ટે ઉંમરને ધ્યાનમાં લઇ કોમ્મ્યુનીટી સર્વીસની સજા ફટકારી હતી. અને રામાનુજમને બેદરકારી ન વર્તવાની વોર્નીંગ મળી. અઠવાડીયાની કમ્યુનીટી સેવા દરમ્યાન મળેલા કઠોર અનુભવોને લઈ રામાએ બેંગ્લોર તરફ હ્યુસ્ટનથી પ્રયાણ કર્યુ. રમા દસ દિવસ પછી બેન્ગ્લોર જવાની હતી. દીનાને કોલેજ ચાલુ થઇ ગઇ  હતી તેથી તે જવાની નહોંતી. વધારે વાંચો …

દુર્લક્ષ્ય-૯

જાન્યુઆરી 14, 2010 Leave a comment

એકદમ ડાહ્યો બનીને કેતને મમ્મીને કહ્યું મમ્મી! જેનીને મારે બાકીના ૬૮ ડોલર આપવાના છે તે જો નહી આપુ તો બોબ અહી આવીને ધમાલ કરશે.
રમા કહે આવવા દે તેને.આજે જ પોલીસ પાસે તેને પકડાવી દઉં તેથી આ બીહામણું સ્વપ્ન પુરુ થાય. કેતને બોબનો માર ખાધો હતો તેથી તે ધ્રુજી ગયો.તેણે દિના ને બુમ પાડી. દિના તે વખત બહારનાં ગાર્ડનમાં બેઠી હતી તેથી જેની દિના પાસે ગઇ.
” દિના! I have come to apologise for my brother’s misbehaviour..He is in the jail and tell Ketan he needed to attend the school without any fear!”
રમાએ જેનીની વાત સાંભળી. તે બહાર આવીને બોલી. ” જેની! this is really bad..”
” yes aunty and so I have come to apologise for my step brother!”

કેતન ડરતો ડરતો આવ્યો ત્યારે તેની સામે જોઇ જેની બોલી..” કેતન Do not feel panic he is gone for 6 months in the cell.

દિનાએ ગુસ્સે થવાનોજે મનમાં સંકલ્પ કરેલો તે ભુલી જઇ જેની ને જોતી રહી.ઘડીકમાં કેતનને અને ઘડીમાં જેની ને જોતી રમા મનમાં વિચારતી રહી આ “જેની”રોગનું કારણ છે કે કેતનને નશાની લત પડી ગઈ છે. નિર્દષ લાગતી જેના કેતન ને હગ કરી જાણે સાંત્વના આપતી હોય તેમ દેખાવ કરીને જતી રહી. રમાની નજરસામે તેણે કેતનના ગજવામાં બે પડીકી નાખીને તે જતી હતી.

દિનાએ તેને બારણા પાસે પકડી. ” Jeny! Take your stuff fom my brother’s pocket or I will call the narcotics” દિનાનો હાથ છોડાવીને તે ભાગી પણ બહુ દુર ના જઇ શકી અને દિનાએ પાછી તને પકડી. તે લુચ્ચુ મલકીને બોલી ”  He phoned me 4 times for this dream peels which will coost him 50 Dollars.”

દીના એમ ગાંજી જાય તેમ નહોતી. એને નાર્કોટીક્સમાં પકડાવી દેવા રમાએ ફોન કર્યો અને દીનાને કસીને પકડી

આ ધમાચકડીમાં કેતન બાથરૂમમાં જઇ તે બે પડીકી પાણી સાથે પી ગયો.

દીના હવે ખડખડાટ હસતા બોલી ” Dina think little hard.. Ketan will be caught in sedated form and will be in cell for 6 months..and may be with Bob.I will be releived with out any evidances…”

દીનાનાં હાથ તરત જ ઢીલા પડી ગયા.જેની સાચી હતી. શિકારને વધુ સપડાતો જોઇ શિકારી હસે તેવુ હસતી હસતી જેની જતી રહી.  રમા અને દિના ગુંચવાયા વિના કેતનના આ પરાક્રમને જોઇ રહ્યા. રામાએ તેને બેંગ્લોર મોકલવાનું નક્કી કર્યુ હતુ તે સાચુ જ છે તે વાતની આજનાં પ્રસંગથી નક્કી થઇ ગયુ. બીજે દિવસે કેતન તેના રૂમ માં નહોંતો. ફક્ત હતી એક નાની કાપલી.

