સજાગ
એ જમાનાની વાત કરુ છુ જ્યારે સો રુપિયાની નોટ ખુબ જ મુલ્યવાન હતી ( ૧૯૮૦માં) આમેય રાહુદશા ચાલતી હતી તેથી વિતરાગ નાણાકીય રીતે સતત વ્યથીત રહેતો. અનિયમિત આવકો અને નિયમિત વધતા જતા ખર્ચાઓ વચ્ચે ઝુઝતા વિતરાગને જોઇ વિરાજ ઘણી વખત કહેતી પણ ખરી છોડો બીજા બધા સંયમો અને એક જ લક્ષ્ય બનાવો અને તે નિયમિત આવકો.
દાન ધર્મની વાતો આવે કે જીવદયા દરેક્માં દરેક વખતે અગ્રેસર રહેવું જરુરી નથી.. પહેલું કુટુંબ પછી જન સમુદાય. પણ તેને હસીને વિતરાગ કહેતો વિરાજ તારી વાત સાચી છે પણ માહ્યલો એવો ઉદાર છે ને કે કોઇને સંકટમાં જોઇને તરત જ પીગળી જાય છે.વળી દાદાને જોઇને એટલું તો શીખ્યો છું કે “દોનો હાથ ઉલેચીયે બઢતા પાની નાંવમેં ઔર બઢતા ઘરમેં દામ”
વહેવારીક રીતે આ વાત વિરાજને ન ગમતી. આ કારણ ને લીધેજ સાસુમા તેને “ભોળો ભામાશા” કહેતા. રાણા પ્રતાપને સહાય કરનાર ભામાશા તો માતૃભૂમી પ્રેમનાં પ્રણેતા હતા પણ વિતરાગ તો સર્વપ્રતિ કરુણા ને કારણે…
વાંચકોના પ્રતિભાવ