Archive

Archive for the ‘આંસુડે ચીતર્યા ગગન’ Category

આંસુડે ચિતર્યા ગગન (35)

નવેમ્બર 1, 2009 4 comments

[ani_Woman_crying.gif]

bataliyah.blogspot.com

આગળના પ્રકરણો વાંચવા અહીં ક્લીક કરો
‘તો ભાભી એમ કહો ને… ? અર્ચના કાઢી આપશે.’ અંશ બોલ્યો.

‘ના હું અહીં હોઉં પછી અર્ચનાનું એ કામ નહીં. એ તો મારું જ કામ.’

‘ભલે ભાભી તમે કરજો એ કામ. પણ ગોળી લેવાનું ચુકાશે નહીં કારણ કે એ તો ખૂબ જ જરૂરિયાતની ગોળી છે. એટલે શેષભાઈને જમાડીને પછી તમારે એ ગોળી લઈ લેવાની. બરાબર ?’ અર્ચનાના આ જવાબથી અંશ અને શેષભાઈ બંને સ્તબ્ધ થઈ ગયા.

‘ના – અર્ચના તારા ડિપાર્ટમેન્ટમાં તેં મારો ચંચુપાત નથી ચાલવા દીધો – મારા ડિપાર્ટમેન્ટમાં તારે નહીં બોલવાનું શું ?’

‘ભાભી – હું હવે ચુપ -’ અર્ચના અંશ તરફ ફરતા બોલી – ‘પણ ભાભીને ભાઈ સાથે થોડી ગપસપ કરવી હોય તો ?’

અંશ – ‘ના કહીને તને અર્ચના – કેમ બહુ બોલે છે ? ભાભીની જોડે તને પણ સાંજે જ દવા મળી જશે.’

‘અંશભાઈ ગુસ્સે ન થાવ. પણ મેં હમણાં ક્યાંક વાંચ્યુ હતું કે ઊંઘની ગોળીની ખરાબ અસરો આવનારા બાળક પર પણ પડે છે. તેથી હું જરા વિચાર કરવાનું કહેતી હતી. ’

‘એટલે તમને મારા પર વિશ્વાસ નથી કેમ ?’

‘ના, એવું તો નથી પણ… ઝેર જેટલું પેટમાં ઓછું જાય તેટલું સારું.’

‘બિંદુ , દવાને ઝેર ન કહેવાય.’ – શેષ

‘હા પણ જરૂર ન હોય છતાં પણ લઈએ તો તે ઝેરની જ અસર કરે.’

‘એ નક્કી કોણે કરવાનું ? જરૂર છે કે નહીં એ નક્કી કરવાનું કામ અંશનું છે.’

‘હા ભાભી – એ એમનું ડિપાર્ટમેન્ટ છે. માંડી વાળોને વાત… તમારી અને મારી એક પણ વાત નહીં ચાલે.’ વધારે વાંચો …

આંસુડે ચિતર્યા ગગન (34)

ઓક્ટોબર 31, 2009 Leave a comment

[ani_Woman_crying.gif]

bataliyah.blogspot.com

આગળના પ્રકરણો વાંચવા અહીં ક્લીક કરો

શું શાંતિથી વિચારવાનું છે ?’ લાભશંકરકાકા આવ્યા અને બોલ્યા

ના રે કાકાકશું ખાસ નહીંઅમે વિચારતા હતા ભાભીને અંશીતાના મૃત્યુ વિશે ખબર શી રીતે આપવી…?’

હું પણ એ જ વિચારું છું. પણ અર્ચના તમે શું વિચારો છો ?’

એક નાનકડું જોખમ છે. અને તે આ આંચકો તેમને સ્થિતપ્રજ્ઞતામાંથી બહાર કાઢશે. પણ એકાદ દિવસ વિચારોના તુમુલ યુદ્ધને એમનું મગજ કેવી રીતે ખાળશે તે જોયા પછી નક્કી કરાય.

હું એમ વિચારતો હતો કે આ છ મહિનાનો ગેપ બતાવવા છાપાનો ઉપયોગ કરીએ તો?’ અંશ બોલ્યો.

કેવી રીતે ?’ અર્ચનાએ પૂછ્યું.