Mom! I know you want me to send Banglore but i am not willing to go there!..I am haapy with my pills and Jenny. Do not try to find me..and you know hippy’s need no house and no food..I have taken 1000 Dollars from your purse…

દીના, રમા અને રામા ત્રણેય માટે તે દિવસ નકામો રહ્યો…પોલિસ જેની અને કેતન ને પકડવા આકાશ અને પાતાળ એક કરી રહી હતી ત્યારે કેતન, જેની અને કાર્લોસ જુની ઇટાલીયન ટ્રક માં નોર્થ કેરોલીના પાર કરી ચુક્યા હતા.

દુર્લક્ષ્ય-૮

ડિસેમ્બર 24, 2009 Leave a comment

 

આગળ વહી ગયેલી વાર્તા શરુઆતથી

સવાર નો સૂર્ય જે સંદેશ સૌને માટે લાવ્યો હતો તે જ સંદેશ કેતન માટે પણ હતો પણ તેને જોતા સૌ ચશ્માને બ્રાઉનનો રંગ લાગી ગયો હતો. હવે દરેક આંખોમા ઘૃણા હતી. આટલી નાની ઉંમરથી બ્રાઉન સુગર…દિના એક માત્ર તેને ભુલો પડેલો ભૈલો કહેતી પણ તેને જ્યારે નિખારે કહ્યું કે તે નિયમિત રીતે બ્રાઉન લે છે ત્યારે મનાતુ નહોંતુ .એક અઠવાડીયુ ઘરે રહીને તે ઉબાતો જતો હતો. તેને પેટમાં સખત દુખતુ હતુ. મોમ સ્ટુડીયોમાં ડેડ ક્લીનીક ઉપર અને દિના કોલેજમાં.ટીવીનાં શોમાં તેને રસ પડતો નહોંતો. તેને સ્કુલમાં જવું હતુ, જેનીને મળવુ હતુ.તે નાનો હતો પણ મુંછનો દોરો ફુટવા માંડ્યો હતો. પણ સાથ સાથે બોબનો પણ ડર લાગતો હતો. મમ્મીને તો જુઠુ બોલીને પટાવી લીધી પણ હવે પૈસાનો જોગ થતો નથી. જ્યાં કદી તાળા જોયા નહોતા ત્યાં તાળા વાગવા માંડ્યા હતા. જીની સાથે ફોન ઉપર વાતો કરવા મથ્યો પણ ધરાર નિષ્ફળતા મળી. બહુ વિચાર્યા કર્યુ અને રડ્યા કર્યુ.તેને થયું આખા ઘરમાં સૌ અચાનક તેના દુશ્મન થઇ ગયા છે.તેને નશાની હાલતમા ઝુમતા હીપ્પીઓનાં ટોળામાં દાખલ થવુ છે પણ કોઇ એમ તો હાથ ના પકડેને?

 ડો રામાનુજમે કેતન ને બેંગ્લોર મોકલી દેવાની પાકી તૈયારીઓ કરી લીધી હતી.

રમા તેને જોતી અને ઉંડા નિઃસાશા નાખતી અને વારંવાર સમજાવતી કે “બેટા જીવન ઘણું જ આપે તેમ છે અને તે સામે ચાલીને આ ઝેર કેમ કબુલ કર્યુ?” વધારે વાંચો …

દુર્લક્ષ્ય -6

ડિસેમ્બર 15, 2009 Leave a comment

આગળ વહી ગયેલી વાર્તા શરુઆતથી

ડો. રામાનુજમ વકીલ એડવર્ડ સાથે વાત કરતા કરતા બોલ્યા ” પણ તેણે કેતન ને માર્યો છે. મારે પોલીસને જાણ કરવી કે નહીં તેની દ્વીધા છે.”

