Archive
વાસ્તવિક-કીરિટ ભક્તા
હું ભગવાનમાં માનું છું
તેથી હું આસ્તિક?
જેવા સાથે તેવો હું થઉ
તેથી હું નાસ્તિક?
આજમાં જીવું, આજને માણું
તેથી હું વાસ્તવિક.
* * * * *
દેવ દેવીઓ પુજ્ય બન્યા મારી આસ્થાથી
કરવા જેવુ સૌ કરુ જમાનાની વ્યવસ્થાથી
પછી જે પરિણામ આવે લેખની વિધાતાથી
મારી માતૃભાષાનું સૌન્દર્ય-(2)-કિરીટકુમાર ગો ભક્ત
ઊંધી માત્રાની મજા.
૧. ચોરી – કન્યાએ વરનાં દિલની ચોરી કરી.
–ચૉરીનાં ફેરા ચાર.
૨. વેર- પહેલાનાં જમાનામાં વેર વારસામાં અપાતું.
વૅર –મસાલામાં લાકડાના વૅરની મિલાવટ.
૩. છેક – તે મને છેક સુધી મુકી ગયો.
છૅક – લખાણમાં છૅકછાક ન ચાલે.
૪. કોસ- કૂવામાંથી પાણી કાઢવા કોસની જરુરિયાત હોય છે.
કૉશ – ખાડો ખોદવા કૉશની જરુર.
૫. ખોળ – અમે ગાદલાંને નવી ખોળ ચઢાવી.
ખૉળ – બળદને ખૉળ વિના કેમ ચાલશે?
૬. ગોળ – પૃથ્વી ગોળ છે.
ગૉળ – ગૉળ ગળ્યો લાગે છે.
૭. મેલ- હવે માથાકૂટ મેલ.
મૅલ –આ જો કાનનો મૅલ !
૮. બેટ – કબીરવડ એક બેટ છે.
બૅટ – સચીનનું ભારે બૅટ.
ઊંધી માત્રાનાં ઉચ્ચાર દીર્ઘની જેમ ગુરુ હોય છે.
મારી માતૃભાષાનું સૌન્દર્ય- કિરીટકુમાર ગો ભક્ત
હું વરસો થી વિદેશની ધરતીમાં ફરું છું અરબ દેશો, આફ્રીકા, દક્ષીણ અમેરિકા, ઉત્તર અમેરિકા અને યુરોપ.. મહદ અંશે મને અંગ્રેજી ઉપરાંત ઘણી બધી ભાષાઓનું શબ્દ ભંડોળ અને જ્ઞાન છે.
મારી ઉંમરનાં ઘણા માબાપોને મેં તેમના સંતાનોને ગુજરાતી ભાષાની ગુણવત્તા સમજાવવામાં નિષ્ફળ નિવડતા જોઇને ક્યારેક બહુ ચિંતવેલુ અને લખેલુ આ લખાણ સૌ ગુજરાતી ભાષાનાં ચાહકોને ગમશે.
મારી માતૃભાષાની સમૃધ્ધિનાં નિમ્નલીખીત દ્રષ્ટાંતો આપને ગમશે. જેમાં એક શબ્દમાં સહેજ ફેર કરવાથી અર્થ સમુળગો બદલાઇ જાય્. વધારે વાંચો …
ફીક્કો ફસ-૯ -કિરીટકુમાર ગો ભક્ત
નોરતાની પહેલી રાત નો આનંદ મયુરી અને કાલીન્દી કરતા હીના ને વધુ હતો. કારણ તો તેને સમજાતુ નહોંતુ પણ તેને બધુજ સહજ અને સરળ લાગતુ હતુ.. સાંજે ચારનાં સુમારે પરીખ કુટુંબો સગાઇ માટે નજીક ભાડે રાખેલ હોલમાં ભેગા થવાનાં હતા. ભારે સાડીઓ અને મેકઅપ માં બંને દીકરીઓને તૈયાર થયેલી જોઇ મહેન્દ્રભાઇ અને રાધાબેનની આંખ ઠરી.
અને રુપીયો નાળીયેરની વીધી પતી ગયા પછી સામાન્ય રીતે છોકરાઓ પાર્ટીનાં મુડમાં આવે અને હીનાએ પ્રસંગોપાત નટરાજ પ્રણામનું નૃત્ય કર્યુ.પ્રાર્થના પત્યા પછી અંતાક્ષરી શરુ થઇ. ચારુ શાંત હતો તેથી કામીની પાસે આવીને કહે વધારે વાંચો …
સુરજને દીધી નોટિસ ઘુવડે-કિરીટકુમાર ગો. ભક્ત
સુરજને દીધી નોટિસ ઘુવડેકે
ઉગવા માટે લેવી પડશે પરવાનગી.
તારો ધણી હવે બની બેઠો તમરાનો ભાઇ
કુકડો ના બોલે ત્યાં સુધી તારે ઉગવાની મનાઇ
સુરજ ને તો તેથી થૈ ભારે નવાઇ વધારે વાંચો …
વાંચકોના પ્રતિભાવ