Archive

Archive for the ‘અન્ય બ્લોગ ઉપરથી ગમે’ Category

પૃથ્વી વતન કહેવાય છે….દેવિકા રાહુલ ધ્રુવ

જુલાઇ 12, 2012 2 comments

છંદવિધાનઃ રજઝ ૨૮- ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

**********************************

આકાશની બારી થકી કેવું જગત દેખાય છે ?

અવકાશમાં ગોળારુપે, જાણે ચમન વર્તાય છે.

પૃથ્વી કહો, અવની કહો, ક્ષિતિ કહી માનો ધરા,

જે ઈશ્વરે દીધું અહીં, એને જીવન કે’વાય છે.

હું કોણ છું ને ક્યાંનો છું? પ્રશ્નો નકામા લાગતા,

ઇન્સાન છું બ્રહ્માંડનો, બસ એ કથન સમજાય છે.

છોડો બધી વ્યાખ્યા જુની, જે જે વતન માટે રચી,

આજે જુઓ આ વિશ્વનું,પૃથ્વી વતન કે’વાય છે.

સંભારજો સાથે મળી સૌ, વિશ્વમાનવની કથા,

આપી ગયા પ્યારા કવિનું, આ સપન સર્જાય છે.

                               પૃથ્વી વતન કે’વાય છે…..

શબ્દોને પાલવડે

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પૃથ્વી ઉદય..ચંદ્ર સપાટી પરથી ( Courtsey NASA)

છંદવિધાનઃ રજઝ ૨૮-
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

**********************************
આકાશની  બારી  થકી  કેવું  જગત  દેખાય  છે ?
અવકાશમાં  ગોળારુપે, જાણે  ચમન વર્તાય  છે.

પૃથ્વી  કહો, અવની  કહો, ક્ષિતિ  કહી માનો  ધરા,
જે  ઈશ્વરે  દીધું  અહીં, એને  જીવન  કે’વાય  છે.

હું કોણ છું ને  ક્યાંનો  છું? પ્રશ્નો  નકામા  લાગતા,
ઇન્સાન છું  બ્રહ્માંડનો, બસ એ કથન  સમજાય  છે.

છોડો બધી વ્યાખ્યા  જુની, જે  જે  વતન  માટે  રચી,
આજે  જુઓ  આ  વિશ્વનું,પૃથ્વી  વતન   કે’વાય  છે.

સંભારજો  સાથે  મળી  સૌ, વિશ્વમાનવની  કથા,
આપી  ગયા  પ્યારા  કવિનું, આ  સપન  સર્જાય  છે.
પૃથ્વી વતન  કે’વાય છે…..

 

View original post

સંતાનને-સરયૂ પરીખ

જુલાઇ 4, 2012 2 comments

ભાવભર્યા પ્રેમ મધુ  ગીતે ઉછેર્યાં,
સંસારી સુખચેન સુવિધા વર્ષાવ્યા,
હેતાળે  પ્રેમાળે કામળે  લપેટ્યા,
હૈયાની  હુંફમાં  હિલોળા, ઓ બાળ મારા!

મીઠાં અમ મમતાના  કુમળાં  આસ્વાદને,
વળતરમાં  આનંદે ભરીયા  આવાસને,
હાસ્યે અમ દિલને બહેલાવ્યા  અશેષને,
હૈયાની  હુંફમાં હિલોળા, ઓ બાળ મારા!

પણ, આવી છે આજ ઘડી શીખવાની ત્યજવાની;
આગળ એ ક્યાંય ગયા, નવજીવન નવ સાથી,
પાછળ તું વલખા કાં મારે ઓ જીવ મારા?

આપું  છું, મુક્તિ આજ તારા નવજીવનમાં,
આપું  છું, મુક્તિ મારી આશાના  બંધનમાં,

આપું છું, આંસુ સાથ ખુશી મારા નયનોમાં,
સાચા આ સ્નેહની કસોટી, ઓ બાળ મારા!

આંસુનાં તોરણ ને ઉંના નિઃશ્વાસ પછી,
મન મનન મંથન ને ઉરનાં ઉજાસ પછી,

તું જ્યારે ચાહે, છે ખુલ્લું આ દ્વાર મારું,
આવે તો વારુ,ના આવે ઓવારૂં.