એડવર્ડ કહે ” ડોક્ટર તે તમારો અધિકાર છે પણ સ્કુલની નર્સે આ કિસ્સો નોંધ્યો નથી તે તમારા ઉપર મોટો ઉપકાર છે. જેવો તમે કેસ દાખલ કરશો ત્યારે કેતન નર્કોટીક્સની ચુંગાલમા વર્ષો સુધી રહેશે. બોબ કે જેણે તેને માર્યુ છે તે તો પેરોલ ઉપર છે અને તેની સજા વધશે…મને કેસ લેવાનો વાંધો નથી મારુ તો એજ કામ છે.પણ તુ મિત્ર છે તેથી વકીલ તરીકે નહીં મિત્ર તરીકે ના પાડુ છું કે આ ગંજેરીઓ તારા જેવા પૈસાદારનાં છોકરાને મફત બ્રાઉન સુગર એટલા માટે ખવડાવે કે તે બંધાણી થઇ જાય પછી તેમની દુકાન ચાલતી રહે અને તમારે ત્યાં ધાડ પડતી રહે.”

” તો હું કશું જ ના કરું? ”

” ના મેં તેમ નથી કહ્યું..છોકરા પર ધ્યાન રાખ. આ બધા ચક્રોને તોડવા ઘરમા હુંફનું વાતાવરણ જરુરી છે.” વધારે વાંચો …

દુર્લક્ષ્ય -5

ડિસેમ્બર 7, 2009 1 comment

આગળ વહી ગયેલી વાર્તા શરુઆતથી

તે દિવસની સવાર કેતનથી ફરી બગડી. રમા તેના તૈલ ચિત્રોમાં સુંદર રંગ ભરી રહી હતી કેતને આવીને મમ્મી પાસે પૈસા માંગ્યા. આ કોઇ ચિંતા કરવાની ઘટના નહોંતી દરરોજની જેમ તેણે કેતનને 20 ડોલર પાકીટમાંથી લઇ લે તેમ કહ્યું અને તે રંગ પુરતી રહી. બપોર પડી અને કામ કરવા વાળી જોએલ કામ પુરુ કરીને તેનો પગાર લેવા આવી ત્યારે પાકીટ ખાલી જોઇને વિચારમાં પડી ગઇ. જોએલને કહ્યુ તુ જરા નીચે રાહ જો હું હમણા તને પૈસા આપુ છુ કહી તે માસ્ટર બેડરૂમનાં કબાટ તરફ વળી જોએલને જે વેતન આપવાનુ હ્તુ તેટલા પૈસા કાઢીને તે નીચે આવી. તેને ખબર હતી પર્સમાં એકસો બત્રીસ ડોલર હતા અત્યારે ખાલી સોનો નોટ હતો એટલે વીસને બદલે બત્રીસ ડોલર લઇને કેતન ગયો.

એણે દિનાને ફોન કરીને પુછ્યુ “બેટા મારા પાકીટમાંથી તેં પૈસા લીધા હતા?”

દિના કહે “ના મમ્મી. મને હવે કેશની જરુર જ ક્યાં છે મારી પાસે તો ક્રેડીટ કાર્ડ છે.”

લંચ ઉપર રામાનુજમ આવ્યો ત્યાં સુધીમાંતો કેતન ચોર થઇ ગયો આજે બાર ઉઠાવ્યા કાલે એકસોવીસ અને ક્યારેક બારસો ઉઠાવશે ક્યાંક દુકાનમાંથી ઉપાડશે અને પોલીસ ઘરે આવશે તો કેવુ લાગશે જેવુ વિચારી વિચારીને અર્ધી થઇ ગઇ. રામનુજમને જમતા જમતા વાત કહી ત્યારે તો લગભગ ગુસ્સામાં અને પછી દુ:ખમાં રડી પડી.

