Archive
આજની વાત (૭૧)
અંદરનો અવાજ
તે અને હું એક જ બસ માં સાથે સ્કુલે જતા. ઓગષ્ટ્નાં મહીનામાં નવી ટર્મ શરુ થઈ અને મારે માટે શીકાગો થી હ્યુસ્ટન આવવાનું થયુ.
નવી સ્કુલમાં હું કોઇને ઓળખતી તો નહીં પણ મારા જ સબડીવીઝનથી એક સ્ટોપ આગળનાં સ્ટોપ થી તે ચઢતો.
તેને મેં જોયો.. પણ તેની નજર મારા ઉપર નહોંતી…આમેય નવમા ધોરણમાં ભારતિય સંસ્કારોને લીધે બહુ કોઇની જોડે વાત નહોંતી કરતી.. અને તે પણ તેના મિત્રો સાથે ધમાલ કરતો.
ત્રણેક અઠવાડીયા પછી બસમાં મારી સાથેની જગ્યા ખાલી હતી તેથી તે આવીને બેઠો અને બોલ્યો ” હાઇ! કેન આઇ સીટ વિથ યુ?”
મારા હકારે તે બેઠો અને બોલ્યો ” મારા બાપુજી ની નોકરી બદલાતી રહે છે તેથી સ્કુલમાં મારા મિત્રો બહુ નથી.”
“હું પણ શીકાગો થી હમણા જ આવી” બને તેટલા સ્થિર અવાજમાં મે તેને જવાબ આપ્યો. અને ધ્યાન રાખ્યુ કે મારી પણ તેને મળવાની ઇંતેજારી તેને ના જણાઇ જાય.
“હું કર્ક.. જોકે મારું નામ તો કીરીટ છે પણ આ ધોળિયાને બોલતા ના ફાવે તેથી મેં સુધારી નાખ્યું”
” હું સ્પંદના -મુંબઇ થી આવે મને હજી વરસ જ થયુ છે.”
“ઓહ! તો તુ અમેરિકામાં પણ નવી છે નહીં? ફ્રેશ ઓન ધ બોર્ડ”
“ના એવું તો નથી.. પપ્પા સાથે ફરવા તો ઘણી વાર આવતી..ભણવા આવે હજી વર્ષ માં ડ થયુ છે.”
આ હતી કર્ક સાથે ની પહેલી મુલાકાત. પછીથી એવી મુલાકાતો મૈત્રીમાં બદલાઇ અને એક દિવસ તે મારે ઘરે આવ્યો.
મારી અંદરનો અવાજ મને કહેતો હતો કે તે ઘણી ઝડપે આગળ વધે છે. સ્પંદના તું આ પ્રકારની મૈત્રી ઇચ્છે છે?
મારે માટે લાલ ગુલાબ લાવ્યો ત્યારે અંદરના અવાજે મને ટકોરી.. આજે તેને કહી જ દઇશ. કર્ક હજી આપણે આ બોયફ્રેંડ ગર્લ ફ્રેંડ વાળા ચક્કર માં નથી જો કે મને તારી સાથે રહેવું ગમે છે.. પણ આપણે નાના છીયે. નોટબુક ની લેવડદેવડ કે થોડીક મજા મસ્તી..ઠીક છે..
તેને મારા મનમાં શું ચાલે છે તે જાણ્યા વીના જ ધારી લીધું કે હું પણ તેને એજ રીતે ચાહુ છું અને લાલ ગુલાબ ધરીને મને હોઠે કીસ કરવા પ્રવૃત્ત થયો.
પણ હું હઠી ગૈ.. અને જાણે કશું જ ના બન્યુ હોય તેમ વર્તન કર્યુ.
તે જતો રહ્યો..બસ માં તો તે સહજ વર્તતો પણ ક્યારેક એકલા મળીયે તો તે ઘટનાનો ઉલ્લેખ ન કરતો અને મારો અંદરનો અવાજ પણ સહજ્તા ને સ્વિકારતો.