આવે તો આનંદ નહીં તો મા દૂરથી ઓવારણા લેશે.    ….સરયૂ પરીખ

સરયૂ બેન ની આ કવિતા હૈયાને ખુબ જ સ્પર્શી ગઈ. આ જમાનામાં લાગણીઓને જોખતા પહેલા દરેક સંતાનો એ સમજવું જોઇએ કે માની લાગણીઓતો અમુલ્ય છે અને તેથી તેઓ સહજ રીતે કહી જાય

તું જ્યારે ચાહે, છે ખુલ્લું આ  દ્વાર   મારું,

  આવે તો આનંદ નહી તો મા દૂરથી ઓવારણા લેશે…

સુપર્બ…

દુનિયાને અણધાર્યો ફાયદો -પી. કે. દાવડા

જૂન 27, 2012 Leave a comment

શરૂઆતના કોમ્પ્યુટરોમાં Volatile અને Storage Memory બન્ને બહુ ઓછી હતી, એટલે Operating System અને Programme બન્નેમાં બને એટલા ઓછા bytes વપરાય એની સતત તકેદારી રાખવામા આવતી.

કોમપ્યુટરના મોટાભાગના કામોમા તારીખનો ઉપયોગ થતો. ૧૯૮૦ થી કોમપ્યુટરોનો વપરાસ વધવા માંડ્યો, છતાં ૨૦૦૦ ને તો હજી ૨૦ વર્ષ બાકી છે એમ માનીને તારીખમા વર્ષ ચાર આંકડાને બદલે બે આંકડામાં લખાતું, એટલે કે dd/mm/yy નો ઉપયોગ કરવામા આવતો. ૧૯૯૫થી ચિંતા શરૂ થઈ કે ૨૦૦૦ની સાલમાં કોમપ્યુટર ૦૦ નો કેવો અર્થ કરશે? પ્રયોગો શરૂ થયા. કોઈ કોમપ્યુટરો એનો અર્થ ૧૯૦૦ કરવા લાગ્યા તો કોઈ વળી ૧૯૧૦૦ કરવા લાગ્યા. Spread Sheet અને વ્યાજની ગણતરી કરનારા સોફટવેર ગોટાળા કરવા લગ્યા. બસ પછીતો એ ગભરાટને સોફટવેર કંપનીઓએ પોતાના ફાયદા માટે એવો તો ઉલાડ્યો કે બધાએ તરત પોતાના કોમપ્યુટરમા આનો ઉકેલ જલ્દી આવી જાય એની દોડ શરૂ કરી દીધી. હજારો સોફરવેર ડેવલપરને નોકરીઓ મળી ગઈ, મોં માગ્યા પગાર મળવા લાગ્યા, ભારતની ઘણી નાની સોફટવેર કંપનીઓ આ દોડમાં મોટી થઈ ગઈ. વધારે વાંચો …

ઇ-બુક બનાવવી સરળ છે- માર્કેટીગ સમય માંગી લે છે

જૂન 8, 2012 3 comments

છેલ્લા કેટલાક મહીનાથી આ વિષય ઉપર સંશોધન કરતો હતો ત્યાં ૨૦૧૦ નો આ લેખો http://reviews.cnet.com/self-publishing/ અને http://reviews.cnet.com/how-to-self-publish-an-e-book?tag=mncol;txt જડી ગયો. ડેવીડ કર્નોય્નો આ લેખ આમતો ઘણી બધી માહિતી થી ભરપુર છે અને તે ૨૦૧૦માં લખાયેલો છે એટલે તે પ્રસિધ્ધ થયા પછી ઘણા પાણી ગંગામાં વહી ગયા છે .લેખકો અને પ્રકાશકોનાં આ વિષય ઉપર બહુજ બહોળા પ્રતિભાવોછે તેથી તે ચર્ચાને બાજુમાં મુકીને લખું તો

