મુખ્ય પૃષ્ઠ
> Uncategorized > 1138 – નુતન વર્ષ ૨૦૧૮ નું શુભાગમન …શુભેચ્છાઓ …થોડુક ચિંતન
1138 – નુતન વર્ષ ૨૦૧૮ નું શુભાગમન …શુભેચ્છાઓ …થોડુક ચિંતન
સમયનું ચક્ર અવિરત પણે સદા ફરતું જ રહે છે.સમય કોઈનો પણ મહોતાજ નથી હોતો. કોઈનો અટકાવ્યો એ અટકવાનો નથી.આપણી નજર સામેથી જ એ સમુદ્રની ભરતીની જેમ આવે છે અને અલોપ થઇ જાય છે.નવા વર્ષના પ્રારંભે લટકાવેલ કેલેન્ડરનાં પાનાં દર મહીને બદલાતાં રહે છે . છેવટે દેશ વિદેશમાં અને પોતાના જીવનમાં પણ બની ગયેલા ઘણા અવનવા બનાવોની અનેક યાદોને પાછળ છોડીને એક વર્ષ વિદાય લઇ લે છે .ફરી પાછું એક નવા વર્ષનું કેલેન્ડર ભીત પર સ્થાન લઇ લે છે.
વિદાય લેતા વર્ષના છેલ્લા દિવસ ૩૧ મી ડીસેમ્બરની મધ્ય રાત્રીએ શરુ થતા નવા વર્ષના આગમનને દરેક દેશમાં લોકો હર્ષ, ઉલ્લાસ ,ઉમંગ અને ઉત્સાહથી મન ભરીને ઉજવીને નવા વર્ષનું સ્વાગત કરે છે .
નવા વર્ષના પ્રારંભે બે અંગ્રેજી અવતરણો મનન કરી જીવનમાં ઉતારવા જેવાં છે.
You did not choose your date of birth,
Nor do you know your last,
So live this gift that is your present,
Before it becomes your past.
–Linda Ellis
View original post 231 more words
Categories: Uncategorized
ટિપ્પણીઓ (0)
Trackbacks (0)
Leave a comment
ટ્રેકબેક
વાંચકોના પ્રતિભાવ