બે એક મહીના પછી બસમાં પેલી ચીબાવલી મેરી કહેતી હતી -કર્કને તો મેં ધીબી નાખ્યો..પર્વર્ટ છે માટી મુઓ ..નવમાં ધોરણ ની બધી જ છોકરી ઓને કીસ કરી છે તેમ ગર્વ થી કહેતો હતો.
મને અંદરનો અવાજ સાંભળી તે મુજબ વર્ત્યાનો આનંદ હતો
આજનીવાત (૭૦)
મારા” નામનો વિકાર
કૌટુંબીક ક્લેશનો ભોગ બનેલ એક યુવાન પોતાના કુટુંબી સાથે નાંબહુજ ધીક્કાર સાથે મૃત્યુ પામ્યો અને ચિત્રગુપ્ત સામે રજુ થયો.
ચિત્રગુપ્તે કર્મનો ચોપડો જોઇને કહ્યું..” હજી તો તારું જીવન ખતમ નથી થયુ.. તુ કેવી રીતે સમય કરતા વહેલો આવી ગયો?”
” મારા કુટુંબીજનોને લીધે જ તો વળી…” કડવાહટ્થી તે બોલ્યો
ચિત્રગુપ્તે ચોપડો ફરીને જોયો…અને કહે ” હા ભુલ હવે પકડાઈ..ચાલ તને તે ભુલ બતાવુ.. અને તેને લઇ ગયા તેના ભૂતકાળમાં..જ્યાં તે તેના કુટુંબી જનો સાથે જમતો હતો પણ તેના બાવળા ટુંકા હતાને હાથ બહુ લાંબા હતા તેથી ભોજન તેના મોં માં જતુ નહોંતુ અને તેમજ તે ભોજન કુટુંબીજનો પણ કરી શકતા નહોંતા..કારણ કે તે ખોડ તેમના હાથમાં પણ હતી…
“હવે જો આ ભુલ હું સુધારીને તને પાછો મોકલુ છું ”
“એટલે તમે મારા હાથ સરખા કરીને મોકલો છો?
“ના તે બધુ તો નિયંતા એ જે નક્કી કર્યુ હશે તેમજ રહેશે.. પણ બધા કુટુંબી જનોનાં મન બદલાઇ જશે તે નક્કી..”
“થોડી ક્ષણોનાં મૌન પછી તેઓ બોલ્યા “ચાલ તારે જોવું છે તે દ્રશ્ય?”
હકારમાં માથુ હલાવતા તે ચિત્રગુપ્તની સાથે તેજ રુમમાં ગયો જ્યાં કુટુંબીજનો લાંબા હાથથી પોતે નહોંતા ખાતા પણ સામે જે બેઠા હતા તેમને ખવડાવી રહ્યા હતા.
સંયુક્ત કુટુંબો વિભાજિત થાય છે તેનું કારણ મનમાં પડેલ “મારા” નામનો વિકાર. જો તે માં ” અમારા”પણા નો ભાવ ઉમેરાય તો કોઇ ભુખ્યુ રહે?
વિકાર ના જો હોય તો નિર્મળ રહે સૌ મન સદા,
મારા અમારા એક જ્યાં સંતોષ હો ઘર ઘર સદા.
દેવિકા રાહુલ ધ્રુવ
આજની વાત (૬૯)
ઓસડીયું
ચંદ્રગુપ્ત મૌર્યનાં પાટવી રાજકુમારે જ્યારે ચાણક્યને જેલમાં નાખ્યો ત્યારે મગધ રાજ્યની પ્રજા કાંપી ગઇ.. અરે રાજ્ય મેળવવાની આવી કેવી ખેવના? હજી રાજ્યાભિષેક થયો નથી અને ચાણક્ય જેવી ધુરંધર અને જ્ઞાનીને પોતાની સાથે રાખવાને બદલે દેહ દંડ?
માત્ર એક જ વાત..રાજ્યનાં ધન ની ચાવી આપો..
