Archive
સમજ અને પ્રેમ નું ગણીત..
હું સમજું કે હું અધુરો
તુ સમજે કે હું ન ચાહું તને
હું સમજુ કે વાંક છે મારો
તુ કહે સમજાય ના મારી વાત તને
આપણે બન્યા છે ભોગ ગેરસમજનાં
ક્યારેક તું દોષ દીધા કરે તને
ક્યારેક હું દોષ દીધા કરું મને
દોષી કાંતો કોઇ નથી
કાં બંને છે
સમજ અને પ્રેમ
બે વચ્ચે અંતર બારીક સોય જેટલું
સમજને જણે બુધ્ધી, જ્યારે પ્રેમ જણે હ્રદય,
સંવેદનાઓ અને લાગણીઓનાં સંમિશ્રણો થી
આપણે એક મેકને માણીયે પ્રેમ થી
ને સમજીયે સમજ્થી તો
આપણું નાનકડું આકાશ ભરાઈ જાય
ઝગમગતા તારાઓનાં સુખથી
પણ સખી જો ને ભુલ આપણે કેવી કરી?
માણવા જઈએ છે સમજ થી
અને સમજવા જઈએ છે પ્રેમથી
અને તેથી તો છવાય છે ગેરસમજનાં કાળા ડીબાંગ વાદળો
ચાલ ને સખી બદલીયે સમજ અને પ્રેમ નું ગણીત..
સંવિત નો આધાર
જીવન કિતાબનાં કોરા પાને પાને
સુંદર અક્ષરો બનીને સચવાઇ તું
વહેલી પરોઢનાં સ્વપ્નમાં ગઇ કાલે
મંદીરની આરત પેઠે ઝણઝણી ગઇ તું
કોમળ મીણ સમયનું પીગળી જાશે
કે શમા બની જીંદગીમાં સળગી તું
રહ્યો છે સંવિત એ જ આધારે કે
નજરે મારી સ્મિત બની ખીલી હતી તું
વાહ વાહ ગુર્જરી ભાષ!
જુઓ વિશ્વમાં ગુર્જર સહિત્ય પ્રીતનો જય જય કાર
હું સમજુ મને મિત્રો ઓળખે પાંચ પચાસ
ભારત અને અમેરિકામાં માત્ર..
ગુર્જર ભાષા અને તક્નીકી જ્ઞાનથી આજે
મને વાંચે પાંચે ખંડમાં ગુર્જર સૌ ભાઇ
કમાલ છે તે સંસ્કારી મારી ગુર્જરીમાતનો વધારે વાંચો …
ખોટો રુપિયો
તને જ્યારે ખબર પડશે કે
હું ચલણમાં ન ચાલેલો રુપિયો ખોટો છું
ત્યારે પહેલા તો તં ક્યાંક તેને ચલાવવા મથીશ
લોહચુંબક બુમો પાડીપાડીને કહેશે
ખોટો ખોટો છે ત્યારે વધારે વાંચો …
પુર્ણવિરામ.
પ્રશ્નાર્થ ચિન્હોનાં જંગલમાં
અલ્પવિરામ અને આશ્ચર્ય ચિન્હો નાં ટેકે
જિંદગી શોધે છે પુર્ણ વિરામ.
પુર્ણવિરામની શોધ એટલે
મારું, તમારું, હસવું, રડવું
જિવવું અને મંથર ગતિએ વધારે વાંચો …
તુ બદલાઇશ?
તુ મીઠા જળનું માછલુ
અને હું ખારો સમુદ્ર
ક્યાંથી જીવાશે આ વેદના સભર જીવન?
તારો તરફડાટ ન હું જોઇ શકું
તુ મારામાં ન રહી શકુ
આપણું છુટા પડવુ સંભવ નથી
સાથે રહેવુ શક્ય નથી
વધારે વાંચો …
પણ દાણા તો નાખવા પડે ને?
વેપાર
સાપ સીડીની રમત જ સમજોને
જ્યાં અગિયારનું ખાનુ સીડી ચઢાવે
અને તેરમાં ખાનાનો સાપ નીચે ઉતારે
આ ઉતાર ચઢાવમાં
જો જીતા વો સિકંદર
જો હારા વો તો બંદર
પણ દાણા તો નાખવા પડેને?
ખરુ જીવન
જાતને ખતમ કરતા વાર શું?
જંતુ નાશક દવાની શીશી પીતા
કે ધડધડાટ ચાલતી ટ્રૈન નીચે કુદીપડતા
જીવતા વિજળીનાં તારને હાથમાં પકડી લેતા
કે ઉંઘની વીસ પચીસ ગોળીઓ લઇ લેતા વધારે વાંચો …
લોટરી જો લાગી ગઇ કાલે તો
લોટૅરી જો લાગી ગઇ કાલે તો …
પહેલા દીવો કરીશ પ્રભુ તારા નામનો
પછી પ્રણામ કરીશ મારા તાતને, માતને
આનંદનાં અતિરેક છોને આવે
પણ જલ્દી નહિ ખુલે હ્રદયનાં દ્વારરે! વધારે વાંચો …
ચાલ્યો જાઉં છું
તુજથી તો હું દુર દુર ચાલ્યો જાઉં છું
ખુદથીયે હું દુર દુર ચાલ્યો જાઉં છું
કીધી હતી જે તને ચાહવાની મેં ભૂલ
દીધી સજા ગમની, કરી મેં તે કબૂલ
એ ગમ કેરા વનમાં હું જીવ્યે જાઉં છું વધારે વાંચો …
વાંચકોના પ્રતિભાવ