હમણાં તે સિંહાની મારામારીના અને અંશીના આઘાતથી પીડાય છે ને ?’

હા તો બિંદુને તે સમયનું છાપું આપીએ જેમાં સિંહાના પકડાયાના તથા અંશીતાના મૃત્યુના સમાચાર છે. વધારે વાંચો …

આંસુડે ચિતર્યા ગગન (33)

ઓક્ટોબર 30, 2009 Leave a comment

[ani_Woman_crying.gif]

bataliyah.blogspot.com

આગળના પ્રકરણો વાંચવા અહીં ક્લીક કરો

શોક ટ્રીટમેન્ટ આપવા બે એક ન્યુરો સર્જને પણ સલાહ આપી – અર્ચના પણ હવે ઘણી જ સ્પષ્ટ હતી. એ એમ માનતી હતી કે વીજળીક શોટ્સ આપતા પહેલાં કોઈક કૃત્રિમ માનસિક આઘાત એમના સક્રિય મનોમસ્તિષ્કને સ્પન્દિત કરી જાય તો સારું પરિણામ આવી શકે છે.

તે દિવસે ત્રણે જણાએ બેસીને નક્કી કર્યું કે હવે બિંદુભાભીને એમની ઢીંગલી ભૂલાવી જોઇએ. અને એ ઢીંગલી ભૂલાવવા એક કૃત્રિમ અકસ્માત કરાવીએ કે જેથી એમને માનસિક આઘાત લાગે.

સાંજે પાંચ વાગ્યાનો સમય નક્કી કર્યો. કે જ્યારે શેષે ઢીંગલીને રમાડતા રમાડતા બારીમાંથી બહાર ફેંકવી જેના ઉપર અંશ કે અર્ચના કાર ફેરવી દે અને ઢીંગલીનું આકસ્મિક મૃત્યુ નીપજાવે.

‘અર્ચી ! આનું સાઈડ રીએક્શન કેવું હોઈ શકે ?’

‘ત્રણ શક્યતાઓ છે એક તો એ ઢીંગલીના મૃત્યુનો આઘાત તેમને વધુ ગંભીર બનાવી દે. અને એ તબક્કામાં

વીજળીક શોટ્સ સિવાય કોઈ જ ઉપાય બાકી નથી રહેતો. બીજી ઢીંગલીનો આઘાત સ્પર્શ્યા વિના જતો રહે. અને ત્રીજી શક્યતા એ પણ છે કે એ માનસિક આઘાત તેમને સંપૂર્ણ રીકવરી  તરફ વાળી દે.’

‘આઈ હોપ કે ત્રીજી શક્યતા સાચી પડે.’ શેષભાઈ બોલ્યા. વધારે વાંચો …

આંસુડે ચિતર્યા ગગન (32)

ઓક્ટોબર 29, 2009 Leave a comment

[ani_Woman_crying.gif]

bataliyah.blogspot.com

આગળના પ્રકરણો વાંચવા અહીં ક્લીક કરો

બીજે દિવસે અંશ અને અર્ચના હનીમૂન માટે મહાબળેશ્વર જવા નીકળ્યા. ત્યારે અર્ચનાએ શેષભાઈ ને કેટલાંક સૂચનો આપવાનું હિતાવહ માન્યું.

‘શેષભાઈ ! બિંદુભાભીની આસપાસ અંશના જ કપડા પહેરીને ફરજો. અને એની ઢીંગલીને ખાસ રમાડજો. નર્સ દવાઓ બધી સમયસર આપતી રહેશે. પરંતુ ગઈકાલની એમની તાણ જરા મનને ચિંતિત કરે છે. જો એવું ફરી થાય તો ફોન કરીને અમને જાણ કરી દેજો.’

ટ્રેનની મુસાફરી શરુ થઈ. અલગ કમ્પાર્ટમેન્ટ મળ્યું હતું તેથી ખાસ કોઈ પ્રોબ્લેમ નહોતો.

‘અર્ચી ! ભાભીને પીલ્સ આપી દઈએ તો ?’

‘ગાંડો થયો છે?’

‘કેમ ?’