ચાણક્ય કહે “દરેક રાજા રાજ્યકોષ ની ચાવી લે તે પહેલા એણે એ ઓસડીયું પીવુ પડે…આ જન સંરક્ષણ માટે સંગ્રહિત ધન..તેનો વ્યય સહેજે ના ચાલે.”
વાત મમતે ચઢી.. “હું ભવિષ્યનો રાજા. મને ના કેવી રીતે કહેવાય?”
ચાણક્ય કહે મારે “રાજ્ય નિયમો પ્રમાણે વર્તવુ પડે”..
ચાણ્ક્યને રાજકુમારની ધન લાલસાની ખબર તેથી રાજ્યકોષની ચાવી સાથે તે ઓસડીયું એવીરીતે ગોઠવી રાખ્યું કે ચાવી લેતાની સાથે તે ધુમ્ર સ્વરુપે રાજકુમારનાં નાકમાં પ્રવેશે…અને પ્રજાનું હીત સચવાય.
રાજા વાજા અને વાંદરા ત્રણેય સરખા.. તેથી કેદમાં પુરેલા ચાણક્યને છેલ્લી વખત પુછી ચીતા ઉપર જીવતો બેસાડી દીધો…
નિયંત્રણ દુર થતાજ ભુરાયો રાજકુમાર ખજાનચી પાસે પહોંચ્યો..
રાજ્યકોષની ચાવી લેતાજ..ઓસડીયાએ તેની કમાલ બતાવી.. રાજ્કુમાર ધન ને જુએ અને તેના આખા શરીરે ભડકા ઉઠે.
વિધવા માને આ કારણ નું મારણ પુછ્યુ તો રાણી એ કહ્યું..”ચાણક્ય સિવાય કોઇની પાસે આનુ મારણ નથી..આ જન સંપતિ છે.તેનો કોઇ પણ સ્વરુપે તુ ઉપભોગ નહી કરી શકે
વૃધ્ધ મા બાપને નિવૃત્તિને આરે પહોંચે ત્યારે આ ઓસડીયું પ્રભુ કેમ સુંઘાડે છે તે હવે સમજાય છે..કે જેથી ચાણક્યની જેમ તેમને તેમના રાજ કુમારો ચીતાએ નાચઢાવે..
આજની વાત (૬૮)
આજે જ..પ્રભુ આજે જ…
ક્ષમા પરેશાન હતી તેનો ચેક પાછો પડ્યો હતો.. કાર ઇન્સ્યોરંસ કંપની નો એજંટ..તેને સમજાવતો હતો કે આ પરિસ્થિતિમાં તમે કાર ના ચાલાવી શકો.. કશુંક થશે તો અમારી કંપની તમને કોઇ જ નાણાકીય સહાય નહી મળે…તે ફોન ઉપર પોતાનો બચાવ કરતા બોલી “ મારો ચેક પાછો ના પડે કારણ કે મારો અનેમ્પ્લોમેંટ નો માસિક હપ્તો જમા થયો છે ..હું હમણાં જ બેંક માં જઇ ને તપાસ કરુ છુ.”
બેંક્માં જઇ તેના એકાઉંટમાં તપાસ કરી તો ખબર પડી કે અન એમ્પ્લોયમેંટ ચેક કોઇ કારણ સર આવ્યો ન્હોંતો અને બેંકર બહુ જ શુષ્કતાથી બોલી” માફ કરજો બેલેન્સ ઓછુ હતુ તેથી તમારો એક ચેક પણ પાછો મોકલ્યો છે.”
ગળે ડુમા ભરેલી હાલતે ક્ષમા બોલી “ હું મેનેજર ને મળી શકુ?”
