Archive
દીવાને-ખાસ – હેમેન શાહ
જરા ખુશ્બૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું,
હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.
તમન્ના આભની પણ હું તો કેવળ શ્વાસ લાવ્યો છું,
કદી ખૂટે નહીં એવો વિરોધાભાસ લાવ્યો છું.
ફકીરીમાં અમીરીનો અજબ અહેસાસ લાવ્યો છું,
ગઝલ મમળાવવાનો રાજવી ઉલ્લાસ લાવ્યો છું.
બધા શ્રાવણની ઝરમર રાતનો શૃંગાર માગે છે,
ને હું પ્રાગડના ગેરુ રંગનો સંન્યાસ લાવ્યો છું.
પ્રબળ પુરુષાર્થ કોઈ હાથચાલાકી નથી હોતો,
હું ધસમસતી નદીના વ્હેણનો વિશ્વાસ લાવ્યો છું.
તમે કલદાર, કાયા, કીર્તિ કે કૌવત લઈ આવો,
સ્મશાનોની અચલ ભૂમિનું અટ્ટહાસ્ય લાવ્યો છું.
– હેમેન શાહ
અલગ ગઝલ લખવાનો પોતાની હઠ કવિ ગઝલ લખીને જ સમજાવે છે. જેના ખોળે માથું મૂક્યું તે ગઝલમાં તો વળી કઈ રીતે બાંધછોડ કરી શકાય ?
(પ્રાગડ=પ્રભાત)
આપણું વતન આ ભુરો ગ્રહ
પૃથ્વી ઉદય..ચંદ્ર સપાટી પરથી ( Courtsey NASA)
એક્વીસમી સદીમાં એક કદમ
આગળ વધ્યું અવકાશ જ્ઞાન
ચંદ્ર પરથી દેખાયો વતનોદય
પૃથ્વી સુધી ન સીમીત જ્ઞાન
અવકાશે અનંત ગ્રહોમાં હવે
આપણું વતન આ ભુરો ગ્રહ
ગોરા કાળા ઘંઉવર્ણા ને પીળા
સૌનું છે વતન આ ભુરો ગ્રહ
સાથે વિકસીયે ને વિકસાવીયે
આપણું વતન આ ભુરો ગ્રહ
વિજય શાહ
ડો. કમલેશ લુલ્લાનાં સન્માન પ્રસંગે સુઝેલી આ વાત બાવીસમી સદીમાં જરૂર સાચી પડશે. જ્યારે સરહદો ઓગળી જશે અને સરહદોની જાળવણી નાં નામે અબજોમાં ખર્ચાતા રુપીયાઓ જન સમુદાય્નાં ઉત્કર્ષમાં વપરાશે કારણ કે તે સમયે વિશ્વગ્રામ્યનું (global village) નું સ્વપ્ન સાર્થક થશે… સીમાડાઓ ઓગળવા તે સરળ વાત નથી પણ જ્યારે યુરો ની જેમ ( ૧૯ દેશોનું સહિયારુ ચલણ ) સમું સમગ્ર વિશ્વમાં એક ચલણ હોય…બેંકોમાં કેટલાય કન્વર્ઝન કેલ્ક્યુલેટરો બીન જરુરી બની જશે..સરહદો ઓગળતા કેટ્લાય માઇલો જમીનો ઉપજાઉ બનશે. આ કલ્પન ને આગળ વિચારીયે તો દરેક ગામડુ શહેરનું પરુ હશે.. દરેક શહેર વિકસીને તાલુકો બનશે..દરેક તાલુકો વિકસીને જીલ્લો બનશે..જીલ્લો રાજ્ય બનશે રાજ્ય દેશ અને દેશો ખંડ.. અને ખંડ વિકસીને એક વિશ્વ ગામડુ..
આ કલ્પના આજની તારીખે લગભગ અશક્ય જ લાગે છે ને?
પણ તકનીકી વિકાસે આજથી સોવર્ષ પહેલા જે અશક્ય લાગતી હતી તે શક્ય થઇ છે. તો તેજ રીતે આપણા વતન નાં વિકાસ દરને જોતા આપણું વતન આ ભુરો ગ્રહ બને તે અશક્ય લાગતુ તો નથી જ… જોકે તે જોવા આપણા વડવાઓની જેમ કદાચ આપણે હયાત ના પણ હોઇએ
સંતાનને-સરયૂ પરીખ
ભાવભર્યા પ્રેમ મધુ ગીતે ઉછેર્યાં,
સંસારી સુખચેન સુવિધા વર્ષાવ્યા,
હેતાળે પ્રેમાળે કામળે લપેટ્યા,
હૈયાની હુંફમાં હિલોળા, ઓ બાળ મારા!