‘એબોર્શન થઈ ગયું તો પછી એ કદી સાજા નહીં થાય.’ વધારે વાંચો …

આંસુડે ચિતર્યા ગગન (31)

ઓક્ટોબર 28, 2009 1 comment

[ani_Woman_crying.gif]

bataliyah.blogspot.com

આગળના પ્રકરણો વાંચવા અહીં ક્લીક કરો
‘જેવી હરિ ઇચ્છા !’ એમ કહીને મમ્મી જતી રહી.

અર્ચનામાંની ડૉક્ટર તેને રડવા દેતો નહોતો અને પ્રેયસી ડુસકે ડુસકે રડવા માગતી હતી. વહેલી સવારનો સૂરજ આભની અટારીએ ડોકાવા માંડ્યો હતો. અંશ પણ ઊઠી ગયો. એને ઊંઘથી કંઈક રાહત મળી હોય તેમ લાગતું હતું અર્ચના અખંડ ઉજાગરાથી રાતીચોળ થયેલ આંખે મ્લાન મલકી. અંશ એના મ્લાન હાસ્યને જોઈ સમજી ગયો. એ આખી રાત ઊંઘી નહોતી… અર્ચનાનું બિંદુભાભીમાં આ રીતે ઇન્વોલ્વ થવું હવે એને ખતરનાક લાગ્યું… એના મનમાં હજી અર્ચનાના શબ્દો પડઘાતા હતા. You will be her husband and merry to her. That’s the basic requirement.

અર્ચના ઊભી થઈને અંદર ગઈ, મોં ધોયું, સ્વસ્થ થઈને બહાર આવી. છાપું સાથે લેતી આવી – અંશ ! લે વાંચ – હું કોફી લાવું છું.

અંશ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે શેષ ઘરે આવી ચૂક્યો હતો. એ સહેગલના રૂપમાં જ આવ્યો હતો. અંશ આવ્યો ત્યારે તેની હાજરીમાં જ શેષે મેકઅપ ઉતારી નાખ્યો.

અંશ – એકદમ આવેશમાં તેને ભેટી પડ્યો… ‘શેષભાઈ…!’ વધારે વાંચો …

આંસુડે ચિતર્યા ગગન (30)

ઓક્ટોબર 27, 2009 1 comment

[ani_Woman_crying.gif]

bataliyah.blogspot.com

આગળના પ્રકરણો વાંચવા અહીં ક્લીક કરો

‘ભાભીના નાના બેને એમની કોઈક બેનપણીને બતાવ્યા હતા. ’

‘શું નામ હતું ડૉક્ટરનું ?’

‘અર્ચના વ્યાસ – સારી પ્રેકટીસ છે. ’

‘તેમણે શું કહ્યું ?’

‘એમનો પણ એવો ઓપીનીયન જ છે. શોકટ્રીટમેન્ટથી સુધરી જશે. તેથી તો મને તેડાવ્યો છે અને એ જ શોકટ્રીટમેન્ટ અપાવવા જઈ રહ્યો છું.’

‘તમારા ભાભીના નાના બેનનું નામ શું છે ?’

‘અનીતા…’

‘અનીતા દેસાઈ !’ વધારે વાંચો …

આંસુડે ચિતર્યા ગગન (29)

ઓક્ટોબર 26, 2009 1 comment

[ani_Woman_crying.gif]

bataliyah.blogspot.com

આગળના પ્રકરણો વાંચવા અહીં ક્લીક કરો

લે તારી ઇચ્છા હશે તો હું લાઇબ્રેરી વર્ક છોડી દઈશ. પણ આ તારી સાચી રીત નથી. You are behaving orthodocally ’

‘yes, might be – but I feel you are much involved. ’

ઘરની વ્યક્તિની સારવારમાં નાની નાની દરેક વાતની સંભાળ લેવી જોઇએ તેથી લઉં છું…. બાકી

બાકી બસ કશું જ નહીં.

ભલે.

થોડીક ચુપકીદી પછી અંશને લાગ્યું કે તેણે અર્ચનાને દૂભવી છે. તેથી બોલ્યો અર્ચી

હં.

તને ખોટું લાગ્યું ?’

હું એ જ વિચારું કે અંશની આ વર્તણૂક પતિ તરીકે સાચી છે. પણ ડૉક્ટર તરીકે ખોટી છે. વધારે વાંચો …