Archive
તજજ્ઞોની વાણી -૨૦
- FINANCIAL INDEPENDENCE
“I remember saying to my mentor, ‘If I had more money, I would have a better plan.’ He quickly responded, ‘I would suggest that if you had a better plan, you would have more money.’ You see, it’s not the amount that counts; it’s the plan that counts.” — Jim Rohn - “At least 80% of millionaires are self-made. That is, they started with nothing but ambition and energy, the same way most of us start.” -– Brian Tracy
- “The philosophy of the rich versus the poor is this: The rich invest their money and spend what is left; the poor spend their money and invest what’s left.” – Jim Rohn
- “Many people think you have to be very intelligent to be successful in life. Exhaustive research shows that many self-made millionaires have only average intelligence.” -– Brian Tracy
- “To become financially independent you must turn part of your income into capital; turn capital into enterprise; turn enterprise into profit; turn profit into investment; and turn investment into financial independence.” – Jim Rohn
- “All lasting wealth comes from enriching others in some way.” -– Brian Tracy
- “The common characteristic of self-made millionaires is that they continually work harder and smarter than the average person.” -– Brian Tracy
- “Shortly after I met my mentor he asked me, ‘Mr. Rohn, how much money have you saved and invested over the last six years?’ And I said, ‘None.’ He then asked, ‘Who sold you on that plan?’” — Jim Rohn
- “Those who start with too little money are more likely to succeed than those who start with too much. Energy and imagination are the springboards to wealth creation.” -– Brian Tracy
- “The key factor that will determine your financial future is not the economy; the key factor is your philosophy.” — Jim Rohn
- “Economists say the inability to delay gratification is a primary predictor of economic failure in life.” -– Brian Tracy
- “If you were to show me your current financial plan, would I get so excited by it that I would go across the country and lecture on it? If the answer is no, then here’s my question: ‘Why not?’ Why wouldn’t you have a superior financial plan that is taking you to the places you want to go?” — Jim Rohn
- “You will achieve 80% of your financial goals in the last 20% of the time you spend working toward them.” -– Brian Tracy
ડાહ્યો તો એજ કહેવાયને?
બે ભાઇ..એક સરખા બીઝ્નેસમાં બેઉ ની જીવન પધ્ધતિ સરખી.આવકો સરખી પણ જ્યારે નિવૃત્ત વયે પહોંચ્યા ત્યારે એક તવંગર અને બીજો સામાન્ય…
કારણ ખબર છે?
ઘરખર્ચ પછી વધેલા પૈસાનું એક જ જગ્યાએ રોકાણ કરે.. અને તે જગ્યા બેંક ની એફ ડી. પૈસાની સુરક્ષા જ્યારે બીજો નિયમીત રોકાણ કરે તેના નિવૃત્તિ ફંડમાં ૩૫ વર્ષે ફરક દેખાયો..અને તે પણ ખાસ્સો..કેમ કે ડોલરનું રોકાણ લાંબા ગાળા માટે નિર્ધારીત ધ્યેય સાથે કર્યુ
એક્ને બેંક દર મળે બીજાને માર્કેટ દર મળે
એક ડોલર પર પાંચ પૈસા બેંક આપે અને મ્યુચ્યુઅલ ફંડ સરેરાશ ૮% આપે
( જોકે ઘડપણ માં પાંચ ને બદલે ત્રણ રોટલી ખવાય તેથી નુકશાન તો ક્યારેય ન જાય.. પણ ડાહ્યો તો એજ કહેવાયને જેની પાસે પુરતા પૈસા હોય?
તજજ્ઞોની વાણી -૧૯
FAITH |
“When you come to the edge of all the light you know, and are about to step off into the darkness of the unknown, faith is knowing one of two things will happen: there will be something solid to stand on, or you will be taught how to fly.” — Barbara J. Winter
“Certain thoughts are prayers. There are moments when, whatever be the attitude of the body, the soul is on its knees.” -— Victor Hugo “Spiritual values transcend the material artifacts that we can touch and see. They take us into the realm of beauty, inspiration and love.” -– Nido Qubein “Usually a person has more faith in their fear than faith in their future…” -– Doug Firebaugh “Work as if you were to live a hundred years. Pray as if you were to die tomorrow.” — Benjamin Franklin “The only thing that stands between a man and what he wants from life is often merely the will to try it and the faith to believe that it is possible.” -– Richard M. DeVos “Fear of failure and fear of the unknown are always defeated by faith. Having faith in yourself, in the process of change, and in the new direction that change sets will reveal your own inner core of steel.” — Georgette Mosbacher “Every answer you seek and every solution you need is out there in the universe just waiting to be invited into your life.” -– Rick Beneteau |
શ્રધ્ધા
૪ વર્ષનો અર્થ એના પાર્થપપ્પા સાથે સ્વીમીંગ પુલમાં ઉતરતો હતો ત્યારે કહે
“પપ્પા તમે મારો હાથ પકડો”
પાર્થ કહે ” ના બેટા તુ મારો હાથ પકડ.”