“ હા તેમનું નામ પારિતોષ પંડ્યા છે.. મને આશંકા છે તેઓ કશું કરી શકે..છ્તા તમે વાત કરો”
પાંચ મીનીટનાં વિલંબ પછી તે મેનેજરની કેબીનમાં હતી..પારિતોષની સામે દ્રષ્ટી કરી અને કોણ જાણે કેમ તેનાથી ડુસકું મુકાઇ ગયુ..અને રડમસ અવાજે કહ્યું ‘ સાહેબ મારી નોકરી છુટી ગઈ છે અને માથામાં વાગે તેવા કઠીન ડાઇવોર્સ માંથી હમણા જ ઉભી થઇ છું..મારો આવવા પાત્ર ચેક આવ્યો નથી.. અને હું મુશ્કેલીમાં થી પસાર થી રહી છું.”
પારિતોષ ક્ષમાને શાંતિથી સાંભળ્યા પછી બોલ્યો” હું તમારો ચેક ક્લીયર કરાવી દઇશ તમારે થોડુંક વ્યાજ ભરવાનુ થશે. બેંક છોડ્યા પછી તે ગણગણી.. “ હું કેવી રીતે બેકારીનો અઘરો સમય કાઢીશ? ટાંચી આવકો અને ખર્ચા મોટા.. આજે તો ઓવર ડ્રાફ્ટ લીધો.. પણ આવુ ક્યાં સુધી ચાલશે? હે ભગવાન મને રસ્તો બતાવ..”
સમી સાંજનાં સાડા પાંચ વાગ્યા હતા અને અંધારુ થઇ ગયુ હતું. બરફ અને ઠંડક પણ પોતાની ઠંડી તાકાત બતાવતા હતા..બેંક થી ઘર સુધીનાં રસ્તે ચાલતા જવામાટે એણે પગ ઉપાડ્યા ..એને ખબર હતી આવી ઠંડી રાત્રે રસ્તે એને કોઇજ મળવાનું નથી. નજીકની નહેરમાંથી પાણી વહેવાનો ધીમો અવાજ આવતો હતો જેમાં તેનાં ડુસકા દબાઇ જતા હતા..અસ્થિરતાનો નો હાઉ હવે સહ્ય થતો નહોંતો એકલતાનું દુઃખ તેને કચડતું હતું.
એક ક્ષણે ક્ષમા ઉભી રહી અને આકાશમાં પ્રભુ સામે જોઇને આક્રંદ કરતા કહ્યું “પ્રભુ મને તારી સહાય આજે જોઇએ છે.. આજે જ.પ્રભુ આજે જ. “ થોડીક ક્ષણો પછી ક્ષમાને લાગ્યું કે તે કોણ હતી ભગવાન સાથે આવી રીતે વાત કરનારી? આંસુ સુકાયા અને ઘરે જ્યારે તે પહોંચી ઘરનાં દ્વારે ત્યારે એક કવર પડેલું હતું જેમાં કેટલાય ડોલરનાં ગીફ્ટ કાર્ડ હતા.. જે તેને મહીનો ચલાવવા પુરતા હતા. તેની આંખો આંસુ સારતી હતી પણ સુખના..
કહે છેને જ્યારે સાચા હ્રદયથી પ્રભુને સ્મરાય ત્યારે તે કામ પુરુ કરવા આખી દુનિયા કામે લાગે છે..નરસિંહ મહેતાની હુંડીઓ કદાચ આમજ ભરાતી હશેને…
જલે દીવો ભલે ઝાંખો, વહે છોને પવન રસ્તે,
ખૂટે ના વાટ શ્રદ્ધા તો,પ્રભુ પ્રગ્ટે અલગ રસ્તે.
દેવિકા રાહુલ ધ્રુવ
આજની વાત (૬૭)
પારકાની થાળી
પંડિત દેવાશંકર પ્રભુને પ્ર્રર્થના કરતો બોલ્યો.. ” પ્રભુ હું ખુબ દુઃખી છું.”
પ્રભુ એ તેને પાસે બોલાવીને પુછ્યુ ” તને શું દુઃખ છે ભાઈ!”
“પ્રભુ મને એક જ વાત ની ખબર છે હું દુઃખી છુ”
” તારા ઘરમાં કોણ કોણ છે ?”