મીઠાં અમ મમતાના કુમળાં આસ્વાદને,
વળતરમાં આનંદે ભરીયા આવાસને,
હાસ્યે અમ દિલને બહેલાવ્યા અશેષને,
હૈયાની હુંફમાં હિલોળા, ઓ બાળ મારા!
પણ, આવી છે આજ ઘડી શીખવાની ત્યજવાની;
આગળ એ ક્યાંય ગયા, નવજીવન નવ સાથી,
પાછળ તું વલખા કાં મારે ઓ જીવ મારા?
આપું છું, મુક્તિ આજ તારા નવજીવનમાં,
આપું છું, મુક્તિ મારી આશાના બંધનમાં,
આપું છું, આંસુ સાથ ખુશી મારા નયનોમાં,
સાચા આ સ્નેહની કસોટી, ઓ બાળ મારા!
આંસુનાં તોરણ ને ઉંના નિઃશ્વાસ પછી,
મન મનન મંથન ને ઉરનાં ઉજાસ પછી,
તું જ્યારે ચાહે, છે ખુલ્લું આ દ્વાર મારું,
આવે તો વારુ,ના આવે ઓવારૂં.
આવે તો આનંદ નહીં તો મા દૂરથી ઓવારણા લેશે. ….સરયૂ પરીખ
સરયૂ બેન ની આ કવિતા હૈયાને ખુબ જ સ્પર્શી ગઈ. આ જમાનામાં લાગણીઓને જોખતા પહેલા દરેક સંતાનો એ સમજવું જોઇએ કે માની લાગણીઓતો અમુલ્ય છે અને તેથી તેઓ સહજ રીતે કહી જાય
તું જ્યારે ચાહે, છે ખુલ્લું આ દ્વાર મારું,
આવે તો આનંદ નહી તો મા દૂરથી ઓવારણા લેશે…
સુપર્બ…
ઘસાતુ બાળપણ – ગૌરાંગ નાયક
૨૦મી સદી ના પ્રારંભે, અને તે પૂર્વે, દિકરીઓ ના લગ્ન બહુ વહેલા લેવાતા. ૧૫-૧૬ વર્ષ ની વય માંડ થઈ હોય ને તેને પરણાવી દેવાય. ૨૦ વર્ષે પહોંચે એ પહેલા તો તે માતા બની ગઈ હોય. અને એવી જ રીતે એના પુત્ર ના લગ્ન પણ બહુ વહેલા થઈ જતા. ત્યારે ઘર માં નવી પરણી ને આવેલી નાની છોકરી ની, જમ ને ખાય એવી અડીખમ સાસુ હોય. આવી કાચી કુમળા માનસ વાળી દિકરી નું મનોમંથન વ્યકત કરવા ની કોશીશ કરી છે.
‘મા’ મારા કૂકા ને કોડી તૂ બંધાવજે
‘મા’ મને વ્હાલ કરીને તૂ વળાવજે
મારા વાળ ત્યાં કોઈ ઓળાવશે?
માથા માં તેલ કોણ નાંખી આપશે?
મેળા માં મારે જવાશે?
‘મા’ મારે રમવા તો જવાશે?
‘મા’ મને મુકવા તો તૂ આવજે વધારે વાંચો …
નથી-અંકિત ત્રિવેદી
તને શબ્દોમાં કેમ સમજાવું ?
કહેવું-ન કહેવુંના બે પડની વચ્ચે હું દાણાની માફક પિસાઉં,
તને શબ્દોમાં કેમ સમજાવું ?
ખુલ્લા દેખાતા બે હાથ-પગ વચ્ચે છે તોડી તૂટે ન એવી બેડી;
પડ્યો ભૂલો ભવાટવિમાં એવો,
જડી ન જડે જાત સુધી પહોંચવાની કેડી,
રોકીને રાખવી પડે છે એ વાત જે હોઠો પર થાય આવું-આવું,
તને શબ્દોમાં કેમ સમજાવું ?
શૂળી દેખાય છે જે મારા ખભે એ છે મારે દેવાના જવાબો;
જાણીને પીવાનાં ઝેર જેથી જીવતરમાં આવે ન કોઈ ખરાબો,
તારે શું ? તારે તો ડગલે ને પગલે ને વાતે ને વાતે રિસાવું.
તને શબ્દોમાં કેમ સમજાવું ?
– વિવેક મનહર ટેલર (૨૯-૦૩-૨૦૧૧)
http://vmtailor.com/archives/1048
હા મારા ભોળા અને સાચા રાજ્જા
આશિષ આ વાંચતો હતો અને કવિની વ્યથા વર્ણને
તેના મનમાં વાહ કહેવડાવી દીધું
વાત તો સાવ સાદી હતી. આજે આશા આમજ વિફરી હતી
તેનું ધાર્યુ કરાવવા તેને ત્રાગા કરવાની ટેવ પડી હતી
આશિષ આ સમજતો હતો અને ભેદાતો પણ હતો તેથી કહેતો
જેને “પોતાના” માન્યા તે સૌએ એવા છેહ દીધા કે “આહ” પણ ના નીકળી.