રામાનુજમ કહે ” એને એની શાળાથી આવવા દે. તુ ગુસ્સે ના થઇશ હું શાંતિથી પુછી લઇશ.”

રમાનો ગુસ્સો હજી ૧૦૨ ડીગ્રી પર હતો. સમય વહેતો જતો હતો.

દિના કેતન ને લઇને આવવી જોઇએ

વધારે વાંચો …

દુર્લક્ષ્ય -4

ડિસેમ્બર 3, 2009 Leave a comment

આગળ વહી ગયેલી વાર્તા શરુઆતથી

રમા અને ડો. રામાનુજમનું લગ્ન જીવન આમ તો એક ઉબડ ખાબડ ચાલ્યુ જતુ હતુ..દિના અને કેતન દિવસે દિવસે મોટા થતા જતા હતા. દિનાની સોળમી વર્ષગાંઠની પાર્ટી હતી ત્યારે કેતન ઘરમાં પહેલી વખત સીગારેટ સળગાવી રામાજુનમની અદામાં સ્ટેજ પર આવીને કોમેડી કરતો હતો ત્યારે દિના સિવાયનાં બધા મિત્રો તેની નાદાનીયત ઉપર હસતા હતા. દિના ત્યારે જાણતી હતી કે તેનો નાનો ભાઇલો સૌનું ધ્યાન ખેંચવા અને ખાસતો દિનાની વર્ષગાંઠ બગાડવા આ કરતો હતો. દિનાએ તેના મિત્રોની સામેજ કેતન ને ખખડાવ્યો..આ કંઇ સારા લક્ષણ નથી પપ્પાની તે કંઇ નકલ ઉતારાય ? સીગારેટ પીવાની બાબતે મોટુ લેક્ચર ઝાડી દીધુ. રમાબેન ને કેમ તે વખતે દિનાને રોકવાની ઇચ્છ ના થઇ અને કેતનના મગજે ફરી નોંધ લીધી કે હું કાળો છું ને તેથી દીદી મને ખખડાવે છે. અને મમ્મીને પણ દીદીની વાત સાચી લાગે છે બાકી આ તો પપ્પા ની મજાક નો એક ભાગ હતો..બધા કેટલુ હસતા હતા.

 તે તેની ઉંમર કરતા વધુ ઝડપથી મોટો થઇ રહ્યો હતો. દિનાને મળેલી ગાડી અને તેને ગાડી ચલાવવા મળેલુ લાયસંસ તેને ખુંચતુ હતુ.. ક્રેડીટ કાર્ડ મળ્યુ ત્યારે તો તે બળીને રાખ થૈ ગયો. તેને તો જલ્દી જલ્દી બધુ જ કરવુ હતુ. રમા તેના ઉપર ખુબજ કડક રહેતી અને સમજાવવા મથતી કે દિના હવે કેટલો સમય તે ઘરમાં.. તેના ગયા પછી બધુ તારુ  જ થવાનુ છેને…રામાનુજમ રમાને કહે કે તે આવો જ હતો નાનો હતો ત્યારે..તેને પણ તેની દીદી ગમતી હતી પણ તેનાથી નાનો અને રામાથી મોટો શીવા સાથે તે કાયમ લઢતો અને બાખડતો. કેતન તેનુ જ બચપણ છે. રમા કહેતી ભાઇ બહેન જઘડે તે નવુ નથી પણ દિનાને મારો ભૈલો ભૈલો કરીને મોં સુકાતુ નથી જ્યારે ભૈલાને તો દીદી માટે ભારે ઝેર્. એ કંઇ ચલાવી ના લેવાય.