” પ્રભુ બધા જ છે .. મા બાપ, પત્ની છોકરાઓ અને તેમના પણ છોકરાઓ છે”
” કોઇ સાજુ માંદુ છે?”
“ના પ્રભુ બધા ખાધે પીધે સુખી છે.”
” ગાડી વાડી ઘર ખેતર…?”
” બધુ જ છે.”
ભગવાને એક લાફો રશીદ કર્યો અને કહે તો મને કહે તું શાને દુઃખી છે”
” મારા પડોશી ને ત્યાં મારાથી તે વધુ છે તેથી હું દુઃખી છું”
ભગવાને જોરથી બે લાફા માર્યા…અને કહે મુરખ.. જે છે એ ઘણું છે
દેવશંકર કરગરતો કહે..” પ્રભુ એ ના ચાલેને? તમારી સેવા હું વધુ કરું અને તેને મારા કરતા વધુ?”
ભગવાને કહ્યુ.. ‘ હવેથી તે જે મેળવશે તે તને બમણું આપીશ અને તથાસ્તુ કહી અંતરધ્યાન થઇ ગયા”
પાડોશીને ડાયાબીટીશ થયો, તેની છોકરીનો પતિ મરી ગયો, તેને ત્યાં ચોરી થઇ.
દેવશંકર તો ત્રાસી ગયો..” પ્રભુ ખરેખર તો હે પ્રભુ હું તો દુઃખી થઇ ગયો .. મને આ વરદાન માં થી મુક્ત કરો..”
જે છે તેજ સત્ય છે પારકાની થાળી નો મોટો લાડવો જોઇને આપણી થાળી છોડી ન દેવાય. ઇર્ષા અને સરખામણી એજ દુઃખનું મૂળ છે
જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.
દેવિકા રાહુલ ધ્રુવ
આજની વાત ( ૬૬)
ગુસ્સો આવે છે?
પપ્પાની જેમ જ નાના ભૈરવને ગુસ્સો ખુબ જ આવે. તેનુ ધાર્યુ ના થાય એટલે નાનો નાગ તરત જ ફેણ ચઢાવે તેવી રીતે તેનું મોં ચઢાવે.. તેથી ધીમેધીમે મિત્રો ઘટ્યા અને જે રહ્યા તે બીચારા જઈ શકે તેમ નથી માટે છે બે નાના ભાઇ બેન…
ભૈરવના આ ગુસ્સાને કાબુમાં કરવા દાદાજી એ ભૈરવને એક હથોડી અને એક ખીલી આપી અને સમજાવ્યું કે જ્યારે તારું કહ્યું કોઇ ના માને ત્યારે આ ખીલી લાકડાની વાડમાં જઇ ને મારવાની અને ગુસ્સો ઉતરી જાય ત્યારે તે ખીલી કાઢી લેવાની…
ભૈરવને નવી રમત ગમી ગઈ અને ઘરમાં પણ ભૈરવના ગુસ્સાને નીકળવાની જગ્યા મળી ગઇ..
એકાદ મહીના પછી દાદાએ પુછ્યુ બેટા ખીલી મારવી અને પાછી કાઢવાની રમત હવે કેમ ચાલે છે?
” દાદા સાચુ કહું હવે મઝા નથી આવતી”
” કેમ”
” હવે ગુસ્સો જ નથી આવતો”
” લાકડાની વાડ જોઇ?”
” હા ત્યારે જ સમજાયુને કે ગુસ્સો કરવાથી વાડ બગડે છે.”
દાદા આશ્ચર્યથી જોઇ રહ્યા કે ભૈરવ તો હજી દસ વર્ષનો છે અને સમજી ગયો કે ગુસ્સો કરી પોતાની વાત સાચી ના કરાવાય.. પણ ભૈરવનો બાપ શીવાને આ વાત ક્યારે સમજાશે?