અર્થ કહે ” પપ્પા તમે મારો હાથ પકડો તો હું ડુબી નહી જઉ.”
પાર્થ કહે ” તેં મારો હાથ પકડ્યો હશે તો પણ નહીં ડૂબે.”
અર્થ કહે ” ના તેમા ફેર છે..”
પાર્થ કહે ” શું ફેર છે?”
અર્થ કહે ” તમે મારો હાથ પકડ્યો હશે તો મને શ્રધ્ધાછે તમે ક્યારેય મને નહી છોડો જ્યારે મે તમારો હાથ પકડ્યો હશે તો હું છોડી પણ દઈ શકુ”
તજજ્ઞોની વાણી -૧૮
“When someone tells me there is only one way to do things, it always lights a fire under my butt. My instant reaction is, ‘I’m going to prove you wrong!'” — Picabo Street
“I never failed once. It just happened to be a 2000l-step process.” — Thomas A. Edison
“The Green Bay Packers never lost a football game. They just ran out of time.” — Vince Lombardi
નિષ્ફળતા
વિસ્ટ્ર્ન ચર્ચીલની આ વાત તે સમયે ખુબ પ્રખ્યાત થઇ હતી.. જ્યારે તેમણે હારતી બ્રીટીશ સેનાના જવાનોમાં Successful retreatment ની વાત કહી V બતાવી જવાનોમાં જીતની આશા ફુંકી હતી. વાત છે નિષ્ફળતાને સફળતાની પૂર્વ સ્થિતિ સમજવાની..
જેમ થોમસ એડિસન કહે છે તેમ એ ક્રિયા પહેલા ૨૦૦૦ વાર નિષ્ફળતા મળી પણ દરેક નિષ્ફળતાને અંતે આજે હું કહી શકુ છું કે ૨૦૦૦ રસ્તાઓ એવા છે કે જેના થકી બલ્બ ન સળગે ૨૦૦૧મી વખતે બલ્બ સળગ્યો.. આ વાત બતાવે છે કે નિષ્ફળતા જ સફળતાની જનની છે.
તજજ્ઞોની વાણી (૧૭)
EXPERIENCE |
|
ઘરડા ગાડા વાળે
પ્રકાશ ૨૫નો અને દીપા ૨૩ની.
૫૪ વર્ષનાં નકુલ રાય આમ તો પ્રકાશનાં કાકા પણ ભારે કચકચીયા. તેથી પ્રકાશ અને તેના દોસ્તોએ નક્કી કર્યુ કે તેમને જા્નમાં નહી લઈ જવાના..જ્યાં અને ત્યાં વાંધા કાઢ્યા કરશે. નકુલ રાય કહે હું તો જવાનો. ગાડુ ભરીને જતી જાનમાં ફક્ત નકુલ રાય એકલાજ વૃધ્ધ..નકુલ રાય કહે હું કંઈ નહી બોલુ ફક્ત મને જ્યાં બોલવા જેવું લાગશે તો પ્રકાશને કહીશ.
જાન પહોંચી ત્યારે જુવાનીયાઓને દીપાનાં ઘરેથી મળવા યોગ્ય આદર સત્કાર ન મળવા થી મિત્રોમાં ચણભણ શરુ થઇ. કો’ક મિત્ર મજાક કરતા કરતા દીપાની નાની બેન વિષે ઘસાતુ બોલ્યો અને વાત વટે ચઢી ગઇ અને લગ્ન શરુ થતા પહેલા વીલા મોંઢે કન્યા લીધા વિના પાછુ આવવાની ઘડી આવી ગઈ. દીપાનાં સગા તુ તુ મેં મેં પર આવી ગયા.
પ્રકાશને તો કાળી ટીલ્લી લઈને આવવુ યોગ્ય ના લાગ્યુ.
નકુલ કાકા તમાશો જોતા હતા.