દિના પાસે હવે કાર હતી ક્રેડીટ કાર્ડ હતુ અને 12 પાસ કરીને તે હાવર્ડ્માં જવાની હતી તેથી કેતનને ક્યારેક અવગણીને તો ક્યારેક તેની વાતો ખોટી છે કરીને મમ્મીને પોતાના તરફ વાળી લેતી. ઉગતી જવાની અને જરૂર કરતા વધુ લોકો તરફથી મળતા ભાવને કારણે દિના પોતાની જાતમાં સફળ પેંટર અને સફળ નૃત્યાંગના માનતી. હાવર્ડમાં પેંટીગની તાલીમ લેવાની હતી તેથી રાઇ તો ભરાવાજ માંડી હતી. તેવામાં તેના ચિત્ર રણમાં ભટક્તો પ્રેમી (મજનુ)  ને તેની સ્કુલ ડિસ્ટ્રિક્ટમાં પ્રથમ પારિતોષીક મળ્યુ ત્યારથી તો તે તેની કારકીર્દી માટે સભાન થઇ ગઇ. તેની પેંટીગ શિક્ષિકા લોરેલ તેને ચિત્ર સમજાવવા સતત રંગોની પરિભાષા અને પીંછી દ્વારા સર્જાતા વણાંકો માટે સતત કહેતી રહેતી. તે દિવસે જ્યારે “મજનુ” ચિત્રમાં તેણે સાંજનું ચિત્રણ કરવા ઝાંખો નારંગી રંગ ભર્યો ત્યારે લોરેલે તેને સાથે કીરમજી રંગનીં ભલામણ કરી અને તેનો અમલ કર્યા પછી તો મજનુ જાણે જીવંત થઇ ગયો. પારિતોષીક વાળુ ચિત્ર 250 ડોલરનું પારિતોષીક લઇને આવ્યુ ત્યારે રમા ખુબ જ ખુશ હતી.

કેતન તે સમયે સ્ટુડીયોમાં આવીને બોલ્યો..દીદી મારું આવું ચિત્ર કેમ બનાવ્યું છે ? ત્યારે પહેલા તો તેને લાગ્યુંકે તે મશ્કરી કરે છે. પણ રમાએ જ્યારે તે ચિત્ર ધ્યાન થી જોયુ ત્યારે તે પણ બોલી દિના તારુ ચિત્ર આ ખુણે થી જોઇએ છે તો કેતનનો ચહેરો ઉપસાવે છે. થોડાક સમયની ચુપકીદી પછી રમા બોલી પેંટર જેને બહુ ચાહતો હોય તેનુ ચિત્ર અજાગૃત મન હરદમ ઉંપજાવ્યા કરે. મારા શરુઆતનાં ચિત્રોમાં અને તારા જન્મ પછીના ચિત્રોમાં આ તફાવત દેખાતો હતો. તને તારો ભૈલો બહુ વહાલો છે ? તે કેતનને જોઇ રહી હતી અને એકદમ તેને વહાલ ઉભર્યુ..કેતનને છાતી સરસો ચાંપી દીધો. સામન્ય રીતે તેનાથી આવા વહાલનાં હુમલે કેતન ચીઢાતો પણ આજે તે શાંત હતો. બહેન ના વહાલને માણતો હતો. પણ રમા બા છંછેડાયા.  કેતન!  અને પાછુ ફરીને દિનાને કહ્યુ છોકરો હવે મોટો થઇ ગયો છે તેને બાથમાં નહીં લેવાનો…

દિનાને ગમ્યુ તો નહીં પણ કેતનનાં બહાર ગયા પછી રમાબેન બોલ્યા તે તારી છાતી સામે પુરુષની જેમ જોતો હતો. દિના તો છક્ક જ થઇ ગઇ એને લાગ્યુ કે મમ્મી વધારે પડતુ કરે છે. પણ તે ઘણી વખત સાચી પડી છે તેથી વિરોધ કરવાને બદલે મૌન રહી..તેને તો એવુ કદી લાગ્યુ નહોંતુ. અને એવી નજરોથી તે વાકેફ નહોંતી તેમ પણ નહોતુ. નીખાર એને એવી રીતે જોતો અને તેને ગમતુ હતુ. જો કે દરેક બોય ફ્રેંડ બનવા મથતા છોકરાઓ એને આવી જ નજરે જોતા હતાને?