એક હથ્થુ વિચારસરણી અને અકારણ ગુસ્સાથી તે આખા સમાજ્માં એકલ્વાયો થઇ ગયો હતો. ગુસ્સમાં ખોટુ કર્યુ..તેથી નુકસાન થયુ.. પછી ગુસ્સો શમી જતા ફરી પસ્તાવાનો અગ્નિ બાળે.. આમ બે વખત બળવા કરતા.. ગુસ્સો આવે ત્યારે મન્માં ૧ થી ૧૦ ગણવા કે ૧ થી ૧૦૦ ગણવા તેવું સંતો કહી ગયા
આજની વાત (૬૫)
મૂળ વિના કશું વિકસતું નથી
લંડન નાં એરપોર્ટ ઉપર જી ઈ કંપની ના જાહેરાત બોર્ડ ઉપર લખ્યુ હતુ Nothing grows without roots. નાની પણ કેટલી મોટી વાત?
વિકાસ બીજાંકુરણ થી શરુ થાય છે મૂળ જમીનમાં દટાય છે તો જ અંકુરણ હવામાં ઝુલે છે. વડવાઓએ બીજ વાવ્યુ તો તેનું મૂળ નીકળ્યુ અને ડાળખાં પાંદડાં ફુટ્યા. ભોગીલાલ નેમચંદ શાહનો પરિવાર આજની તારીખે ૧૨૧ કરતા વધુ સભ્ય.. ઠેઠ અમેરિકા સુધી ફેલાયો..
કરજ્ણ પાસે આવેલા તીર્થ સુમેરુમાં બે બસ ભરીને અઓ૫ સભ્યો આવ્યા.. એક બસ મુંબઇ, વલસાડ વાપી સુરત, અંકલેશ્વર અને ભરુચનાં સભ્યોને લાવી તો બીજી બસ અમદાવાદ, નડીયાદ, વડોદરાનાં સ્ભ્યોને લાવી..આજે હયાત નહોંતી તે બે પેઢીઓનાં ફોટા ઉપર હાર ચઢાવાયા.. સ્મૃતિ નાં ચરણો ખુલ્યા અને નવી પેઢીઓ ને તેઓની મીઠી વાતો કહેવાઇ તેમના સંસ્કારો અને સુકાર્યોને સંભારાયા..દેવ દર્શન પૂજા અને ભોજન પછી બધા માદરે વતન રવાના થયા…જ્યાં દાદા અને કાકાઓનાં ઘર માં નવી પેઢીને લઇ જવાયા અને જુના ફોટાઓ અને તેઓનાં પૂણ્ય કાર્યો જેવાકે પરબડી ચબુતરો અને જીવદાયાનાં કાર્યો વિશે જણાવાયુ.
ગામના સરપંચ , વડિલો અને મંદીરનાં મુખીયાજીએ વિસ્તરેલા વડની વડવાઇઓને સન્માન્યુ અને ગર્વભેર કહ્યું ” વતનની રજ સંભારતા તમે સૌ ગામનાં દીકરા દીકરીઓ છે..દર વર્ષે આમ જ આવો અને વતન પ્રેમનાં પાઠ ભણાવો.
નાનો સમીર મને પુછતો કે દાદા! આવા ધુળિયા ગામમાં થી ફુટેલ વડવાઇઓ તો ઠેઠ અમેરિકા પહોંચી.
દાદા બોલ્યા “ઝાડ હોય કે કુટુંબ હોય કે દેશ હોય..વતનમાં ધરબાયેલા વડવાઓ જતેમના વિકાસનાં દ્યોતક હોય છે. તેમણે આદરેલા અધુરા કાર્યો પુરા કરવા તેજ તો આપણ વિકાસનું અદકેરું કેન્દ્ર
આજની વાત (૬૪)
રંગમંચ ઉપર
તખ્તાનો તો તે જાણે બેતાજ બાદશાહ. તેના અભિનય અને અવાજની સમગ્ર સભામંચ દાદ દે. ભોજ બને તો ઉજ્જૈનીને સભા ઉભી કરે અને મુંજ બને તો માળવા ઉભુ કરે..સિધ્ધરાજ બને તો પાટણ ઉભુ કરી દે…તેના મિત્રો તેને કહે કે તને ઉંઘતો હોય અને જગાડીને રંગમચ પર મુકી દે તો ક્ષણવારમાં તારો કલાકાર જાગી જાય.