  1. તમારી મેન્યુસ્ક્રીપ્ટ ને વર્ડ ૭ પ્રોગ્રામ મા લઇ જે સાઈઝ મા પુસ્તક બનાવવાનુ છે તે સાઇઝમાં આખી મેન્યુસ્ક્રીપ્ટનુ પેજ માં રુપાંતરણ કરો.
  2. પ્રકરણ પ્રમાણે તેમને છુટા પાડો
  3. ટાઈટલ શક્ય હોય તો સારા પ્રોફેશનલ પાસે બનાવડાવો. આ ખુબ જ આવશ્યક કામ છે અને તમે નિશ્ચિંત કરેલ સાઈઝ્નું ટાઇટલ બનાવો.
  4. સિગ્નેચર પેજ માં ટાઇટલ પુસ્તક પ્રાપ્તિ સ્થાન કિંમત અને કોપી રાઇટ નો ઉલ્લેખ કરો.
  5. કિંમત સામાન્ય રીતે એક પેજ બરાબર એક રુપિયો રખાતી હોય છે..પરંતુ ઇ બુકમાં ઘણી વાર તેને લોક્પ્રિય બનાવવા સીંધીઓની જેમ કોથળે વેપાર થાય છે જેમા લેખક અને ઇ બૂક માર્કેટ કરતી સંસ્થા જ પૈસા ગુમાવે છે.
  6. પુસ્તક્નો આઇ  એસ બી એન(International Standard Book Number) નંબર લેવો જોઇએ અને તે કિંમત સાથે બેક ટાઈટલ ઉપર છપાતો હોય છે.
  7. આ આખી ફાઇલ પી ડી એફ કરીને માર્કેટીંગ સંસ્થાઓ જેવી કે એમેઝોન અને Lulu, BookSurge, CreateSpace, iUniverse, Xlibris, Author House, Outskirts, Bookganga, ekatrabooks ને માર્કેટીગ માટે આપી શકાય. આ પબ્લીશરો પાસેથી મળતી માર્કેટીંગ સેવાઓ મહદ અંશે નાણાકીય લાભ લાંબા ગાળે આપતી હોય છે તેથી ધીરજ અગત્યનો ગુણ છે.
  8. તમારા પુસ્તક્ને સંપૂર્ણ બનાવવા માંગતા હો તો સારો પ્રૂફ રીડર અને સારુ ટાઈટલ સોનામાં સુગંધ પુરશે.
  9. જાતે પ્રસિધ્ધ થયેલ ઇ બુકનાં રીવ્યુ આવતા હોતા નથી તેથી તેનો પ્રચાર મહદ અંશે ઇ મેલ અને મિત્રો દ્વારા કે ગ્રુપ દ્વારા વધુ થતા હોય છે
  10. લેખક અને પ્રકાશકોનો સહિયારો પ્રયત્ન આવા પુસ્તકોમાં પરિણામ લક્ષી હોય છે.. પરંતુ ઇ બુક ભારતમાં હજી અમેરિકા જેટલી બહુ પ્રચલીત નથી

ઈ બુક ઉપર મારા અન્ય લેખો

https://vijayshah.wordpress.com/2012/05/07/e-book-hakka-kono-laabh-kone/

https://vijayshah.wordpress.com/2012/02/16/pustakono-ebbok/

Vitamin F- Email by Mike Vora

જૂન 3, 2012 Leave a comment

Why do I have a variety of friends who are all so different in character?  How can I get along with them all?

I think that each one helps to bring out a “different” part of me.

* With one of them I am polite.

* I joke with another friend. વધારે વાંચો …

Clay Balls -Author Unknown

મે 25, 2012 Leave a comment

     

  A man was exploring caves by the Seashore.  In one of the caves he found a canvas bag with a bunch of hardened clay balls.  It was like someone had rolled clay balls and left them out in the sun to bake. They didn’t look like much, but they intrigued the man, so he took the bag out of the cave with him.  As he strolled along the beach, he would throw the clay balls one at a time out into the ocean as far as he could. વધારે વાંચો …

ઉછીનો ધબકાર- પ્રવિણ શાહ

મે 12, 2012 2 comments

જીવનભરનો ભાર અહીં
બે પગનો આધાર અહીં

ક્યાંયે ના સત્કાર મળે
વગડો પણ ભેંકાર અહીં

નાવ અમારી કાગળની
દરિયો પણ લાચાર અહીં

સૌને માંગ્યું તે દીધું
તોયે કાં ધિક્કાર અહીં

અંદર બહાર ભ્રમણા છે
ભીતર છે અંધાર અહીં

અંત પળે મેં માંગ્યો ના
ઉછીનો ધબકાર અહીં
પ્રવિણ શાહ ( આસ્વાદ બ્લોગનાં પ્રણેતા)

વડોદરાની બુધ સભામાં કવિ મુખે સાંભળેલુ

ગઝલાભાસ-ડો હસમુખ શાહ

મે 12, 2012 1 comment

મારી જ વાત માનો એવું મેં ક્યારેય કહ્યું નથી
અફાટ રણ કંઇ કોઇના કહેવાથી વિસ્તર્યુ નથી

હિમાલયે ક્યાં ઊંચાઇની બડાશ મારી છે?
ઊંચા થવા એણે કોઇ ખોટું કામ કર્યુ નથી!

એમતો મહાસાગર પણ કેવા ઉછાળા મારેછે,
નદીઓએ ક્યારેય પોતાનું પ્રદાન વખાણ્યું નથી!

ધર્મની વાતો છે તમારી તો તમારી પાસે જ રાખો
ધર્મની બાબતમાં મેં કોઇનું મંતવ્ય સ્વિકાર્યુ નથી!

મણસ બસ માણસ થઇને રહેતો શાંતિ આમ જ સ્થપાય
બધા વેર ઝેર માનવ સર્જિત છે ઇશ્વરે એવું ક્યાં કશું બનાવ્યું છે?

(૨)

તું છે તો હું છું, અમે છીયે, જગત છે એ દોસ્ત !
હું ક્યારેક ગુસ્સે યાઉં તો ચલાવી લેજે એ દોસ્ત!