ધણ ધણ જેમ ફૂટે ધાણી તેમ નીકળે અવળ વાણી.
કારણ કે ન જડે જવાબ તે અને મૌન ની જો ઉઘાડુ બારી તો થાય ભુલ ભારી.
જીવને જો ના જોઇતો હોય ખરાબો તો કર ફુત્કાર્યા તારા સત્યોને
ને ના લે ઝેર અવળ વાણીનાં ચિત્તે.
તું સાચો છે કે ખોટો તે મુલવણી થવા દે દુનિયાનાં હસ્તે.
પોતાનું ધાર્યુ ન થાય તેવે દરેક વખતે ખબર છે ને દરેકે દરેક્નાં મુખે હોય છે અવળ વાણી ?.
ધર આયનોને જોવાદે તે સૌને તેમના મુખેથી સરતી
સ્વાર્થોથી ભરેલી કટુ વાણી-રીસથી ભરેલી નકારાત્મક કટુવાણી
તને શબ્દોમાં કેમ સમજાવું?
હું તો તારો અને તારો જ સદા રહેવાનો
તું કહે કે ના કહે આ તો મારી છે સવળ વાણી અને ફુત્કાર મારો
ગુસ્સો ઉતરી ગયો હતો અને આશાથી રડી દેવાયુ
હા મારા ભોળા અને સાચા રાજ્જા
સત્તર અક્ષર..“અત્તર અક્ષર” પન્ના નાયક્નાં -બસ્સો હાઇકુ
જાન્યુઆરી ૨૦૧૧માં ઈમેજ પ્રકાશન દ્વારા પ્રકાશીત હાઇકુ સંગ્રહનાં ૨૦૬ હાઇકુમાંથી કેટલાંક હાઇકુનો રસાસ્વાદ અને તે અંગેનો લેખ લખવાનો વિચાર જ્યારે એકી બેઠકે તે પુસ્તક પુરુ કર્યુ ત્યારે આવ્યો.. હાઇકુ એ જાપાની (૫,૭ અને ૫) અક્ષરનો કાવ્ય પ્રકાર છે. અને આ શબ્દોની વચ્ચે કોઇ એક પ્રસંગ, વિચાર કે ઘટના વ્યક્ત થતી હોય છે અને તેનું આ ટચુકડું સ્વરૂપ ઘણા ને શબ્દ રમત લાગે છે પણ પન્નાબેન જ્યારે તેના ઉપર તેમની કલમનો જાદુ અજમાવે છે ત્યારે સમજાય છે કે આ સ્વરૂપ લોભામણું અને લપસણૂં છે. તેમાં ઊંડાણ અને ચિત્રાત્મક્તા અને લાઘવ લાવી શકાય છે
પરદેશમાં રહેનારો મોટો વાચક વર્ગ તેમના આ હાઇકુ થી પરિચિત છે. જુની પેઢી અને નવી પેઢી નો તફાવત અહીં સુપેરે દેખાય છે.
અમેરિકામાં
બા નથી. ક્યાંથી હોય
તુલસી ક્યારો (૧) વધારે વાંચો …
ફોર્થ ઓફ જુલાઈ-હરનિશ જાની
વતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.
વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.
તમારા બાળકોનું વતન છે આ તો .
ક્યાં સુધી પરદેશી રહેશો,અમેરિકામાં.
લોકશાહીના આ મંદિરનો ઉપકાર માનો.
બાંધો છો રોજ નવા મંદિરો અમેરિકામાં.
અન્ન આ ધરતીનું શ્વાસ આ આકાશનો .
સુજલામ્ સુફલામ્ બનાવો,અમેરિકામાં.
જન્મદાત્રી ભાગ્યમાં મળી તમને આનંદો.
જીવનદાત્રી તમારી પસંદની, અમેરિકામાં.
વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.
કયાં સુધી છતરીઓ ખોલશો ,અમેરિકામાં
આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો
કબર ખોદાઇ ગઇ છે તમારી, અમેરિકામાં.
હરનિશ જાની-યુ.એસ.એ.
(રદિફ–કાફિયાની ચિંતા કર્યા સિવાય સદેશ વાંચો–તે સ્પષ્ટ છે.)
