Archive

Archive for the ‘અમે પત્થરનાં મોર કેમ’ Category

નીલવર્ણ કાળમીંઢ પથ્થર

જૂન 23, 2009 Leave a comment

 

તા.૨૩/૧૦

પ્રિય સુનીતા,                                                              

પુરુષને જે લભ્ય થતું નથી તેની ખેવના તે હરદમ કર્યા કરતો છે.તેને માટે પુરુષાર્થ કરતો રહેતો હોય છે,કોઇ પણ સિધ્ધિ અચાનક તો લભ્ય ન જ થાય.તે માટે એક યા બીજી પ્રકારની તપશ્ચર્યા આવશ્યક છે જ,’જ’ શબ્દ પર મુકેલો ભાર તું કદાચ નહીં સમજે. ચાલ, આજે તારી નજર સમક્ષથી સમગ્ર પડદો હટાવી દઉં, તારી સાથે મૈત્રી કેળવી ગાઢ કરવાનો એક જ આશય એ હતો કે મારા ઘવાયેલા વિચારોને થોડું સાંત્વન મળે. ન જાણે શાય કારણથી તારી સાથે વાત કરવાનું મને ગમતું. અને વળી તું મારી ‘હમખયાલ’ નીકળી તેથી હ્ર્દયના ખૂણે ધરબાઇ ગયેલી અવનિની સ્મૃતીઓ ફરી જાગ્રત થવા માંડી. કદાચ તું અવનિની પ્રતિકૃતી જેવી છે તેથી…

   શું લખું…? શું ના લખું…? અવનિ માટે  મારા હ્રદયમાં ખૂબ જ લાગણી હતી. આ ’ખૂબ જ’.શબ્દ પણ મને નાનો લાગે છે.એ લાગણીઓને જોખવામાં,પરંતુ સમય અને પ્રસંગોએ બતાવી દીધું છે કે આ લાગણીઓ ખોટી જગ્યા પર છે.જે વ્યક્તિને તું મનમાં ‘દેવી’ માને છે.તેને મનમાં તો તું કથીર છે.પુજારી નહી..અને તેથી જ હું લાગણીઓના આર્વિભાવમાં જબરદસ્ત ધોકો ખાઇ બેઠો..ઊંચા ઊંચા ગિરિશૃંગો પરથી હું અચાનક જ ગબડી પડ્યો,અને તેય જોજનો ઊંડી ખાઇમાં…કે જ્યાંથી સહીસલામત નીકળવું એ અંત્યંત કઠિન જ નહી પરંતુ લગભગ અશક્ય જેવું કાર્ય હતું. પરંતુ હવે શું કરવું ? હ્રદય તો આખરે હ્રદય જ છે…આંખમાંથી આંસુ નીકળે તો પુરષ-પુરુષ કહેવાય શાનો  ?અને જો હ્રદય ધબકે નહીં તો હ્રદય શાનું ? ખૂબ જ દુ:ખ થયું પરંતુ આંસુને બહાર આવવા ન દીધાં. જડ્વત બનીને જિંદગીને જીવવાની જીજીવિષા થઇ આવી.પરંતુ એ રીતે જીવવા નો શો ફાયદો…? વધારે વાંચો …

ભગ્ન હૈયે પણ..

ઓક્ટોબર 1, 2007 2 comments

bhagna-haiye-pan.JPG

 સાંજે ઘરે આવતાંની સાથે જ મમ્મીએ રડતા રડતા કહ્યું-
બેટા નિકુંજે વિવાહ તોડી નાખ્યોડૂસકા ભરતા ભરતા એમણે નિકુંજનાં પપ્પાનો કાગળ હાથમાં આપ્યો.
ત્યાંજ પપ્પા બોલ્યા-અરે તેને અંદર તો આવવા દે તે પહેલા જ તું…’ ભારે ભારે લાગતો તેમનો અવાજમમ્મીનું ડૂસકુંબે-ચાર ક્ષણ તો હું સ્તબ્ધ ઉભી રહી
શું? મમ્મી, નિકુંજેના, નાનિકુંજ એવું ના કરેમમ્મી, નિકુંજ એવું ન કરે. શંકાથી મમ્મી સામે જોતાં જોતાં કાગળ ખોલવાની ચેષ્ટા કરું ત્યાં જ લાલુ બોલી ઉઠ્યો-
ના મોટી બહેન તું તે કાગળ ના વાંચ તે કાગળ વાંચીને બધા રડ્યા કરે છે .તું રડીશ તો મને પણ રડવુ આવશેવધારે વાંચો …