તેમણે પ્રકાશને બોલાવીને કહ્યું જો પેલો દીપાનો સગો બહુ ડાહ્યો થાય છે ને તેને મારી સાથે ભેગો કરી દે.એને આ લગ્ન નથી થવા દેવામાં શું રસ છે તે હું કળી લઈશ.
નકુલ કાકાને મળવા આવતા તે સગાનો પારો સાતમે આસમાને હતો. નકુલ કાકાને પણ જેમ તેમ બોલી નાખવાના નિર્ધાર સાથે તે આવ્યા. તેમની સાથે દીપાનાં પપ્પા પણ હતા.
નકુલ કાકાએ ઘાંટો પાડીને પેલા સગાને કહ્યુ..”કેમ તમારે પ્રકાશની બોટેલી દીપાને તેના પૈસા માટે લેવી છે ને?”
હવે ચમકવાનો વારો તે સગાનો હતો..” શું? બોટેલી? એટલે?”
નકુલ કાકા કહે “બોટેલી એટલે મારો પ્રકાશ અને દીપા તો ખાલી સર્ટીફીકેટ લગાડવા પરણે છે..પણ તમે? અલ્યા સમજો હવે..મહીના શરુ થવાના હતા એટલે તો આમ તાબડ તોબ….બોલો હું પ્રકાશને પાછો લઇ જઉં?”( એક વાક્યમાં તો વચોટિયા વડીલ આઉટ થૈ ગયા)
દીપાના પપ્પા તો નકુલકાકાના પગે પડી ગયા….
પેલા વાંધાને વચકા તો હવામાં ઉડી ગયા..લગ્ન થઇ રહ્યા બાદ વળેલી જાનમાં નકુલ કાકા હીરો હતા. પણ પ્રકાશ કહે કાકા તમે તીર તો જબરુ માર્યુ…નકુલ કાકા કહે વર કન્યા રાજી તો આ વચોટીયાને ઉડાડવા કંઈક ભારે સુપડુ મારવુ પડે..પેલા વચોટિયાને પંચાત કરી કસર કાઢવી હતી..મને ખબર છે તુ અને દીપા તો સારા છોકરા છો પણ. આવું સુપડું ના મારીયે તો ગાડા એમને એમ જ ખાલી પાછા કાઢવા પડે હવે કહે મને ઘરે મુકીને આવ્યો હોત તો…
તજજ્ઞોની વાણી (૧૬)
FAILURE |
“When someone tells me there is only one way to do things, it always lights a fire under my butt. My instant reaction is, ‘I’m going to prove you wrong!'” — Picabo Street “I never failed once. It just happened to be a 2000l-step process.” — Thomas A. Edison “The Green Bay Packers never lost a football game. They just ran out of time.” — Vince Lombardi |
નિષ્ફળતા
મહદ અંશે નિષ્ફળતા પામ્યા પછી તેનો સ્વિકાર કરવો ઘણો અઘરો હોય છે.. પણ આ નિષ્ફળતા તેની સાથે કેટલીય સફળતા લાવે છે તેવા ઉદાહરણોમાં નું એક ઉદાહરણ છે થોમસ એડીસન..તે વિજળીને લોક્ભોગ્ય બનાવવા બલ્બ બનાવતો હતો.તેના પ્રયોગોમા વારંવાર નિષ્ફળતા મળ્યા છતા તેણે બલ્બ બનાવ્યો અને લોક્ભોગ્ય રીતે અનુકુળતા પ્રમાણે ચાલુ બંધ કરતી સ્વીચો પણ શોધી.
સામાન્ય માણસ એમને એમ કહે ૨૦૦૦ વખત પ્રયોગો કર્યા અને સફળ ના થયા..
એડિસન કહે ના મને ૨૦૦૦ પગથીયા ખબર છે જેનાથી બલ્બ ના સળગે..અને ૨૦૦૧મું પગથીયુ એટલુ સચોટ છે કે તેના થી બલ્બ સળગે જ.
“નિષ્ફળતા થી ડરી ગયો તે ક્યારે એકલવ્ય શી સિધ્ધિ પામી શક્યો?”
