Archive

Archive for the ‘તમે અને મારું મન’ Category

તમે અને મારું મન આસ્વાદ -દેવિકાબેન ધ્રુવ

ફેબ્રુવારી 10, 2010 9 comments

તમે અને મારું મન  ( click this link to read the poem collection)

વિજયભાઇ શાહે મોકલેલ તેમનો વેબ કાવ્ય સંગ્રહ તમે અને મારું મન પ્રાપ્ત થતાંની સાથે એકીબેઠકે વંચાઇ ગયું.મનભાવન થી શરુ થઇને  ચાલ્યો જાઉં છુંસુધી પહોંચેલી આ સો એક રચનાઓમાં મોટેભાગે પરિવાર અને પરમનો પારાવાર પ્રેમ છલકે છે. તો સાથે સાથે જીવન અને જગત પ્રત્યેની કેટલીક વાસ્તવિક્તાઓ સાથેનો દ્વિધાભાવ  અને એની વચ્ચે એક ગજબનો આશાવાદી અભિગમ પણ છતો થાય છે.

મારા પિતાજી ‘ બાઅને બાબુલ તેથી વધુ શું કહેમાં ભારોભાર લાગણીઓ નીતરે છે,

 મથ્યા કરું સ્મરણમાં ભૂલવા તમારું મરણ,
ફોટો પણ બોલકો થઇ કરાવ્યા કરે સ્મરણ
 

 અને
બાબુલ તેથી વધુ શું કહેમાં
મારા આંગણની  સુંદર નાની પરી તું
છોડી બાબુલ ચાલી આજે સાજન ઘર

હ્રદય હલાવી નાંખે છે.

 તો વંશનો વેલો તું છે વંશજ સુંદર અને ભાવવાહી કૃતિ બની છે.

ચાલને સખી સાથે અને “જીવ્યા કરીએ ચાલને સખીમાં દામ્પત્યની અને થોડી મનગમતી આકાંક્ષાઓનો  ઇશારો થાય છે જે જૂની ને જાણીતી પંક્તિઓ ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએની યાદ અપાવે છે.કપૂરી પાન,ભોળા સજન વેલેન્ટાઇન અને છેડા છૂટા માં મનના યૌવનની તાજગી નાનકડી નાજૂકડી નવલી તું નાર,તને આપેલ કપૂરી પાન તે યાદ તથા હું તો રાજ્જા તારી દિવાની,બસ કર એક પ્રેમભરી નજર અને તું સાવ બુદ્ધુ,સમજે નહિ એ લાગણીની રીત દ્વારા સુપેરે વ્યક્ત થાય છે.

જીવન,જગત અને સમયની વાસ્તવિક વિષમતાઓને પણ ઘણી રચનાઓમાં ઉમદા રીતે વર્ણવી છે.ચક્ડોળ છે જીંદગી,રંગમંચના ખેલો,સમય જ જીવન પથ,ત્વરિત પડતો એ બગડેલો ફોટોમાં એક ઉંચા પ્રકારની સમજણ અને તેને પરિણામે  આધ્યાત્મિક જ્ઞાનની અભિવ્યક્તિ છે.નવી ક્ષિતિજો કેટલી સુંદર રીતે હકીકતનો સ્વીકાર કરી , આશાવાદને દોહરાવે છે.

આ કોઇ હાર નથી,જો માને તો વ્હાલ છે સખી,
કાલનો સૂરજ આવશે કોઇ નવી વાત લઇને સખી !!

અતિઉત્તમ અભિવ્યક્તિ છે,  તો તરબતર  ઋજુતા પ્રગટતી વાત લઇને આવે છે;

 જુદા જુદા ત્રાજવે ના મૂલવ મને તું, જેવો છું તેવો મને જાણ તું.

જાણે  કેમ ઇશ્વરને ન કહેવાયું હોય !!

 રાગ અને ત્યાગની વચ્ચે ઝુલતાં હૈયાની આ સંવેદના,પારિવારિક પ્રેમથી પર થઇને પ્રભુનું શરણ ઝંખે છે એ આખો યે ભાવ અદ્ભૂત રીતે આલેખાયો છે એ જ લક્ષ્યમાં…પ્રભુ દરસની પ્યાસ વધી,પ્રભુમાં સમાવવાની આશ વધી અને પ્રમેયમાં તો  મનોમંથન ઉભરે છે કેખબર નથી કેમ હું મથ્યા કરું ?તારા હોવાનો પ્રમેય ઉકેલવા ?બીજી જ ક્ષણે ઇતિ સિધ્ધમ કહી ભક્તિ તારી ચહું! નિરપેક્ષિત થા માં તો વળી ફક્ત કાર્ય કર,હાક માર,તને નથી ફળનો  અધિકાર દ્વારા  ગીતાનો મહાન સંદેશकर्म्णेवाधिकारस्ते मा फलेषु कदाचन સ્ફૂટ થયો છે.

અત્રે એ નોંધવું પણ જરૂરી છે કે,અચાનક આંખ ખુલી માં સ્વપ્ન અને હકીકતનું વિરોધાભાસી ચિત્ર દોરી,રાષ્ટ્રપ્રેમ પણ નાટ્યાત્મક રીતે રજૂ કર્યો છે.લેખનકલાનો આ બીજો એક કસબ..

આમ વિષયોનુ વૈવિધ્ય  અને તેનું કલાત્મક નિરુપણ સર્જનની સફળતા  નીપજાવે છે. છતા એક વાત તો સ્પષ્ટ થાય છે  જ કે  આ કલમને ગીત કરતા ગઝલનો ઢાળ વધુ જચે  છે. એના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે મારી ભીતર, અપેક્ષાનો  ઉત્પાત,સંવિતનો આધાર, લાગણી દૂખ્યાની વાત,લાગણીભીની જાત ચાલ્યો જાઉં છું,વગેરેની નોંધ લીધા વગર કેમ ચાલે ?આ રહ્યા કેટલાંક સુંદર ઉદાહરણો –

કેવું સર્જ્યું છે સર્જનહારે હ્રદય મારી ભીતર
કે થયું ભંગ હજાર વાર છતાં સદા શીતલ……

ફૂલો પણ શૂળ સમ દર્દ તો કહેવાય નહિ,
અંગારમાં શીત હિમનુ મળે કહેવાય નહિ……

જીંદગીની શૂન્યતાઓને ખુબ ભરી લીધી,
પ્યાસી નજરોમાં એક તરસ ભરી લીધી…..

જીવન કિતાબના પાને પાને,
સુંદર અક્ષરો બની સચવાઇ તુ….

તુજથી તો હું દૂર દૂર ચાલ્યો જાઉં છું
ખુદથી યે હું દૂર દૂર ચાલ્યો જાઉં છું…….

આમ,તમે અને મારૂં મનપરિવારપ્રેમી  અને પ્રભુપ્રિત ધરાવતી દરેક વ્યક્તિને ગમી જાય તેવું મનભાવન પૂસ્તક છે, પૂર્ણવિરામની, શાતાની, શોધમાં અંતરના અજવાળા પાથરતી કેડી છે..સંક્ષિપ્તમાં,  કવિતા કરતાં વિશેષ એ ભાવ-સરિતા છે…

દેશ,ભાષા,દેહ અને કુટુંબને સાચવવા સતત અને અવિરત કાર્યશીલ એવા સર્જક

શ્રી વિજય શાહને ખુબ ખુબ અભિનંદન.
અસ્તુ…

તમે અને મારું મન ( click this link to read the poem collection)

એજ હોય સાચી શ્રધ્ધાંજલી-વિજય શાહ

ફેબ્રુવારી 10, 2010 3 comments

મા કદી મરતી નથી
તે તો સદા હસતી સંતાનોનાં હૃદયે
લેણદેણ દેહની પૂરી થઇ
આયુષ્ય કર્મ ખપી ગયું
સમતા ભાવથી સહેજો
આ દુ:ખ મનનું