અમેરિકામાં રહેતા ગુજરાતીયોની લાગણીઓનો દુરુપયોગ રોકવા ઔષધ સમું વ્યવહારીક કથન આ કાવ્યમાં છે. એવું ઘણા લોકોએ અનુભવ્યું છે કે અમેરિકાની જીવન પધ્ધતિ જીવવી ગમે છે પણ હ્રદય્માં ગાન એજ વર્ષોજુના ધુળીયા ગામની ગલીઓ અને પાણી ભરીને આવતી પનીહારીઓની વાતો કરી લેખકો,કવિઓ, સંગીતકારો, રાજ કરણીઓ અને સાધુસંતો તેમને મા ગુર્જરી તરફ આકર્ષતા હોય છે. પરંતુ તે આકર્ષણ ગુજરાતમાં રહેવા ગયેલા ગુજરાતીઓનું પહેલા મહીને જ ખતમ થઇ જતું હોય છે કારણ કે મોટાભાગે તેમની લાગણીઓ અને પૈસા કેમ શોષવા તેવા જ લગભગ અનુભવો તેમને સમાજ્માં થતા હોય છે. અને આવા શોષાયેલા ગુજરાતીઓને હાસ્ય લેખક હરનિશ જાની માર્મિક સંદેશો આપે છે કે તમે જ્યારે જે ગુર્જરી જેવી છોડી હતી તેવી તે આજે નથી. તમારી આજ જે છે તે સ્વિકારો. મહદ અંશે આ સંદેશો પહેલી પેઢીનાં દરેક જણનો હશે.. દ્વિતીય અને ત્તૃતીય પેઢી તો તેને ઓલ્ડ મેન’સ લેંડ કહી ભુલવા માંડી હોય છે.થવા તેઓ તો તેમને અમેરિકન જ માને છે ત્યાં આ માતૃભાષા થી દુર રહ્યા હોવાનો રોગ નથી. હરનિશભાઇ તમને સલામ!..જરૂરી સત્ય હળવી રીતે રજુ કર્યુ
હાઇકુ વિજય જોશી ‘શબ્દનાદ’
વસંત ઋતુની સવાર હતી. અમે હમેશની જેમ આજે પણ સવારે ચાલવા નીકળ્યા હતા. અતિ ઘાટું ધુમ્મસ ફેલાએલું હતું. પૃથ્વી અને આકાશ ધુમ્મસની ભીની ચાદરના આવરણમાં લપેટાઈ ગયા હતા, સફેદ જેલના કેદી હતા. સ્તબ્ધ શાંતિ ચારેકોર! ફક્ત અમારા બંનેના શ્વાસનો અવાજ એ નિશબ્દતાને થોડી થોડી વારે જગાડતો હતો. ધુમ્મસમાં કઈ પણ દેખાતું ન હતું-જાણે સફેદ અંધકાર! સખત ઘાટું ધુમ્મસ, જાણે અમેઝોનનું ઘોર જંગલ- અમારા હાથ હથિયારની જેમ વાપરી ધુમ્મસ દૂર હટાવી માર્ગ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા હતા.
સૂર્ય અને ધુમ્મસનું જોરદાર દ્વંદ્વ યુદ્ધ ચાલુ હતું. વચ્ચે વચ્ચે સૂર્યના કિરણો, સૈનિકો થઈને ધુમ્મસ કાપી સૃષ્ટિની મદદે આવતા હતા પણ ફરી પાછું ધુમ્મસ કિરણોને પાછા ધકેલી શ્વેત સામ્રાજ્ય કબજે કરતુ હતું.
પૃથ્વી તો સૂર્યની વહાલી પુત્રી! એના ભલા માટે, રક્ષણ માટે સૂરજે ક્રોધિત થઈને જોરદાર આક્રમણ કરી ધુમ્મસને ધીમે ધીમે હટાવ્યું અને ફરીથી વાદળી આકાશ અને સુંદર સુશોભિત લીલી ધરતીના રંગો દેખાવા માંડ્યા. સુખાંત!
ચાલતા ચાલતા સૃષ્ટિનું આ પરિવર્તન જોઇને એક હાઇકુ જન્મ્યું એ અહી પ્રસ્તુત કરું છું.
આવ્યું ધુમ્મસ
સૃષ્ટિ સર્વ પામવા
ભગાડ્યું! સૂર્યે
વિજય જોશી ‘શબ્દનાદ’
મેં તો ઉંબર પર દીવડો મેલ્યો–દલપત પઢીયાર
સકલ મારું ઝળહળ
મેં તો ઉંબર પર દીવડો મેલ્યો
કે ઘર મારું ઝળહળતું
પછી અંધારો ઓરડો ઠેલ્યો
ભીતર મારું ઝળહળતું ….મેં તો
મેં તો મેડી પર દીવડો મેલ્યો
કે મન મારું ઝળહળતું
પછી ડમરો રેલમછેલ રેલ્યો
કે વન મારું ઝળહળતું મેં તો વધારે વાંચો …
વાંચકોના પ્રતિભાવ