તજજ્ઞોની વાણી (૧૫)
EXCELLENCE |
“Quality is never an accident; it is always the result of high intention, sincere effort, intelligent direction and skillful execution; it represents the wise choice of many alternatives.” -– Willa A. Foster“Your true success in life begins only when you make the commitment to become excellent at what you do.” -– Brian Tracy“The quality of a person’s life is in direct proportion to their commitment to excellence, regardless of their chosen field of endeavor.” — Vincent T. Lombardi“Every study of high achieving men and women proves that greatness in life is only possible when you become outstanding at your chosen field.” — Brian Tracy“Happiness includes chiefly the idea of satisfaction after full honest effort. No one can possibly be satisfied and no one can be happy who feels that in some paramount affairs he failed to take up the challenge of life.” — Arnold Bennett“The difference between failure and success is doing a thing nearly right and doing a thing exactly right.” — Edward Simmons“No one ever attains very eminent success by simply doing what is required of him; it is the amount and excellence of what is over and above the required, that determines the greatness of ultimate distinction.” -– Charles Kendall Adams“The foundation of lasting self-confidence and self-esteem is excellence, mastery of your work.” -– Brian Tracy“The only thing that separates any one of us from excellence is fear, and the opposite of fear is faith. I am careful not to confuse excellence with perfection. Excellence I can reach for, perfection is God’s business.” — Michael J. Fox“Excellence can be attained if you…
|
કુશળતા
એક ફેક્ટરીમાં કોઇક યંત્ર ખોટ્કાઈ ગયુ.
તેને કારણે કાચો માલ ભરાવા માંડ્યો. પણ તૈયાર માલ ન બનતો કારણ કે તે યંત્ર નિષ્ક્રીય થતા ફેક્ટરીને લાખો રુપિયાનું નુકશાન થતુ હતુ.
તેને જાળવતા એન્જીનીયરો નિષ્ફળ થતા હતા.. કોઇ થી કારણ પકડાતુ નહોતું
આખરે થાકીને યંત્ર બનાવતી કંપની ને વિનંતી કરી કે તેઓની ભારે ફી ભરીને પણ યંત્ર ચાલુ કરાવો
કંપની એ કહ્યુ કે વિલાયતથી કોઇને મોકલવાને બદલે મુંબઈમાં કૂશળ માનસીંગ સગર ને પહેલા તે યંત્ર જોવા દો.
તાબડતોબ માનસીંગને તેડું થયું
તેમણે કહ્યું કે કલાકનાં ૧૦૦૦૦ રુપિયા તે ચાર્જ કરશે અને એક દિવસમાં તે યંત્ર ચાલુ કરી દેશે.
ભાવતાલ કરવાના મેનેજમેંટને પોસાય તેવુ નહોંતુ..
માનસીંગે આવીને યંત્રને ચકાસ્યુ અને એક હથોડો માંગ્યો.
એક જગ્યા ઉપર તે હથોડો માર્યો અને યંત્ર ચાલુ થઇ ગયું.
૧૦૦૦૦ રુપિયા ચુકવતી વખતે ફેક્ટરીનો માલિક કચવાતો હતો ત્યારે માનસીંગ બોલ્યો..હથોડો મારવાનો તો ફક્ત રુપીયો છે પણ ક્યાં તે હથોડો મારવો તે કૂશળતાના ૯૯૯૯ રુપિયા છે.
તજજ્ઞોની વાણી-૧૪
ENTREPRENEURISM |
|
ઇશાની વિજળી
કોઇ પણ વ્યાપાર હોય અને તે વ્યાપારમાં ઓછા જોખમે વધુ નફો રળે તેને વ્યવહાર કૂશળ કહેવાય.. આ કાળ ઝરતી ગરમીમાં રતનચંદ વાણીયો તાલુકા ગામમાં ઠંડાઈ આઈસ્ક્રીમ અને કુલફી વ્યાપાર માટે ખરીદી રહ્યો હતો અચાનક પવનમાં ઠંડક અનુભવાઇ અને ઇશાની વિજળી ઝબકી અને રતનચંદ શેઠે આઈસ્ક્રીમ વાળાને કહ્યુ.. બધુ માંડી વાળ.. હું તો ઘરે ચાલ્યો…
આઈસ્ક્રીમ વાળો દરવખતે થતા રોકડા ૫૦૦નો વકરો એમ કંઈ છોડે.. અરે શેઠ આ કાકી માટે રોઝ્નો બાટલો ફ્રી મુક્યો છે.. અને આ પડીકુ તૈયાર થૈ ગયુને તમે જવાની વાત કાં કરો?
રતનચંદ શેઠ પાઘડો માથે મુકી લ્યો ભાઇ ઇશાની ઝબકી અને મારે ધેર તે વરસે તે પહેલા પુગી જવું છે. હવે આવતી સાલ મળશુ.
ઇશાને ઝબકતી વિજળી અને ઠંડો પવન વરસાદની પાક્કી એંધાણી…નુકશાન રોકો તો તેજ કમાણી છે સમજ્નારો વ્યવહાર કૂશળ વહેપારી..સામે થી જોખમ ઓછો લે?
તજજ્ઞોની વાણી-૧૩
CUSTOMER SERVICE/SATISFACTION |
|
શેઠ ધર્માધિકારી-સફળ વેપારી
એક રાજા વેશ પરિવર્તન કરી નગર્ચર્યા કરતા હતા. શેઠ ધર્માધિકારીની પેઢી પર જઈ અનુચીત ભાવે વસ્તુ માંગી..ગુમાસ્તાએ હાથ જોડીને કહ્યુ..તમારા માંગેલ ભાવે મારાથી માલ ન અપાય. તેથી રાજાએ કહ્યું તમે શેઠને જાણ ના થાય તેમ ઉપલક માલ આપોને? ગુમાસ્તાએ કહ્યું મને શેઠ પુરા પૈસા પગાર પેટે આપે છે..મારે અનીતિ આચરીને ઉપરવાળાના અને શેઠનાં ગુનેગાર નથી થવું.
બજારમાં બીજી દુકાને એવીજ વાત કરી..ત્યાંનો ગુમાસ્તો કહે સાંજે આવજે.
કલ્પના કરો સાંજે બીજી દુકાને કોણ આવ્યુ હશે?
શેઠ ધર્માધિકારીની પેઢી વર્ષોથી ચાલે છે..જ્યારે બીજી પેઢી જેવા વેપારીઓની દુકાનો બીલાડીના ટોપ ની જેમ ખુલે છે અને ચોમાસુ જતા બંધ થાય છે. જે વેપારી જાણે છે કે ગ્રાહક સાથે નીતિમત્તાથી જે ચાલે છે ગ્રાહક તેને ત્યાં વારંવાર આવે છે.
તજજ્ઞોની વાણી-૧૨
DETERMINATION |
|
નિર્ધાર (ડગલું ભર્યુકે ના હટવુની નીતિ)
ડગલું ભર્યુકે ના હટવુની નીતિ આમ તો રઘુકુલથી ચાલી આવે છે.પ્રાણ જાય પણ વચન ના જાયની વાત સાથે હરિશ્ચંદ્ર અને તારા મતી પણ યાદ આવે. સફળ માણસ અને નિષ્ફળ માણસ વચ્ચેનો તફાવત જ આવી ક્ષણે આવે છે.
હૈદ્રાબાદનો શેર બ્રોકર અન્ના એક ફાર્માસ્યુટીકલ કંપની વતી શેરોની લે વેચ કરે. કોઇક નબળી ક્ષણે શરતચુકને કારણે એક મોટો સોદો ગળે આવી પડ્યો. લેનાર કંપની હટી ગઈ અને બધા શેરોને ખરીદવા જરુરી પૈસા મળે નહી. એક ટકાની દલાલીમાં સો ટકા રોકાય કેવી રીતે? અન્ના કહે આ બજારમાં જબાનની કિંમત છે વેચાઇ જવુ પડશે તો વેચાઇ જઇશ પણ સોદા તો પાર પાડીશ….૨૦ લાખની ખરીદી અને એક સામટો માલ આવે તો તકલીફ…પણ નિર્ધાર પાકો તેથી જેટલા લેણદારો તે સૌને કહ્યુ..કંપની ફરી ગઇ છે પણ હું માલ ઉતારીશ મને સમય આપો.. કહેનારા કહે કે અન્ના તુ મુર્ખો છે! કંપની ફરી ગઇ તો તુ પણ ફેરવી તોળને?
અન્ના કહે કસોટી સોનાની થાય કથીરની નહી.
જેમ જેમ સમય વિતતો ગયો. ખોટા વેચાણો વાલા ફુટતા ગયા અને પાકા નિર્ધાર વાળો અન્ના ૨૦ લાખનાં લેણ ને ટુકડે ટુકડે ઉતારતો ગયો અને જ્યાં ૨૦ લાખનું વલણ પુરુ થયુ ત્યારે અન્ના છાતીવાળો સાચો બ્રોકર કહેવાઇ ગયો અને ભાવફેર અને તારવણીથી ૪ લાખ જેટલા નફે બહાર ઉતર્યો. હૈદ્રાબાદમાં આજે પણ એ ફર્માસ્યુટીકલ કંપની બદનામ છે ડી લીસ્ટ થઈ જતી બચી છે. જ્યારે અન્ના આજનો ઝળહળતો સિતારો છે.
