મુખ્ય પૃષ્ઠ > Uncategorized > વેલેન્ટાઈન દિન નિમિત્તે

વેલેન્ટાઈન દિન નિમિત્તે

ફેબ્રુવારી 15, 2017 Leave a comment Go to comments

"બેઠક"

હું જયશ્રી વિનુ મરચંટ, આપ સહુ, “બેઠક”ના સાથીઓને, વેલેન્ટાઈન દિન નિમિત્તે શુભ કામનાઓ પાઠવું છું કે આપ સહુ પ્રણયને શૃંગારના કંકુ-ચોખાથી પોંખો, એટલું જ નહીં પણ પ્રણય-શૃંગારને સાયુજ્યમાં ઓતપ્રોત કરીને દરેકે દરેક ક્ષણોને જાદુભરી બનાવીને મ્હાલો.  યુગોથી અભિસાર, શૃંગાર અને સાયુજ્યને આદિકવિ વાલમિકીથી માંડી આજના યુવાન પેઢીના અનોખા ગઝલકાર ને કવિ અનિલ ચાવડા સુધીના સૌ પોતાના કવનમાં સમયની માંગ પ્રમાણે આલેખતા આવ્યા છે, છતાં પણ એના યૌવનના થનગનાટમાં કોઈ જ કમી આવી નથી કે નથી એના આકર્ષણમાં ઓટ આવી.  આપ સહુને આજના આ પ્રેમના મહિમાના દિવસે હું એક કોડભરી મુગ્ધાના કુંવારા સપનામાં થનગનતા અભિસાર અને શૃંગારની સફર પર લઈ જાઉં છું કે જે યુવાનીમાં એના પ્રેમી સાથેની પળનીયે જુદાઈ સહન કરી શકતી નથી અને જ્યારે વિરહની એકલતા સહેવી પડે છે તો પોતે “આજન્મ મુક્તા” હિમશીલાના સ્વરુપે જીવવાનો અભિશાપ જીવી રહી છે એવું મહેસૂસ કરે છે. સમય વહે છે ને પછી તો સાથ હોવા છતાંયે જાણે એ અભિસારની ઉષ્મા અને શૃંગારની…

View original post 250 more words

Advertisements
Categories: Uncategorized
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: