Archive
Quotes by Dr. Suresh Dalal
ઈચ્છા, આશા, અપેક્ષા, મનોરથ, કોડ, મહત્વકાંક્ષા –
આ બધાં પુરુષાર્થ વિના જીવનકોશના નહીં પણજોડણીકોશના નિર્જીવ અને અર્થહીન શબ્દો છે.
***
કાગળ તો સૌ પાસે પહેલી વાર કોરો જ આવે છે, પણ માણસએમાં રાગદ્વેષના હાંસિયા દોરતો હોય છે.
જે માણસ હાંસિયા નથી દોરતો એ કદીય હાંસીપાત્ર નથીથતો.
***
બગાસું એ કંટાળાનું જાહેરનામું છે.
***
બિચારો પુરુષ, સંયુક્ત કુટુંબ હોય અને એ પત્નીનોપક્ષ લે તો એ ઘાઘરાઘેલો ગણાય
અને માબાપનો પક્ષ લે તો માવડિયો ગણાય.
***
પૈસાની જરૂરિયાત જીવનમાં છે જ; પણ એટલી હદે નહીંકે આખું જીવન બિનજરૂરી થઈ જાય.
***
ઘરમાં રહેવાનો કંટાળો આવે અને બહાર જવાનો થાકલાગે એને વૃધ્ધાવસ્થા કહેવાય.
***
સુખ એ ચુંબન જેવું છે. જ્યારે કોઈને આપો છોત્યારે જ એની પરાકાષ્ઠા અનુભવો છો.
***
મહોલ્લાના મવાલીની જેમ લડતાં કે શેરીના કૂતરાનીજેમ ભસતાં દંપતીઓને
બાળક પર આની શી અસર થશે એનો કેમ વિચાર નહીં આવતોહોય ?
***
જેને કશું જોઈતું જ ન હોય એને તમે છેતરી કેમ શકો?
***
મનુષ્યનો અને આયુષ્યનો શબ્દમાં જેટલો પ્રાસ મળેછે એટલો જીવનમાં મળતો નથી.
***
– ડૉ. સુરેશ દલાલ
Email Courtsey Vijay Dharia
નામ અમેરિકા
નામ અમેરિકા
લોકો માને આને તકોનો દેશ
૧૫ વર્ષે એટલુ કહીશ કે
આ દેશ કાયદાના માન ને લીધે જીવવા લાયક
સખત મહેનતુ હો તો રહેવા લાયક
ખુબ ભણેલા હો અને નવુ ભણવાની તૈયારી હોય તો જ તકો ઘણી
વધારે વાંચો …
ભારત – પાક સરહદે રોજ રાત્રે થતી કવાયત-ઇ.મેલ હેમંત ભટ્ટ
ભારત – પાક સરહદે રોજ રાત્રે થતી કવાયત
http://www.youtube.com/watch?v=LZ0ue-XGl9c
India Pakistan Wagah Attari Border Closing Ceremony (By Sanjeev Bhaskar – The Longest Road).-
The Wagah border is the only road linking India and Pakistan. Every night, the border is closed with a most unusual ceremony and there’s a grandstand to watch. Only 156 seconds long, it is one of the strangest ceremonies ever. ઈ. મેલ- હેમંત ભટ્ટ
સાચો પરિવાર
પરિવારમાં.
બંધારણ ન હોય પણ વ્યવસ્થા હોય,
સુચન ન હોય પણ સમજણ હોય,
કાયદો ન હોય પણ અનુસાશન હોય,
ભય ન હોય પણ ભરોસો હોય,
શોષણ ન હોય પણ પોષણ હોય,
કલેશ ન હોય પણ કદર હોય,
આગ્રહ ન હોય પણ આદર હોય,
સંપર્ક નહિં પણ સંબંધ હોય,
અને
સમજણ સાથે સર્જન હોય
એ જ સાચો પરિવાર કહેવાય
અજ્ઞાત
લાગણીમાં ભીંજાવાય..તણાઇ ના જવાય
આયુ વ્યથીત હતો. તેના બાપુજી તેને કાયમ છેતરે છે તેવો કટુભાવ તેના મનમાં ભરાઇ ગાયો હતો. રેડીયોલોજીની ધીખતી આવક બાપાએ શરુ કરેલ ફેક્ટરીમાં નાખી. ફેક્ટરી સારી રીતે ચાલતી થઇ અને નાનો ભાઇ પૃથ્વી ગોઠવાયો. બનેવી ઋત્વીક ચોપડા લખે. બે પાંચ વર્ષે પણ ફેક્ટરી નફો ન કરે તે વાત ઉપર આયુ ખીજવાયો..તેણે પૈસા બીજુ રેડીયોલોજીનું મશીન લાવવા જોઇએ છે ત્યારે તેને બેંક બતાવાઈ. આઠેક વર્ષ બાદ પથ્વી છુટો થયો ત્યારે તેના ઘરમાં માર્બલ ફ્લોર અને ઇટાલીયન ફર્નીચર આવ્યુ અને કરોડપતિ હોય તેમ રહેવાની પધ્ધતિ વિકસાવાઇ. ઋત્વિક પણ હવે બે પાંદડે થઇ ગયો. પગાર ઉપરાંત ઉપલક વહેચણી તે કરતો હતો તેથી આયુને ભાગે હંમેશા મોટાભાઇને શું જરુર છે કહીને હલકુ કવર મળતુ અને તે ભાર ઋત્વિક અને પૃથ્વીનાં કવરને ભારે કરતા.
આયુની પુત્રી આરુષીનાં લગ્ન વખતે ફરી તેણે ફેકટરીમાંથી પૈસા માંગ્યા અને બાપુજી કહે પૈસા તો નથી.
ઋત્વિક નુ ઘર થયુ પૃથ્વીની ફેક્ટરી થઇ.
આયુ વિચારતો હતો કે તેની સાથેના રેડિયોલોજીસ્ટો કરોડોમાં રમે અને તેને આ દિવસ જોવાનો…
આયુને તે દિવસે હાર્ટ એટેક આવ્યો
શાંતામાસી બોલ્યા ભાઇ તેં પૈસા ઘરવાળાને આપ્યા. તે લાગણી હતી પણ હિસાબ ના માંગ્યો કે ના ચકાસ્યો તે તો મુર્ખામી હતી ભાઇ!
લાગણીમાં ભીંજાવાય..તણાઇ ના જવાય
બાપુ તમારો સત્યગ્રહ
બાપુ તમારો સત્યાગ્રહ ત્યારે પણ સાચો હતો
જે આજે સાચો છે હડતાલ સ્વરુપે
અને હવે તેનું વરવું સ્વરુપ તો જુઓ
આત્મ વિલોપન નાં નામે હંફાવે છે કાયદાને.
ક્યારે થઇ ગયો સત્યાગ્રહ
પોલિસનો અસત્યાગ્રહી શસ્ત્ર
( સમાચાર -પોતાની માંગણી મંજુર કરાવવા પોલિસ કરશે આત્મવિલોપન)
Merry Christmas and happy New Year email Dilip Parikh
Mathemagic – Email by Girish Desai
વિચાર બે લીટીની વચ્ચેનો
__________________________________________
સાચી દિશા અને કઠોર પરિશ્રમ, સફળતા આણે આણે અને આણે જ.
__________________________________________
ભજન એ સૌનાં સ્વજન.ગોપાલ પારેખ (વાપી)
________________________________________________________________
વિપત્તીમાં જો આપના દર્શન થતા હોય તો હું વિપત્તી જ માંગીશ કે જે આપના દર્શન થકી મુક્તિ પમાડે.
– કૂંતા પ્રાર્થના
_________________________________________________________________
વાંચકોના પ્રતિભાવ