મુખ્ય પૃષ્ઠ
> Uncategorized > અંતરનેટની કવિતા (જયશ્રી વિનુ મરચંટની ગઝલોનો રસાસ્વાદ) – અનિલ ચાવડા
અંતરનેટની કવિતા (જયશ્રી વિનુ મરચંટની ગઝલોનો રસાસ્વાદ) – અનિલ ચાવડા
(આજે ઉજાણીમાં ઇન્ટરનેટને બદલે અંતરનેટથી જાણીતા સાહિત્યકાર શ્રી અનિલ ચાવડા આપણને લોગઈન-લોગ આઉટ કરાવે છે. આપણે તો માત્ર એનો આનંદ ઉઠાવવાનો છે)
અંતરનેટની કવિતા
કોઈ માણસ થોડોઘણો પણ વેરાન ન હોય એવું તો બને જ કેવી રીતે?
લોગ ઇનઃ
ચાલ વર્ષો બાદ આજે સાથ બેસી ઓસરીમાં;
ને અબોલા એકસાથે ચલ ઉલેચી ઓસરીમાં.
એકબીજામાં રહેલાં રણ જરા ખંખોળીએ તો,
થાય સ્મરણોની ઘણીયે રેત ભેગી ઓસરીમાં.
જોઈએ શું નીકળે છે આંસુડાં કે મોતીડાંઓ?
આજ મેં વર્ષો જૂની ખોલી છે પેટી ઓસરીમાં.
વિશ્વની ગલીઓમાં થઈને, રોડ પર રસ્તામાં થઈને,
છેવટે આવીને અટકી એક કેડી ઓસરીમાં.
બસ હવે ઘરને સજાની જેમ ભોગવતી રહે છે,
‘ભગ્ન’ બેઠી છે જુઓને થઈને કેદી ઓસરીમાં.
– જયશ્રી મરચન્ટ
અત્યારનો સમય વનબીએચકે, ટુબીએચકે કે ડ્રોઇંગરૂમ, કીચન વગેરે શબ્દો સાથે પનારો પાડી રહ્યો છે, ત્યારે આ બધામાં ઓસરી તો જાણે સાવ ઓસરી ગઈ છે. આવા સમયમાં જયશ્રી મરચન્ટ ‘ઓસરી’ જેવી રદીફ રાખીને ગઝલ લખે એ નોંધનીય છે. જયશ્રી મરચન્ટ મૂળ…
View original post 569 more words
Categories: Uncategorized
ટિપ્પણીઓ (0)
Trackbacks (0)
Leave a comment
ટ્રેકબેક
વાંચકોના પ્રતિભાવ