હા પણ મને રંગ મંચ પરથી ઉતારો તો ક્ષણવારમાં મારો રાજા પાઠ ઉતરી જાય અને એજ સીધો સાદો અમદાવાદનો ગુમાસ્તો બની જઉં
તેમના મિત્રો કહે..તુ સ્ટેજ ઉપર ભગ્ન પ્રેમી હોય કે શરાબી હોય કે અદાલતમાં દલીલો કરતો વકીલ હોય પણ મને સમજાતુ નથી કે તે રાજાપાઠ ઝડપથી શમી કેમ હાય છે.
તે અભિનેતા હળવેક થી બોલ્યો જો સુખી થવું હોય તો કામ પત્યુને વાસ્તવિકતામાં આવવા તે પાઠને છોડો…રંગમંચ ઉપર રાજા ભોજ છું તેથી વાસ્તવીક જીવન નો ગુમાસ્તો મટી જતો નથી.રંગમચ ઉપરથી નીચે ઉતર્યો તેજ મીનીટે મારામાં રાજ ભોજ જીવતો ના રખાય..તેને છોડવોજ પડે . બસ તેમ જ ગઇ કાલ જતી રહી..તેની સાથે બધા જ સ્મરણો વિસ્મરણ થાય તો જ આજ ને જીવાય કે આવતી કાલનું આયોજન થાય.
જે ભૂતકાળને છોડે તેજ આજ્ને યોગ્ય રીતે માણી શકે ( આપણા ઘણા માણસો મોટી ઉંમરે ગઇ કાલમાં જ જીવતા હોય છે અને તેથી આજમાં દુઃખી હોય છે)
આજની વાત (૬૩)
અડીયે પણ નહીં ને નડીયે પણ નહીં
મામા લગભગ ૨૫ વર્ષે અમીને ઘરે પહોંચ્યા ત્યારે પહેલી નજરે તો તેની મા અને પીતરાઇ બેન પ્રાપ્તિ જેવી જ જણાઈ. લાગણી ઓનો આવિર્ભાવ સ્ફુટી રહ્યો હતો ત્યાં તેની ગુસ્સા પ્રચુર આંખો સાથે અવાજ આવ્યો. ” મામા આટલા બધા વર્ષે તમને હું યાદ આવી કે ?”
સાસુ કુસુમબહેન બોલ્યા” બેટા મામાને ઘરમાં તો આવવા દે!”
નાની પ્રાપ્તિ પણ આવીજ તેજ હતી. અમીમાં સ્પષ્ટ તે જણાતી હતી તે તેજ તીખાશ સાથે બોલી ” માન્યું કે મારી મા મરી ગઈ હતી પણ મામા તરીકે અમારી સંભાળ કાઢવાની ફરજ તો હતી ને?”
ઘરમાં સાત વર્ષની બીજી નાની અમી મામાને પગે લાગી…મામાએ સો રુપિયા કાઢીને તેને આપ્યા ત્યારે સુ સંસ્કૃત ઢીંગલી એ ના ના પાડતા મમ્મી સામે જોયુ.. જાણે કે પુછતી ના હોય કે ના લેવાય ને?
મામા બોલ્યા..” લેવાય બેટા. તારી મમ્મી તો ગુસ્સે છે પણ તુ તો મામાને જોઇને ખુશ છે ને? આતો તારો હક્ક છે બેટા..” અમીની સામે જોઇ પૈસા લઈ તરત મમ્મીને આપી દીધા.
અમિ કહે ” મા કરતા બમણા તે મામા..ખરુંને?”
” હા બેટા.. વાત તો સાવ સાચી.. પણ તેંય ક્યારે મને યાદ કર્યો હેં?”