ગુસ્સો તો મારી જાત ઉપર આવે છે મને, નાહક્નો
પણ એ ઝાઝો ટકતો નથી, આમ અબોલા ના લે એ દોસ્ત!

અસ્તિત્વ જ અત્યારે પ્રશ્ન બની ગયું છે , શું કહું તને,
અપેક્ષાઓ જ ઘસડી જાય છે ક્યાં કોણ જાણે , એ દોસ્ત!

જે જોઇએ છે તે મળતું નથી જે મળે છે તે ગમતું નથી
પ્રેમની ભૂખ છે ને પ્રેમ તો અહીંદુકાનોમાં મળે,એ દોસ્ત!

આ કોની ચાલબાજી છે સમજ નથી પડતી, શું થવાનું છે?
વર્તુળમાં ફર્યા કરવાનું છે, ઘાણી નાં બળદની પેઠ, એ દોસ્ત!

જેવીતેવી ઘટના છે?!– અશોક જાની ‘આનંદ’

મે 11, 2012 3 comments

આખેઆખો માણસ જયારે કોઈ વાતે,આંસુ થઇ રેલાય  એ કોઈ જેવી તેવી ઘટના  છે ?!

છાતી પરનો ભાર અચાનક સૌની સામેડૂસકાં થઇ પડઘાય  એ કોઈ જેવી તેવી ઘટના છે ?!

 

આંખ વચાળે ચાસ બનાવી, જતન કરીને,સોના જેવાં શમણાં રોપ્યાં, ને ઉછેર્યાં, મ્હોરતાં પહેલાં- –

એ શમણાઓ  તૂટે તડાક  દઈને ત્યારે કાચ થઇ ભોંકાય  એ કોઈ જેવી તેવી ઘટના છે ?!

 

વરસો પહેલાં છુટો પડેલો એક ગોઠિયો થઇ આગંતુકસાવ અચાનક એક સવારે આંગણ આવે

ઓળખી એને આંખ તમારી, હૈયું એનું ઝળઝળીયે ભીંજાય  એ કોઈ જેવી તેવી ઘટના છે ?!

 

ઉનાળાની ભર બપ્પોરે ધૂળની ડમરી, વાતી લૂ માં ગુલમહોર મહોરે ને ગરમાળો લૂમે લટકે,

એ જોઇને ‘બ્રેડ પરેડી’ કોઈ માણસ ભીનો થઇ હરખાય  એ કોઈ જેવી તેવી ઘટના છે ?!

 

ભરચક્ક  બસમાં  કોઈ વૃદ્ધા ઉભા ઉભા જાત સંભાળી કરે મુસાફરી, જુવાનિયાં  સૌ બેઠાં રહેતાં,

દિલમાં રામ વસે કોઈ જુવાન ઉભો થાય ને પેલી વૃદ્ધ પોરો ખાય એ કોઈ જેવી તેવી ઘટના છે ?!

 

કોડ ભરેલી કોઈ કન્યા પરણ્યાના થોડા દહાડામાં સાસરિયાના જુલમ-સિતમથી ઘર છોડીને,

બાપને ઉંબર આવી પહોંચે તે ઘડીઓમાં બાપનું દિલ કોરાય  એ કોઈ જેવી તેવી ઘટના છે ?!

 

એક ગલુડિયું કઉં.. કઉં.. કરતુ માને શોધે ગલી ગલીમાં ત્યાં એક ભુલકું તેના ભાગનુંદૂધ પીવડાવે,

ભુલકાનું  મન નાચી ઉઠે ને મન મનમાં ‘આનંદ’ ઉત્સવ થાય  એ કોઈ જેવી તેવી ઘટના છે ?!

– અશોક જાની ‘આનંદ’

વડોદરાની બુધ સભામાંથી માણેલું કવન

એકાંતે આવી તારી યાદ (૫) દેવિકા રાહૂલ ધ્રુવ

માર્ચ 26, 2012 Leave a comment

એકાંતમાં…….

ઘનઘોર આ અંધારના એકાંતમાં,
તાકી રહું છું સાંજના એકાંતમાં.

આવશે, એ આવશે,એ આશમાં,
દીવા
કરું, મનમિતના એકાંતમાં.

છોને અબોલા આજ લીધા સાજના,
સાર્યા હશે આંસુ સૂના એકાંતમાં.

મગરુર છું, યાચું નહિ, ચાહે અગર,
તો આવજે, પળ પ્રેમના એકાંતમાં.

બાકી હવે આ જીંદગી નિસાર છે.
પામી જજે અંતરભીના એકાંતમાં.

લાગે મને કે,તું નથી તો હું નથી !
આવે સજન તું યાદના એકાંતમાં.
************** ************** ***************

છંદવિધાન : ષષ્ટસ્તંભી રજઝ-
ગાગાલગા ગાગાલગા ગાગાલગા