હોય જ્યારે સદેહે સાથે ત્યારે
મા ની મમતા સહાય
ના હોય સાથે ત્યારે લાગે
આપણે છેક નિઃસહાય

જ્યાં હશે ત્યાં દેતી હશે શુભ આશિર્વાદ
તેમણે આદરેલા સર્વ અધુરા કાર્ય
કરવા પુરા એજ છેલ્લો નિર્ધાર
એજ હોય સાચી શ્રધ્ધાંજલી

વિજય શાહ

નભે ઉડતી પંખીની જાત- “ઇચ્છાઓ”

ફેબ્રુવારી 7, 2010 2 comments

 

માનવીને ઘેરે આવી ઘણી ” ઇચ્છાઓ”
માને  છે હાથ વગી સૌ “ઈચ્છાઓ”
સત્ય કહે આ તસ્વીર કે “ઇચ્છાઓ”
હાથ લંબાવે કદી  આવે   ના હાથ.
નભે ઉડતી પંખીની જાત “ઇચ્છાઓ”

સજન

ફેબ્રુવારી 6, 2010 Leave a comment

જા ને લુચ્ચા સજન love you
જા ને લાગણીઓથી તરબતર સજન

એક આંખે રડાવે Love you
પ્રાણથી અધિક વહાલોથી ભરેલ સજન

બીજી આંખે હસાવે Love you
મારા ચિત્તનો ચિત્તચોર પ્રેમાળ સજન

જાને જુઠ્ઠા સજન love you
ઉત્તમ સંવેદનો ને સમજથી ઠરેલ સજન

જા ને કહું પણ ના જા Love you
તારા પ્રેમનો કેવો જાદુ ઓ મારા સજન

ક્રિસ્ટમસ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ

ડિસેમ્બર 24, 2009 2 comments

ક્રિસ્ટમસ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ 

December 24, 2009

 

રાત અહીંની છે રુપાળી,જાણે આપણી હોયે દિવાળી,

ઉજવે સૌ ક્રીસ્ટમસ મીજબાની,હૈયાનાં સૌ ગમોને  ખાળી.

આવ્યુ ઉમંગો ભર્યુ નવ વર્ષ, ગત વર્ષનાં સરવૈયા ગાળી,

ટાળશે ગમ ને દેખાડશે સૌને, મનમાન્યા સુખોની થાળી.

EMBRACING IMPERFECTION

When I was a little girl, I could remember, my mom making breakfast and dinner for us.  And I remember one night in particular, when she had made dinner after a long, hard day at work.  On that evening so long ago, my mom placed a plate of vegetables, salad and  burned chapatti in front of my dad. I remember waiting to see if anyone noticed’  

Yet all my dad did was, to reach for his chapatti, smile at mom and ask me how my day was at school. I don’t remember what I told him that night, but, I do remember watching him smear chatani on that chapatti and eat every bite?    When I got up from the table that evening, I remember hearing my mom apologize to my dad For burning the chapatti. And I’ll never forget what he said. Baby, I love burnt chapatti.  

Later that night, I went to kiss daddy good night and I asked him if he really liked his  chapatti burnt. He wrapped me in his arms and said Dear , your momma put in a hard day at work today and she’s real tired, And besides, a little burnt chapatti  never hurt anyone . You know life is full of imperfect things and imperfect people. I am not the best housekeeper or cook. What  I have learnt over the years Is that learning to accept each other’s faults.  And choosing to celebrate each other’s difference Is one of the most important keys for creating a healthy growing And lasting relationship.  

And that’s my prayer for you today,  that you will learn to take the good, the bad, and the ugly parts of your life And lay them at the feet of God Because  in the end, He’s the only One who will be able To give  you a relationship Where burnt chapatti isn’t a deal-breaker” We could extend this to any relationship, in fact . As understanding is the base of any relationship , Be it a husband – wife or parent – child or even with friends.   Don’t put the key to your happiness in someone else’s pocket, but, into your own. 