તજજ્ઞોની વાણી-૧૧
DESIRE/MOTIVATION |
“The best motivation is self-motivation. The guy says, ‘I wish someone would come by and turn me on.’ What if they don’t show up? You’ve got to have a better plan for your life.” — Jim Rohn
“Desire is the starting point of all achievement, not a hope, not a wish, but a keen pulsating desire which transcends everything.” –– Napoleon Hill “The difference between the impossible and the possible lies in a man’s determination.” — Tommy Lasorda “When you know what you want, and you want it bad enough, you will find a way to get it.” — Jim Rohn “Whatever you want wants you even more than you want it.” -– Mark Victor Hansen “Without a sense of urgency, desire loses its value.” — Jim Rohn “When you want something badly enough, you will develop the confidence and the ability to overcome any obstacle in your way.” -– Brian Tracy “The difference between a successful person and others is not a lack of strength, not a lack of knowledge, but rather in a lack of will.” — Vincent T. Lombardi “Motivation alone is not enough. If you have an idiot and you motivate him, now you have a motivated idiot.” — Jim Rohn “You can accomplish virtually anything if you want it badly enough and if you are willing to work long enough and hard enough.” -– Brian Tracy “The starting point of all achievement is desire. Keep this constantly in mind. Weak desire brings weak results, just as a small amount of fire makes a small amount of heat.” — Napoleon Hill “Humans have the remarkable ability to get exactly what they must have. But there is a difference between a ‘must’ and a ‘want.'” — Jim Rohn “Let us not be content to wait and see what will happen, but give us the determination to make the right things happen.” — Peter Marshall “The clearer you are about the consequences of your actions and the more intensely you desire to enjoy the consequences that your behaviors may lead to, the more motivated you will be.” — Brian Tracy “What you want in your life occasionally shows up…what you must have…always does.” -– Doug Firebaugh “The only real limitation on your abilities is the level of your desires. If you want it badly enough, there are no limits on what you can achieve.” -– Brian Tracy |
જે મોટો મનોરથ બાંધે અને મથે
એક ગામના રાજાએ જાહેરાત કરી કે આવતી કાલે સવારે ૬ વાગે રાજાનાં મહેલમાં જે પોતાનું વાસણ લઈને આવશે તે વાસણ ભરીને રાજા તેનું બહુમાન કરશે. બરોબર ૬ વાગે મહેલનાં બારણા દસ મીનીટ માટે ખુલશે.
કેટલોક વર્ગ જે રાજાને ભગવાન માનતો હતો તે મોટા વાસણ અને ગાડા લઇને ગયો. કેટલાક લોકો રાજાનું ફરમાન થયુ એટલે જવું પડે કહીને નાના વાસણ લઇને પહોંચ્યા. જ્યારે કેટલાક રાજાનો તમાશો જોવા ખાલી હાથે ગયા જ્યારે કેટલાક તો રાજા વાજા અને વાંદરા સરખા માનીને ગયા જ નહીં
બરોબર છ ને દસે મહેલનાં બારણા બંધ થયા અને નવ વાગે ખુલ્યા.. જે ગાડુ લઈને ગયા હતા તે ગાડુ ભરીને રાજ્ય સંપતિનો હિસ્સો લઈ ને નિકળ્યા. જે નાના મોટા વાસણ લઇને ગયા હતા તેઓને તેમના વાસણ પ્રમાણે મળ્યુ. જેઓ તમાશો જોવા ખાલી હાથે ગયા હતા તેમના ખોબા અને ગજવા ભરી ભરીને રાજાએ આપ્યુ હતુ. અને આ બધાને ભરેલા હાથે જતા જોઇને જે ગયા નહોંતા તે પસ્તાતા હતા
ઇચ્છાઓનું પણ આ રાજા જેવું છે.. જે મોટો મનોરથ બાંધે અને મથે તેને મોટુ મળે અને જે દરેક વાતમાં પાણીમાથી પોરા કાઢે તેઓને જિંદગીભર પસ્તાવુ પડે.
વાંચકોના પ્રતિભાવ