” મારા કુસુમ બા એ મને સમજાવ્યું કે કદી કોઇને અડવુ નહી અને નડવું પણ નહીં..હું રક્ષાબંધન વખતે માની બીનહયાતિને લઇને થતા વેરા આંતરાને રડતી. પણ એ અફસોસ કુસુમ બા એ કઢાવી નાખ્યો..લક્ષ્મી તો આજે છે અને કાલે નથી..પણ સબંધો તો જન્મની સાથે આવે છે..લોહી ક્યારેક તો પોકારશે. અને તે દિવસથી દુઃખને અડવું નહી અને કોઇને નડવુ નહી વાળી વાત સમજાઇ ગઈ”
આજની વાત(૬૨)
હરિ ઈચ્છા
રમણ બા નો દોહિત્ર તેજસ સી.એ. થઇ ગયો અને સીએસ નું પરિણામ બાકી છે વાળી વાત ગર્વથી પડોશીને કહેતા હતા અને સમાચાર આવ્યા..તેજસ ને અકસ્માત થયો અને તે ગાડીમાં મૃત્યુ મળ્યો….
અરે રે હજી તો હમણા કલાક પહેલા તો મને તે મુકીને ગયોછે.. અને આ કલાકમાં..ભણેલો અને ગણેલો દીકરો ..હાથમાં આવેલો કોળીયો….અનંત યાત્રાએ.. એમ જ.. એના માબાપને છોડીને…મારી છોડીનું શું થશે..સમાચાર લૈને આવેલો દીકરો ઉતાવળ કરતો હતો..મમ્મી ચાલને મોટી બેન પાસે પહોંચવું જ રહ્યુ… અરે દીકરા મને તો કળ વળવા દે.. આપણા તેજસ ની વાત છે ને…
મારતી ગાડીએ આસ્ટોડીયા થી નવરંગ પુરા ચાર રસ્તે પહોંચ્યા..ઘર પાસે તો સગા વહાલાનું પડોશીનું મોટું ટોળુ..દીકરી અને જમાઇ તો રડે રડે કંઇ કહેવાની વાત જ નહીં. રમણ બા વિચારે મારા શોક કરતા મારી દીકરીનો શોક વધુ છે. તેને તો આ આઘાતમાં થી બહાર કાઢવી જરુરી છે..જનાર તો હવે પાછો નથી આવવાનો…મન ને જરા શાંત કર્યુ અને રડતી દીકરી પાસે જઇ તેને છાના રાખવાને બદલે ઉઘરાણી કરતી હોય તેમ કડક અવાજે બોલ્યા..” મારો હૈયાનો હાર મને પાછો આપ.”
રડતી દીકરી તો સમજી જ ના શકી અને બોલી..’ બા. તારો હૈયાનો હાર મેં ક્યાં લીધોછે…’ ક્ષણ માટે તો રોકકળ શમી ગઈ અને સોંપો પડી ગયો..
રમણ બા તેજ કડક અવાજમાં વાત આગળ વધારતા બોલ્યા ” જો તેજસ મારો હૈયાનો હાર..મેં તને ભગવાન પાસેથી લાવીને દીધો..તેં ૨૧ વરસ સુધી તારી પાસે રાખ્યો એટલે એ કંઈ તારો નથી થઇ જતો. હવે ભગવાન તેને પાછો માંગે તો મારો તેજસ મારો તેજસ કરીને રડાય ના. તેમણે તને ઉછેરવા આપેલો.. અને લઈ લીધો..હવે તેની પાછળ કલ્પાંત ન કરાય…
માની વાતનો મર્મ સમજતી તેજસની મા અને રમણ બાની પુત્રી થોડૂં ક હીબકી શમી ગયા..
ઘટના ઘટી ગઈ..જનાર જતો રહ્યો.. હવે તો તેના ગમન ને હરિ ઈચ્છા કહી સ્વિકારવી જ રહી
વાંચકોના પ્રતિભાવ