 Email From Shrenik R. Dalal

દિવાળી આવે ને સૌનાં દિ’ વાળે

ઓક્ટોબર 15, 2009 Leave a comment

www.arzoomag.com/tag/diwali/

જ્યાં અંધકાર ત્યાં આવે પ્રકાશ
જ્યાં ઉદાસીનતા ત્યાં થાયે હાશ
જયાં રૂદન ત્યાં પ્રગટે હાસ્ય
દિવાળી આવે ને સૌના દિ’ વાળે
તેવી સૌને અમારી શુભ આશ

છોડ પૈસા.

ઓગસ્ટ 18, 2009 3 comments

છોડ પૈસા.

પૈસા તો છે પડછાયો,

દોડીયે તો દુર જાય અને છોડીયે તો આવે પાસ

પૈસાનો નહીં પાસ સારો, જ્યમ હોય ઘરમાં સાપનો વાસ

મારીયે તો નાગહત્યા અને રાખીયે તો દંસનો ભય ચોપાસ

મનભાવન

જુલાઇ 28, 2009 3 comments

motabhai 016

 

કોઇ ક્યાં હવે સાથે આવે છે

વાતો ઘડી બેઘડી ની લાગે છે.

 

જન્મ્યા જીવ્યા તે તો ઠીક!

મૃત્યુની બીક બહુ  લાગે છે

 

ચલ્યા ગયા સૌ ભાંડુરા

હવે આ એકલતા બહુ ડારે છે

 

દિવસે હોયે ઘણા બધા

રાતની એકલતા બહુ ડારે છે

 

જ્યારે જે સાથે હતા તે સૌ સાથ

આજે હવે મનભાવન લાગે છે

નિરપેક્ષીત થા

માર્ચ 16, 2009 Leave a comment

oct06news2

તુ અપેક્ષાપ્રચુર 

 તેથી થાયે ક્ષણે ક્ષણે તને દુઃખોનાં પ્રચંડ આઘાત.

 તેથી  તુ રડે 

 પ્રભુને કરે ઘણી ઘણી ફરિયાદ્.

પછી જ્યારે કશું ન થાય  ધાર્યુ,

ત્યારે કહે પ્રભુ તો બહેરો છે.

oct06news2નથી સાંભળતો મારી દરેક ફરીયાદ્

પણ પ્રભુએ તો તને દીધુ એક વરદાન ખબર છે ને…?

ફક્ત કાર્ય તુ કર 

હાક માર.. તને નથી ફળનો અધિકાર્

યોગ્ય સમયે જરુર મળશે તને

યથા યોગ્ય પરિણામ….

oct06news2ખબર છે ને દ્રૌપદીનાં ચીર પુર્યા હતા

ને સુદામાનાં તાંદુલ આરોગી મહેલ દીધા હતા

મીરાને અપાયેલ ઝેરનો પ્યાલો ખીરથી છલકાવ્યો હતો

ને નરસૈંયાની હુંડીઓ ભરપાઇ કરી હતી

તે સૌએ જે કર્યુ હતું તે તું કરે છે?

મુક શ્રધ્ધા કે તે જે કરે છે તે સાચુ છે

oct06news2તુ ફરિયાદ ન કર 

 પ્રભુને જે પ્યારા છે તેમને મદદ કર.

સુખ સંતોષ માં છે …

સુખ મનમાં છે 

પ્રાર્થના કર.. સહન કર..

 નિરપેક્ષીત થા

 

જીવ્યા કરીયે ચાલને સખી

જાન્યુઆરી 5, 2009 4 comments

જિંદગીના આટલા લાંબા સફર પછી
તુ કહે કે હું જેમ જીવી તેમ ના જીવી હોત તો
કેટલા બધા બચ્યા હોતે પૈસા સજન!

આ તો ઉંધા ચશ્મા જ વળી…
ચશ્મો સીધો કરને સખી
જે છે તેને જોને…સખી
જે નથી તેને છોડને સખી!

“આજ” આપણી લાખેણી,
“કાલ” બંને “આજ”થી તાણેલી
જીવ્યા કરીયે ચાલને સખી,
આજને બસ આજની રીતે…

<!– –>